Lockdown Effect: માણસની ગેરહાજરીમાં કુદરતે આળસ મરડી, બોરીવલીથી શિકાગોમાં કમાલ

Updated: Apr 07, 2020, 10:08 IST | Chirantana Bhatt
  • કોઇને કલ્પના પણ ન આવે કે આ બોરીવલીની તસવીરો છે. તસવીર સૌજન્ય -SGNP

    કોઇને કલ્પના પણ ન આવે કે આ બોરીવલીની તસવીરો છે. તસવીર સૌજન્ય -SGNP

    1/21
  • હરણ પોતાનાં ઝૂંડ સાથે આ રીતે ફરવા નીકળી પડે છે. તસવીર સૌજન્ય -SGNP

    હરણ પોતાનાં ઝૂંડ સાથે આ રીતે ફરવા નીકળી પડે છે. તસવીર સૌજન્ય -SGNP

    2/21
  • મોટે ભાગે સતત મુલાકાતીઓથી ઉભરાતા સંજય ગાંધી નેશનલ પાર્કમાં હરણાંઓને અત્યારે કોઇની ય ભીતી નથી અને ડરને માર્યે ફલાંગ મારીને તે ભાગી નથી જતા. સૌજન્ય -SGNP

    મોટે ભાગે સતત મુલાકાતીઓથી ઉભરાતા સંજય ગાંધી નેશનલ પાર્કમાં હરણાંઓને અત્યારે કોઇની ય ભીતી નથી અને ડરને માર્યે ફલાંગ મારીને તે ભાગી નથી જતા. સૌજન્ય -SGNP

    3/21
  • ગરમાળાએ પણ પોતાની આ આભા ખડી કરી કુદરતમાં પોતાના રંગ ભર્યા છે. . તસવીર સૌજન્ય -SGNP

    ગરમાળાએ પણ પોતાની આ આભા ખડી કરી કુદરતમાં પોતાના રંગ ભર્યા છે. . તસવીર સૌજન્ય -SGNP

    4/21
  • બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નેશલન પાર્કમાં મુલાકાતીઓની ગેરહાજરીને કારણે આવાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તસવીર સૌજન્ય -SGNP

    બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નેશલન પાર્કમાં મુલાકાતીઓની ગેરહાજરીને કારણે આવાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તસવીર સૌજન્ય -SGNP

    5/21
  • ભીડની ગેરહાજરીમાં વસંતની વિદાય અને પાનખરનું આગમન કંઇક આવું દેખાય છે. સૌજન્ય -SGNP

    ભીડની ગેરહાજરીમાં વસંતની વિદાય અને પાનખરનું આગમન કંઇક આવું દેખાય છે. સૌજન્ય -SGNP

    6/21
  • સાઉથ બોમ્બેમાં ખારેઘાટ કોલોનીમાં મોરને બંન્ને બાજુ પાર્ક થયેલી કાર્સની વચ્ચે કળા કરવાનું માફક આવ્યું. જો કે આ વિસ્તારમાં મોરની હાજરી નિયમિત હોય છે, આ તો લૉકડાઉનમાં ઘરે રહેનારાઓને પણ મોરની મોજ જોવા મળી રહી છે.

    સાઉથ બોમ્બેમાં ખારેઘાટ કોલોનીમાં મોરને બંન્ને બાજુ પાર્ક થયેલી કાર્સની વચ્ચે કળા કરવાનું માફક આવ્યું. જો કે આ વિસ્તારમાં મોરની હાજરી નિયમિત હોય છે, આ તો લૉકડાઉનમાં ઘરે રહેનારાઓને પણ મોરની મોજ જોવા મળી રહી છે.

    7/21
  • અહીં ઢેલ પણ તેના પરિવાર સાથે લટાર મારવા નીકળી છે. સાઉથ મુંબઇમાં મલાબાર હિલનાં ગોદરેજ બાગમાં પણ મોર અને ઢેલ દેખાતા રહે છે.

    અહીં ઢેલ પણ તેના પરિવાર સાથે લટાર મારવા નીકળી છે. સાઉથ મુંબઇમાં મલાબાર હિલનાં ગોદરેજ બાગમાં પણ મોર અને ઢેલ દેખાતા રહે છે.

    8/21
  • અગાશીમાં મોરનો ટહુકો આ લૉકડાઉનની સૌથી મોટે ભેટ હોઇ શકે છે. જુઓ જેરુ ફોર્બ્સની આ તસવીર. લૉકડાઉનમાં ઘરની આસપાસનું સૌંદર્ય પણ માણવાનો સૌને મોકો મળી રહ્યો છે.

    અગાશીમાં મોરનો ટહુકો આ લૉકડાઉનની સૌથી મોટે ભેટ હોઇ શકે છે. જુઓ જેરુ ફોર્બ્સની આ તસવીર. લૉકડાઉનમાં ઘરની આસપાસનું સૌંદર્ય પણ માણવાનો સૌને મોકો મળી રહ્યો છે.

    9/21
  • મુંબઇના દરિયામાં ડૉલ્ફિન્સે પણ દેખા દીધી છે, મોટે ભાગે ફિશીંગની કામગીરી ચાલતી હોય ત્યારે ડૉલફિન્સ અહીં સુધી નથી પહોંચતી પણ અત્યારે બધું સ્થગિત છે તેને કારણે આ શક્ય બન્યું છે. તસવીરો દર્શન ખટાઉ જે વાઇલ્ડ લાઇફમાં રસ ધરાવે છે પણ એક્સપર્ટ્સનાં મતે ડૉલ્ફિન્સ  આ વિસ્તારોમાં દેખાતી રહે છે.

    મુંબઇના દરિયામાં ડૉલ્ફિન્સે પણ દેખા દીધી છે, મોટે ભાગે ફિશીંગની કામગીરી ચાલતી હોય ત્યારે ડૉલફિન્સ અહીં સુધી નથી પહોંચતી પણ અત્યારે બધું સ્થગિત છે તેને કારણે આ શક્ય બન્યું છે. તસવીરો દર્શન ખટાઉ જે વાઇલ્ડ લાઇફમાં રસ ધરાવે છે પણ એક્સપર્ટ્સનાં મતે ડૉલ્ફિન્સ  આ વિસ્તારોમાં દેખાતી રહે છે.

    10/21
  • કાંદિવલીમાં દેખાયેલો આ કિંગફિશર જેને ગુજરાતીમાં લગોઠી કલકલિયો કહેવાય તે કદાચ અહીં ક્યારેક દેખા દેતો હોય એમ બને પણ અત્યારની શાંતિમાં તેને અહીં બેસવાની અલગ જ મજા આવતી હશે. (તસવીર-સતેજ શિંદે)

    કાંદિવલીમાં દેખાયેલો આ કિંગફિશર જેને ગુજરાતીમાં લગોઠી કલકલિયો કહેવાય તે કદાચ અહીં ક્યારેક દેખા દેતો હોય એમ બને પણ અત્યારની શાંતિમાં તેને અહીં બેસવાની અલગ જ મજા આવતી હશે. (તસવીર-સતેજ શિંદે)

    11/21
  • ચંદીગઢનાં સેક્ટર 9માં રાત્રે ઝેબ્રા ક્રોસિંગ પરથી ઝડપથી પસાર થયું હતું આ બારાસિંગા જાતીનું સાબર. વળી દિવસ દરમિયાન પણ રહેણાક વિસ્તારમાં દેખાયું હતું એક બારાસિંગા. તસવીર ટ્વિટર

    ચંદીગઢનાં સેક્ટર 9માં રાત્રે ઝેબ્રા ક્રોસિંગ પરથી ઝડપથી પસાર થયું હતું આ બારાસિંગા જાતીનું સાબર. વળી દિવસ દરમિયાન પણ રહેણાક વિસ્તારમાં દેખાયું હતું એક બારાસિંગા. તસવીર ટ્વિટર

    12/21
  • નોયડામાં જ્યાં મોલ્સ આવેલા છે તે વિસ્તારના રસ્તે આ નિલગાય ફરતી જોવા મળી હતી. તસવીર ટ્વિટર

    નોયડામાં જ્યાં મોલ્સ આવેલા છે તે વિસ્તારના રસ્તે આ નિલગાય ફરતી જોવા મળી હતી. તસવીર ટ્વિટર

    13/21
  • તિરુમાલાથી તિરુપતિ જતા રસ્તે ચિતળ એટલે કે સ્પૉટેડ ડિયર્સનું એક ઝૂંડ આરામથી પોતાની મસ્તીમાં દોડી રહ્યું હતું. આ એરિયા તિરુપતિ નેશનલ પાર્કની બહુ નજીક છે. તસવીર ટ્વિટર

    તિરુમાલાથી તિરુપતિ જતા રસ્તે ચિતળ એટલે કે સ્પૉટેડ ડિયર્સનું એક ઝૂંડ આરામથી પોતાની મસ્તીમાં દોડી રહ્યું હતું. આ એરિયા તિરુપતિ નેશનલ પાર્કની બહુ નજીક છે. તસવીર ટ્વિટર

    14/21
  • સિંગાપોરમાં ઘણાં ઓટર્સ  એટલે જળબિલાડી છે અને તે દેખાતા રહે છે પણ માણસોની ગેરહાજરીમાં તેમની હાજરી ટુરિસ્ટ પોઇન્સ્ટ પર પણ દેખાઇ રહી છે. તસવીર ટ્વિટર    

    સિંગાપોરમાં ઘણાં ઓટર્સ  એટલે જળબિલાડી છે અને તે દેખાતા રહે છે પણ માણસોની ગેરહાજરીમાં તેમની હાજરી ટુરિસ્ટ પોઇન્સ્ટ પર પણ દેખાઇ રહી છે. તસવીર ટ્વિટર

     

     

    15/21
  • શિકાગોના શેડ એક્વેરિયમમાં આજકાલ મુલાકાતીઓ નથી આવતા અને માટે જ આ પેંગ્વીનની જોડીને એક્વેરિયમનાં રખેવાળોએ થોડા કલાકો માટે છૂટી મુકી હતી અને તેમણે તો છેક કેન્ટિન સુધી લટાર મારી હતી. તસવીર ટ્વિટર

    શિકાગોના શેડ એક્વેરિયમમાં આજકાલ મુલાકાતીઓ નથી આવતા અને માટે જ આ પેંગ્વીનની જોડીને એક્વેરિયમનાં રખેવાળોએ થોડા કલાકો માટે છૂટી મુકી હતી અને તેમણે તો છેક કેન્ટિન સુધી લટાર મારી હતી. તસવીર ટ્વિટર

    16/21
  • વેનિસમાં દેખાયેલી ડૉલ્ફીન અને હંસના સમાચારમાં તો સચ્ચાઇ નહોતી કારણકે એક દ્રશ્ય સાર્ડિનિયાનું હતું અને હંસલાઓ વેનિસની નજીકના એક અન્ય સ્થળે હંમેશા તરે છે પણ અહીં પાણી આજકાલ હોડકાં વગર શાંત હોવાથી માછલીઓને જોવાનું શક્ય બન્યું છે. તસવીર ટ્વિટર

    વેનિસમાં દેખાયેલી ડૉલ્ફીન અને હંસના સમાચારમાં તો સચ્ચાઇ નહોતી કારણકે એક દ્રશ્ય સાર્ડિનિયાનું હતું અને હંસલાઓ વેનિસની નજીકના એક અન્ય સ્થળે હંમેશા તરે છે પણ અહીં પાણી આજકાલ હોડકાં વગર શાંત હોવાથી માછલીઓને જોવાનું શક્ય બન્યું છે. તસવીર ટ્વિટર

    17/21
  • થાઇલેન્ડનાં લોપબુરીમાં આ લંગુરોની હાજરી હોય છે પણ સહેલાણની ગેરહાજરીમાં ખાવાનું શોધવા ફાંફા મારતા આ ટોળામાં લડાઇ પણ થતી રહે છે અને તેઓ શહેરમાં શક્ય હોય ત્યાં ખાવાનું શોધવા પહોંચી જાય છે. તસવીર ટ્વિટર

    થાઇલેન્ડનાં લોપબુરીમાં આ લંગુરોની હાજરી હોય છે પણ સહેલાણની ગેરહાજરીમાં ખાવાનું શોધવા ફાંફા મારતા આ ટોળામાં લડાઇ પણ થતી રહે છે અને તેઓ શહેરમાં શક્ય હોય ત્યાં ખાવાનું શોધવા પહોંચી જાય છે. તસવીર ટ્વિટર

    18/21
  • ઇંગ્લેન્ડના પ્રાંત વેલ્શનાં લાઉન્ડુન્ડો શહેરમાં માઉન્ટેઇન ગોટ્સ, પહાડી બકરાં લૉકડાઉન દરમિયાન ચારો ચરતા, શોધતા શોધતા માણસોની રહેણાક સુધી પહોંચી ગયા હતા. તસવીર ટ્વિટર

    ઇંગ્લેન્ડના પ્રાંત વેલ્શનાં લાઉન્ડુન્ડો શહેરમાં માઉન્ટેઇન ગોટ્સ, પહાડી બકરાં લૉકડાઉન દરમિયાન ચારો ચરતા, શોધતા શોધતા માણસોની રહેણાક સુધી પહોંચી ગયા હતા. તસવીર ટ્વિટર

    19/21
  • જાપાનનો નારા ડિયર પાર્ક બહુ પ્રખ્યાત છે અને ત્યાં સતત સહેલાણીઓ આવતા હોય છે. સિકા પ્રજાતીનાં હરણાં લોકોની વચ્ચે આરામથી ફરતા રહે છે અને પણ આજકાલ પ્રવાસીઓની ગેરહાજરીને કારણે ખોરાકની શોધમાં તે પણ શહેરનાં વધુ અંદરના વિસ્તારોમાં આવી જાય છે, ક્યારેક તો સબવેઝમાં પણ દેખા દે છે. તેઓ છોડવાં વગેરે જે મળે તે ખાય છે તેવું ફુજી ટેલિવિઝન પર દર્શાવાયું હતું. તસવીર ટ્વિટર

    જાપાનનો નારા ડિયર પાર્ક બહુ પ્રખ્યાત છે અને ત્યાં સતત સહેલાણીઓ આવતા હોય છે. સિકા પ્રજાતીનાં હરણાં લોકોની વચ્ચે આરામથી ફરતા રહે છે અને પણ આજકાલ પ્રવાસીઓની ગેરહાજરીને કારણે ખોરાકની શોધમાં તે પણ શહેરનાં વધુ અંદરના વિસ્તારોમાં આવી જાય છે, ક્યારેક તો સબવેઝમાં પણ દેખા દે છે. તેઓ છોડવાં વગેરે જે મળે તે ખાય છે તેવું ફુજી ટેલિવિઝન પર દર્શાવાયું હતું. તસવીર ટ્વિટર

    20/21
  • ઇઝરાયલનાં બહેન ગ્યુરિયોં એરપોર્ટ પર ગયા અઠવાડિયે ઇજિપશ્યન ગીઝનુ કુટંબ આરામથી ફરી રહ્યું હતું. ફ્લાઇટ્સની સંખ્યા નહિવત હોવાથી માણસોની અવરજવર ઘટવાને કારણે આ દ્રશ્ય શક્ય બન્યું હતું.  તસવીર ટ્વિટર

    ઇઝરાયલનાં બહેન ગ્યુરિયોં એરપોર્ટ પર ગયા અઠવાડિયે ઇજિપશ્યન ગીઝનુ કુટંબ આરામથી ફરી રહ્યું હતું. ફ્લાઇટ્સની સંખ્યા નહિવત હોવાથી માણસોની અવરજવર ઘટવાને કારણે આ દ્રશ્ય શક્ય બન્યું હતું.  તસવીર ટ્વિટર

    21/21
  • loading...

ફોટોઝ વિશે

માણસો વાઇરસની સામેની લડાઇમાં લૉકડાઉન અનુસરી રહ્યાં છે ત્યારે મુંબઇ જ નહીં પણ દેશ અને વિદેશમાં મોકળાં થયેલા જાહેર સ્થળોએ પશુ-પંખીઓએ દેખા દેવાનું શરૂ કર્યું છે. જો કે સોશ્યલ મીડિયાના જમાનામાં ઘણીવાર જ્યાં પહેલેથી જ પશુ-પંખીઓની હાજરી હોય તેને પણ લૉકડાઉનની અસરને નામે પોસ્ટ કરવામાં આવે છે.  પરંતુ ગીચ શહેરોમાં કુદરતની કમાલ જોવાની મજા જ ઓર હોય છે. જુઓ તસવીરોમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK