કુંભ 2019:ધોતી પહેરીને નીતિન ગડકરીએ લગાવી ડૂબકી

Published: Feb 08, 2019, 19:14 IST | Bhavin
 • નીતિન ગડકરી સફેદ ધોતી પહેરી, ચંદનનો ચાંદલો કરી ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. તેમની સાથે યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય સહિતના નેતાઓ પણ હતા. સ્નાન બાદ નીતિન ગડકરીએ ટ્વિટ કરીને તસવીરો પણ શેર કરી.


  નીતિન ગડકરી સફેદ ધોતી પહેરી, ચંદનનો ચાંદલો કરી ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. તેમની સાથે યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય સહિતના નેતાઓ પણ હતા. સ્નાન બાદ નીતિન ગડકરીએ ટ્વિટ કરીને તસવીરો પણ શેર કરી.

  1/6
 • નીતિન ગડકરીએ ટ્વિટ કરી રહ્યું,'કુંભમાં આજે સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ પાણીની ગુણવત્તા જોઈને આનંદ થયો, મન પ્રસન્ન થયું. પાણીના COD, BODનું સ્તર સુધર્યું છે. આજે મેં સમીક્ષા કરી તો અમારા 30 ટકા પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે.'


  નીતિન ગડકરીએ ટ્વિટ કરી રહ્યું,'કુંભમાં આજે સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ પાણીની ગુણવત્તા જોઈને આનંદ થયો, મન પ્રસન્ન થયું. પાણીના COD, BODનું સ્તર સુધર્યું છે. આજે મેં સમીક્ષા કરી તો અમારા 30 ટકા પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે.'

  2/6
 • નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે દિલ્હીથી પ્રયાગરાજ જવા માટે કેન્દ્ર સરકાર જળમાર્ગ પરિયોજના માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ થશે. ટૂંક સમયમાં લોકો અહીંથી બોટમાં બેસીને દિલ્હી જઈ શક્શે.


  નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે દિલ્હીથી પ્રયાગરાજ જવા માટે કેન્દ્ર સરકાર જળમાર્ગ પરિયોજના માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ થશે. ટૂંક સમયમાં લોકો અહીંથી બોટમાં બેસીને દિલ્હી જઈ શક્શે.

  3/6
 • પ્રયાગરાજમાં જૂની હોડીઓ જોઈને ગડકરીએ કહ્યું,'મેં અહીં જે હોડી જોઈ, તે જૂની થઈ ચૂકી છે. જહાજરાની નિર્માણ માટે મંત્રાલય સબસિડી આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફાઈબર ગ્લાસથી હોડી બનાવાની શક્યતા છે. '


  પ્રયાગરાજમાં જૂની હોડીઓ જોઈને ગડકરીએ કહ્યું,'મેં અહીં જે હોડી જોઈ, તે જૂની થઈ ચૂકી છે. જહાજરાની નિર્માણ માટે મંત્રાલય સબસિડી આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફાઈબર ગ્લાસથી હોડી બનાવાની શક્યતા છે. '

  4/6
 • તેમણે કહ્યું,'તેનાથી માછીમાર સમાજને અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ફાઈબર ગ્લાસથી બનેલી હોડીને ચલાવવા માટે એથેનોલથી ચાલતા એન્જિન પણ લાવીશું.'


  તેમણે કહ્યું,'તેનાથી માછીમાર સમાજને અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ફાઈબર ગ્લાસથી બનેલી હોડીને ચલાવવા માટે એથેનોલથી ચાલતા એન્જિન પણ લાવીશું.'

  5/6
 • તો ગડકરીએ ગંગાની નિર્મળતા વિશે વાત કરતા કહ્યું,'હું વચન આપું છું કે આગામી વર્ષે માર્ચ સુધી ગંગા નિર્મળ થઈ જશે.'


  તો ગડકરીએ ગંગાની નિર્મળતા વિશે વાત કરતા કહ્યું,'હું વચન આપું છું કે આગામી વર્ષે માર્ચ સુધી ગંગા નિર્મળ થઈ જશે.'

  6/6
 • loading...

ફોટોઝ વિશે

પ્રયાગરાજમાં ચાલી રહેલા દિવ્ય અને ભવ્ય કુંભમાં રાજનેતાઓ પણ સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ બાદ હવે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. (તસવીર સૌજન્યઃ PTI અને નીતિન ગડકરી ટ્વિટર) 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK