કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મુંબઈગરાંઓએ કઈ રીતે ઉજવ્યો દહીં હાંડી ઉત્સવ, જુઓ તસવીરો

Updated: Aug 13, 2020, 12:20 IST | Rachana Joshi
 • સામાન્ય રીતે થર બનાવીને મટકી ફોડવામાં આવે છે. પણ આ વર્ષે કોરોના મહામારીને લીધે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોવાથી થર બનાવવા શક્ય નથી. એટલે વિલેપાર્લાના હનુમાન રોડ પર મહિલાઓએ મટકી ફોડવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. 

  સામાન્ય રીતે થર બનાવીને મટકી ફોડવામાં આવે છે. પણ આ વર્ષે કોરોના મહામારીને લીધે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોવાથી થર બનાવવા શક્ય નથી. એટલે વિલેપાર્લાના હનુમાન રોડ પર મહિલાઓએ મટકી ફોડવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. 

  1/15
 • મહિલાઓના ગ્રુપે દહીં હાંડીની ઉજવણી વખતે સ્વચ્છતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ બન્ને બાબતોનું ધ્યાન રાખ્યું હતું.

  મહિલાઓના ગ્રુપે દહીં હાંડીની ઉજવણી વખતે સ્વચ્છતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ બન્ને બાબતોનું ધ્યાન રાખ્યું હતું.

  2/15
 • એટલું જ નહીં ઉજવણી વખતે બધાએ માસ્ક પણ પહેર્યાં હતાં.

  એટલું જ નહીં ઉજવણી વખતે બધાએ માસ્ક પણ પહેર્યાં હતાં.

  3/15
 • વિલે પાર્લાના હનુમાન રોડ પર પુરુષોના ગ્રુપે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મટકી ફોડી હતી.

  વિલે પાર્લાના હનુમાન રોડ પર પુરુષોના ગ્રુપે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મટકી ફોડી હતી.

  4/15
 • ગિરગામના જરીમરી ગોવિંદા પાઠક ગ્રુપે સીડી પર ચડીને મટકી ફોડી હતી. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કર્યું હતું.

  ગિરગામના જરીમરી ગોવિંદા પાઠક ગ્રુપે સીડી પર ચડીને મટકી ફોડી હતી. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કર્યું હતું.

  5/15
 • ગોકુળ અષ્ટમીની ઉજવણીમાં બાળકો પણ ભાગ લઈ શકે તે માટે તેમની પાસે ઉભા રહીને તેમને ટેબલ પર ચઢાવીને મટકી ફોડાવી હતી.

  ગોકુળ અષ્ટમીની ઉજવણીમાં બાળકો પણ ભાગ લઈ શકે તે માટે તેમની પાસે ઉભા રહીને તેમને ટેબલ પર ચઢાવીને મટકી ફોડાવી હતી.

  6/15
 • તહેવારોની ઉજવણી સાથે ગિરગામના જરીમરી ગોવિંદા પાઠક ગ્રુપ સામાજિક જવાબદારી નિભાવવાનું ચુક્યા નહોતા અને સાંજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. 

  તહેવારોની ઉજવણી સાથે ગિરગામના જરીમરી ગોવિંદા પાઠક ગ્રુપ સામાજિક જવાબદારી નિભાવવાનું ચુક્યા નહોતા અને સાંજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. 

  7/15
 • ગિરગામની મંગલવાડીમાં જરીમરી ગોવિંદા પાઠક ગ્રુપે યોજેલ રક્તદાન શિબિરને સારો પ્રતિસાદ મળ્યો હતો.

  ગિરગામની મંગલવાડીમાં જરીમરી ગોવિંદા પાઠક ગ્રુપે યોજેલ રક્તદાન શિબિરને સારો પ્રતિસાદ મળ્યો હતો.

  8/15
 • બાળગોપાળોએ પણ સુરક્ષા સાથે દહીં હાંડીની ઉજવણી કરી હતી. એટલું જ નહીં, જોનારાઓએ પણ સાવચેતી રાખી હતી.

  બાળગોપાળોએ પણ સુરક્ષા સાથે દહીં હાંડીની ઉજવણી કરી હતી. એટલું જ નહીં, જોનારાઓએ પણ સાવચેતી રાખી હતી.

  9/15
 • માહિમમાં નાના બાળકે પણ મટકી ફોડનો લ્હાવો લીધો હતો.

  માહિમમાં નાના બાળકે પણ મટકી ફોડનો લ્હાવો લીધો હતો.

  10/15
 • આ વર્ષે લોકોએ ઘરમાં જ નંદોત્સવની ઉજવણી કરી હતી અને તે માટેની જરૂરી સાધનસામગ્રી લેવા માટે માસ્ક પહેરીને બહાર નીકળ્યાં હતાં. તસવીરમાં: મોરના પીછા લઈને આવતી મહિલાઓ

  આ વર્ષે લોકોએ ઘરમાં જ નંદોત્સવની ઉજવણી કરી હતી અને તે માટેની જરૂરી સાધનસામગ્રી લેવા માટે માસ્ક પહેરીને બહાર નીકળ્યાં હતાં.

  તસવીરમાં: મોરના પીછા લઈને આવતી મહિલાઓ

  11/15
 • જોકે, આ વર્ષે દુકાનદારોની દહીહાંડી ફિક્કી રહી હતી. કોરોના મહામારીને લીધે બજારોમાં કોઈ ખરીદી કરવા ખાસ આવ્યું નહોતું. તસવીરમાં: ગ્રાહક આવશે તો મારી પણ જન્માષ્ટમી સારી જશે તેવું વિચારતો દુકાનદાર

  જોકે, આ વર્ષે દુકાનદારોની દહીહાંડી ફિક્કી રહી હતી. કોરોના મહામારીને લીધે બજારોમાં કોઈ ખરીદી કરવા ખાસ આવ્યું નહોતું.

  તસવીરમાં: ગ્રાહક આવશે તો મારી પણ જન્માષ્ટમી સારી જશે તેવું વિચારતો દુકાનદાર

  12/15
 • દહી હાંડી માટે દોરડું ખરીદવા કોઈક તો આવશે, તે રાહ જોતા ઉભેલી મહિલા.

  દહી હાંડી માટે દોરડું ખરીદવા કોઈક તો આવશે, તે રાહ જોતા ઉભેલી મહિલા.

  13/15
 • બજારમાં બાળકૃષ્ણની મુર્તિ ખરીદવા ગયેલી મહિલા ચોકક્સ એવું વિચારતી હશે કે આ માહામારીની મુશ્કેલીમાંથી છુટકારો મળે અને રંગેચંગે તહેવારોની ઉજવણી કરી શકીએ.

  બજારમાં બાળકૃષ્ણની મુર્તિ ખરીદવા ગયેલી મહિલા ચોકક્સ એવું વિચારતી હશે કે આ માહામારીની મુશ્કેલીમાંથી છુટકારો મળે અને રંગેચંગે તહેવારોની ઉજવણી કરી શકીએ.

  14/15
 • કોરોના કાળમાં આ વર્ષે માસ્ક પહેરીને અને સીડી પર ચડીને ફોડાયેલી દહી હાંડીએ મુંબઈમાં દર વર્ષે ઉજવાતી જન્માષ્ટમીની યાદ ચોકક્સ અપાવી હતી. તસવીરમાં: 2019માં દાદરમાં માનવ થર રચીને દહીં હાંડી ફોડતું પથક

  કોરોના કાળમાં આ વર્ષે માસ્ક પહેરીને અને સીડી પર ચડીને ફોડાયેલી દહી હાંડીએ મુંબઈમાં દર વર્ષે ઉજવાતી જન્માષ્ટમીની યાદ ચોકક્સ અપાવી હતી.

  તસવીરમાં: 2019માં દાદરમાં માનવ થર રચીને દહીં હાંડી ફોડતું પથક

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે આ વર્ષે દહી હાંડીની ઉજવણી ન કરવી તેવી સરકારે વિનંતી કરી હતી. છતાં ઉત્સવપ્રેમી મુંબઈગરાંઓએ દહીં હાંડીની ઉજવણી કરી હતી. પણ નોંધનીય અને પ્રશંસનીય બાબત એ છે કે, કોરોના મહામારીને લીધે લોકોએ નિયમોનું પાલન કરીને ઉજવણી કરી હતી. ભીડ ભેગી ન કરવી, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું, માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં ઠેકઠેકાણે નંદ ઘેર આનંદ ભર્યોના નાદ સંભળાયા હતાં. મુંબઈના વિવિધ સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણી કઈ રીતે થઈ તે જોઈએ....

(તસવીર સૌજન્ય: એએફપી, પીટીઆઈ, સતેજ શિંદે, બિપિન કોકાટે, શાદાબ ખાન, અતુલ કાંબળે, મિડ-ડે ફોટોગ્રાર્ફસ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK