કોરોના કરફ્યુ : આ મુંબઈગરાઓએ જનતા કરફ્યુમાં શું કર્યું હટકે?

Updated: Mar 23, 2020, 14:47 IST | Shilpa Bhanushali
 • કોરોનાને ભગાવવા યોગ-ફિઝિયોથરપી અવેરનેસ ઑટો મોબાઈલના બિઝનેસમૅન અનિલ પારેખ, પત્ની બીના, પુત્ર વિશાલ, પુત્રવધૂ કિયા અને પૌત્ર શૌર્ય સાથે વિલે પાર્લેમાં રહે છે. સામાન્ય સંજોગોમાં આ પરિવાર સવાર-સાંજ શરીરને સ્વસ્થ રાખવા માટે વૉકથી માંડીને સ્વીમિંગ સુધીની એક્ટિવિટી કરે છે, પરંતુ દેશભરમાં એક દિવસનું લૉકડાઉન જનતા કરફ્યુ જે કારણસર કરાયું છે એ કોરોના વાઇરસને હરાવવા માટે આ પરિવારે સવારે જાગીને સૌથી પહેલું કામ યોગ કરવાનું કર્યું હતું. કોરોનાથી માંડીને શરીરની અનેક નાની મોટી બીમારી યોગથી કન્ટ્રોલમાં આવતી હોવાનું કહેવાય છે એટલે તેમણે તેમની સાથે જેટલા લોકો સંકળાયેલા છે તેમને પણ યોગ કરવાના મૅસેજ-સલાહ આપ્યા હતા. આ સિવાય શારિરિક રીતે ફિટ રહેવા, તંદુરસ્તી જાળવવા માટે ફિઝિયોથેરપિસ્ટ દ્વારા માથાથી લઈને પગના અંગૂઠા સુધીની જે પણ એક્સરસાઈઝ કરાવાય છે તે તેમણે કરીને બીજાઓને કરવાની પણ પ્રેરણા આપી હતી. કોરોનાને ભગાવવા માટે જનતા કરફ્યુના સમયમાં તેમણે અનેક લોકોને ફોન કરીને જાગૃત કર્યાં હતા.

  કોરોનાને ભગાવવા યોગ-ફિઝિયોથરપી અવેરનેસ
  ઑટો મોબાઈલના બિઝનેસમૅન અનિલ પારેખ, પત્ની બીના, પુત્ર વિશાલ, પુત્રવધૂ કિયા અને પૌત્ર શૌર્ય સાથે વિલે પાર્લેમાં રહે છે. સામાન્ય સંજોગોમાં આ પરિવાર સવાર-સાંજ શરીરને સ્વસ્થ રાખવા માટે વૉકથી માંડીને સ્વીમિંગ સુધીની એક્ટિવિટી કરે છે, પરંતુ દેશભરમાં એક દિવસનું લૉકડાઉન જનતા કરફ્યુ જે કારણસર કરાયું છે એ કોરોના વાઇરસને હરાવવા માટે આ પરિવારે સવારે જાગીને સૌથી પહેલું કામ યોગ કરવાનું કર્યું હતું. કોરોનાથી માંડીને શરીરની અનેક નાની મોટી બીમારી યોગથી કન્ટ્રોલમાં આવતી હોવાનું કહેવાય છે એટલે તેમણે તેમની સાથે જેટલા લોકો સંકળાયેલા છે તેમને પણ યોગ કરવાના મૅસેજ-સલાહ આપ્યા હતા. આ સિવાય શારિરિક રીતે ફિટ રહેવા, તંદુરસ્તી જાળવવા માટે ફિઝિયોથેરપિસ્ટ દ્વારા માથાથી લઈને પગના અંગૂઠા સુધીની જે પણ એક્સરસાઈઝ કરાવાય છે તે તેમણે કરીને બીજાઓને કરવાની પણ પ્રેરણા આપી હતી. કોરોનાને ભગાવવા માટે જનતા કરફ્યુના સમયમાં તેમણે અનેક લોકોને ફોન કરીને જાગૃત કર્યાં હતા.

  1/9
 • ૩૫૦૦ લોકોને સાવચેતીના મૅસેજ મોકલ્યા, ફોન કર્યાં કાંદિવલીમાં એસ. વી. રોડ પર મિલાપ ટોકિઝની સામે આવેલી સોસાયટીમાં ઈન્શ્યોરન્સ કન્સલટન્ટ રમેશ શાહ, પત્ની જાસ્મિના તથા પુત્રો રાજ અને કરણ સાથે રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેને માટે જનતા કરફ્યુ લાદ્યો છે એ કોરોનાથી કેવી રીતે બચી શકાય છે તથા એના ઉપાય બાબતની માહિતી તેમણે સવારથી બપોરના બે વાગ્યા સુધી ૩૫૦૦ લોકોને મૅસેજ કરીને કે ફોન કરીને આપી આપી હતી. સરકાર-પ્રશાસને આપેલી સૂચનાનું પાલન કરવાની સૌની ફરજ છે. જીવનમાં પહેલી વખત બધાએ ફરજિયાત ઘરમાં રહેવાનો મોકો મળ્યો, જેને આ પરિવારે લોકોને જાગૃત કરવાની સાથે પોતાના ઘરની પણ સફાઈ કરવામાં ઉપયોગ કર્યો. સાંજે તેમણે આલબમ ખોલીને જૂની યાદો વાગોળવાની સાથે પરિવારના દાદા-દાદી કે અન્યોએ કેવી રીતે પ્રગતિ, કેવા કપરા સંજોગોનો સામનો કર્યો એની યુવાન પુત્રોને માહિતી આપી હતી, જેથી તેમને ખ્યાલ આવે કે પરિવારનું શું મહત્વ છે.

  ૩૫૦૦ લોકોને સાવચેતીના મૅસેજ મોકલ્યા, ફોન કર્યાં
  કાંદિવલીમાં એસ. વી. રોડ પર મિલાપ ટોકિઝની સામે આવેલી સોસાયટીમાં ઈન્શ્યોરન્સ કન્સલટન્ટ રમેશ શાહ, પત્ની જાસ્મિના તથા પુત્રો રાજ અને કરણ સાથે રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેને માટે જનતા કરફ્યુ લાદ્યો છે એ કોરોનાથી કેવી રીતે બચી શકાય છે તથા એના ઉપાય બાબતની માહિતી તેમણે સવારથી બપોરના બે વાગ્યા સુધી ૩૫૦૦ લોકોને મૅસેજ કરીને કે ફોન કરીને આપી આપી હતી. સરકાર-પ્રશાસને આપેલી સૂચનાનું પાલન કરવાની સૌની ફરજ છે. જીવનમાં પહેલી વખત બધાએ ફરજિયાત ઘરમાં રહેવાનો મોકો મળ્યો, જેને આ પરિવારે લોકોને જાગૃત કરવાની સાથે પોતાના ઘરની પણ સફાઈ કરવામાં ઉપયોગ કર્યો. સાંજે તેમણે આલબમ ખોલીને જૂની યાદો વાગોળવાની સાથે પરિવારના દાદા-દાદી કે અન્યોએ કેવી રીતે પ્રગતિ, કેવા કપરા સંજોગોનો સામનો કર્યો એની યુવાન પુત્રોને માહિતી આપી હતી, જેથી તેમને ખ્યાલ આવે કે પરિવારનું શું મહત્વ છે.

  2/9
 • વિડિયો કોન્ફરન્સિંગથી પાઠશાળા ચલાવી જનતા કરફ્યુ દરમ્યાન આખા દેશના લોકો ઘરે જ રહ્યા હતા ત્યારે ઘાટકોપર પૂર્વમાં રહેતાં તોરલબહેને તેની દર રવિવારે થતી નિયમિત ધાર્મિક પ્રવૃત્તિને કાયમ રાખી હતી. ઘાટકોપર ઈસ્ટમાં રહેતા અને સિક્સટી ફીટ રોડ પર આવેલા નેમિનાથ ભગવાન દિગંબર જૈન મંદિરમાં દર રવિવારે અનેક નાના મોટા લોકોને ધાર્મિક જ્ઞાન આપવા માટે પાઠશાળા ચલાવતાં તોરલબહેને આ રવિવારે કરફ્યુ દિને પણ પોતાની ધાર્મિક પ્રવૃત્તિને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલુ રાખી હતી. તોરલબહેન કહે છે, અમને આવો વિચાર કિંજલ દેઢિયાએ આપ્યો હતો. છેલ્લાં ૧૦ વર્ષથી તોરલબહેન તેમનાં સાથી રૂપલ પારેખ સાથે પાઠશાળા ચલાવી રહ્યાં છે. તોરલબહેન અને રૂપલબહેને વિડિયો કોન્ફરન્સિંગ પાઠશાળા ચલાવીને નવો ચીલો ચાતર્યો હતો. કરફ્યુ દિને તેમણે કરફ્યુનું પાલન પણ કર્યું હતું અને પોતાના શિષ્યોને ધાર્મિક જ્ઞાનથી વંચિત પણ નહોતા રાખ્યા. ધન્ય છે તોરલબહેન અને તેમની ટીમને.

  વિડિયો કોન્ફરન્સિંગથી પાઠશાળા ચલાવી
  જનતા કરફ્યુ દરમ્યાન આખા દેશના લોકો ઘરે જ રહ્યા હતા ત્યારે ઘાટકોપર પૂર્વમાં રહેતાં તોરલબહેને તેની દર રવિવારે થતી નિયમિત ધાર્મિક પ્રવૃત્તિને કાયમ રાખી હતી. ઘાટકોપર ઈસ્ટમાં રહેતા અને સિક્સટી ફીટ રોડ પર આવેલા નેમિનાથ ભગવાન દિગંબર જૈન મંદિરમાં દર રવિવારે અનેક નાના મોટા લોકોને ધાર્મિક જ્ઞાન આપવા માટે પાઠશાળા ચલાવતાં તોરલબહેને આ રવિવારે કરફ્યુ દિને પણ પોતાની ધાર્મિક પ્રવૃત્તિને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલુ રાખી હતી. તોરલબહેન કહે છે, અમને આવો વિચાર કિંજલ દેઢિયાએ આપ્યો હતો. છેલ્લાં ૧૦ વર્ષથી તોરલબહેન તેમનાં સાથી રૂપલ પારેખ સાથે પાઠશાળા ચલાવી રહ્યાં છે. તોરલબહેન અને રૂપલબહેને વિડિયો કોન્ફરન્સિંગ પાઠશાળા ચલાવીને નવો ચીલો ચાતર્યો હતો. કરફ્યુ દિને તેમણે કરફ્યુનું પાલન પણ કર્યું હતું અને પોતાના શિષ્યોને ધાર્મિક જ્ઞાનથી વંચિત પણ નહોતા રાખ્યા. ધન્ય છે તોરલબહેન અને તેમની ટીમને.

  3/9
 • દાદા-દાદીના મુખે પહેલી વાર રામાયણ, ઠાકોરજીની વાર્તા સાંભળી જુહુના ગુલમોહર રોડ નં. ૪માં આવેલા અપાર્ટમેન્ટમાં માનસી દલાલ પતિ ગૌરવ, સાસુ-સસરા ઉષા-વિજય દલાલ અને પુત્રીઓ રિયા અને આયના સાથે રહે છે. જનતા કરફ્યુ અને ૧૩ માર્ચથી શરૂ થયેલા મુંબઈ લૉક ડાઉનમાં આ પરિવારે અનેક હટકે વસ્તુઓ કરી છે. ૧૩ વર્ષ અને ૬ વર્ષની પુત્રીઓને પહેલી વખત દાદા-દાદીના મુખેથી રામાયણ, મહાભારત અને ઠાકોરજીની વાર્તા સાંભળવાનો મોકો મળ્યો. બંને સ્કૂલમાં ભણતી હોવાથી તેમનો પૂરો સમય સ્કૂલ અને ટ્યુશનમાં જાય છે. આ પરિવાર ૧૩ માર્ચથી સવારથી સાંજ એકસાથે બેસીને બારીની બહારના પ્લાન્ટ્સ, વૃક્ષો, પક્ષીઓ જોવાની સાથે પુસ્તકો વાંચે છે. સ્વીગીથી ફૂડ મગાવવાને બદલે ઘરમાં પરંપરાગત પૌષ્ટિક આહાર બનાવાઈ રહ્યો છે. ૧૩ વર્ષની પુત્રીને રસોઈ શીખવાનો મોકો મળતાં તે મમ્મી-દાદીને મદદ કરે છે. મુંબઈમાં રહેતા મોટા ભાગના લોકોનું જીવન ભાગદોડભર્યું રહે છે. ૧૪ દિવસનું લૉક ડાઉન આપણને પોતાની જાત સાથે વાત કરવાનો, મૂલવવાનો અમૂલ્ય સમય મળ્યો છે.

  દાદા-દાદીના મુખે પહેલી વાર રામાયણ, ઠાકોરજીની વાર્તા સાંભળી
  જુહુના ગુલમોહર રોડ નં. ૪માં આવેલા અપાર્ટમેન્ટમાં માનસી દલાલ પતિ ગૌરવ, સાસુ-સસરા ઉષા-વિજય દલાલ અને પુત્રીઓ રિયા અને આયના સાથે રહે છે. જનતા કરફ્યુ અને ૧૩ માર્ચથી શરૂ થયેલા મુંબઈ લૉક ડાઉનમાં આ પરિવારે અનેક હટકે વસ્તુઓ કરી છે. ૧૩ વર્ષ અને ૬ વર્ષની પુત્રીઓને પહેલી વખત દાદા-દાદીના મુખેથી રામાયણ, મહાભારત અને ઠાકોરજીની વાર્તા સાંભળવાનો મોકો મળ્યો. બંને સ્કૂલમાં ભણતી હોવાથી તેમનો પૂરો સમય સ્કૂલ અને ટ્યુશનમાં જાય છે. આ પરિવાર ૧૩ માર્ચથી સવારથી સાંજ એકસાથે બેસીને બારીની બહારના પ્લાન્ટ્સ, વૃક્ષો, પક્ષીઓ જોવાની સાથે પુસ્તકો વાંચે છે. સ્વીગીથી ફૂડ મગાવવાને બદલે ઘરમાં પરંપરાગત પૌષ્ટિક આહાર બનાવાઈ રહ્યો છે. ૧૩ વર્ષની પુત્રીને રસોઈ શીખવાનો મોકો મળતાં તે મમ્મી-દાદીને મદદ કરે છે. મુંબઈમાં રહેતા મોટા ભાગના લોકોનું જીવન ભાગદોડભર્યું રહે છે. ૧૪ દિવસનું લૉક ડાઉન આપણને પોતાની જાત સાથે વાત કરવાનો, મૂલવવાનો અમૂલ્ય સમય મળ્યો છે.

  4/9
 • સ્ટ્રીટ ડ્રોગને ફૂડ આપ્યું જનતા કરફ્યુના દિને ગુજરાતી ડ્રામાના ડિરેક્ટર એક્ટર રાજેન્દ્ર બુટાલાનાં પત્ની અને નિર્માત્રી ડો. શીલા બુટાલાએ મોટા ભાગનો દિવસ જાપમાં અને શ્લોક બોલવામાં કાઢ્યો હતો. રાજેન્દ્રભાઈની વાત કરીએ તો તેમણે પણ આખો દિવસ આવી રીતે જ પસાર કર્યો હતો. જોકે તેમની દીકરી રાધિકાએ કંઈક હટકે કર્યું હતું. રાધિકાએ કહ્યું હતું કે સામાન્ય રીતે માનવ જાતિ તો પોતાના ખાવા-પીવાનો બંદોબસ્ત કરીને બેસી જતી હોય છે, પશુ-પ્રાણીઓનું શું. એટલે મને એમ લાગ્યું કે હું મારા ઘરેથી જ નીચે ફરતા સ્ટ્રીટ ડ્રોગને કંઈક ખવડાવવાનું કામ કરું. સાંજના સમયે આખા પરિવારે થાળી અને શંખનાદ વગાડીને મોદીજીના સૂચનનું પાલન કર્યું હતું.

  સ્ટ્રીટ ડ્રોગને ફૂડ આપ્યું
  જનતા કરફ્યુના દિને ગુજરાતી ડ્રામાના ડિરેક્ટર એક્ટર રાજેન્દ્ર બુટાલાનાં પત્ની અને નિર્માત્રી ડો. શીલા બુટાલાએ મોટા ભાગનો દિવસ જાપમાં અને શ્લોક બોલવામાં કાઢ્યો હતો. રાજેન્દ્રભાઈની વાત કરીએ તો તેમણે પણ આખો દિવસ આવી રીતે જ પસાર કર્યો હતો. જોકે તેમની દીકરી રાધિકાએ કંઈક હટકે કર્યું હતું. રાધિકાએ કહ્યું હતું કે સામાન્ય રીતે માનવ જાતિ તો પોતાના ખાવા-પીવાનો બંદોબસ્ત કરીને બેસી જતી હોય છે, પશુ-પ્રાણીઓનું શું. એટલે મને એમ લાગ્યું કે હું મારા ઘરેથી જ નીચે ફરતા સ્ટ્રીટ ડ્રોગને કંઈક ખવડાવવાનું કામ કરું. સાંજના સમયે આખા પરિવારે થાળી અને શંખનાદ વગાડીને મોદીજીના સૂચનનું પાલન કર્યું હતું.

  5/9
 • વૉચમેનને ચા પિવડાવી કાંદિવલીમાં રહેતા વિપુલ દોશી અને તેમના પરિવારે જનતા કરફ્યુના દિવસે માનવતાનું કામ કર્યુ હતું. વિપુલ ભાઇની સોસાયટીમાં કામ કરતો વૉચમેન રોજ બહારથી ચાહ પીતો હોય છે ગઇકાલે જનતા કરફ્યુના દિવસે સમગ્ર શહેર બંધ હોવાથી બધી દુકાનો અને લારીઓ બંધ હતી. તેથી સોસાયટીઓના વૉચમેનને તેમણે ચાની મિજબાની આપી હતી.

  વૉચમેનને ચા પિવડાવી
  કાંદિવલીમાં રહેતા વિપુલ દોશી અને તેમના પરિવારે જનતા કરફ્યુના દિવસે માનવતાનું કામ કર્યુ હતું. વિપુલ ભાઇની સોસાયટીમાં કામ કરતો વૉચમેન રોજ બહારથી ચાહ પીતો હોય છે ગઇકાલે જનતા કરફ્યુના દિવસે સમગ્ર શહેર બંધ હોવાથી બધી દુકાનો અને લારીઓ બંધ હતી. તેથી સોસાયટીઓના વૉચમેનને તેમણે ચાની મિજબાની આપી હતી.

  6/9
 • દાદા દાદી સાથે સમય પસાર કર્યો કાંદિવલીમાં રહેતા અજય દોશીએ આજનો દિવસ તેમના દાદા મનસુખભાઈ સાથે તેમની રવિવારની બપોર પસાર કરી હતી. દાદા- દાદી પાસેથી ગુજરાતી ભાષા અને સાહિત્ય શું હોય તે જાણી પોતાની માતૃભાષાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.

  દાદા દાદી સાથે સમય પસાર કર્યો
  કાંદિવલીમાં રહેતા અજય દોશીએ આજનો દિવસ તેમના દાદા મનસુખભાઈ સાથે તેમની રવિવારની બપોર પસાર કરી હતી. દાદા- દાદી પાસેથી ગુજરાતી ભાષા અને સાહિત્ય શું હોય તે જાણી પોતાની માતૃભાષાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.

  7/9
 • સ્ટૅ હૉમ, સ્ટૅ સેફના મેસેજ સાથેની રંગોળીઓ બનાવી સામાન્ય રીતે રવિવારનો દિવસ હોય એટલે ઘરમાં રહેમાનો આવતા હોય છે. પણ વડા પ્રધાનની જનતા કરફ્યુની અપીલને માન આપતા આજે મુલુંડમાં રહેતા વૈશાલી મહેતાએ તેમના મહેમાનોને પ્રેમથી પોતાના ઘરે જ રહેવાની અને ઘરેથી બહાર ન નિકળવાની અપીલ કરી હતી. આ અપીલના ભાગરૂપે તેમણે ઘરના આંગણે અને બાલ્કનીમાં સ્ટૅ હૉમ, સ્ટૅ સેફના મેસેજ વાળી રંગોળી દોરી પરિવારના વૉટ્સએપ ગ્રુપમાં શૅર કરી હતી.

  સ્ટૅ હૉમ, સ્ટૅ સેફના મેસેજ સાથેની રંગોળીઓ બનાવી
  સામાન્ય રીતે રવિવારનો દિવસ હોય એટલે ઘરમાં રહેમાનો આવતા હોય છે. પણ વડા પ્રધાનની જનતા કરફ્યુની અપીલને માન આપતા આજે મુલુંડમાં રહેતા વૈશાલી મહેતાએ તેમના મહેમાનોને પ્રેમથી પોતાના ઘરે જ રહેવાની અને ઘરેથી બહાર ન નિકળવાની અપીલ કરી હતી. આ અપીલના ભાગરૂપે તેમણે ઘરના આંગણે અને બાલ્કનીમાં સ્ટૅ હૉમ, સ્ટૅ સેફના મેસેજ વાળી રંગોળી દોરી પરિવારના વૉટ્સએપ ગ્રુપમાં શૅર કરી હતી.

  8/9
 • દીકરા સાથે મળી પોટ્રેટ બનાવ્યું ગોરેગામમાં રહેતા મોના શેઠએ આ સુંદર પોટ્રેટ બનાવ્યું હતું. તેઓ છેલ્લા ૧૦ દિવસથી આ પોટ્રેટ પર કામ કરી રહ્યા છે. જેમાં તેમના દીકરાએ પણ તેમની મદદ કરી હતી. મોના શેઠે જણાવ્યું હતું કે, વર્ક ફ્રોમ હૉમ હોવાથી ટ્રાવેલિંગનો સમય બચી જાય છે. જેમાં મને મારી હોબી પૂરી કરવાનો સમય મળ્યો હતો. આ પોટ્રેટ માટે હું રોજના ૨-૩ કલાકનો સમય આપતી હતી, જનતા કરફ્યુના દિવસે પોટ્રેટ પૂરું કર્યું હતું.

  દીકરા સાથે મળી પોટ્રેટ બનાવ્યું
  ગોરેગામમાં રહેતા મોના શેઠએ આ સુંદર પોટ્રેટ બનાવ્યું હતું. તેઓ છેલ્લા ૧૦ દિવસથી આ પોટ્રેટ પર કામ કરી રહ્યા છે. જેમાં તેમના દીકરાએ પણ તેમની મદદ કરી હતી. મોના શેઠે જણાવ્યું હતું કે, વર્ક ફ્રોમ હૉમ હોવાથી ટ્રાવેલિંગનો સમય બચી જાય છે. જેમાં મને મારી હોબી પૂરી કરવાનો સમય મળ્યો હતો. આ પોટ્રેટ માટે હું રોજના ૨-૩ કલાકનો સમય આપતી હતી, જનતા કરફ્યુના દિવસે પોટ્રેટ પૂરું કર્યું હતું.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે જને પગલે ભારતમાં પણ કોરોનાના પૉઝિટીવ કેસ નોંધાયા છે. આ કારણ સર સામાજિક સંસર્ગને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 22 માર્ચ 2020ના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું હતું જે ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યું એવામાં જે લોકોએ ઘરમાં રહીને જનતા કર્ફ્યૂને સમર્થન કર્યું છે તેમાંથી કેટલાક મુંબઇકર જેમણે આ સમય દરમિયાન કર્યું છે કંઇક હટકે, જુઓ તેમની તસવીરો સાથે શું કર્યું તેમણે અલગ, અનેરું.....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK