કોણ હોય છે રાષ્ટ્રપતિના અંગરક્ષક, જાણો તમામ અજાણી વાતો

Published: Jan 26, 2019, 15:00 IST | Bhavin
 • રાષ્ટ્રપતિના અંગરક્ષકો પીજીબી એટલે કે પ્રેસિડેન્ટ બોડીગાર્ડ તરીકે ઓળખાય છે. આ ટુકડી લગભગ 250 વર્ષ જૂની છે. 1772માં વોરન હેસ્ટિંગ્સ જ્યારે ભારતના વાઈસરોય જનરલ બન્યા ત્યારે તેમની સુરક્ષા માટે આ ટુકડી બનાવી હતી. તે સમયે 50 સજ્જ જવાનોને આ ટુકડીમાં લેવાયા હતા. બાદમાં 1760માં સરદાર મિર્ઝા શાનબાજ ખાન અને ખાન તાર બેગે આ પરંપરા આગળ વધારી. રાષ્ટ્રપતિના બોડીગાર્ડ યુનિટનો પહેલો કમાન્ડર સ્વીની ટૂન બ્રિટિશ હતો. 1947માં દેશ આઝાદ થયો પરંતુ અંગ્રેજોએ બનાવેલી આ રેજિમેન્ટ આજે પણ યથાવત્ છે.


  રાષ્ટ્રપતિના અંગરક્ષકો પીજીબી એટલે કે પ્રેસિડેન્ટ બોડીગાર્ડ તરીકે ઓળખાય છે. આ ટુકડી લગભગ 250 વર્ષ જૂની છે. 1772માં વોરન હેસ્ટિંગ્સ જ્યારે ભારતના વાઈસરોય જનરલ બન્યા ત્યારે તેમની સુરક્ષા માટે આ ટુકડી બનાવી હતી. તે સમયે 50 સજ્જ જવાનોને આ ટુકડીમાં લેવાયા હતા. બાદમાં 1760માં સરદાર મિર્ઝા શાનબાજ ખાન અને ખાન તાર બેગે આ પરંપરા આગળ વધારી. રાષ્ટ્રપતિના બોડીગાર્ડ યુનિટનો પહેલો કમાન્ડર સ્વીની ટૂન બ્રિટિશ હતો. 1947માં દેશ આઝાદ થયો પરંતુ અંગ્રેજોએ બનાવેલી આ રેજિમેન્ટ આજે પણ યથાવત્ છે.

  1/7
 • રાષ્ટ્રપતિના અંગરક્ષોકની ગૌરવગાથાનો ઈતિહાસ લાંબો છે. આ રેજિમેન્ટમાં સૈન્યની જુદી જુદી ટુકડીના જવાનોને સ્થાન મળે છે. હાલના સમયમાં આ ટુકડીમાં સામેલ તમામ જવાનોને ખાસ તાલીમ અપાય છે. આ જવાનો પેરા ટ્રૂપિંગથી લઈને બીજા કામમાં પણ નિપુણ હોય છે. પરંતુ તેમની અલગ ઓળખ હોય છે સુંદર અને મજબૂત ઘોડા. ટુકડીમાં સામેલ તમામ જવાનો ઘોડેસવારીમાં પારંગત હોય છે. તમને આશ્ચર્ય થશે કે આ ખાસ પ્રકારના ઘોડાને જ લાંબા વાળ રાખવાની પરમિશન હોય છે. આ સિવાય સૈન્યમાં સામેલ અન્ય ઘોડાના વાળ લાંબા નથી રાખી શકાતા. 500 કિલો વજનના આ ઘોડા 50 કિમીની સ્પીડથી ચાલી શકે છે.


  રાષ્ટ્રપતિના અંગરક્ષોકની ગૌરવગાથાનો ઈતિહાસ લાંબો છે. આ રેજિમેન્ટમાં સૈન્યની જુદી જુદી ટુકડીના જવાનોને સ્થાન મળે છે. હાલના સમયમાં આ ટુકડીમાં સામેલ તમામ જવાનોને ખાસ તાલીમ અપાય છે. આ જવાનો પેરા ટ્રૂપિંગથી લઈને બીજા કામમાં પણ નિપુણ હોય છે. પરંતુ તેમની અલગ ઓળખ હોય છે સુંદર અને મજબૂત ઘોડા. ટુકડીમાં સામેલ તમામ જવાનો ઘોડેસવારીમાં પારંગત હોય છે. તમને આશ્ચર્ય થશે કે આ ખાસ પ્રકારના ઘોડાને જ લાંબા વાળ રાખવાની પરમિશન હોય છે. આ સિવાય સૈન્યમાં સામેલ અન્ય ઘોડાના વાળ લાંબા નથી રાખી શકાતા. 500 કિલો વજનના આ ઘોડા 50 કિમીની સ્પીડથી ચાલી શકે છે.

  2/7
 • રાષ્ટ્રપતિના અંગરક્ષકોનો દિવસ જ ઘોડા સાથે થાય છે. આ તમામ જવાનો પ્રેક્ટિસના ભાગ રૂપે ઘોડા સાથે પ્રેક્ટિસ કરે છે. આ જવાનો ઘોડેસવારીમાં એટલા નિષ્ણાત હોય છે કે તેઓ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ઘોડા પર શાનથી સવારી કરી શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવતા દરેક મહાનુભાવ માટે તેમની તૈયારીઓ ખાસ હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ તેમને પોતાનો ધ્વજ આપે છે તે દિવસ આ અંગરક્ષકો માટે ખાસ હોય છે.


  રાષ્ટ્રપતિના અંગરક્ષકોનો દિવસ જ ઘોડા સાથે થાય છે. આ તમામ જવાનો પ્રેક્ટિસના ભાગ રૂપે ઘોડા સાથે પ્રેક્ટિસ કરે છે. આ જવાનો ઘોડેસવારીમાં એટલા નિષ્ણાત હોય છે કે તેઓ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ઘોડા પર શાનથી સવારી કરી શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવતા દરેક મહાનુભાવ માટે તેમની તૈયારીઓ ખાસ હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ તેમને પોતાનો ધ્વજ આપે છે તે દિવસ આ અંગરક્ષકો માટે ખાસ હોય છે.

  3/7
 • આ ઘટનાનો ઈતિહાસ પણ જૂનો છે. 1923માં બ્રિટિશ વાઈસરોયે પોતાના અંગરક્ષકોને 2 સિલ્વર ટ્રમ્પેટ અને એક બેનર સોંપ્યા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. આઝાદ ભારતમાં દરેક નવા રાષ્ટ્રપતિ અંગરક્ષકોની ટુકડીને પોતાનું ટ્રમ્પેટ અને બેનર સોંપે છે. આ સમારોહ પણ ભવ્ય હોય છે જેમાં દરેક ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.


  આ ઘટનાનો ઈતિહાસ પણ જૂનો છે. 1923માં બ્રિટિશ વાઈસરોયે પોતાના અંગરક્ષકોને 2 સિલ્વર ટ્રમ્પેટ અને એક બેનર સોંપ્યા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. આઝાદ ભારતમાં દરેક નવા રાષ્ટ્રપતિ અંગરક્ષકોની ટુકડીને પોતાનું ટ્રમ્પેટ અને બેનર સોંપે છે. આ સમારોહ પણ ભવ્ય હોય છે જેમાં દરેક ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

  4/7
 • તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રેજિમેન્ટમાં કેટલાક જવાનો એવા પણ છે જેમની 3-3 પેઢી આ જ રેજિમેન્ટમાં રહી ચૂકી છે. એટલુંજ નહીં કેટલાક જવાનો એવા પણ છે જે એકથી વધુ રાષ્ટ્રપતિની સેવામાં રહી ચૂક્યા છે. આ ટુકડી નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. આ ટુકડીમાં કેટલાક સમય પહેલા 9 જગ્યા માટે ભરતી પડી હતી ત્યારે 10 હજાર અરજી પ્રાપ્ત થઈ હતી. આ ટીમમાં સામેલ થવા માટે ઓછામાં ઓછી 6 ફૂટની ઉંચાઈ જરૂરી છે.


  તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રેજિમેન્ટમાં કેટલાક જવાનો એવા પણ છે જેમની 3-3 પેઢી આ જ રેજિમેન્ટમાં રહી ચૂકી છે. એટલુંજ નહીં કેટલાક જવાનો એવા પણ છે જે એકથી વધુ રાષ્ટ્રપતિની સેવામાં રહી ચૂક્યા છે. આ ટુકડી નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. આ ટુકડીમાં કેટલાક સમય પહેલા 9 જગ્યા માટે ભરતી પડી હતી ત્યારે 10 હજાર અરજી પ્રાપ્ત થઈ હતી. આ ટીમમાં સામેલ થવા માટે ઓછામાં ઓછી 6 ફૂટની ઉંચાઈ જરૂરી છે.

  5/7
 • રાષ્ટ્રપતિના અંગરક્ષકોની જેમ તેમની બગ્ગીનો ઈતિહાસ પણ લાંબો અને રસપ્રદ છે. જ્યારે ભાગલા પડ્યા ત્યારે અંગરક્ષકોની ટુકડીના પણ ભાગલા થયા હતા. જ્યારે રાષ્ટ્રપતિની બગ્ગીની વહેંચણીનો વારો આવ્યો તો ટોસ કરીને નિર્ણય કરાયો. આ ટોસ ભારત જીત્યું હતું. જો કે આ બગ્ગી વિશેષ અવસરો પર જ દેખાય છે. રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત બોડીગાર્ડ્સની યુનિટમાં 1 કેપ્ટન, 1 લેફ્ટનન્ટ, 4 સાર્જન્ટ્સ, 6 દફાદાર, 100 પેરાટ્રૂપર્સ, 2 ટ્રમ્પટર્સ અને 1 બગ્ગી ચાલક હોય છે.


  રાષ્ટ્રપતિના અંગરક્ષકોની જેમ તેમની બગ્ગીનો ઈતિહાસ પણ લાંબો અને રસપ્રદ છે. જ્યારે ભાગલા પડ્યા ત્યારે અંગરક્ષકોની ટુકડીના પણ ભાગલા થયા હતા. જ્યારે રાષ્ટ્રપતિની બગ્ગીની વહેંચણીનો વારો આવ્યો તો ટોસ કરીને નિર્ણય કરાયો. આ ટોસ ભારત જીત્યું હતું. જો કે આ બગ્ગી વિશેષ અવસરો પર જ દેખાય છે. રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત બોડીગાર્ડ્સની યુનિટમાં 1 કેપ્ટન, 1 લેફ્ટનન્ટ, 4 સાર્જન્ટ્સ, 6 દફાદાર, 100 પેરાટ્રૂપર્સ, 2 ટ્રમ્પટર્સ અને 1 બગ્ગી ચાલક હોય છે.

  6/7
 • આ યુનિટ સાથે જોડાયેલી દરેક ચીજવસ્તુ ખાસ છે. એટલે સુધી કે યુનિટ માટે જે ડ્રેસ તૈયાર કરવામાં આવે છે તેઓ પણ ત્રણ પેઢીથી આ કામ સાથે જોડાયેલા છે. PGBના જવાનોને ગમે ત્યાં તૈનાત કરવામાં આવે છે પછી તે સિયાચીન હોય કે રાજસ્થાનનું રણ. આ ઉપરાંત ખાસ બાબત છે કોઈ નવા જવાનનું આ યુનિટમાં જોડાવું. કોઈ પણ જવાનને આ યુનિટમાં સામેલ થવા માટે 2 વર્ષની આકરી તાલીમ જરૂરી છે. આ દરમિયાન જવાન પોતાના કમાન્ડેન્ટ સામે પોતાની તલવાર રજૂ કરે છે, જેને અડીને કમાન્ડન્ટ તેને PGBમાં સામેલ કરે છે. તેનો અર્થ થાય છે મારું હથિયાર, મારું જીવન આજથી તમારા હાથમાં છે. હું આજથી એ તમને સોંપું છું.


  આ યુનિટ સાથે જોડાયેલી દરેક ચીજવસ્તુ ખાસ છે. એટલે સુધી કે યુનિટ માટે જે ડ્રેસ તૈયાર કરવામાં આવે છે તેઓ પણ ત્રણ પેઢીથી આ કામ સાથે જોડાયેલા છે. PGBના જવાનોને ગમે ત્યાં તૈનાત કરવામાં આવે છે પછી તે સિયાચીન હોય કે રાજસ્થાનનું રણ. આ ઉપરાંત ખાસ બાબત છે કોઈ નવા જવાનનું આ યુનિટમાં જોડાવું. કોઈ પણ જવાનને આ યુનિટમાં સામેલ થવા માટે 2 વર્ષની આકરી તાલીમ જરૂરી છે. આ દરમિયાન જવાન પોતાના કમાન્ડેન્ટ સામે પોતાની તલવાર રજૂ કરે છે, જેને અડીને કમાન્ડન્ટ તેને PGBમાં સામેલ કરે છે. તેનો અર્થ થાય છે મારું હથિયાર, મારું જીવન આજથી તમારા હાથમાં છે. હું આજથી એ તમને સોંપું છું.

  7/7
 • loading...

ફોટોઝ વિશે


70મા ગણતંત્ર દિવસે તમામ દેશવાસીઓએ રાજપથ પર સૈન્યના જવાનોની જે ઝલક થઈ તે એ વાતનો પુરાવો છે કે તેમના લીધે જ દેશની સરહદો સુરક્ષિત છે. આ ખાસ દિવસે રાષ્ટ્રપતિના ઘોડેસવાર અંગરક્ષકોને પણ તમે જોયા હશે જે હંમેશા તેમની સુરક્ષામાં રહે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ અવસરોએ પણ તે દેખાય છે. રાષ્ટ્રપતિ બગ્ગીમાં હોય કે પોતાની ગાડીમાં હોય તે ઘોડેસવાર અંગરક્ષકો ચારે તરફ જોવા મળે છે. જાણો કોણ હોય છે આ અંગરક્ષકો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK