આ છે આજના દિવસના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 25, 2019, 20:01 IST | Vikas Kalal
 • લોકસભા ચુંટણીને લઇને કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસે ચુંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અને તેને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા પ્રતિવર્ષ મળશે. રાહુલ ગાંધીએ આ જાહેરાત દિલ્હીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે 5 કરોડ પરિવાર અને લગભગ 25 કરોડ લોકો આ નિર્ણયના લાભાર્થિ રહેશે.

  લોકસભા ચુંટણીને લઇને કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસે ચુંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અને તેને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા પ્રતિવર્ષ મળશે. રાહુલ ગાંધીએ આ જાહેરાત દિલ્હીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે 5 કરોડ પરિવાર અને લગભગ 25 કરોડ લોકો આ નિર્ણયના લાભાર્થિ રહેશે.

  1/10
 • STFની ટીમે બિહારથી ISISના બે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓનો પુલવામાં હુમલામાં પણ હાથ હતો. હાલ બન્ને સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  STFની ટીમે બિહારથી ISISના બે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓનો પુલવામાં હુમલામાં પણ હાથ હતો. હાલ બન્ને સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  2/10
 •  ગૌતમ ગંભીર બાદ પેરા ઓલમ્પિયન દીપા મલિક પણ ભાજપમાં જોડાયા છે. હરિયાણામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે દીપા મલિકને ખેસ પહેરાવીને ભાજપમાં તેમનું સ્વાગત કર્યું હતું

   ગૌતમ ગંભીર બાદ પેરા ઓલમ્પિયન દીપા મલિક પણ ભાજપમાં જોડાયા છે. હરિયાણામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે દીપા મલિકને ખેસ પહેરાવીને ભાજપમાં તેમનું સ્વાગત કર્યું હતું

  3/10
 • અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઈલ મળી આવ્યો છે. ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ જેલના તંત્રને જેલમાંથી તમામ ગેરકાયદે મોબાઈલ શોધી કાઢવા આદેશ આપ્યો છે. ભૂતકાળમાં કેટલાક ભયંકર ગુનામાં સંડોવાયેલા જેલના કેદીઓ જેલ બહાર સંપર્કમાં હોવાનું સામે આવી ચૂક્યુ છે. 

  અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઈલ મળી આવ્યો છે. ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ જેલના તંત્રને જેલમાંથી તમામ ગેરકાયદે મોબાઈલ શોધી કાઢવા આદેશ આપ્યો છે. ભૂતકાળમાં કેટલાક ભયંકર ગુનામાં સંડોવાયેલા જેલના કેદીઓ જેલ બહાર સંપર્કમાં હોવાનું સામે આવી ચૂક્યુ છે. 

  4/10
 • ભાજપે ગાંધીનગરથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપી, ત્યારથી આ બેઠક સતત ચર્ચામાં છે. અમિત શાહની સામે એનસીપી શંકરસિંહ વાઘેલાને ઉતારે તેવી શક્યતા હતી. ગાંધીનગર બેઠક પર અમિત શાહને ટક્કર આપવા બાપુ ચૂંટણી લડે તેવી ચર્ચા પણ ચાલતી હતી. આ મામલે ગુજરાત એનસીપીએ પક્ષના હાઈકમાન્ડને પણ રજૂઆત કરી હતી.

  ભાજપે ગાંધીનગરથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપી, ત્યારથી આ બેઠક સતત ચર્ચામાં છે. અમિત શાહની સામે એનસીપી શંકરસિંહ વાઘેલાને ઉતારે તેવી શક્યતા હતી. ગાંધીનગર બેઠક પર અમિત શાહને ટક્કર આપવા બાપુ ચૂંટણી લડે તેવી ચર્ચા પણ ચાલતી હતી. આ મામલે ગુજરાત એનસીપીએ પક્ષના હાઈકમાન્ડને પણ રજૂઆત કરી હતી.

  5/10
 •  ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર રાજવીરે રાજકારણમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. શિવરાજે ચૂંટણી લડવાની ના પાડી છે. ત્યારે હવે પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.

   ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર રાજવીરે રાજકારણમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. શિવરાજે ચૂંટણી લડવાની ના પાડી છે. ત્યારે હવે પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.

  6/10
 • જેટ એરવેઝના ફાઉન્ડર અને પ્રમોટર નરેશ ગોયલ અને તેમના પત્ની અનીતા ગોયલે 25 વર્ષ પહેલા શરુ કરેલી એરલાઈનના પદેથી રાજીનામું આપ્યું છે. નરેશ ગોયલ અને તેમની પત્ની તરફથી ઔપચારિક ઘોષણા કરી હતી.

  જેટ એરવેઝના ફાઉન્ડર અને પ્રમોટર નરેશ ગોયલ અને તેમના પત્ની અનીતા ગોયલે 25 વર્ષ પહેલા શરુ કરેલી એરલાઈનના પદેથી રાજીનામું આપ્યું છે. નરેશ ગોયલ અને તેમની પત્ની તરફથી ઔપચારિક ઘોષણા કરી હતી.

  7/10
 • ઝહીર ઈકબાલ આ શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ નોટબુકથી ડેબ્યુ કરી રહ્યા છે. ઝહીરની સાથે સાથે આ ફિલ્મમાં નૂતનના પૌત્રી પ્રનૂતન પણ ડેબ્યુ કરી રહ્યા છે. પહેલી જ ફિલ્મમાં ઝહીર ઈકબાલ બે પ્રકારના રોલ કરી રહ્યા છે.

  ઝહીર ઈકબાલ આ શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ નોટબુકથી ડેબ્યુ કરી રહ્યા છે. ઝહીરની સાથે સાથે આ ફિલ્મમાં નૂતનના પૌત્રી પ્રનૂતન પણ ડેબ્યુ કરી રહ્યા છે. પહેલી જ ફિલ્મમાં ઝહીર ઈકબાલ બે પ્રકારના રોલ કરી રહ્યા છે.

  8/10
 • દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ છપાકનુ પોસ્ટર આજે રિલીઝ થયું છે. છપાક લક્ષ્મી ની સ્ટોરી છે જેની પર એસિડ હુમલો કરવામાં આવે છે તેમ છતા તે જીવનમાં હાર માનતી નથી

  દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ છપાકનુ પોસ્ટર આજે રિલીઝ થયું છે. છપાક લક્ષ્મી ની સ્ટોરી છે જેની પર એસિડ હુમલો કરવામાં આવે છે તેમ છતા તે જીવનમાં હાર માનતી નથી

  9/10
 • Ipl 2019માં આજે પંજાબ કિંગ્સ ઈલેવન રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. રાજસ્થાનના જયપુરમાં Iplની 12મી સીઝનની ચોથી મેચ રમશે

  Ipl 2019માં આજે પંજાબ કિંગ્સ ઈલેવન રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. રાજસ્થાનના જયપુરમાં Iplની 12મી સીઝનની ચોથી મેચ રમશે

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK