આ છે આજના દિવસના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 22, 2019, 19:57 IST | Bhavin
 • કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતાઓ વિરુદ્ધ કડક પગલાં લેતા યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે JKLF પર પ્રતિબંધ લગાવ્યો છે. આતંક વિરોધી કાયદા અંતર્ગત યાસીન મલિકના આ સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાસ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં આતંક અને યુવાનોને પ્રોત્સાહન આપે છે.

  કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતાઓ વિરુદ્ધ કડક પગલાં લેતા યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે JKLF પર પ્રતિબંધ લગાવ્યો છે. આતંક વિરોધી કાયદા અંતર્ગત યાસીન મલિકના આ સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાસ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં આતંક અને યુવાનોને પ્રોત્સાહન આપે છે.

  1/9
 • કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોર કમિટીના સદસ્ય રણદીપ સુરજેવાલાએ ભાજપના ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા પર ભાજપના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ કહ્યું કે અમારી પાસે આનો મજબૂત પુરાવો છે. એમણે આ આક્ષેપોને મેગેઝિનમાં પ્રકાશિત વાર્તાઓના આધાર પર લગાવ્યા હતા. આર સુરજેવાલાએ આરોપ લગાવતા કહ્યું કે જ્યારે બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ હતા, એમણે ભાજપના વરિષ્ઠ નેતાઓને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. આ વરિષ્ઠ નેતાઓમાં રાજનાથ સિંહથી લઈને જેટલી સુધી સામેલ છે. ભાજપના ટોચના નેતૃત્વમાં 1800 કરોડ રૂપિયાની લાંચનો પણ આરોપ છે.

  કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોર કમિટીના સદસ્ય રણદીપ સુરજેવાલાએ ભાજપના ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા પર ભાજપના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ કહ્યું કે અમારી પાસે આનો મજબૂત પુરાવો છે. એમણે આ આક્ષેપોને મેગેઝિનમાં પ્રકાશિત વાર્તાઓના આધાર પર લગાવ્યા હતા. આર સુરજેવાલાએ આરોપ લગાવતા કહ્યું કે જ્યારે બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ હતા, એમણે ભાજપના વરિષ્ઠ નેતાઓને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. આ વરિષ્ઠ નેતાઓમાં રાજનાથ સિંહથી લઈને જેટલી સુધી સામેલ છે. ભાજપના ટોચના નેતૃત્વમાં 1800 કરોડ રૂપિયાની લાંચનો પણ આરોપ છે.

  2/9
 • ઉત્તરપ્રદેશમાં ગઠબંધનમાં ભલે સપા-બસપાએ કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ ન કરી હોય. પરંતુ બિહારમાં કોંગ્રેસ ગઠબંધનનો ભાગ બનાવામાં સફળ રહી છે. બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી પર સહમતી સધાઈ છે. નક્કી થયા મુજબ રાજદ 20, કોંગ્રેસ 9, રાલોસપા 5, હમ 3, વીઆઈપી 3 અને રાજદના ક્વોટામાંથી ભાકપા માલે એક બેઠક પર ચૂંટણી લડશે. આ જાહેરાતની સાથે જ પહેલા તબક્કામાં જે ચાર બેઠકો પર મતદાન થવાનું છે, તેના ઉમેદવારો પણ જાહેર કરી દેવાયા છે.

  ઉત્તરપ્રદેશમાં ગઠબંધનમાં ભલે સપા-બસપાએ કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ ન કરી હોય. પરંતુ બિહારમાં કોંગ્રેસ ગઠબંધનનો ભાગ બનાવામાં સફળ રહી છે. બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી પર સહમતી સધાઈ છે. નક્કી થયા મુજબ રાજદ 20, કોંગ્રેસ 9, રાલોસપા 5, હમ 3, વીઆઈપી 3 અને રાજદના ક્વોટામાંથી ભાકપા માલે એક બેઠક પર ચૂંટણી લડશે. આ જાહેરાતની સાથે જ પહેલા તબક્કામાં જે ચાર બેઠકો પર મતદાન થવાનું છે, તેના ઉમેદવારો પણ જાહેર કરી દેવાયા છે.

  3/9
 • પુલવામાં હુમલા બાદ ભારત તરફથી કરાયેલી એર સ્ટ્રાઈકને લઈને કૉંગ્રેસના નેતા સતત સવાલ કરી રહ્યા છે. કૉંગ્રેસના કેટલાક મોટા નેતા સરકારથી પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવા માંગી રહી છે. આ ઘટનામાં કૉંગ્રેસના એક નેતા સામેલ થઈ ગયા છે. ભારતીય ઓવરસીઝ કૉંગ્રેસના પ્રમુખ સૅમ પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર સવાલ પૂછતા કહ્યું કે જો હુમલામાં 300 આતંકવાદી માર્યા ગયા તો આ પૂરી દુનિયાને કેમ નહીં દેખાયા. 

  પુલવામાં હુમલા બાદ ભારત તરફથી કરાયેલી એર સ્ટ્રાઈકને લઈને કૉંગ્રેસના નેતા સતત સવાલ કરી રહ્યા છે. કૉંગ્રેસના કેટલાક મોટા નેતા સરકારથી પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવા માંગી રહી છે. આ ઘટનામાં કૉંગ્રેસના એક નેતા સામેલ થઈ ગયા છે. ભારતીય ઓવરસીઝ કૉંગ્રેસના પ્રમુખ સૅમ પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર સવાલ પૂછતા કહ્યું કે જો હુમલામાં 300 આતંકવાદી માર્યા ગયા તો આ પૂરી દુનિયાને કેમ નહીં દેખાયા. 

  4/9
 • રાજ્યમાં ફરી એક વખત દલિતો પર અત્યારની ઘટના સામે આવી છે. ઘટના મહેસાણાની છે. મહેસાણાના 17 વર્ષના દલિત યુવાનને 18 માર્ચના રોજ 2 વ્યક્તિઓએ ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં દલિત યુવાને ફરિયાદ પણ નોંધાવી છે. યુવકને એટલો માર મરાયો છે કે કે તે હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ આ દલિત યુવાનને આરોપીઓના પરિવારની યુવતી સાથે મિત્રતા હોવાની શંકાએ તેને માર માર્યો છે. જો કે હાલ પોલીસ હજી આ મામલે તપાસ કરી રહી છે. આરોપીએ પોલીસ ફરિયાદમાં રમેશ પટેલ નામના વ્યક્તિનું નામ લખાવ્યું છે.

  રાજ્યમાં ફરી એક વખત દલિતો પર અત્યારની ઘટના સામે આવી છે. ઘટના મહેસાણાની છે. મહેસાણાના 17 વર્ષના દલિત યુવાનને 18 માર્ચના રોજ 2 વ્યક્તિઓએ ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં દલિત યુવાને ફરિયાદ પણ નોંધાવી છે. યુવકને એટલો માર મરાયો છે કે કે તે હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ આ દલિત યુવાનને આરોપીઓના પરિવારની યુવતી સાથે મિત્રતા હોવાની શંકાએ તેને માર માર્યો છે. જો કે હાલ પોલીસ હજી આ મામલે તપાસ કરી રહી છે. આરોપીએ પોલીસ ફરિયાદમાં રમેશ પટેલ નામના વ્યક્તિનું નામ લખાવ્યું છે.

  5/9
 • નાના પડદાની હિટ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા'માં દયાબહેન ગડાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલી દિશા વાકાણીને આ શોમાં જળવાઈ રહેવા માટે માત્ર 30 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ શોના પ્રૉડ્યુસરે ચોખ્ખાં શબ્દોમાં કહ્યું છે કે જો દિશા 30 દિવસમાં શોમાં પાછી નહીં આવે તો તેના સ્થાને અન્ય કોઈ અભિનેત્રીને લેવાનો નિર્ણય કરવામાં આવશે. દિશા વાકાણી પુત્રીના જન્મ અને ઉછેરને લઈને સપ્ટેમ્બર મહિનાથી રજા પર છે. મળતી માહિતી પ્રમાણે ઘણા સમયથી તેની રાહ જોવાતી હતી પણ હવે નિર્માતાએ અંતિમ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.  

  નાના પડદાની હિટ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા'માં દયાબહેન ગડાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલી દિશા વાકાણીને આ શોમાં જળવાઈ રહેવા માટે માત્ર 30 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ શોના પ્રૉડ્યુસરે ચોખ્ખાં શબ્દોમાં કહ્યું છે કે જો દિશા 30 દિવસમાં શોમાં પાછી નહીં આવે તો તેના સ્થાને અન્ય કોઈ અભિનેત્રીને લેવાનો નિર્ણય કરવામાં આવશે. દિશા વાકાણી પુત્રીના જન્મ અને ઉછેરને લઈને સપ્ટેમ્બર મહિનાથી રજા પર છે. મળતી માહિતી પ્રમાણે ઘણા સમયથી તેની રાહ જોવાતી હતી પણ હવે નિર્માતાએ અંતિમ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.

   

  6/9
 • ઘર મોરે પરદેસિયા બાદ ફિલ્મ કલંકનું વધુ એક ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. ફર્સ્ટ ક્લાસ નામનું આ સોંગ તમને નાચવા માટે મજબૂર કરી દેશે. આ ગીતમાં ઝફર ઉર્ફે વરુણ ધવનની એન્ટ્રી શાનદાર છે. અભિષેક વર્મને ડિરેક્ટ કરેલા આ ગીતને પ્રીતમે કમ્પોઝ કર્યું છે. પ્રીતમનું કહેવું છે કે,'અમારે 50ના દાયકાના રેટ્રો ગીત જેવી ફિલીંગ જોઈતી હતી. અમારે મહોલ્લા સોંગ બનાવવું હતું અને જલસો કરાવવો હતો. આ ગીતમાં મસ્તી અને મજાકની સાથે સાથે લાગણીઓ પણ છે. આ બેલેન્સને લિરિક્સ અને ટ્યુનમાં જાળવવું મુશ્કેલ હતું. પરંતુ ફાઈનલી અમે કરી બતાવ્યું.'

  ઘર મોરે પરદેસિયા બાદ ફિલ્મ કલંકનું વધુ એક ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. ફર્સ્ટ ક્લાસ નામનું આ સોંગ તમને નાચવા માટે મજબૂર કરી દેશે. આ ગીતમાં ઝફર ઉર્ફે વરુણ ધવનની એન્ટ્રી શાનદાર છે. અભિષેક વર્મને ડિરેક્ટ કરેલા આ ગીતને પ્રીતમે કમ્પોઝ કર્યું છે. પ્રીતમનું કહેવું છે કે,'અમારે 50ના દાયકાના રેટ્રો ગીત જેવી ફિલીંગ જોઈતી હતી. અમારે મહોલ્લા સોંગ બનાવવું હતું અને જલસો કરાવવો હતો. આ ગીતમાં મસ્તી અને મજાકની સાથે સાથે લાગણીઓ પણ છે. આ બેલેન્સને લિરિક્સ અને ટ્યુનમાં જાળવવું મુશ્કેલ હતું. પરંતુ ફાઈનલી અમે કરી બતાવ્યું.'

  7/9
 • મોદી સરકારના કાર્યકાળમાં અમેરિકા અને ભારતના સંબંધો સુધર્યા હોવાનો દાવો ટ્રમ્પના એક અધિકારીએ કર્યો છે. ટ્રમ્પ સરકારના એક અધિકારીએ નિવેદન આપ્યું કે મોદીના કાર્યકાલમાં ભારત અમેરિકા વધુ નજીક આવ્યા છે. સાથે જ આ અધિકારીએ દાવો પણ કર્યો કે ભારતની લોકસભાની ચૂંટણી બાદ આ સંબધો હજી પણ વધુ સુધરશે.

  મોદી સરકારના કાર્યકાળમાં અમેરિકા અને ભારતના સંબંધો સુધર્યા હોવાનો દાવો ટ્રમ્પના એક અધિકારીએ કર્યો છે. ટ્રમ્પ સરકારના એક અધિકારીએ નિવેદન આપ્યું કે મોદીના કાર્યકાલમાં ભારત અમેરિકા વધુ નજીક આવ્યા છે. સાથે જ આ અધિકારીએ દાવો પણ કર્યો કે ભારતની લોકસભાની ચૂંટણી બાદ આ સંબધો હજી પણ વધુ સુધરશે.

  8/9
 • આવતીકાલથી ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2019 શરૂ થવા જઈ રહી છે. આવતીકાલે પૂર્વ કપ્તાન ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ અને ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ટક્કરથી આઈપીએલની શરૂઆત થશે. પુલવામા એટેકને કારણે આઈપીએલની ઓપનિંગ સેરેમની રદ કરી દેવાઈ છે. પરિણામે સાદા સમારોહથી જ આ વખતે ટુર્નામેન્ટની શરૂઆત થશે.  

  આવતીકાલથી ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2019 શરૂ થવા જઈ રહી છે. આવતીકાલે પૂર્વ કપ્તાન ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ અને ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ટક્કરથી આઈપીએલની શરૂઆત થશે. પુલવામા એટેકને કારણે આઈપીએલની ઓપનિંગ સેરેમની રદ કરી દેવાઈ છે. પરિણામે સાદા સમારોહથી જ આ વખતે ટુર્નામેન્ટની શરૂઆત થશે.  

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK