રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 08, 2019, 20:12 IST | Vikas Kalal
 • કોંગ્રેસના પૂર્વ સભ્ય અને ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના પક્ષ છોડવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આશાબેનની સાથે સાથે ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટરો અને અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

  કોંગ્રેસના પૂર્વ સભ્ય અને ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના પક્ષ છોડવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આશાબેનની સાથે સાથે ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટરો અને અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

  1/11
 • બંગાળના ઉત્તર વિસ્તારમાં જલપાઈગુડી જિલ્લાના મયનાગુડીમાં વડાપ્રધાન મોદીનું સંબોધન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાને કહ્યું કે આ ક્ષેત્રેને ભોલેનાથના આશીર્વાદ મળેલા છે. તેમના ચરણોમાં નમન કરું છું. આ ભૂમિ અમારી જનજાતિઓ માટે કામ કરનારા ઠાકુર પંચાનન ધર્માની કર્મ સ્થળ છે. આ ધરતી નેપાળી ભાષાના આદિ કવિ ભાનુભક્ત આચાર્યની પણ કર્મભૂમિ રહી છે. હું તમામને નમન કરું છું.

  બંગાળના ઉત્તર વિસ્તારમાં જલપાઈગુડી જિલ્લાના મયનાગુડીમાં વડાપ્રધાન મોદીનું સંબોધન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાને કહ્યું કે આ ક્ષેત્રેને ભોલેનાથના આશીર્વાદ મળેલા છે. તેમના ચરણોમાં નમન કરું છું. આ ભૂમિ અમારી જનજાતિઓ માટે કામ કરનારા ઠાકુર પંચાનન ધર્માની કર્મ સ્થળ છે. આ ધરતી નેપાળી ભાષાના આદિ કવિ ભાનુભક્ત આચાર્યની પણ કર્મભૂમિ રહી છે. હું તમામને નમન કરું છું.

  2/11
 • તો સામે ભોપાલમાં જંબુરી મેદાનમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા. કોંગ્રેસના કહેવા પ્રમાણે આ સભામાં 2 લાખ જેટલા લોકો ઉમટ્યું હતું. ભોપાલમાં સભા દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો.  જય કિસાન ઋણ માફી યોજના લાગુ કરવા બદલ ખેડૂતો તરફથી રાહુલ ગાંધીનું સન્માન કર્યુ હતું.

  તો સામે ભોપાલમાં જંબુરી મેદાનમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા. કોંગ્રેસના કહેવા પ્રમાણે આ સભામાં 2 લાખ જેટલા લોકો ઉમટ્યું હતું. ભોપાલમાં સભા દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો.  જય કિસાન ઋણ માફી યોજના લાગુ કરવા બદલ ખેડૂતો તરફથી રાહુલ ગાંધીનું સન્માન કર્યુ હતું.

  3/11
 • અરવિંદ કેજરીવાલની કાર પર ફરી એકવાર હુમલો થયો છે. આ હુમલો દિલ્હીના નરેલા વિસ્તારમાં થયો હતો. હુમલો થયો ત્યારે કેજરીવાલ કોઈ કાર્યક્રમમાં હાજર રહેવા નરેલા જઈ રહ્યા હતાં.

  અરવિંદ કેજરીવાલની કાર પર ફરી એકવાર હુમલો થયો છે. આ હુમલો દિલ્હીના નરેલા વિસ્તારમાં થયો હતો. હુમલો થયો ત્યારે કેજરીવાલ કોઈ કાર્યક્રમમાં હાજર રહેવા નરેલા જઈ રહ્યા હતાં.

  4/11
 • હાર્દિક પટેલે ફેસબુક પર કરેલા સર્વેમાં 33 ટકા લોકોએ તેની ચૂંટણી લડવાના નિર્ણયને ગુનો ગણાવ્યો છે. મહત્વનું છે કે હાર્દિક લખનૌમાં એક કાર્યક્રમમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

  હાર્દિક પટેલે ફેસબુક પર કરેલા સર્વેમાં 33 ટકા લોકોએ તેની ચૂંટણી લડવાના નિર્ણયને ગુનો ગણાવ્યો છે. મહત્વનું છે કે હાર્દિક લખનૌમાં એક કાર્યક્રમમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

  5/11
 • સાઊદી અરબ મૂળના અમેરિકાના પત્રકાર જમાલ ખશોગીની હત્યાને લઈને અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં નવો ખુલાસો થયો છે. એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખશોગીની હત્યાના લગભગ એક વર્ષ પહેલા સઊદી ક્રાઈન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને ખશોગીની ગોળી મારીને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો.

  સાઊદી અરબ મૂળના અમેરિકાના પત્રકાર જમાલ ખશોગીની હત્યાને લઈને અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં નવો ખુલાસો થયો છે. એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખશોગીની હત્યાના લગભગ એક વર્ષ પહેલા સઊદી ક્રાઈન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને ખશોગીની ગોળી મારીને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો.

  6/11
 • બ્રાઝિલના ફૂટબોલ ક્લબમાં આગ લાગવાથી 10 લોકોના મોત થયા છે. ઉરૂબુના નેસ્ટ પ્રશિક્ષણ કેન્દ્રમાં આગ લાગી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડ દ્વારા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી . અને આગ લાગ્યાના 2 કલાક પછી તેની પર કાબુ મેળવાયો હતો.

  બ્રાઝિલના ફૂટબોલ ક્લબમાં આગ લાગવાથી 10 લોકોના મોત થયા છે. ઉરૂબુના નેસ્ટ પ્રશિક્ષણ કેન્દ્રમાં આગ લાગી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડ દ્વારા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી . અને આગ લાગ્યાના 2 કલાક પછી તેની પર કાબુ મેળવાયો હતો.

  7/11
 • બોલીવુડ અને હોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાના મેડમ તુસાદ મ્યુઝિયમમાં 6 સ્ટેચ્યુ મૂકાશે. આ વાતની જાહેરાત ખુદ મેડમ તુસાદ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવી છે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં છ સ્ટેચ્યૂ ધરાવનાર પ્રિયંકા ચોપરા દુનિયાની બીજી અને ભારતની પહેલી હસ્તી બની છે.

  બોલીવુડ અને હોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાના મેડમ તુસાદ મ્યુઝિયમમાં 6 સ્ટેચ્યુ મૂકાશે. આ વાતની જાહેરાત ખુદ મેડમ તુસાદ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવી છે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં છ સ્ટેચ્યૂ ધરાવનાર પ્રિયંકા ચોપરા દુનિયાની બીજી અને ભારતની પહેલી હસ્તી બની છે.

  8/11
 • વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી'એ બોક્સ ઓફિસ પર પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. આ ફિલ્મ ચોથા અઠવાડિયે પણ ચાલી રહી છે. ચાર અઠવાડિયામાં એક પણ દિવસ એવો નથી ગયો, જ્યારે ફિલ્મની કમાણી 2 કરોડથી નીચે ગઈ હોય. ગુરુવારે પણ ફિલ્મે 2.19 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે 200.07 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

  વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી'એ બોક્સ ઓફિસ પર પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. આ ફિલ્મ ચોથા અઠવાડિયે પણ ચાલી રહી છે. ચાર અઠવાડિયામાં એક પણ દિવસ એવો નથી ગયો, જ્યારે ફિલ્મની કમાણી 2 કરોડથી નીચે ગઈ હોય. ગુરુવારે પણ ફિલ્મે 2.19 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે 200.07 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

  9/11
 • ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ટી20 સીરીઝમાં આજે રમાયેલી બીજી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટે જીત મેળવી લીધી છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી20 સીરીઝને 1-1થી સરભર કરી લીધી છે. ન્યુઝીલેન્ડે આપેલા 159 રનના લક્ષ્યાંક સામે રોહીત શર્માની આક્રમક 50 રનની ઇનીંગે ભારતની જીત આસાન બનાવી હતી. તો રિષભ પંતે પણ આક્રમક બેટીંગ કરતા અણનમ 40 રન કર્યા હતા.

  ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ટી20 સીરીઝમાં આજે રમાયેલી બીજી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટે જીત મેળવી લીધી છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી20 સીરીઝને 1-1થી સરભર કરી લીધી છે. ન્યુઝીલેન્ડે આપેલા 159 રનના લક્ષ્યાંક સામે રોહીત શર્માની આક્રમક 50 રનની ઇનીંગે ભારતની જીત આસાન બનાવી હતી. તો રિષભ પંતે પણ આક્રમક બેટીંગ કરતા અણનમ 40 રન કર્યા હતા.

  10/11
 • 11/11
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK