રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 07, 2019, 20:01 IST | Vikas Kalal
 • સંસદના બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. પોતાના ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકસભામાં અનેક મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થઈ, આગામી ચૂંટણીમાં સ્વસ્થ પ્રતિસ્પર્ધા માટે તમામને શુભકામનાઓ. પડકારોને પડકાર આપવો દેશનો સ્વભાવ હોય છે, જે પડકારોથી ભાગે છે તે નવા પડકારોને જન્મ આપે છે.

  સંસદના બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. પોતાના ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકસભામાં અનેક મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થઈ, આગામી ચૂંટણીમાં સ્વસ્થ પ્રતિસ્પર્ધા માટે તમામને શુભકામનાઓ. પડકારોને પડકાર આપવો દેશનો સ્વભાવ હોય છે, જે પડકારોથી ભાગે છે તે નવા પડકારોને જન્મ આપે છે.

  1/10
 • કેન્દ્ર સરકાર પછી ગુરૂવારે યુપીની યોગી સરકારે પણ પોતાનું ત્રીજું બજેટ રજૂ કરી દીધું છે. લોકસભા ચૂંટણી 2019 પહેલા રજૂ થનારા બંને બજેટમાં દરેક વર્ગના મતદાતાને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યોગી સરકારે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં હિંદુત્વના એજન્ડાને મજબૂત કરવાની સાથે વિકાસને પણ ઝડપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

  કેન્દ્ર સરકાર પછી ગુરૂવારે યુપીની યોગી સરકારે પણ પોતાનું ત્રીજું બજેટ રજૂ કરી દીધું છે. લોકસભા ચૂંટણી 2019 પહેલા રજૂ થનારા બંને બજેટમાં દરેક વર્ગના મતદાતાને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યોગી સરકારે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં હિંદુત્વના એજન્ડાને મજબૂત કરવાની સાથે વિકાસને પણ ઝડપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

  2/10
 • લોકસભા ઈલેક્શનને થોડા દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે. લોકસભાને થોડા જ દિવસો બાકી છે ત્યારે નેતાઓ જનતા સુધી પહોંચી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. આવતા માત્ર 5 દિવસોમાં નરેન્દ્ર મોદી 10 રાજ્યોમાં સભાઓ યોજવા જઈ રહ્યાં છે.

  લોકસભા ઈલેક્શનને થોડા દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે. લોકસભાને થોડા જ દિવસો બાકી છે ત્યારે નેતાઓ જનતા સુધી પહોંચી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. આવતા માત્ર 5 દિવસોમાં નરેન્દ્ર મોદી 10 રાજ્યોમાં સભાઓ યોજવા જઈ રહ્યાં છે.

  3/10
 • કોંગ્રેસના અલ્પસંખ્યક સંમેલનમાં મહિલા અધ્યક્ષ સુષ્મિતા દેવએ એવી જાહેરાત કરી છે કે “જો આગામી લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ જીતી જશે તો સૌથી પહેલા “ત્રણ તલાક” નો કાયદો રદ્દ કરી દેશે.”

  કોંગ્રેસના અલ્પસંખ્યક સંમેલનમાં મહિલા અધ્યક્ષ સુષ્મિતા દેવએ એવી જાહેરાત કરી છે કે “જો આગામી લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ જીતી જશે તો સૌથી પહેલા “ત્રણ તલાક” નો કાયદો રદ્દ કરી દેશે.”

  4/10
 •  સુપ્રીમ કોર્ટમાં મુઝફ્ફરપુર શેલ્ટર હોમની તપાસ કરી રહેલા સીબીઆઇ અધિકારી એકે શર્માની કોર્ટને પૂછ્યા વગર ટ્રાન્સફર કરવા પર સીબીઆઇ અધિકારી એમ. નાગેશ્વર રાવને નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ જાહેર કરવામાં આવી છે. કોર્ટે નાગેશ્વર રાવ ઉપરાંત સીબીઆઇ અધિકારી ભાસુરનને પણ નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે આ બંને મોટા અધિકારીઓને ફેબ્રુઆરીમાં કોર્ટમાં બોલાવ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે બિહારના ચર્ચિત શેલ્ટર હોમ મામલે રાજ્ય સરકારને જબરદસ્ત ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું કે સરકાર આ મામલાને લટકાવી રહી છે.

   સુપ્રીમ કોર્ટમાં મુઝફ્ફરપુર શેલ્ટર હોમની તપાસ કરી રહેલા સીબીઆઇ અધિકારી એકે શર્માની કોર્ટને પૂછ્યા વગર ટ્રાન્સફર કરવા પર સીબીઆઇ અધિકારી એમ. નાગેશ્વર રાવને નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ જાહેર કરવામાં આવી છે. કોર્ટે નાગેશ્વર રાવ ઉપરાંત સીબીઆઇ અધિકારી ભાસુરનને પણ નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે આ બંને મોટા અધિકારીઓને ફેબ્રુઆરીમાં કોર્ટમાં બોલાવ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે બિહારના ચર્ચિત શેલ્ટર હોમ મામલે રાજ્ય સરકારને જબરદસ્ત ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું કે સરકાર આ મામલાને લટકાવી રહી છે.

  5/10
 •  નાણામંત્રી, કોર્પોરેટ બાબતોના મંત્રી અને રેલવે તથા કોલસાના મંત્રી પીયૂષ ગોયલ બજેટ પછીનું પહેલું ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન અને પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ પણ હાજર રહેશે

   નાણામંત્રી, કોર્પોરેટ બાબતોના મંત્રી અને રેલવે તથા કોલસાના મંત્રી પીયૂષ ગોયલ બજેટ પછીનું પહેલું ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન અને પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ પણ હાજર રહેશે

  6/10
 • 2014માં લોકસભા ચૂંટણીમાં વોટબેંક સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી અને હવે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે બહુજન સમાજ પાર્ટીની મુખિયા માયાવતીએ સોશિયલ મીડિયામાં પગ મુક્યા છે. માયાવતીએ ટ્વિટર પર એકાઉન્ટની આધિકારિક રીતે જાહેરાત કરી હતી. માયાવતીના ટ્વિટર પર આવતાની સાથે 24 કલાકમાં 50,000 લોકો તેમને ફોલો કરી રહ્યાં છે.

  2014માં લોકસભા ચૂંટણીમાં વોટબેંક સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી અને હવે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે બહુજન સમાજ પાર્ટીની મુખિયા માયાવતીએ સોશિયલ મીડિયામાં પગ મુક્યા છે. માયાવતીએ ટ્વિટર પર એકાઉન્ટની આધિકારિક રીતે જાહેરાત કરી હતી. માયાવતીના ટ્વિટર પર આવતાની સાથે 24 કલાકમાં 50,000 લોકો તેમને ફોલો કરી રહ્યાં છે.

  7/10
 • ઈન્સટન્ટ મેસેજિંગ માટે વોટ્સએપ દુનિયાભરમાં લોકપ્રિય છે. યુઝર્સ તેનો ઉપયોગ એકબીજાને મેસેજ મોકલવા માટે કરતા હોય છે. આ સિવાય યુઝર્સ તેમાં વીડિયો, ફોટોસ પણ શૅર કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે આટલી લોકપ્રિય એપ હોવા છતાં વોટ્સએપમાં એવા સિક્યુરિટી ફિચર નથી જેના કારણે તેને હેક થતા બચાવી શકાય.

  ઈન્સટન્ટ મેસેજિંગ માટે વોટ્સએપ દુનિયાભરમાં લોકપ્રિય છે. યુઝર્સ તેનો ઉપયોગ એકબીજાને મેસેજ મોકલવા માટે કરતા હોય છે. આ સિવાય યુઝર્સ તેમાં વીડિયો, ફોટોસ પણ શૅર કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે આટલી લોકપ્રિય એપ હોવા છતાં વોટ્સએપમાં એવા સિક્યુરિટી ફિચર નથી જેના કારણે તેને હેક થતા બચાવી શકાય.

  8/10
 • એર ઇન્ડિયા પાયલટ સ્ટાફે કંપનીને પત્ર લખીને કહ્યું છે કે તેમના ઉડ્ડયન ભથ્થાની ચૂકવણી 10 ફેબ્રુઆરી સુધી જો નહીં કરવામાં આવે તો તેઓ ડ્યૂટી રોસ્ટરમાં કોઈ ફેરફારનો સ્વીકાર નહીં કરે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી માટે રોસ્ટર પહેલા જ જાહેર થઈ ચૂક્યું છે. પાયલટ્સને ઉડ્ડયન ભથ્થાની ચૂકવણી મહિનામાં ઉડ્ડયનના કલાકોની સંખ્યાના આધારે કરવામાં આવે છે.

  એર ઇન્ડિયા પાયલટ સ્ટાફે કંપનીને પત્ર લખીને કહ્યું છે કે તેમના ઉડ્ડયન ભથ્થાની ચૂકવણી 10 ફેબ્રુઆરી સુધી જો નહીં કરવામાં આવે તો તેઓ ડ્યૂટી રોસ્ટરમાં કોઈ ફેરફારનો સ્વીકાર નહીં કરે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી માટે રોસ્ટર પહેલા જ જાહેર થઈ ચૂક્યું છે. પાયલટ્સને ઉડ્ડયન ભથ્થાની ચૂકવણી મહિનામાં ઉડ્ડયનના કલાકોની સંખ્યાના આધારે કરવામાં આવે છે.

  9/10
 • ન્યુઝીલેન્ડમાં T-20 સિરીઝ પછી ભારતને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T-20 અને વન-ડે સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ માટે 15 સભ્યોની ટીમ જાહેર થઈ છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક અને મિચેલ માર્શને જગ્યા આપવામાં આવી નથી.

  ન્યુઝીલેન્ડમાં T-20 સિરીઝ પછી ભારતને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T-20 અને વન-ડે સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ માટે 15 સભ્યોની ટીમ જાહેર થઈ છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક અને મિચેલ માર્શને જગ્યા આપવામાં આવી નથી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK