વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Jan 31, 2019, 20:03 IST | Vikas Kalal
 •  નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) દ્વારા જાહેર કરવામાં આવેલા બેરોજગારીના આંકડાઓએ મોદી સરકારની ચિંતાઓ વધારી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતા આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારમાં મંત્રી જીતેન્દ્ર સિંહનું નિવેદન આવ્યું છે કે સરકાર દરેકને નોકરી ન આપી શકે, ફક્ત યોજનાઓ દ્વારા તેમને સુરક્ષિત કરી શકે છે.

   નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) દ્વારા જાહેર કરવામાં આવેલા બેરોજગારીના આંકડાઓએ મોદી સરકારની ચિંતાઓ વધારી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતા આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારમાં મંત્રી જીતેન્દ્ર સિંહનું નિવેદન આવ્યું છે કે સરકાર દરેકને નોકરી ન આપી શકે, ફક્ત યોજનાઓ દ્વારા તેમને સુરક્ષિત કરી શકે છે.

  1/10
 • હરિયાણાના જીંદમાં પહેલી વાર ભાજપે જીત મેળવી છે. જીંદમાં પહેલીવાર લોકોએ ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિઢ્ઢાને ધારાસભ્ય બનાવીને મોકલ્યા છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરજેવાલાને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે રામગઢમાં કોંગ્રેસના સફિયા જુબૈરની જીત થઈ છે. જીંદ બેઠક પર સુરજેવાલા ત્રીજા સ્થાન પર રહ્યા જ્યારે ઈનેલોના બે ભાગ થયા બાદ બનેલી જનનાયક જનતા પાર્ટીએ દમદાર હાજરી નોંધાવી છે.

  હરિયાણાના જીંદમાં પહેલી વાર ભાજપે જીત મેળવી છે. જીંદમાં પહેલીવાર લોકોએ ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિઢ્ઢાને ધારાસભ્ય બનાવીને મોકલ્યા છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરજેવાલાને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે રામગઢમાં કોંગ્રેસના સફિયા જુબૈરની જીત થઈ છે. જીંદ બેઠક પર સુરજેવાલા ત્રીજા સ્થાન પર રહ્યા જ્યારે ઈનેલોના બે ભાગ થયા બાદ બનેલી જનનાયક જનતા પાર્ટીએ દમદાર હાજરી નોંધાવી છે.

  2/10
 • આવતીકાલે રજૂ થશે કેન્દ્રીય બજેટ. ચૂંટણી પહેલા આશાઓ અને અપેક્ષોઓ સાથેનું આ બજેટ કેંદ્રીય મંત્રી પિયુષ ગોયલ, જેમને હાલમાં નાણામંત્રી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તેઓ રજૂ કરશે. આ વખતે લોકસભા ચૂંટણી હોવાથી સરકાર વચગાળાનું બજેટ રજૂ કરશે.

  આવતીકાલે રજૂ થશે કેન્દ્રીય બજેટ. ચૂંટણી પહેલા આશાઓ અને અપેક્ષોઓ સાથેનું આ બજેટ કેંદ્રીય મંત્રી પિયુષ ગોયલ, જેમને હાલમાં નાણામંત્રી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તેઓ રજૂ કરશે. આ વખતે લોકસભા ચૂંટણી હોવાથી સરકાર વચગાળાનું બજેટ રજૂ કરશે.

  3/10
 • ચૂંટણી અને બજેટ પહેલા ગુજરાત સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કર્મચારીઓના ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે પહેલી ફેબ્રુઆરીથી અમલી બનશે.

  ચૂંટણી અને બજેટ પહેલા ગુજરાત સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કર્મચારીઓના ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે પહેલી ફેબ્રુઆરીથી અમલી બનશે.

  4/10
 • અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળોએ ફરી વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી.

  અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળોએ ફરી વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી.

  5/10
 • રાજ્યમાં સ્વાઈનફ્લૂનો કેર ચાલૂ છે. સ્વાઈન ફ્લૂના કારણે 4 લોકોના મોત થયા છે. આ સાથે સ્વાઈન ફ્લૂના કારણે કુલ 31 મોત થયા છે. સ્વાઈન ફ્લૂના આજે 36 કેસ નોંધાયા છે. છેલ્લા 4 મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા છે.

  રાજ્યમાં સ્વાઈનફ્લૂનો કેર ચાલૂ છે. સ્વાઈન ફ્લૂના કારણે 4 લોકોના મોત થયા છે. આ સાથે સ્વાઈન ફ્લૂના કારણે કુલ 31 મોત થયા છે. સ્વાઈન ફ્લૂના આજે 36 કેસ નોંધાયા છે. છેલ્લા 4 મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા છે.

  6/10
 • અમેરિકન ગૃહવિભાગે એક સ્ટિંગ ઓપરેશન પછી એડમિશન કૌભાંડમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. 8 રિક્રૂટર્સને પણ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત 600 અન્ય વિદ્યાર્થીઓ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ પર ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

  અમેરિકન ગૃહવિભાગે એક સ્ટિંગ ઓપરેશન પછી એડમિશન કૌભાંડમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. 8 રિક્રૂટર્સને પણ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત 600 અન્ય વિદ્યાર્થીઓ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ પર ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

  7/10
 • ફિલ્મ અને ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે સરોગસીથી જન્મેલા તેના પુત્રનું નામ રવિ કપૂર રાખ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એકતાએ આ જાહેરાત કરી છે. એકતા કપૂરના પિતા જીતેન્દ્ર કપૂરનું સાચું નામ રવિ કપૂર છે. જેથી એકતાએ તેમના પુત્રનું નામ પણ રવિ રાખ્યું છે.

  ફિલ્મ અને ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે સરોગસીથી જન્મેલા તેના પુત્રનું નામ રવિ કપૂર રાખ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એકતાએ આ જાહેરાત કરી છે. એકતા કપૂરના પિતા જીતેન્દ્ર કપૂરનું સાચું નામ રવિ કપૂર છે. જેથી એકતાએ તેમના પુત્રનું નામ પણ રવિ રાખ્યું છે.

  8/10
 • ફેસબુકે બુધવારે તેના ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા. 2018ની ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 48,848 કરોડ રૂપિયા (688 કરોડ ડોલર)નો નફો થયો. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ક્વાર્ટરલી નફો છે. 2017ના ડિસેમ્બર ક્વાર્ટની સરખામણીએ નફામાં 61% વધારો થયો છે. 2018ના ડિસેમ્બર ક્વાર્ટરમાં રેવેન્યુ વધીને 1.20 લાખ કરોડ રૂપિયા (1691 કરોડ ડોલર) થઈ ગયો.

  ફેસબુકે બુધવારે તેના ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા. 2018ની ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 48,848 કરોડ રૂપિયા (688 કરોડ ડોલર)નો નફો થયો. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ક્વાર્ટરલી નફો છે. 2017ના ડિસેમ્બર ક્વાર્ટની સરખામણીએ નફામાં 61% વધારો થયો છે. 2018ના ડિસેમ્બર ક્વાર્ટરમાં રેવેન્યુ વધીને 1.20 લાખ કરોડ રૂપિયા (1691 કરોડ ડોલર) થઈ ગયો.

  9/10
 • વૉલમાર્ટ ગ્રુપની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કેન્દ્ર સરકારે FDIના નવા નિયમોના પાલન માટે 6 મહિનાનો સમય માંગ્યો છે. ફ્લિપકાર્ટનું માનવું છે કે તેમને જો 6 મહિનાનો સમય આપવામાં નહી આવે તો કસ્ટમર્સની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.

  વૉલમાર્ટ ગ્રુપની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કેન્દ્ર સરકારે FDIના નવા નિયમોના પાલન માટે 6 મહિનાનો સમય માંગ્યો છે. ફ્લિપકાર્ટનું માનવું છે કે તેમને જો 6 મહિનાનો સમય આપવામાં નહી આવે તો કસ્ટમર્સની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK