વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Jan 29, 2019, 19:27 IST
 • ફિલ્મ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલા પાટેકરનું આજે મંગળવારે અવસાન થઈ ગયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમના અવસાનથી શોકાતુર પાટેકર પરિવારને આશ્વાસન આપવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ પહોંચ્યા હતા. મોડી સાંજે નિર્મલા પાટેકરનો અંતિમસંસ્કાર મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યો. નાના સહિત તેમના પરિવાર અને તેમના નજીકના લોકોએ નિર્મલા પાટેકરને અશ્રુપૂર્ણ વિદાય આપી.

  ફિલ્મ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલા પાટેકરનું આજે મંગળવારે અવસાન થઈ ગયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમના અવસાનથી શોકાતુર પાટેકર પરિવારને આશ્વાસન આપવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ પહોંચ્યા હતા. મોડી સાંજે નિર્મલા પાટેકરનો અંતિમસંસ્કાર મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યો. નાના સહિત તેમના પરિવાર અને તેમના નજીકના લોકોએ નિર્મલા પાટેકરને અશ્રુપૂર્ણ વિદાય આપી.

  1/10
 • બજેટ અને લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર અચાનક જ ખેડૂતો પર વરસી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 6,680 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ચાર રાજ્યોના ખેડૂતો માટે મોદી સરકારે આ પેકેજ જાહેર કર્યુ છે. આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે.

  બજેટ અને લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર અચાનક જ ખેડૂતો પર વરસી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 6,680 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ચાર રાજ્યોના ખેડૂતો માટે મોદી સરકારે આ પેકેજ જાહેર કર્યુ છે. આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે.

  2/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં 'પરીક્ષા પે ચર્ચા 2.0' કાર્યક્રમમાં ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને તેમના માતા-પિતા સાથે ઘણા મુદ્દાઓ પર ખૂલીને વાતચીત કરી. આ દરમિયાન વડાપ્રધાન સાથે થયેલા સંવાદમાં એક રસપ્રદ કિસ્સો જોવા મળ્યો. અહીંયા એક માતાએ પોતાના બાળકની ઓનલાઈન ગેમ રમવાની લત છોડાવવા માટે મોદી પાસે સલાહ માંગી. મધુમિતા સેન ગુપ્તાએ પીએમ મોદીને પૂછ્યું કે, "મારો દીકરો ભણવામાં બહુ સારો હતો. તેને ટીચર્સ પ્રોત્સાહિત કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ઓનલાઈન ગેમ્સ માટે કંઇક વધુ જ ઘેલો થઈ ગયો છે. જેના કારણે તેના ભણવા પર અસર પડી છે. એટલા માટે તમે માર્ગદર્શન કરો."

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં 'પરીક્ષા પે ચર્ચા 2.0' કાર્યક્રમમાં ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને તેમના માતા-પિતા સાથે ઘણા મુદ્દાઓ પર ખૂલીને વાતચીત કરી. આ દરમિયાન વડાપ્રધાન સાથે થયેલા સંવાદમાં એક રસપ્રદ કિસ્સો જોવા મળ્યો. અહીંયા એક માતાએ પોતાના બાળકની ઓનલાઈન ગેમ રમવાની લત છોડાવવા માટે મોદી પાસે સલાહ માંગી. મધુમિતા સેન ગુપ્તાએ પીએમ મોદીને પૂછ્યું કે, "મારો દીકરો ભણવામાં બહુ સારો હતો. તેને ટીચર્સ પ્રોત્સાહિત કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ઓનલાઈન ગેમ્સ માટે કંઇક વધુ જ ઘેલો થઈ ગયો છે. જેના કારણે તેના ભણવા પર અસર પડી છે. એટલા માટે તમે માર્ગદર્શન કરો."

  3/10
 • કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા વિધિવત્ રીતે NCPમાં જોડાઈ ચૂક્યા છે. અમદાવાદમાં NCPના અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેસ ધારણ કર્યો. સાથે જ શંકરસિંહ વાઘેલાને જનરલ સેક્રેટરીની જવાબદારી પણ સોંપાઈ છે. 50 વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન શંકરસિંહ વાઘેલા પાંચમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સૌથી પહેલા તેઓ જનસંઘ, ભાજપ, રાષ્ટ્રીય જનતા પાર્ટી, બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તો રાષ્ટ્રીય જનતા પાર્ટીની જેમ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જનવિકલ્પ મોરચાની રચના કરી હતી.

  કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા વિધિવત્ રીતે NCPમાં જોડાઈ ચૂક્યા છે. અમદાવાદમાં NCPના અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેસ ધારણ કર્યો. સાથે જ શંકરસિંહ વાઘેલાને જનરલ સેક્રેટરીની જવાબદારી પણ સોંપાઈ છે. 50 વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન શંકરસિંહ વાઘેલા પાંચમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સૌથી પહેલા તેઓ જનસંઘ, ભાજપ, રાષ્ટ્રીય જનતા પાર્ટી, બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તો રાષ્ટ્રીય જનતા પાર્ટીની જેમ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જનવિકલ્પ મોરચાની રચના કરી હતી.

  4/10
 • યુવા આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં શરૂ થયેલી આહીર સ્વાભિમાન યાત્રા રાજસ્થાન પહોંચી ચૂકી છે. જો કે રાજસ્થાન પહોંચતા પહેલા ભાલકાતીર્થથી શરૂ થયેલી આ યાત્રાને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તો યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું.

  યુવા આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં શરૂ થયેલી આહીર સ્વાભિમાન યાત્રા રાજસ્થાન પહોંચી ચૂકી છે. જો કે રાજસ્થાન પહોંચતા પહેલા ભાલકાતીર્થથી શરૂ થયેલી આ યાત્રાને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તો યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું.

  5/10
 • જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનના સંદર્ભમાં કોંગ્રેસની મહિલાઓ ન્યાય માટે સુરતમાં બીજેપી સાંસદ સભ્ય દર્શનાબેન જરદોશના ઘરે. મહિલાઓને કાબૂમાં લેવા માટે અઠવાના પીઆઇ સહિત પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

  જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનના સંદર્ભમાં કોંગ્રેસની મહિલાઓ ન્યાય માટે સુરતમાં બીજેપી સાંસદ સભ્ય દર્શનાબેન જરદોશના ઘરે. મહિલાઓને કાબૂમાં લેવા માટે અઠવાના પીઆઇ સહિત પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

  6/10
 • મેન્સ બાદ વુમન્સ ટીમે પણ કિવિઝલેંડમાં 2-0થી વનડે સિરીઝ પોતાના નામે કરી છે. ભારતે 24 વર્ષ પછી ન્યુઝીલેન્ડમાં સિરીઝ જીતી હતી, આ પહેલા 1995માં કિવિઝને 1-0થી માત આપી હતી. માઉન્ટ મોનગાનુઈ ખાતે રમાયેલી બીજી વનડે ભારતીય ટીમે 8 વિકેટે જીતી, 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી હતી.

  મેન્સ બાદ વુમન્સ ટીમે પણ કિવિઝલેંડમાં 2-0થી વનડે સિરીઝ પોતાના નામે કરી છે. ભારતે 24 વર્ષ પછી ન્યુઝીલેન્ડમાં સિરીઝ જીતી હતી, આ પહેલા 1995માં કિવિઝને 1-0થી માત આપી હતી. માઉન્ટ મોનગાનુઈ ખાતે રમાયેલી બીજી વનડે ભારતીય ટીમે 8 વિકેટે જીતી, 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી હતી.

  7/10
 • નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝે નવા રોકાણ અને હાલના દેવાંને બદલે શેર બહાર પાડીને બેંકોને પ્રમુખ હિસ્સેદારી આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીએ 21 ફેબ્રુઆરીના રોજ શેરહોલ્ડર્સની એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) બોલાવી છે, જેમાં 2000 કરોડ રૂપિયાના વધારાના શેર્સ જાહેર કરવા અને 25,000 કરોડ રૂપિયાની મર્યાદા સુધી દેવું લેવાની કંપની બોર્ડને પરવાનગી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે. નરેશ ગોયલના નેતૃત્વવાળી એરલાઈને સોમવારે એક સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી.

  નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝે નવા રોકાણ અને હાલના દેવાંને બદલે શેર બહાર પાડીને બેંકોને પ્રમુખ હિસ્સેદારી આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીએ 21 ફેબ્રુઆરીના રોજ શેરહોલ્ડર્સની એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) બોલાવી છે, જેમાં 2000 કરોડ રૂપિયાના વધારાના શેર્સ જાહેર કરવા અને 25,000 કરોડ રૂપિયાની મર્યાદા સુધી દેવું લેવાની કંપની બોર્ડને પરવાનગી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે. નરેશ ગોયલના નેતૃત્વવાળી એરલાઈને સોમવારે એક સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી.

  8/10
 • દીવાન હાઉસિંગ ફાઇનાન્સ (DHFL)માં 31,000 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીનો દાવો થવાના રિપોર્ટ્સ સામે આવ્યા પછી કંપનીનો શેર 11 ટકા જેટલો ગગડી ગયો છે. કોબરાપોસ્ટ પ્રમાણે, ડીએચએફએલ અને તેની સહયોગી કંપનીઓએ ખોટી રીતોનો ઉપયોગ કરીને 31,000 કરોડ રુપિયાથી વઘુની સાર્વજનિક સંપત્તિનો ઉપયોગ વ્યક્તિગત સંપત્તિ બનાવવામાં કર્યો. રિપોર્ટ પ્રમાણે કંપનીએ પહેલા શેલ કંપનીઓને લોન આપી અને ત્યારબાદ તે જ રકમને ઘણી શંકાસ્પદ રીતે ભારતની બહાર જમા કરવામાં આવી અને સંપત્તિઓ ખરીદવામાં આવી.

  દીવાન હાઉસિંગ ફાઇનાન્સ (DHFL)માં 31,000 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીનો દાવો થવાના રિપોર્ટ્સ સામે આવ્યા પછી કંપનીનો શેર 11 ટકા જેટલો ગગડી ગયો છે. કોબરાપોસ્ટ પ્રમાણે, ડીએચએફએલ અને તેની સહયોગી કંપનીઓએ ખોટી રીતોનો ઉપયોગ કરીને 31,000 કરોડ રુપિયાથી વઘુની સાર્વજનિક સંપત્તિનો ઉપયોગ વ્યક્તિગત સંપત્તિ બનાવવામાં કર્યો. રિપોર્ટ પ્રમાણે કંપનીએ પહેલા શેલ કંપનીઓને લોન આપી અને ત્યારબાદ તે જ રકમને ઘણી શંકાસ્પદ રીતે ભારતની બહાર જમા કરવામાં આવી અને સંપત્તિઓ ખરીદવામાં આવી.

  9/10
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે અચાનક ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરને મળવા માટે પહોંચ્યા. એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે પાર્રિકર પાસે રાફેલ ડીલ સાથે સંકળાયેલા રહસ્યો રહેલા છે.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે અચાનક ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરને મળવા માટે પહોંચ્યા. એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે પાર્રિકર પાસે રાફેલ ડીલ સાથે સંકળાયેલા રહસ્યો રહેલા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK