8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 05, 2019, 12:39 IST | Vikas Kalal
 • મિડ-ડે ગુજરાતીની ઓફિસમાં આજે જાણીતા એક્ટર બમન ઈરાનીએ gujaratimidday.com વેબસાઈટ લૉન્ચ કરી. બમન ઈરાનીએ કેક કાપી કરીને વેબસાઈટને લાઈવ કરી. ઉલ્લેખનીય છે કે મૂળ પારસી એવા બમન ઈરાની મીઠડું ગુજરાતી બોલે છે. વેબસાઈટ લૉન્ચ કરવા દરમિયાન બમને કહ્યું,'હું ગુજરાતી ખૂબ ઓછુ વાંચુ છું, પણ સમય મળે ત્યારે ત્યારે મિડ ડે જરૂર વાંચી લઉ છું. જો કે અત્યાર સુધી પેપર માટે રાહ જોવી પડતી હતી, હવે વેબસાઈટ પર હું શૂટિંગ દરમિયાન કે વિદેશમાંથી પણ સમાચારોથી અપડેટ રહી શકીશ.'

  મિડ-ડે ગુજરાતીની ઓફિસમાં આજે જાણીતા એક્ટર બમન ઈરાનીએ gujaratimidday.com વેબસાઈટ લૉન્ચ કરી. બમન ઈરાનીએ કેક કાપી કરીને વેબસાઈટને લાઈવ કરી. ઉલ્લેખનીય છે કે મૂળ પારસી એવા બમન ઈરાની મીઠડું ગુજરાતી બોલે છે. વેબસાઈટ લૉન્ચ કરવા દરમિયાન બમને કહ્યું,'હું ગુજરાતી ખૂબ ઓછુ વાંચુ છું, પણ સમય મળે ત્યારે ત્યારે મિડ ડે જરૂર વાંચી લઉ છું. જો કે અત્યાર સુધી પેપર માટે રાહ જોવી પડતી હતી, હવે વેબસાઈટ પર હું શૂટિંગ દરમિયાન કે વિદેશમાંથી પણ સમાચારોથી અપડેટ રહી શકીશ.'

  1/11
 • શારદા ચિટફંડ મામલે રવિવારે સાંજે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચેલી સીબીઆઇ ઓફિસરોની ટીમને કોલકાતા પોલીસે અટકાવી. આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કમિશ્નરના ઘરે પહોંચ્યા અને તેમણે આ મામલે નારાજગી દર્શાવીને બીજેપી વિરુદ્ધ ધરણા ધરી દીધા. ત્યારબાદ મમતાએ સોમવારે ધરણા સ્થળ પરથી જ પોતાની કેબિનેટ ચલાવી અને એલાન કર્યું કે આ ધરણા 8 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવશે. ત્યારબાદ પણ ચાલશે પણ તે માઇક વગર. મમતાએ કહ્યું કે જીવ આપી દઈશ પણ સમાધાન નહીં કરું.

  શારદા ચિટફંડ મામલે રવિવારે સાંજે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચેલી સીબીઆઇ ઓફિસરોની ટીમને કોલકાતા પોલીસે અટકાવી. આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કમિશ્નરના ઘરે પહોંચ્યા અને તેમણે આ મામલે નારાજગી દર્શાવીને બીજેપી વિરુદ્ધ ધરણા ધરી દીધા. ત્યારબાદ મમતાએ સોમવારે ધરણા સ્થળ પરથી જ પોતાની કેબિનેટ ચલાવી અને એલાન કર્યું કે આ ધરણા 8 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવશે. ત્યારબાદ પણ ચાલશે પણ તે માઇક વગર. મમતાએ કહ્યું કે જીવ આપી દઈશ પણ સમાધાન નહીં કરું.

  2/11
 • મમતા બેનર્જી સામે કેન્દ્રીય રવિશંકર પ્રસાદનો આરોપ, રાજીવકુમાર એવું શું જાણે છે કે મમતા તેમને બચાવે છે.  આ પહેલા શારદા ઘોટાળા કૌભાંડ મામલે તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કોઈ નિવેદન આપ્યું ન હોતું. આખરે રાજીવ કુમાર એવું શું જાણે છે દેશને પણ તેની જાણ હોવી જોઈએ.

  મમતા બેનર્જી સામે કેન્દ્રીય રવિશંકર પ્રસાદનો આરોપ, રાજીવકુમાર એવું શું જાણે છે કે મમતા તેમને બચાવે છે.  આ પહેલા શારદા ઘોટાળા કૌભાંડ મામલે તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કોઈ નિવેદન આપ્યું ન હોતું. આખરે રાજીવ કુમાર એવું શું જાણે છે દેશને પણ તેની જાણ હોવી જોઈએ.

  3/11
 • ભારતીય ક્રિકેટ ટિમના આક્રમક બેટ્સમેન રહેલ વીરેન્દ્ર સહેવાગ ટૂંક સમયમાં જ રાજકારણના મેદાનમાં નવી ઇનિંગની શરૂઆત કરી શકે છે. મળતી માહિતી મુજબ ભાજપ તેને હરિયાણાથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. હરિયાણાની કોઈ એક લોકસભા બેઠક પરથી સેહવાગને ભાજપ ચૂંટણી લડાવી શકે છે.

  ભારતીય ક્રિકેટ ટિમના આક્રમક બેટ્સમેન રહેલ વીરેન્દ્ર સહેવાગ ટૂંક સમયમાં જ રાજકારણના મેદાનમાં નવી ઇનિંગની શરૂઆત કરી શકે છે. મળતી માહિતી મુજબ ભાજપ તેને હરિયાણાથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. હરિયાણાની કોઈ એક લોકસભા બેઠક પરથી સેહવાગને ભાજપ ચૂંટણી લડાવી શકે છે.

  4/11
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના વખાણ કર્યા. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "ભાજપમાં ફક્ત એક નેતામાં દમ છે. મહેરબાની કરીને રાફેલ ડીલ, ખેડૂતોના મુદ્દા અને સંસ્થાઓને બરબાદ કરવા પર પણ ટિપ્પણી કરો." હકીકતમાં ગડકરીએ કહ્યું હતું કે બીજેપી કાર્યકર્તાઓએ પહેલા પોતાના ઘરની જવાબદારીઓ નિભાવવી જોઈએ, કારણકે જે એવું ન કરી શકે તે દેશનું ધ્યાન ન રાખી શકે.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના વખાણ કર્યા. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "ભાજપમાં ફક્ત એક નેતામાં દમ છે. મહેરબાની કરીને રાફેલ ડીલ, ખેડૂતોના મુદ્દા અને સંસ્થાઓને બરબાદ કરવા પર પણ ટિપ્પણી કરો." હકીકતમાં ગડકરીએ કહ્યું હતું કે બીજેપી કાર્યકર્તાઓએ પહેલા પોતાના ઘરની જવાબદારીઓ નિભાવવી જોઈએ, કારણકે જે એવું ન કરી શકે તે દેશનું ધ્યાન ન રાખી શકે.

  5/11
 • સરદાર સરોવર ડેમમાં માછલીઓના મોતની ઘટના સામે આવ્યા બાદ હોબાળો મચ્યો છે. માછલીઓના મોત પછી કરાયેલા બેક્ટોરિયલ ટેસ્ટમાં નર્મદા ડેમનું પાણી નિષ્ફળ રહ્યું છે. પરિણામે નર્મદા ડેમનું પાણી ન પીવા સૂચના આપવામાં આવી છે.

  સરદાર સરોવર ડેમમાં માછલીઓના મોતની ઘટના સામે આવ્યા બાદ હોબાળો મચ્યો છે. માછલીઓના મોત પછી કરાયેલા બેક્ટોરિયલ ટેસ્ટમાં નર્મદા ડેમનું પાણી નિષ્ફળ રહ્યું છે. પરિણામે નર્મદા ડેમનું પાણી ન પીવા સૂચના આપવામાં આવી છે.

  6/11
 • કોંગ્રેસના પરેશ ધાનાણીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષનો માહોલ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધના કારણે પ્રદેશ કોંગ્રેસમાં અસંતોષનો માહોલ સર્જાયો છે.

  કોંગ્રેસના પરેશ ધાનાણીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષનો માહોલ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધના કારણે પ્રદેશ કોંગ્રેસમાં અસંતોષનો માહોલ સર્જાયો છે.

  7/11
 • હાલના સમયમાં વેબસિરીઝ લોકપ્રિય થઈ રહી છે. નેટફ્લિક્સ પર આવેલી 'સેક્રેડ ગેમ્સ' હિટ થયા બાદ વેબસિરીઝનો આખો સિનારિયો ચેન્જ થયો છે. દર્શકો પણ હવે વેબસિરીઝ જોઈ રહ્યા છે, સ્વીકારી રહ્યા છે. ત્યારે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ હવે વેબસિરીઝ બની રહી છે. 'ફ્રેન્ડઝોન' નામની આ વેબ સિરીઝ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે.

  હાલના સમયમાં વેબસિરીઝ લોકપ્રિય થઈ રહી છે. નેટફ્લિક્સ પર આવેલી 'સેક્રેડ ગેમ્સ' હિટ થયા બાદ વેબસિરીઝનો આખો સિનારિયો ચેન્જ થયો છે. દર્શકો પણ હવે વેબસિરીઝ જોઈ રહ્યા છે, સ્વીકારી રહ્યા છે. ત્યારે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ હવે વેબસિરીઝ બની રહી છે. 'ફ્રેન્ડઝોન' નામની આ વેબ સિરીઝ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે.

  8/11
 • રેકોર્ડબ્રેક ગરમી બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ભયાનક પૂર આવ્યું છે. ભારે વરસાદ અને વરસાદને કારણે આવેલા પૂરને લીધે ઉત્તર-પૂર્વ ઓસ્ટ્રેલિયાનો કેટલોક ભાગ પાણીમાં છે. સ્થિતિ એટલી ગંભીર છે કે રાહત અને બચાવ કાર્ય માટે સૈન્યની મદદ લેવાઈ રહી છે. નદીઓના પાણી રોડ પર વહી રહ્યા છે, પરિણામે રોડ પર મગર જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાતોએ આ પૂરને સદીનું સૌથી ભયાનક પૂર ગણાવ્યું છે.

  રેકોર્ડબ્રેક ગરમી બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ભયાનક પૂર આવ્યું છે. ભારે વરસાદ અને વરસાદને કારણે આવેલા પૂરને લીધે ઉત્તર-પૂર્વ ઓસ્ટ્રેલિયાનો કેટલોક ભાગ પાણીમાં છે. સ્થિતિ એટલી ગંભીર છે કે રાહત અને બચાવ કાર્ય માટે સૈન્યની મદદ લેવાઈ રહી છે. નદીઓના પાણી રોડ પર વહી રહ્યા છે, પરિણામે રોડ પર મગર જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાતોએ આ પૂરને સદીનું સૌથી ભયાનક પૂર ગણાવ્યું છે.

  9/11
 • શ્રીલંકાના ક્રિકેટર એન્જેલો પરેરાએ એવું કામ કરીને બતાવ્યું છે કે જે દુનિયાના મોટા-મોટા ક્રિકેટર્સ પણ નથી કરી શક્યા. એન્જેલો પરેારએ જે ઉપલબ્ધિઓ હાંસલ કરી છે તે તેમના પહેલા દુનિયામાં ફક્ત એક જ વ્યક્તિ કરી શક્યો હતો. એન્જેલો પરેરાએ એક મેચમાં બે-બે ડબલ સદી મારવાની કમાલ કરી છે. લગભગ બસો વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં આવું ફક્ત બીજીવાર થયું છે. એન્જેલો પરેરાએ આ કારનામું નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ અને સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબની વચ્ચે રમવામાં આવેલી ચાર દિવસની મેચમાં કરી બતાવ્યું.

  શ્રીલંકાના ક્રિકેટર એન્જેલો પરેરાએ એવું કામ કરીને બતાવ્યું છે કે જે દુનિયાના મોટા-મોટા ક્રિકેટર્સ પણ નથી કરી શક્યા. એન્જેલો પરેારએ જે ઉપલબ્ધિઓ હાંસલ કરી છે તે તેમના પહેલા દુનિયામાં ફક્ત એક જ વ્યક્તિ કરી શક્યો હતો. એન્જેલો પરેરાએ એક મેચમાં બે-બે ડબલ સદી મારવાની કમાલ કરી છે. લગભગ બસો વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં આવું ફક્ત બીજીવાર થયું છે. એન્જેલો પરેરાએ આ કારનામું નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ અને સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબની વચ્ચે રમવામાં આવેલી ચાર દિવસની મેચમાં કરી બતાવ્યું.

  10/11
 • રણજી ટ્રોફીની ફાઈનલ નાગપુરમાં ચાલી રહી છે. અત્યાર સુધી જબરજસ્ત ફોર્મમાં રહેલી સૌરાષ્ટ્રની ટીમ માટે ફાઈનલની શરૂઆત થોડી મુશ્કેલ રહી. પહેલી ઈનિંગમાં વિદર્ભના 312 રન સામે જવાબમાં બેટિંગમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.

  રણજી ટ્રોફીની ફાઈનલ નાગપુરમાં ચાલી રહી છે. અત્યાર સુધી જબરજસ્ત ફોર્મમાં રહેલી સૌરાષ્ટ્રની ટીમ માટે ફાઈનલની શરૂઆત થોડી મુશ્કેલ રહી. પહેલી ઈનિંગમાં વિદર્ભના 312 રન સામે જવાબમાં બેટિંગમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK