વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Feb 01, 2019, 19:56 IST
 • મોદી સરકારના વચગાળાના બજેટથી ટેક્સ પેયર્સને ખૂબ જ આશાઓ હતી. આ આશાઓ પૂર્ણ કરતા નાણા પ્રધાન પીયૂષ ગોયલે વચગાળાના બજેટમાં સામાન્ય લોકોને રાહત આપતા ટેક્સ છૂટની મર્યાદા 5 લાખ સુધી વધારી છે.

  મોદી સરકારના વચગાળાના બજેટથી ટેક્સ પેયર્સને ખૂબ જ આશાઓ હતી. આ આશાઓ પૂર્ણ કરતા નાણા પ્રધાન પીયૂષ ગોયલે વચગાળાના બજેટમાં સામાન્ય લોકોને રાહત આપતા ટેક્સ છૂટની મર્યાદા 5 લાખ સુધી વધારી છે.

  1/10
 • કેન્દ્ર સરકારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં 12 કરોડ ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે 6000 રૂપિયા પ્રતિ વર્ષ બેંકખાતામાં આપવાનું એલાન કર્યું. સાથે શ્રમિકો માટે પેન્શન યોજના પણ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

  કેન્દ્ર સરકારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં 12 કરોડ ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે 6000 રૂપિયા પ્રતિ વર્ષ બેંકખાતામાં આપવાનું એલાન કર્યું. સાથે શ્રમિકો માટે પેન્શન યોજના પણ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

  2/10
 • બજેટને લઈને વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બજેટમાં ખેડૂતો માટે જાહેર કરાયેલી રાહતને મજાક સમાન ગણાવી તો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સવાલ કર્યો કે જે સરકાર આગામી ટર્મમાં ચૂંટાશે કે નહી તે નક્કી નથી તે સરકાર દસ વર્ષનું વિઝન કઈ રીતે રજૂ કરી શકે?

  બજેટને લઈને વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બજેટમાં ખેડૂતો માટે જાહેર કરાયેલી રાહતને મજાક સમાન ગણાવી તો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સવાલ કર્યો કે જે સરકાર આગામી ટર્મમાં ચૂંટાશે કે નહી તે નક્કી નથી તે સરકાર દસ વર્ષનું વિઝન કઈ રીતે રજૂ કરી શકે?

  3/10
 • પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું. વડાપ્રધાને કહ્યું આ બજેટમાં તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને ટેક્સમાં મળેલી છૂટ માટે વધામણી આપું છું.

  પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું. વડાપ્રધાને કહ્યું આ બજેટમાં તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને ટેક્સમાં મળેલી છૂટ માટે વધામણી આપું છું.

  4/10
 • કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધાવ્યું અને તેને સર્વગ્રાહી ગણાવ્યું છે. તો ગુજરાત કોંગ્રેસે બજેટ 2019ને મોદી સરકારના વધુ એક જુમલા જેવુ ગણાવ્યું.

  કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધાવ્યું અને તેને સર્વગ્રાહી ગણાવ્યું છે. તો ગુજરાત કોંગ્રેસે બજેટ 2019ને મોદી સરકારના વધુ એક જુમલા જેવુ ગણાવ્યું.

  5/10
 • સીબીઆઇમાં નવા ડાયરેક્ટરની નિયુક્તિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સિલેક્શન કમિટીની મીટિંગ આજે થવાની હતી. પરંતુ આ મીટિંગ હવે સોમવારે થશે આ પેનલની આ બીજી મીટિંગ છે. પેનલના સભ્યોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ છે. 

  સીબીઆઇમાં નવા ડાયરેક્ટરની નિયુક્તિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સિલેક્શન કમિટીની મીટિંગ આજે થવાની હતી. પરંતુ આ મીટિંગ હવે સોમવારે થશે આ પેનલની આ બીજી મીટિંગ છે. પેનલના સભ્યોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ છે. 

  6/10
 •  રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. ચર્ચા એવી છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. અને અલ્પેશ ઠાકોરને હાથનો સાથ છોડીને ભાજપમાં જતા રોકવા માટે કોંગ્રેસે મોવડીમંડળમાંથી કેટલાક લોકોને જવાદારી સોંપી છે. જો કે આ વાતનો ગુજરાત કોંગ્રેસે ઈન્કાર કર્યો છે.

   રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. ચર્ચા એવી છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. અને અલ્પેશ ઠાકોરને હાથનો સાથ છોડીને ભાજપમાં જતા રોકવા માટે કોંગ્રેસે મોવડીમંડળમાંથી કેટલાક લોકોને જવાદારી સોંપી છે. જો કે આ વાતનો ગુજરાત કોંગ્રેસે ઈન્કાર કર્યો છે.

  7/10
 • વિશ્વ હિંદૂ પરિષદની ધર્મ સંસદના બીજા દિવસનું અંતિમ સત્ર હંગામાની ભેટ ચડી ગયું. અયોધ્યામાં રામ મંદિરને લઈને મોદી સરકારના નિર્ણય પર ચાલવાના પ્રસ્તાવ પર મહોર લાગ્યા બાદ અંતિમ સત્રમાં મોહન ભાગવત સંબોધન કરી રહ્યા હતા. જે સંબોધન પૂર્ણ થતા હંગામો થઈ ગયો.

  વિશ્વ હિંદૂ પરિષદની ધર્મ સંસદના બીજા દિવસનું અંતિમ સત્ર હંગામાની ભેટ ચડી ગયું. અયોધ્યામાં રામ મંદિરને લઈને મોદી સરકારના નિર્ણય પર ચાલવાના પ્રસ્તાવ પર મહોર લાગ્યા બાદ અંતિમ સત્રમાં મોહન ભાગવત સંબોધન કરી રહ્યા હતા. જે સંબોધન પૂર્ણ થતા હંગામો થઈ ગયો.

  8/10
 • અમેરિકન સેનાએ સોમાલિયામાં આતંકવાદી સ્થળો પર કર્યા હવાઈ હુમલાઓ કર્યા છે. જેમાં અલ-શબ આતંકવાદી સંગઠનના 24 આતંકવાદીઓએને ઠાર મરાયા છે. અલ-શબ નામાંકિત આતંકવાદી સંગઠન છે. જેણે સમગ્ર વિશ્વમાં માત્ર હિંસા ફેલાવી છે.

  અમેરિકન સેનાએ સોમાલિયામાં આતંકવાદી સ્થળો પર કર્યા હવાઈ હુમલાઓ કર્યા છે. જેમાં અલ-શબ આતંકવાદી સંગઠનના 24 આતંકવાદીઓએને ઠાર મરાયા છે. અલ-શબ નામાંકિત આતંકવાદી સંગઠન છે. જેણે સમગ્ર વિશ્વમાં માત્ર હિંસા ફેલાવી છે.

  9/10
 •  ન્યુઝીલેન્ડ વુમન્સ ટીમ સામે ભારતીય વુમન ટીમનો 8 વિકેટે હાર થઈ છે. જો કે સિરીઝ ભારતીય વુમન ટીમના નામે રહી છે. ભારતે આ સિરીઝ 2-1થી જીતી લીધી. હેમિલ્ટન ખાતે રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતીય વુમન ટીમ માત્ર 149 રન બનાવી શકી હતી અને ઓલઆઉટ થઈ હતી.

   ન્યુઝીલેન્ડ વુમન્સ ટીમ સામે ભારતીય વુમન ટીમનો 8 વિકેટે હાર થઈ છે. જો કે સિરીઝ ભારતીય વુમન ટીમના નામે રહી છે. ભારતે આ સિરીઝ 2-1થી જીતી લીધી. હેમિલ્ટન ખાતે રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતીય વુમન ટીમ માત્ર 149 રન બનાવી શકી હતી અને ઓલઆઉટ થઈ હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK