રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 18, 2019, 20:04 IST | Vikas Kalal
 •  Confederation of Real Estate Developers’ Associations of India એટલે કે ક્રેડાઈએ શહીદ જવાનોના પરિવારનોને ઘર આપવાની જાહેરાત કરી છે. ક્રેડાઈના અધ્યક્ષ જક્ષય શાહે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. જક્ષય શાહે ટ્વિટમાં લખ્યું છે, 'આપણા બહાદુર જવાનો જેમણે આપણી સુરક્ષા માટે પોતાના જીવ ખોયાં છે, તેમના પરિવારજનોને ક્રેડાઇ 2 BHK (2 બેડરૂમ હોલ કિચનના ફ્લેટ્સ)નું દાન આપશે.'

   Confederation of Real Estate Developers’ Associations of India એટલે કે ક્રેડાઈએ શહીદ જવાનોના પરિવારનોને ઘર આપવાની જાહેરાત કરી છે. ક્રેડાઈના અધ્યક્ષ જક્ષય શાહે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. જક્ષય શાહે ટ્વિટમાં લખ્યું છે, 'આપણા બહાદુર જવાનો જેમણે આપણી સુરક્ષા માટે પોતાના જીવ ખોયાં છે, તેમના પરિવારજનોને ક્રેડાઇ 2 BHK (2 બેડરૂમ હોલ કિચનના ફ્લેટ્સ)નું દાન આપશે.'

  1/10
 • મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે યુતિ લગભગ નક્કી છે. વાત વિધાનસભામાં મુખ્ય પ્રધાનનું પદ કોને મળશે એના પર અટકી પડી છે. ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ૫૦:૫૦ની ફૉમ્યુર્લાથી ચૂંટણી લડવામાં આવશે. મુખ્ય પ્રધાનપદ માટે ભાજપ તરફથી શિવસેનાને અઢી-અઢી વર્ષની ફૉમ્યુર્લા આપવામાં આવી છે.

  મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે યુતિ લગભગ નક્કી છે. વાત વિધાનસભામાં મુખ્ય પ્રધાનનું પદ કોને મળશે એના પર અટકી પડી છે. ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ૫૦:૫૦ની ફૉમ્યુર્લાથી ચૂંટણી લડવામાં આવશે. મુખ્ય પ્રધાનપદ માટે ભાજપ તરફથી શિવસેનાને અઢી-અઢી વર્ષની ફૉમ્યુર્લા આપવામાં આવી છે.

  2/10
 • શિવસેના-ભાજપ વચ્ચે યુતિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારે ગઈ કાલે નારાયણ રાણેએ આગામી લોકસભાની ચૂંટણીમાં ‘એકલા ચલો’નો નારો આપતાં રત્નાગિરિ-સિંધુદુર્ગની સંસદીય સીટ પરથી પોતાના પુત્રનીલેશ રાણેની ઉમેદવારીની જાહેરાત કરી હતી.

  શિવસેના-ભાજપ વચ્ચે યુતિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારે ગઈ કાલે નારાયણ રાણેએ આગામી લોકસભાની ચૂંટણીમાં ‘એકલા ચલો’નો નારો આપતાં રત્નાગિરિ-સિંધુદુર્ગની સંસદીય સીટ પરથી પોતાના પુત્રનીલેશ રાણેની ઉમેદવારીની જાહેરાત કરી હતી.

  3/10
 • બંધારણની કલમ 370 હટાવવાની માંગણી સાથે ત્રિરંગા ગર્લ તંઝીમ મેરાણી છેલ્લા 2 દિવસથી ઉપવાસ પર છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક પાસે આ માંગણીને લઇને તંઝીમ ઉપવાસ પર બેઠી છે. સાથે ધ્રુવ પટેલ પણ તેના સમર્થનમાં તેની સાથે ઉપવાસ પર બેઠો છે.

  બંધારણની કલમ 370 હટાવવાની માંગણી સાથે ત્રિરંગા ગર્લ તંઝીમ મેરાણી છેલ્લા 2 દિવસથી ઉપવાસ પર છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક પાસે આ માંગણીને લઇને તંઝીમ ઉપવાસ પર બેઠી છે. સાથે ધ્રુવ પટેલ પણ તેના સમર્થનમાં તેની સાથે ઉપવાસ પર બેઠો છે.

  4/10
 • ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) પાસેથી મળેલા ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ, મુખ્ય સચિવ જે એન સીંગ, ATS ચીફ હિમાંશુ શુક્લા, પોલીસ વડા શિવાનંદ ઝા, IB ચીફ એ.બી. બ્રહ્મભટ્ટ, સીએમના સલાહકાર કે કૈલાસનાથ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

  ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) પાસેથી મળેલા ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ, મુખ્ય સચિવ જે એન સીંગ, ATS ચીફ હિમાંશુ શુક્લા, પોલીસ વડા શિવાનંદ ઝા, IB ચીફ એ.બી. બ્રહ્મભટ્ટ, સીએમના સલાહકાર કે કૈલાસનાથ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

  5/10
 • કચ્છમાં શિયાળામાં ફ્લેમિંગો સહિત અનેક વિદેશી પક્ષીઓ આવતા હોય છે. તેવામાં સોમવારે કચ્છ ખાતે એક ચીની કબુતર જોવા મળ્યું હતું. ચીની કબુતરના સમાચાર મળતાંની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને દોડતી થઇ હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ કબૂતરોનો ચીનમાં બર્ડ રેસિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ સિવાય બીજું કશું શંકાસ્પદ આ મામલે સામે આવ્યું નથી.

  કચ્છમાં શિયાળામાં ફ્લેમિંગો સહિત અનેક વિદેશી પક્ષીઓ આવતા હોય છે. તેવામાં સોમવારે કચ્છ ખાતે એક ચીની કબુતર જોવા મળ્યું હતું. ચીની કબુતરના સમાચાર મળતાંની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને દોડતી થઇ હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ કબૂતરોનો ચીનમાં બર્ડ રેસિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ સિવાય બીજું કશું શંકાસ્પદ આ મામલે સામે આવ્યું નથી.

  6/10
 • અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષે બજેટચર્ચામાં સમય ન આપવા મુદ્દે દેખાવો કર્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે બજેટ ચર્ચામાં પ્રજાલક્ષી ચર્ચા કરવા માટે મેયરે સમય ન આપ્યો. મહિલા મેયરની સરખામણી ગધેડા સાથે કરીને શહેરના પ્રથમ નાગરિક અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેયર બીજલ પટેલે કહ્યું કે કોંગ્રેસે મહિલાઓનું અપમાન કર્યું છે.

  અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષે બજેટચર્ચામાં સમય ન આપવા મુદ્દે દેખાવો કર્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે બજેટ ચર્ચામાં પ્રજાલક્ષી ચર્ચા કરવા માટે મેયરે સમય ન આપ્યો. મહિલા મેયરની સરખામણી ગધેડા સાથે કરીને શહેરના પ્રથમ નાગરિક અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેયર બીજલ પટેલે કહ્યું કે કોંગ્રેસે મહિલાઓનું અપમાન કર્યું છે.

  7/10
 • ગુજરાત પોલીસે ભાજયના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા મામલે તપાસ કરતાં બે શાર્પ શૂટરની ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ આ બન્ને શાર્પ શૂટર હત્યા બાદ પોતાનો બચાવ કરવા જુદા જુદા વિસ્તારોમાં ગયા. આ બન્ને શાર્પ શૂટર્સ કુંભમાં પણ છુપાયા હતા.

  ગુજરાત પોલીસે ભાજયના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા મામલે તપાસ કરતાં બે શાર્પ શૂટરની ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ આ બન્ને શાર્પ શૂટર હત્યા બાદ પોતાનો બચાવ કરવા જુદા જુદા વિસ્તારોમાં ગયા. આ બન્ને શાર્પ શૂટર્સ કુંભમાં પણ છુપાયા હતા.

  8/10
 • ભાજપના ઓમ માથુર હાલ લોકસભા સીટોમાં આવનાર વિધાનસભાની સીટો માટે ગુજરાતના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે મોદી વડાપ્રધાન બન્યા બાદ 2017ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કઇં ખાસ કરી શક્યું ન હતું. ત્યારે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો જીત્યા બાદ ફરી 2019માં પણ આ રેકોર્ડ જાળવી રાખવા માટે ઓમ માથુરે કવાયત હાથ ધરી છે.

  ભાજપના ઓમ માથુર હાલ લોકસભા સીટોમાં આવનાર વિધાનસભાની સીટો માટે ગુજરાતના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે મોદી વડાપ્રધાન બન્યા બાદ 2017ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કઇં ખાસ કરી શક્યું ન હતું. ત્યારે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો જીત્યા બાદ ફરી 2019માં પણ આ રેકોર્ડ જાળવી રાખવા માટે ઓમ માથુરે કવાયત હાથ ધરી છે.

  9/10
 •  બ્રિટને ફરી એકવાર ફેસબુક પર ડેટા પ્રાઈવસી કાયદાનાં ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે. બ્રિટનની ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ફેસબુક ડેટા પ્રાઈવસીના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યું છે આ વાત બહાર આવી છે. ફેસબુક દ્વારા આપવામાં આવેલી સુવિધાઓને કારણે પ્રાઈવસીના પ્રશ્નો ઉભા થતા હોવાનું આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

   બ્રિટને ફરી એકવાર ફેસબુક પર ડેટા પ્રાઈવસી કાયદાનાં ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે. બ્રિટનની ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ફેસબુક ડેટા પ્રાઈવસીના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યું છે આ વાત બહાર આવી છે. ફેસબુક દ્વારા આપવામાં આવેલી સુવિધાઓને કારણે પ્રાઈવસીના પ્રશ્નો ઉભા થતા હોવાનું આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK