રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 15, 2019, 20:02 IST | Vikas Kalal
 •  ફરી એક વાર ઘાટીમાં આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. પુલવામાના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર જૈશ-એ- મોહમ્મદના આતંકી સંગઠને હુમલો કર્યો હતો. ગોળીઓના વરસાદ સાથે IED વિસ્ફોટ પણ કરવામાં આવ્યો. જેમાં 30 જવાનો શહીદ થયા છે જ્યારે 45 ગંભીર રીતે ઘાયલ થયા છે.

   ફરી એક વાર ઘાટીમાં આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. પુલવામાના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર જૈશ-એ- મોહમ્મદના આતંકી સંગઠને હુમલો કર્યો હતો. ગોળીઓના વરસાદ સાથે IED વિસ્ફોટ પણ કરવામાં આવ્યો. જેમાં 30 જવાનો શહીદ થયા છે જ્યારે 45 ગંભીર રીતે ઘાયલ થયા છે.

  1/10
 • જમ્મુ કશ્મીરના પુલવામામાં ગુરુવારે મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં CRPFના 30 જવાનો શહીદ થયા હતા. હુમલા બાદ રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવવાની પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ હુમલા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સુરજેવાલાએ ઉરી, પઠાણકોટ, પુલવામાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.

  જમ્મુ કશ્મીરના પુલવામામાં ગુરુવારે મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં CRPFના 30 જવાનો શહીદ થયા હતા. હુમલા બાદ રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવવાની પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ હુમલા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સુરજેવાલાએ ઉરી, પઠાણકોટ, પુલવામાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.

  2/10
 • શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર ગોરીપોરા વિસ્તારમાં આજે જૈશ-એ-મોહમ્મદે કરેલા હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ હુમલાને ઉરીથી પણ મોટો આત્મઘાતી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી હુમલાની નિંદા કરી છે અને શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. 

  શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર ગોરીપોરા વિસ્તારમાં આજે જૈશ-એ-મોહમ્મદે કરેલા હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ હુમલાને ઉરીથી પણ મોટો આત્મઘાતી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી હુમલાની નિંદા કરી છે અને શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. 

  3/10
 • જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલાની તપાસ માટે NIAની ખાસ ટીમની રચના કરવામાં આવી છે. 12 સભ્યોની આ ટીમ હુમલાની તપાસ કરશે. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ગૃહમંત્રી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

  જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલાની તપાસ માટે NIAની ખાસ ટીમની રચના કરવામાં આવી છે. 12 સભ્યોની આ ટીમ હુમલાની તપાસ કરશે. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ગૃહમંત્રી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

  4/10
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના ધરમપુરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. રાહુલ ગાંધીએ કોંગ્રેસના જનાક્રોશ રેલીમાં નોટબંધી અને રાફેલના મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું કે ફ્રાંસમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ચોકીદાર પણ ચોર છે. રાહુલે રાફેલ મામલે પણ મોદીને ઘેર્યા હતા.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના ધરમપુરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. રાહુલ ગાંધીએ કોંગ્રેસના જનાક્રોશ રેલીમાં નોટબંધી અને રાફેલના મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું કે ફ્રાંસમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ચોકીદાર પણ ચોર છે. રાહુલે રાફેલ મામલે પણ મોદીને ઘેર્યા હતા.

  5/10
 • સુરતના અડાજણ વિસ્તારમાં આજે શહેરની 15 જેટલી અલગ-અલગ શાળીઓના 10 હજાર વિદ્યાર્થીઓએ આજે એવી પ્રતિજ્ઞા લીધી કે તેઓ માતા-પિતાની પરવાનગી વગર લગ્ન નહીં કરે. આ ઉપરાંત તેઓ આ દુનિયાના તમામ લોકો, સંબંધીઓ અને મિત્રોને પ્રેમ કરશે. વિદ્યાર્થીઓમાં પણ આ કાર્યક્રમને લઇને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

  સુરતના અડાજણ વિસ્તારમાં આજે શહેરની 15 જેટલી અલગ-અલગ શાળીઓના 10 હજાર વિદ્યાર્થીઓએ આજે એવી પ્રતિજ્ઞા લીધી કે તેઓ માતા-પિતાની પરવાનગી વગર લગ્ન નહીં કરે. આ ઉપરાંત તેઓ આ દુનિયાના તમામ લોકો, સંબંધીઓ અને મિત્રોને પ્રેમ કરશે. વિદ્યાર્થીઓમાં પણ આ કાર્યક્રમને લઇને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

  6/10
 •  વડોદરામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 100 સ્કૂલોમાં સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા. આ શાળાઓમાં ભણતી વિદ્યાર્થિનીઓ હવે મફતમાં સેનેટરી પેડ મેળવી શકશે. આ સાથે ઈનસીનરેટર મશીન પણ મુકવામાં આવ્યું છે. જેની મદદથી વપરાયેલા પેડનો વૈજ્ઞાનિક રીતે નાશ કરી શકાશે.

   વડોદરામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 100 સ્કૂલોમાં સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા. આ શાળાઓમાં ભણતી વિદ્યાર્થિનીઓ હવે મફતમાં સેનેટરી પેડ મેળવી શકશે. આ સાથે ઈનસીનરેટર મશીન પણ મુકવામાં આવ્યું છે. જેની મદદથી વપરાયેલા પેડનો વૈજ્ઞાનિક રીતે નાશ કરી શકાશે.

  7/10
 • એકતરફ પ્રેમી પંખીડાઓ પ્રેમના દિવસને ઉજવી રહ્યા છે. તો બીજી તરફ બજરંગ દળ જેવા સંગઠનો સંસ્કૃતિ સાચવવાની વાતો કરી રહ્યા છે. જો કે વેલેન્ટાઈન ડે પર રાજકીય રંગ પણ ચડી ચૂક્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા શશિ થરૂરે વેલેન્ટાઈન ડેને લઈ સંઘ પર પ્રહાર કર્યા હતા.

  એકતરફ પ્રેમી પંખીડાઓ પ્રેમના દિવસને ઉજવી રહ્યા છે. તો બીજી તરફ બજરંગ દળ જેવા સંગઠનો સંસ્કૃતિ સાચવવાની વાતો કરી રહ્યા છે. જો કે વેલેન્ટાઈન ડે પર રાજકીય રંગ પણ ચડી ચૂક્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા શશિ થરૂરે વેલેન્ટાઈન ડેને લઈ સંઘ પર પ્રહાર કર્યા હતા.

  8/10
 •  વેલેન્ટાઇન્સ ડે પર કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે અને તે ના પાડી દે એવું ભાગ્યે જ બને છે. એવું જ કંઇક થયું છે બોલિવુડ સ્ટાર્સ ટાઇગર શ્રોફ અને દિશા પટ્ટણી સાથે. હા, ટાઇગર અને દિશાએ પોતાની રિલેશનશીપને ઓફિશિયલ કરી દીધી છે અને એકબીજાને રિંગ પણ પહેરાવી દીધી છે.

   વેલેન્ટાઇન્સ ડે પર કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે અને તે ના પાડી દે એવું ભાગ્યે જ બને છે. એવું જ કંઇક થયું છે બોલિવુડ સ્ટાર્સ ટાઇગર શ્રોફ અને દિશા પટ્ટણી સાથે. હા, ટાઇગર અને દિશાએ પોતાની રિલેશનશીપને ઓફિશિયલ કરી દીધી છે અને એકબીજાને રિંગ પણ પહેરાવી દીધી છે.

  9/10
 • વર્લ્ડ કપનું કાઉન્ડ ડાઉન શરુ થઈ ગયું છે ત્યારે શ્રીલંકાએ પણ જોર બતાવ્યું છે. શ્રીલંકન ટીમે સાઉથ આફ્રિકાને પ્રથમ ટેસ્ટમાં 235 રનમાં ઓલઆઉટ કર્યું છે. વિશ્વા ફર્નાંડો અને કસુન રજીધાની ઘાતક બોલિંગના કારણે સાઉથ આફ્રિકા માત્ર 235 રનમાં સમેટાયું હતું. વિશ્વા ફર્નાંડોએ 4 વિકેટ જ્યારે રજીધાનીએ 3 વિકેટ ઝડપી હતી.

  વર્લ્ડ કપનું કાઉન્ડ ડાઉન શરુ થઈ ગયું છે ત્યારે શ્રીલંકાએ પણ જોર બતાવ્યું છે. શ્રીલંકન ટીમે સાઉથ આફ્રિકાને પ્રથમ ટેસ્ટમાં 235 રનમાં ઓલઆઉટ કર્યું છે. વિશ્વા ફર્નાંડો અને કસુન રજીધાની ઘાતક બોલિંગના કારણે સાઉથ આફ્રિકા માત્ર 235 રનમાં સમેટાયું હતું. વિશ્વા ફર્નાંડોએ 4 વિકેટ જ્યારે રજીધાનીએ 3 વિકેટ ઝડપી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK