રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 12, 2019, 19:59 IST | Vikas Kalal
 • કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ એકવાર ફરી બ્લોગ લખીને કોંગ્રેસ પર હુમલો કર્યો છે. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું કે આખરે એક ડૂબી રહેલા રાજવંશને બચાવવા માટે કેટલા જૂઠાણાઓ બોલવા પડશે? તેમણે કહ્યું કે વિશ્વના મોટાભાગના લોકતંત્રોમાં જે લોકો અસત્યના સહારે આગળ વધવાનો પ્રયાસ કરે છે, તેઓ પોતે સામાજિક જીવનમાંથી ગાયબ થઈ જાય છે. જેટલીએ કહ્યું કે તેમાં કોઈ બેમત નથી કે આપણા બદલાતા સામાજિક-આર્થિક પરિવેશમાં ભારતમાં પણ આવું જ થશે.

  કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ એકવાર ફરી બ્લોગ લખીને કોંગ્રેસ પર હુમલો કર્યો છે. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું કે આખરે એક ડૂબી રહેલા રાજવંશને બચાવવા માટે કેટલા જૂઠાણાઓ બોલવા પડશે? તેમણે કહ્યું કે વિશ્વના મોટાભાગના લોકતંત્રોમાં જે લોકો અસત્યના સહારે આગળ વધવાનો પ્રયાસ કરે છે, તેઓ પોતે સામાજિક જીવનમાંથી ગાયબ થઈ જાય છે. જેટલીએ કહ્યું કે તેમાં કોઈ બેમત નથી કે આપણા બદલાતા સામાજિક-આર્થિક પરિવેશમાં ભારતમાં પણ આવું જ થશે.

  1/10
 • ત્રિપુરાના મંત્રી મનોજ કાંતિ દેવ એક મહિલા મંત્રી સંતના ચકમાને કથિત રીતે અસભ્ય રીતે સ્પર્શ કર્યું હતુ. વિપક્ષી પાર્ટીએ આ મામલે કાર્રવાઈની માંગ કરી હતી. ત્રિપુરામાં વડાપ્રધાન મોદી આ સ્ટેજ પર હતા જેમાં મંત્રી મનોજ કાંતિ  મહિલા પ્રધાને અસભ્ય રીતે સ્પર્શ કરતા જોવા મળી રહ્યાં છે. આ મામલે ભારે વિરોધ થયો હતો અને મનોજ કાંતિનું રાજીનામું માગ્યું હતું.

  ત્રિપુરાના મંત્રી મનોજ કાંતિ દેવ એક મહિલા મંત્રી સંતના ચકમાને કથિત રીતે અસભ્ય રીતે સ્પર્શ કર્યું હતુ. વિપક્ષી પાર્ટીએ આ મામલે કાર્રવાઈની માંગ કરી હતી. ત્રિપુરામાં વડાપ્રધાન મોદી આ સ્ટેજ પર હતા જેમાં મંત્રી મનોજ કાંતિ  મહિલા પ્રધાને અસભ્ય રીતે સ્પર્શ કરતા જોવા મળી રહ્યાં છે. આ મામલે ભારે વિરોધ થયો હતો અને મનોજ કાંતિનું રાજીનામું માગ્યું હતું.

  2/10
 • ફેલ ડીલને લઈને મોદી સરકાર પર રાહુલ ગાંધી સતત હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને કહ્યું કે રાફેલ ડીલમાં એક ઈમેઈલ સામે આવ્યો છે, જે અંતર્ગત વિદેશ સચિવ અને AHL પહેલા અનિલ અંબાણીને ડીલની માહિતી હતી તે સાબિત થાય છે.

  ફેલ ડીલને લઈને મોદી સરકાર પર રાહુલ ગાંધી સતત હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને કહ્યું કે રાફેલ ડીલમાં એક ઈમેઈલ સામે આવ્યો છે, જે અંતર્ગત વિદેશ સચિવ અને AHL પહેલા અનિલ અંબાણીને ડીલની માહિતી હતી તે સાબિત થાય છે.

  3/10
 • દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગના મામલે કલમ 304 અને 308 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હોટલ અર્પિત પેલેસમાં ગઈકાલે મોડી રાતે આગ લાગી હતી, જેમાં 17 લોકોનાં મોત થયાં હતાં. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી. જો કે બપોરે ફરી હોટેલના બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતા લોકો દોડતા થઈ ગયા હતા.

  દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગના મામલે કલમ 304 અને 308 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હોટલ અર્પિત પેલેસમાં ગઈકાલે મોડી રાતે આગ લાગી હતી, જેમાં 17 લોકોનાં મોત થયાં હતાં. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી. જો કે બપોરે ફરી હોટેલના બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતા લોકો દોડતા થઈ ગયા હતા.

  4/10
 • સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ સરકાર પર અતિશય ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રયાગરાજમાં અલાહાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘ શપથગ્રહણ સમારોહમાં જવાની તૈયારીમાં લખનઉ એરપોર્ટ પહોંચેલા અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે કે મને પ્રયાગરાજ જતો રોકવામાં આવ્યો છે. મારી ફ્લાઇટ અટકાવવામાં આવી છે. અખિલેશ યાદવે કહ્યું કે સરકાર એટલી ડરે છે કે મને લખનઉ એરપોર્ટ પર જ અટકાવી દીધો હતો

  સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ સરકાર પર અતિશય ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રયાગરાજમાં અલાહાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘ શપથગ્રહણ સમારોહમાં જવાની તૈયારીમાં લખનઉ એરપોર્ટ પહોંચેલા અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે કે મને પ્રયાગરાજ જતો રોકવામાં આવ્યો છે. મારી ફ્લાઇટ અટકાવવામાં આવી છે. અખિલેશ યાદવે કહ્યું કે સરકાર એટલી ડરે છે કે મને લખનઉ એરપોર્ટ પર જ અટકાવી દીધો હતો

  5/10
 • દિલ્હીની JNUમાં આપેલા ભાષણ અને રાજકીય એક્ટિવિટીના કારણે ચર્ચામાં આવેલો કન્હૈયા કુમાર કાલે રાજકોટ આવી રહ્યો છે.તે રાજકોટમાં રેલી પછી સભાને સંબોધશે. રાજકોટના હોસ્પિટલ ચોકથી શરૂ થશે પરંતુ સભાસ્થળ માટે હજુ કોઈ પણ જગ્યા ફાળવવામાં આવી નથી. સૂત્રો અનુસાર કન્હૈયા કુમારની સભા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ શકે છે.

  દિલ્હીની JNUમાં આપેલા ભાષણ અને રાજકીય એક્ટિવિટીના કારણે ચર્ચામાં આવેલો કન્હૈયા કુમાર કાલે રાજકોટ આવી રહ્યો છે.તે રાજકોટમાં રેલી પછી સભાને સંબોધશે. રાજકોટના હોસ્પિટલ ચોકથી શરૂ થશે પરંતુ સભાસ્થળ માટે હજુ કોઈ પણ જગ્યા ફાળવવામાં આવી નથી. સૂત્રો અનુસાર કન્હૈયા કુમારની સભા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ શકે છે.

  6/10
 • રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઈન ફ્લૂના કારણે મોતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જે મામલે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે અને સોમવાર સુધીમાં 23 જિલ્લાઓમાં આઈસોલેશન વૉર્ડ શરૂ કરવા આદેશ આપ્યા છે.

  રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઈન ફ્લૂના કારણે મોતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જે મામલે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે અને સોમવાર સુધીમાં 23 જિલ્લાઓમાં આઈસોલેશન વૉર્ડ શરૂ કરવા આદેશ આપ્યા છે.

  7/10
 • છેલ્લા 1 મહિનામાં વડાપ્રધાન મોદી 3 વાર ગુજરાત આવી ચુક્યા છે. અને હવે 28 ફેબ્રુઆરીએ તેઓ ફરી ગુજરાત આવી રહ્યા છે. જેમાં તેઓ અનેક પ્રોજેક્ટ ખુલ્લા મુકશે સાથે નવી બંધાયેલી સિવિલ હૉસ્પિટલના કેમ્પસનું પણ ઉદ્ધાટન કરશે. વાઈબ્રન્ટ ગુજરાત સમયે થયેલા MOUમાંથી કેટલીક યોજનાઓનું ભૂમિપૂજન પણ કરશે.

  છેલ્લા 1 મહિનામાં વડાપ્રધાન મોદી 3 વાર ગુજરાત આવી ચુક્યા છે. અને હવે 28 ફેબ્રુઆરીએ તેઓ ફરી ગુજરાત આવી રહ્યા છે. જેમાં તેઓ અનેક પ્રોજેક્ટ ખુલ્લા મુકશે સાથે નવી બંધાયેલી સિવિલ હૉસ્પિટલના કેમ્પસનું પણ ઉદ્ધાટન કરશે. વાઈબ્રન્ટ ગુજરાત સમયે થયેલા MOUમાંથી કેટલીક યોજનાઓનું ભૂમિપૂજન પણ કરશે.

  8/10
 • અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં શરૂ થવા પહેલા જ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. મેટ્રો રેલવે સ્ટેશનમાંથી પાવર સપ્લાય માટે ઉપયોગમાં લેવાય છે એવી 6-6 કિલોની બે તાંબાની પ્લેટોની ચોરી થઈ છે. ત્યારે આ ચોરીથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ચોરીના કારણે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે.

  અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં શરૂ થવા પહેલા જ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. મેટ્રો રેલવે સ્ટેશનમાંથી પાવર સપ્લાય માટે ઉપયોગમાં લેવાય છે એવી 6-6 કિલોની બે તાંબાની પ્લેટોની ચોરી થઈ છે. ત્યારે આ ચોરીથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ચોરીના કારણે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે.

  9/10
 • આજે 'બદલા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ બદલા આ વર્ષે આઠ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચની સાથે તાપસી પન્નૂ પણ દેખાશે. નામ પ્રમાણે જ ફિલ્માં રિવેન્જની સ્ટોરી છે. જો કે બદલો લેવાની આ સ્ટોરીને શૂટ કરવામાં દસ વર્ષ લાગ્યા હતા.

  આજે 'બદલા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ બદલા આ વર્ષે આઠ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચની સાથે તાપસી પન્નૂ પણ દેખાશે. નામ પ્રમાણે જ ફિલ્માં રિવેન્જની સ્ટોરી છે. જો કે બદલો લેવાની આ સ્ટોરીને શૂટ કરવામાં દસ વર્ષ લાગ્યા હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK