રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 12, 2019, 14:41 IST | Vikas Kalal
 •  પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના ઇન્ચાર્જ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. રાહુલ ગાંધીએ રોડ શૉ દરમિયાન એક સંક્ષિપ્ત ભાષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓ પાસે 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવડાવ્યા હતાં.

   પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના ઇન્ચાર્જ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. રાહુલ ગાંધીએ રોડ શૉ દરમિયાન એક સંક્ષિપ્ત ભાષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓ પાસે 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવડાવ્યા હતાં.

  1/10
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના બે નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે લખનઉમાં આશરે 22 કિલોમીટરનો રોડ શૉ કર્યો. આ રોડ શૉ દરમિયાન મળેલા સમર્થનથી ગદગદ થયેલા રાહુલ ગાંધીએ ભાજપ પર જબરદસ્ત હુમલો કર્યો. રોડ શૉ દરમિયાન જનતા પાસે 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોર હૈ'ના નારા લગાવડાવ્યા પછી પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસમાં મીડિયાન સંબોધન કર્યું. 

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના બે નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે લખનઉમાં આશરે 22 કિલોમીટરનો રોડ શૉ કર્યો. આ રોડ શૉ દરમિયાન મળેલા સમર્થનથી ગદગદ થયેલા રાહુલ ગાંધીએ ભાજપ પર જબરદસ્ત હુમલો કર્યો. રોડ શૉ દરમિયાન જનતા પાસે 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોર હૈ'ના નારા લગાવડાવ્યા પછી પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસમાં મીડિયાન સંબોધન કર્યું. 

  2/10
 • ચૂંટણી નજીક આવી રહી છે અને આવા સમયે મોદીને ક્લીનચીટ મળવી તેમની માટે રાહતની વાત છે. ગુલબર્ગ હત્યાકાંડ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓેને ક્લીનચીટ આપવામાં આવી છે.

  ચૂંટણી નજીક આવી રહી છે અને આવા સમયે મોદીને ક્લીનચીટ મળવી તેમની માટે રાહતની વાત છે. ગુલબર્ગ હત્યાકાંડ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓેને ક્લીનચીટ આપવામાં આવી છે.

  3/10
 • રાજ્યમાં સ્વાઈન ફ્લૂને કારણે વધુ એક મોત થયું છે. વડદોરામાં એક મહિલાનું સ્વાઈન ફ્લૂને કારણે મોત થવાનું સામે આવ્યું છે. 63 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લૂને કારણએ 50થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે.

  રાજ્યમાં સ્વાઈન ફ્લૂને કારણે વધુ એક મોત થયું છે. વડદોરામાં એક મહિલાનું સ્વાઈન ફ્લૂને કારણે મોત થવાનું સામે આવ્યું છે. 63 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લૂને કારણએ 50થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે.

  4/10
 •  એચ. કે. કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. પ્રિન્સિપલ હેમંત શાહના રાજીનામા બાદ હવે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને હેમંત શાહના રાજીનામાને ટેકો આપ્યો છે. સાથે જ ભાજપ પર નિશાન સાધ્યું છે.

   એચ. કે. કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. પ્રિન્સિપલ હેમંત શાહના રાજીનામા બાદ હવે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને હેમંત શાહના રાજીનામાને ટેકો આપ્યો છે. સાથે જ ભાજપ પર નિશાન સાધ્યું છે.

  5/10
 • કચ્છના આદિપુરમાં ત્રણ મહિના અગાઉ એટીએમ બહાર 3 અજાણ્યા વ્યક્તિઓએ કેશવાનમાં બેઠેલા બે કર્મચારીઓ પર ફાયરિંગ કરીને 34 લાખની લૂંટ ચલાવી હતી. તે આરોપીઓને આજે બાતમીના આધારે પોલીસ અંજારના શાંતિધામમાં પકડવા માટે પહોંચી હતી. પોલીસ પર તે લોકોએ ફાયરિંગ કર્યું હતું. જવાબમાં પોલીસે પણ બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે ઘટનામાં કોઇને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું નથી. આ એન્કાઉન્ટર પછી બે લોકો પકડાઈ ગયા હતા, જ્યારે એક નાસી છૂટ્યો હતો.

  કચ્છના આદિપુરમાં ત્રણ મહિના અગાઉ એટીએમ બહાર 3 અજાણ્યા વ્યક્તિઓએ કેશવાનમાં બેઠેલા બે કર્મચારીઓ પર ફાયરિંગ કરીને 34 લાખની લૂંટ ચલાવી હતી. તે આરોપીઓને આજે બાતમીના આધારે પોલીસ અંજારના શાંતિધામમાં પકડવા માટે પહોંચી હતી. પોલીસ પર તે લોકોએ ફાયરિંગ કર્યું હતું. જવાબમાં પોલીસે પણ બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે ઘટનામાં કોઇને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું નથી. આ એન્કાઉન્ટર પછી બે લોકો પકડાઈ ગયા હતા, જ્યારે એક નાસી છૂટ્યો હતો.

  6/10
 • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મળેલી બેઠકમાં વર્ષ 2020થી ધો.10ની પરીક્ષામાં બે લેવલના પ્રશ્નપત્ર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા પણ CBSE પેટર્ન મુજબ ગણિતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે

  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મળેલી બેઠકમાં વર્ષ 2020થી ધો.10ની પરીક્ષામાં બે લેવલના પ્રશ્નપત્ર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા પણ CBSE પેટર્ન મુજબ ગણિતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે

  7/10
 • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન મહોબ્બતે, ભૂતનાથ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જો કે છેલ્લા 10 વર્ષથી બંનેની સાથે ફિલ્મ બનતી આવી. જો કે ફરી એકવાર કિંગ ખાન અને બિગ બી એક ફિલ્મમાં સાથે જોડાયા છે. જો કે આ વખતે આ બંને સુપરસ્ટાર સ્ક્રીન પર સાથે નહીં દેખાય. શાહરુખ ખાને અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું નામ છે 'બદલા'.

  બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન મહોબ્બતે, ભૂતનાથ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જો કે છેલ્લા 10 વર્ષથી બંનેની સાથે ફિલ્મ બનતી આવી. જો કે ફરી એકવાર કિંગ ખાન અને બિગ બી એક ફિલ્મમાં સાથે જોડાયા છે. જો કે આ વખતે આ બંને સુપરસ્ટાર સ્ક્રીન પર સાથે નહીં દેખાય. શાહરુખ ખાને અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું નામ છે 'બદલા'.

  8/10
 • બંગાળના ફાસ્ટ બોલર અશોક ડિન્ડાને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એક પ્રેક્ટિસ મેચ દરમિયાન માથામાં બોલ વાગ્યો છે. બોલ વાગવાથી તરત જ તેને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ડિન્ડાને  બોલિંગ કરતી વખતે ફોલો થ્રુ કરતા કેચ કરતા ઈજા થઈ હતી.

  બંગાળના ફાસ્ટ બોલર અશોક ડિન્ડાને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એક પ્રેક્ટિસ મેચ દરમિયાન માથામાં બોલ વાગ્યો છે. બોલ વાગવાથી તરત જ તેને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ડિન્ડાને  બોલિંગ કરતી વખતે ફોલો થ્રુ કરતા કેચ કરતા ઈજા થઈ હતી.

  9/10
 • ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરૂ થવાને આડે હવે થોડો જ સમય બાકી છે. તમામ ટીમો હાલ પોતાનું ધ્યાન વર્લ્ડ કપ પર લગાવી રહી છે. ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડ કપ માટે કોને ટીમમાં લેવા, કોને નહીં તે વિચારી રહી છે. વર્લ્ડ કપ જેવી મહત્વની ઈવેન્ટ માટે ટીમ સિલેક્શન ટફ બની રહ્યું છે. સિલેક્શન કમિટી પાસે રિષભ પંત, વિજય શંકર અને અજિંક્ય રહાણે જેવા ઓપ્શન છે.

  ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરૂ થવાને આડે હવે થોડો જ સમય બાકી છે. તમામ ટીમો હાલ પોતાનું ધ્યાન વર્લ્ડ કપ પર લગાવી રહી છે. ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડ કપ માટે કોને ટીમમાં લેવા, કોને નહીં તે વિચારી રહી છે. વર્લ્ડ કપ જેવી મહત્વની ઈવેન્ટ માટે ટીમ સિલેક્શન ટફ બની રહ્યું છે. સિલેક્શન કમિટી પાસે રિષભ પંત, વિજય શંકર અને અજિંક્ય રહાણે જેવા ઓપ્શન છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK