રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 10, 2019, 19:49 IST | Dhruva Jetly
 • આંધ્રપ્રદેશ બાદ પીએમ મોદી તામિલનાડુની મુલાકાતે છે. પીએમ મોદીએ તામિલનાડુના તિરુપુરમાં સભાને સંબોધન કર્યું. આ સભા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ચિદમ્બરમને લઈને પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. પોતાના સંબોધમાં વડાપ્રધાન મોદીએ કહ્યું,'યુપીએ સરકારમાં એક બુદ્ધિમાન મંત્રી તામિલનાડુના હતા. તેઓ રિકાઉન્ટિંગ મિનિસ્ટર હતા. તેમનું માનવું હતું કે તેઓ જ સૌથી વધુ સમજદાર છે. તેમણે એકવાર કહ્યું હતું કે મિડલ ક્લાસ જ મોંઘા આઈસક્રીમ ખાય છે, અને મિનરલ વૉટર પીવે છે. તો મિડલ ક્લાસ કેમ પરેશાન છે. હું તેમને કહીશ કે મિડલ ક્લાસે જ તમને રિજેક્ટ કરી દીધા છે, અને તેઓ આમ કરતા રહે છે.'

  આંધ્રપ્રદેશ બાદ પીએમ મોદી તામિલનાડુની મુલાકાતે છે. પીએમ મોદીએ તામિલનાડુના તિરુપુરમાં સભાને સંબોધન કર્યું. આ સભા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ચિદમ્બરમને લઈને પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. પોતાના સંબોધમાં વડાપ્રધાન મોદીએ કહ્યું,'યુપીએ સરકારમાં એક બુદ્ધિમાન મંત્રી તામિલનાડુના હતા. તેઓ રિકાઉન્ટિંગ મિનિસ્ટર હતા. તેમનું માનવું હતું કે તેઓ જ સૌથી વધુ સમજદાર છે. તેમણે એકવાર કહ્યું હતું કે મિડલ ક્લાસ જ મોંઘા આઈસક્રીમ ખાય છે, અને મિનરલ વૉટર પીવે છે. તો મિડલ ક્લાસ કેમ પરેશાન છે. હું તેમને કહીશ કે મિડલ ક્લાસે જ તમને રિજેક્ટ કરી દીધા છે, અને તેઓ આમ કરતા રહે છે.'

  1/10
 • અમેરિકાથી ઇલાજ કરાવીને પાછા ફરેલા નાણામંત્રી અરૂણ જેટલીએ રવિવારે કોંગ્રેસ પર ભારતીય સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ યોગ્ય સમય છે કે દેશને વિનાશ કરનારાઓથી બચાવવો પડશે. જેટલીએ કોંગ્રેસને રાફેલ, સંસદ, ન્યાયતંત્ર, આરબીઆઇ, સીબીઆઇ, સેના અને ચૂંટણીપંચ સહિત તમામ મુદ્દાઓ પર પણ ઘેર્યા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સંસદની કાર્યવાહીમાં સૌથી વધુ વિઘ્નો નાખવાનો આરોપ લગાવ્યો.

  અમેરિકાથી ઇલાજ કરાવીને પાછા ફરેલા નાણામંત્રી અરૂણ જેટલીએ રવિવારે કોંગ્રેસ પર ભારતીય સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ યોગ્ય સમય છે કે દેશને વિનાશ કરનારાઓથી બચાવવો પડશે. જેટલીએ કોંગ્રેસને રાફેલ, સંસદ, ન્યાયતંત્ર, આરબીઆઇ, સીબીઆઇ, સેના અને ચૂંટણીપંચ સહિત તમામ મુદ્દાઓ પર પણ ઘેર્યા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સંસદની કાર્યવાહીમાં સૌથી વધુ વિઘ્નો નાખવાનો આરોપ લગાવ્યો.

  2/10
 • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની ઈડી પૂછપરછ કરી રહી છે. રવિવારે પણ ઈડી દ્વારા તેમની પૂછપરછ કરાઈ રહી છે. વાડ્રા મની લોન્ડરિંગ કેસમાં આગોતરા જામીન પર છે. જો કે આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે,'સત્યની જ જીત થશે.' રોબર્ટ વાડ્રાએ રવિવારે સવારે એક ટ્વિટ કરીને કહ્યું,'હું ઠીક છું, સારો છું. જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તે માટે હું બંધાયેલો છું. સત્યની હંમેશા જીત થશે. હાલમાં દેશભરમાંથી જે મિત્રો અને સાથીદારો સમર્થન આપી રહ્યા છે, તેમનો આભાર માનું છું.'

  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની ઈડી પૂછપરછ કરી રહી છે. રવિવારે પણ ઈડી દ્વારા તેમની પૂછપરછ કરાઈ રહી છે. વાડ્રા મની લોન્ડરિંગ કેસમાં આગોતરા જામીન પર છે. જો કે આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે,'સત્યની જ જીત થશે.' રોબર્ટ વાડ્રાએ રવિવારે સવારે એક ટ્વિટ કરીને કહ્યું,'હું ઠીક છું, સારો છું. જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તે માટે હું બંધાયેલો છું. સત્યની હંમેશા જીત થશે. હાલમાં દેશભરમાંથી જે મિત્રો અને સાથીદારો સમર્થન આપી રહ્યા છે, તેમનો આભાર માનું છું.'

  3/10
 • ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા ચિનૂક હેલિકોપ્ટર ગુજરાત પહોંચી ચૂક્યા છે. પહેલા હપ્તામાં 4 ચિનૂક હેલિકોપ્ટર ભારતને મળ્યા છે, જેને કચ્છના મુંદ્રા એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. ભારતે 2015ના વર્ષમાં અમેરિકન કંપની બોઈંગ સાથે 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી હતી. જેની પહેલી ખેપ ભારતને મળી ચૂકી છે. કચ્છના મુંદ્રા બંદરે પહોંચેલા આ હેલિકોપ્ટરને ચંદીગઢમાં તૈનાત કરાશે. સિયાચિન અને લદ્દાખ જેવા દુર્ગમ વિસ્તારોમાં માલસામાનની હેરફેર માટે આ હેલિકોપ્ટર ખૂબ જ મદદ રૂપ થશે. 2.5 અરબની આ ડીલમાં 22 અપાચે હેલિકોપ્ટર પણ ભારતને મળવાના છે, જેને ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર તૈનાત કરવામાં આવશે.

  ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા ચિનૂક હેલિકોપ્ટર ગુજરાત પહોંચી ચૂક્યા છે. પહેલા હપ્તામાં 4 ચિનૂક હેલિકોપ્ટર ભારતને મળ્યા છે, જેને કચ્છના મુંદ્રા એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. ભારતે 2015ના વર્ષમાં અમેરિકન કંપની બોઈંગ સાથે 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી હતી. જેની પહેલી ખેપ ભારતને મળી ચૂકી છે. કચ્છના મુંદ્રા બંદરે પહોંચેલા આ હેલિકોપ્ટરને ચંદીગઢમાં તૈનાત કરાશે. સિયાચિન અને લદ્દાખ જેવા દુર્ગમ વિસ્તારોમાં માલસામાનની હેરફેર માટે આ હેલિકોપ્ટર ખૂબ જ મદદ રૂપ થશે. 2.5 અરબની આ ડીલમાં 22 અપાચે હેલિકોપ્ટર પણ ભારતને મળવાના છે, જેને ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર તૈનાત કરવામાં આવશે.

  4/10
 • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે દિલધડક મેચમાં ભારતને 4 રનથી હાર આપીને શ્રેણી પર 2-1થી કબ્જો કરી લીધો છે. જોકે અંતિમ સમય સુધી દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાની લડાયક બેટીંગના દમ પર લાગી રહ્યું હતું કે મેચ ભારત જીતી જશે. પરંતુ અંતિમ ઓવરમાં આ જોડી ટીમને જીતાડવામાં નિષ્ફળ રહી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડે પહેલા બેટીંગ કરતા 212 રન કર્યા હતા. જવાબમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. ભારત તરફથી સૌથી વધુ વિજય શંકરે 43 રન અને રોહિત શર્માએ 38 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે 16 બોલમાં 4 છગ્ગાની મદદથી 33 રન કર્યા હતા તો કૃણાલ પંડ્યાએ પણ 13 બોલમાં 26 રનની ઇનીંગ રમી હતી. ભારતની આખી ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન જ કરી શક્યું હતું.

  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે દિલધડક મેચમાં ભારતને 4 રનથી હાર આપીને શ્રેણી પર 2-1થી કબ્જો કરી લીધો છે. જોકે અંતિમ સમય સુધી દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાની લડાયક બેટીંગના દમ પર લાગી રહ્યું હતું કે મેચ ભારત જીતી જશે. પરંતુ અંતિમ ઓવરમાં આ જોડી ટીમને જીતાડવામાં નિષ્ફળ રહી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડે પહેલા બેટીંગ કરતા 212 રન કર્યા હતા. જવાબમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. ભારત તરફથી સૌથી વધુ વિજય શંકરે 43 રન અને રોહિત શર્માએ 38 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે 16 બોલમાં 4 છગ્ગાની મદદથી 33 રન કર્યા હતા તો કૃણાલ પંડ્યાએ પણ 13 બોલમાં 26 રનની ઇનીંગ રમી હતી. ભારતની આખી ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન જ કરી શક્યું હતું.

  5/10
 • મુંબઈના સીફૂડ લવર્સ માટે એક હવે એક નવી રેસ્ટોરન્ટ ખૂલી ગઈ છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહિલા જયવર્દનેએ સંયુક્ત રીતે મુંબઈના ખાર વિસ્તારમાં એક સીફૂડ રેસ્ટોરન્ટ ખોલી છે. આ રેસ્ટોરન્ટને 'મિનિસ્ટ્રી ઑફ ક્રેબ્ડ' નામ આપવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં શ્રીલંકન ક્રિકેટનું નેતૃત્વ કરી રહેલા આ બંને પ્લેયર્સે આવી રેસ્ટોરન્ટ પહેલા શ્રીલંકામાં ખોલી હતી, જ્યાં આ રેસ્ટોરન્ટને ખૂબ સફળતા મળી હતી.

  મુંબઈના સીફૂડ લવર્સ માટે એક હવે એક નવી રેસ્ટોરન્ટ ખૂલી ગઈ છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહિલા જયવર્દનેએ સંયુક્ત રીતે મુંબઈના ખાર વિસ્તારમાં એક સીફૂડ રેસ્ટોરન્ટ ખોલી છે. આ રેસ્ટોરન્ટને 'મિનિસ્ટ્રી ઑફ ક્રેબ્ડ' નામ આપવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં શ્રીલંકન ક્રિકેટનું નેતૃત્વ કરી રહેલા આ બંને પ્લેયર્સે આવી રેસ્ટોરન્ટ પહેલા શ્રીલંકામાં ખોલી હતી, જ્યાં આ રેસ્ટોરન્ટને ખૂબ સફળતા મળી હતી.

  6/10
 • મેરીકોમ અને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ બાદ હવે વધુ એક મહિલા ખેલાડીની બાયોપિક બનવા જઈ રહી છે. આગામી સમયમાં તમે ટેનિસ ક્વીન સાનિયા મિર્ઝાની લાઈફને સિલ્વર સ્ક્રીન પર જોઈ શક્શો. પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાએ સાનિયા મિર્ઝાની લાઈફ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. 'ઉરી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂકેલા રૉની સ્ક્રૂવાલા હવે સાનિયા મિર્ઝાના જીવનને મોટા પડદા પર ઉતારશે.

  મેરીકોમ અને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ બાદ હવે વધુ એક મહિલા ખેલાડીની બાયોપિક બનવા જઈ રહી છે. આગામી સમયમાં તમે ટેનિસ ક્વીન સાનિયા મિર્ઝાની લાઈફને સિલ્વર સ્ક્રીન પર જોઈ શક્શો. પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાએ સાનિયા મિર્ઝાની લાઈફ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. 'ઉરી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂકેલા રૉની સ્ક્રૂવાલા હવે સાનિયા મિર્ઝાના જીવનને મોટા પડદા પર ઉતારશે.

  7/10
 • પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન વર્લ્ડ ગવર્મેન્ટની સાતમી સમિટમાં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમીરાતની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીંયા રાહત (બેલઆઉટ) પેકેજની શરતો પર ચર્ચા કરવા માટે રવિવારે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડને મળ્યા. પાકિસ્તાનના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટર ફવાદ ચૌધરીએ ડૉન અખબારને ખાનની લગાર્ડ સાથેની મુલાકાત વિશે માહિતી આપી.

  પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન વર્લ્ડ ગવર્મેન્ટની સાતમી સમિટમાં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમીરાતની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીંયા રાહત (બેલઆઉટ) પેકેજની શરતો પર ચર્ચા કરવા માટે રવિવારે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડને મળ્યા. પાકિસ્તાનના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટર ફવાદ ચૌધરીએ ડૉન અખબારને ખાનની લગાર્ડ સાથેની મુલાકાત વિશે માહિતી આપી.

  8/10
 • અબુધાબીમાં એક ઐતિહાસિક નિર્ણય પછી હિંદીને કોર્ટની આધિકારિક ભાષા તરીકે સામેલ કરી લેવામાં આવી છે. આ પહેલા ત્યાં અરબી અને અંગ્રેજી આધિકારિક ભાષાઓ હતી. આ નિર્ણય ન્યાયપ્રક્રિયામાં જટિલતાઓને ઓછી કરવા માટે લેવામાં આવ્યો છે. અબુધાબી ન્યાય વિભાગ (એડીજેડી)એ શનિવારે જણાવ્યું કે તેમણે શ્રમ મામલાઓમાં અરબી અને અંગ્રેજીની સાથે હિંદી ભાષાને સામેલ કરીન કોર્ટની સમક્ષ દાવાઓના નિવેદન માટે ભાષાના માધ્યમનો વિસ્તાર કરી દીધો છે. આ નિર્ણય એ ઉદ્દેશથી લેવામાં આવ્યો છે જેથી હિંદી ભાષી લોકોને કેસની પ્રક્રિયા, તેમના અધિકારો અને કર્તવ્યો વિશે શીખવામાં મદદ મળી શકે છે.

  અબુધાબીમાં એક ઐતિહાસિક નિર્ણય પછી હિંદીને કોર્ટની આધિકારિક ભાષા તરીકે સામેલ કરી લેવામાં આવી છે. આ પહેલા ત્યાં અરબી અને અંગ્રેજી આધિકારિક ભાષાઓ હતી. આ નિર્ણય ન્યાયપ્રક્રિયામાં જટિલતાઓને ઓછી કરવા માટે લેવામાં આવ્યો છે. અબુધાબી ન્યાય વિભાગ (એડીજેડી)એ શનિવારે જણાવ્યું કે તેમણે શ્રમ મામલાઓમાં અરબી અને અંગ્રેજીની સાથે હિંદી ભાષાને સામેલ કરીન કોર્ટની સમક્ષ દાવાઓના નિવેદન માટે ભાષાના માધ્યમનો વિસ્તાર કરી દીધો છે. આ નિર્ણય એ ઉદ્દેશથી લેવામાં આવ્યો છે જેથી હિંદી ભાષી લોકોને કેસની પ્રક્રિયા, તેમના અધિકારો અને કર્તવ્યો વિશે શીખવામાં મદદ મળી શકે છે.

  9/10
 • પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પુત્રી-જમાઈ પરથી વિદેશ નહીં જવાનો પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરી દીધો છે. નવાઝ શરીફ અને તેમના પુત્રી-જમાઈનું નામ પાકિસ્તાનની ECL યાદીમાં છે. ECL એવું લિસ્ટ છે, જેમાં દેશના જે નાગરિકોને વિદેશ જવા પર પ્રતિબંધ હોય તેમના નામ સામેલ કરવામાં આવે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં શરીફ, તેમના પુત્રી મરિયમ અને જમાઈ મુહમ્મદ સફદરે ગૃહ મંત્રાલયને અરજી કરીને તેમના નામ ECLમાંથી હટાવવા કહ્યું હતું.

  પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પુત્રી-જમાઈ પરથી વિદેશ નહીં જવાનો પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરી દીધો છે. નવાઝ શરીફ અને તેમના પુત્રી-જમાઈનું નામ પાકિસ્તાનની ECL યાદીમાં છે. ECL એવું લિસ્ટ છે, જેમાં દેશના જે નાગરિકોને વિદેશ જવા પર પ્રતિબંધ હોય તેમના નામ સામેલ કરવામાં આવે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં શરીફ, તેમના પુત્રી મરિયમ અને જમાઈ મુહમ્મદ સફદરે ગૃહ મંત્રાલયને અરજી કરીને તેમના નામ ECLમાંથી હટાવવા કહ્યું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK