રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 16, 2019, 20:02 IST | Falguni Lakhani
 • પોખરણમાં શક્તિપ્રદર્શન પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે ત્યારે ભારતીય વાયુસેનાએ પોખરણમાં શક્તિપ્રદર્શન કર્યું છે. વાયુશક્તિ-2019 અભ્યાસમાં અભ્યાસ દરમિયાન વાયુસેનાના કુલ 138 વિમાન સામેલ થયા હતા. જેમાં એમઆઈ-17 વી ફાઇવ હેલિકોપ્ટર, જગુઆર, મિગ-29, મિરાજ-2000, સુખોઈ-30, એમકેઆઈ mig-27 અપગ્રેડ, તેજસ, સી-130 જે. સર્ફેસ ટૂ air missile સિસ્ટમ pichora, આકાશ મિસાઇલ, મી-35 હેલિકોપ્ટર, ગરુડ કમાન્ડો સિસ્ટમનો સમાવેશ થયા છે.

  પોખરણમાં શક્તિપ્રદર્શન

  પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે ત્યારે ભારતીય વાયુસેનાએ પોખરણમાં શક્તિપ્રદર્શન કર્યું છે. વાયુશક્તિ-2019 અભ્યાસમાં અભ્યાસ દરમિયાન વાયુસેનાના કુલ 138 વિમાન સામેલ થયા હતા. જેમાં એમઆઈ-17 વી ફાઇવ હેલિકોપ્ટર, જગુઆર, મિગ-29, મિરાજ-2000, સુખોઈ-30, એમકેઆઈ mig-27 અપગ્રેડ, તેજસ, સી-130 જે. સર્ફેસ ટૂ air missile સિસ્ટમ pichora, આકાશ મિસાઇલ, મી-35 હેલિકોપ્ટર, ગરુડ કમાન્ડો સિસ્ટમનો સમાવેશ થયા છે.

  1/10
 • 48 કલાકમાં બીજો હુમલો જમ્મૂ કશ્મીરના રાજૌરીમાં LoC પાસે આજે તપાસ દરમિયાન વિસ્ફોટ થતા સેનાના એક મેજર શહીદ થયા છે. નૌશેરા સેક્ટરમાં IED બ્લાસ્ટ થયો જેમાં સેનાના વધુ એક અધિકારીએ જીવ ગુમાવ્યો છે. આતંકવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હતો, જેને ડીફ્યૂસ કરતા સમયે મેજર રેન્કના સેનાના અધિકારીનું મોત થયું.

  48 કલાકમાં બીજો હુમલો

  જમ્મૂ કશ્મીરના રાજૌરીમાં LoC પાસે આજે તપાસ દરમિયાન વિસ્ફોટ થતા સેનાના એક મેજર શહીદ થયા છે. નૌશેરા સેક્ટરમાં IED બ્લાસ્ટ થયો જેમાં સેનાના વધુ એક અધિકારીએ જીવ ગુમાવ્યો છે. આતંકવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હતો, જેને ડીફ્યૂસ કરતા સમયે મેજર રેન્કના સેનાના અધિકારીનું મોત થયું.

  2/10
 • વડાપ્રધાનની પાકિસ્તાનને ચેતવણી મહારાષ્ટ્રના ધુલેમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. આજે મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા PM મોદીએ અનેક વિકાસના કાર્યોનું ઉદ્ધાટન કર્યું સાથે આ મોકા પર પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે હું એવા સમયે તમારી વચ્ચે આવ્યો છું જ્યારે પુલવામા હુમલાને લઈને દેશમાં આક્રોશ છે. એક તરફ દેશમાં ગુસ્સો છે તો બીજી તરફ દરેક આંખ ભીની છે. મહારાષ્ટ્રની માટીએ પણ પોતાના સપૂતોને ગુમાવ્યા છે.

  વડાપ્રધાનની પાકિસ્તાનને ચેતવણી

  મહારાષ્ટ્રના ધુલેમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. આજે મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા PM મોદીએ અનેક વિકાસના કાર્યોનું ઉદ્ધાટન કર્યું સાથે આ મોકા પર પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે હું એવા સમયે તમારી વચ્ચે આવ્યો છું જ્યારે પુલવામા હુમલાને લઈને દેશમાં આક્રોશ છે. એક તરફ દેશમાં ગુસ્સો છે તો બીજી તરફ દરેક આંખ ભીની છે. મહારાષ્ટ્રની માટીએ પણ પોતાના સપૂતોને ગુમાવ્યા છે.

  3/10
 • દેશભરમાં આક્રોશ CRPFના જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં દેશભરમાં આક્રોશ છે. લોકોએ અલગ અલગ રીતે પોતાનો આ આક્રોશ ઠાલવ્યો. મુંબઈમાં સવારે ટ્રેન રોકવામાં આવી તો ગુજરાતભરમાં બજારો બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.

  દેશભરમાં આક્રોશ

  CRPFના જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં દેશભરમાં આક્રોશ છે. લોકોએ અલગ અલગ રીતે પોતાનો આ આક્રોશ ઠાલવ્યો. મુંબઈમાં સવારે ટ્રેન રોકવામાં આવી તો ગુજરાતભરમાં બજારો બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.

  4/10
 • મદદ માટે અમિતાભ બચ્ચન આવ્યા આગળ પુલવામાના શહીદોની મદદ માટે બોલીવુડના શહેનશાહ પણ આગળ આવ્યા છે. અમિતાભ બચ્ચને દરેક શહીદના પરિવારને પાંચ લાખની મદદની જાહેરાત કરી છે.

  મદદ માટે અમિતાભ બચ્ચન આવ્યા આગળ

  પુલવામાના શહીદોની મદદ માટે બોલીવુડના શહેનશાહ પણ આગળ આવ્યા છે. અમિતાભ બચ્ચને દરેક શહીદના પરિવારને પાંચ લાખની મદદની જાહેરાત કરી છે.

  5/10
 • વિરાટે રદ કર્યો કાર્યક્રમ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં ક્રિકેટર વિરાટ કોહલીએ તેમના ફાઉન્ડેશનનો ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર પુરસ્કાર રદ કરવાની જાહેરાત કરી છે. આ ઈવેન્ટ આજે યોજાવાની હતી અને અમિતાભ બચ્ચન તેમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના હતા.

  વિરાટે રદ કર્યો કાર્યક્રમ

  આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં ક્રિકેટર વિરાટ કોહલીએ તેમના ફાઉન્ડેશનનો ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર પુરસ્કાર રદ કરવાની જાહેરાત કરી છે. આ ઈવેન્ટ આજે યોજાવાની હતી અને અમિતાભ બચ્ચન તેમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના હતા.

  6/10
 • સિદ્ધૂની હકાલપટ્ટી પુલવામા આતંકી હુમલા મામલે નવજોત સિંહ સિદ્ધુનું નિવેદન તેમને જ ભારે પડી રહ્યું છે. સોની ટીવીએ તેમને 'ધ કપિલ શર્મા શૉ'માંથી હકાલપટ્ટી કરાઈ હોવાના અહેવાલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કપિલ શર્મા શોમાંથી સિદ્ધુને રાજીનામુ આપવા કહી દેવાયું છે. ચેનલ પોતાની શાખ માટે પ્રતિબદ્ધ છે.

  સિદ્ધૂની હકાલપટ્ટી

  પુલવામા આતંકી હુમલા મામલે નવજોત સિંહ સિદ્ધુનું નિવેદન તેમને જ ભારે પડી રહ્યું છે. સોની ટીવીએ તેમને 'ધ કપિલ શર્મા શૉ'માંથી હકાલપટ્ટી કરાઈ હોવાના અહેવાલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કપિલ શર્મા શોમાંથી સિદ્ધુને રાજીનામુ આપવા કહી દેવાયું છે. ચેનલ પોતાની શાખ માટે પ્રતિબદ્ધ છે.

  7/10
 • પાકિસ્તાની મીડિયાની શરમજનક હરકત પુલવામા આતંકી હુમલાને લઈને ફરી એકવાર પાકિસ્તાની મીડિયાનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. આ વખતે એક્સપ્રેસ ટ્રિબ્યૂને આ હુમલાને લઈને શરમજનક બાબત કહી છે. ટ્રિબ્યૂને હુમલા પર સવાલ ઉઠાવતા ત્યાં સુધી કહ્યું કે આવતા દિવસોમાં ભારતમાં લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. તેમાં વધુ મત મેળવવા માટે આ હુમલો ભારતની રાજનૈતિક પાર્ટીઓ હુમલો કરાવી રહી છે. અખબારની ઑનલાઈન આવૃતિમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને બદનામ કરવાના ષડયંત્ર હેઠળ આ હુમલો કરવામાં આવ્યું છે.

  પાકિસ્તાની મીડિયાની શરમજનક હરકત

  પુલવામા આતંકી હુમલાને લઈને ફરી એકવાર પાકિસ્તાની મીડિયાનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. આ વખતે એક્સપ્રેસ ટ્રિબ્યૂને આ હુમલાને લઈને શરમજનક બાબત કહી છે. ટ્રિબ્યૂને હુમલા પર સવાલ ઉઠાવતા ત્યાં સુધી કહ્યું કે આવતા દિવસોમાં ભારતમાં લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. તેમાં વધુ મત મેળવવા માટે આ હુમલો ભારતની રાજનૈતિક પાર્ટીઓ હુમલો કરાવી રહી છે. અખબારની ઑનલાઈન આવૃતિમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને બદનામ કરવાના ષડયંત્ર હેઠળ આ હુમલો કરવામાં આવ્યું છે.

  8/10
 • નીતિશ કુમારની વધી શકે મુશ્કેલી મુઝફ્ફરપુર બાલિકા ગૃહ યૌન શોષણના કેસમાં જોડાયેલા એક મામલામાં વિશેષ પૉક્સો કોર્ટે મુખ્યમંત્રી નીતિશ કુમાર, સમાજ કલ્યાણ પ્રધાન સચિવ અતુલ પ્રસાદ અને તત્કાલિન ડીએમ ધર્મેન્દ્ર સિંહની સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. ખાસ પૉક્સો અદાલતે સીબીઆઈના પટના એસપીને આ તમામની સામે તપાસના આદેશ આપ્યા છે.

  નીતિશ કુમારની વધી શકે મુશ્કેલી

  મુઝફ્ફરપુર બાલિકા ગૃહ યૌન શોષણના કેસમાં જોડાયેલા એક મામલામાં વિશેષ પૉક્સો કોર્ટે મુખ્યમંત્રી નીતિશ કુમાર, સમાજ કલ્યાણ પ્રધાન સચિવ અતુલ પ્રસાદ અને તત્કાલિન ડીએમ ધર્મેન્દ્ર સિંહની સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. ખાસ પૉક્સો અદાલતે સીબીઆઈના પટના એસપીને આ તમામની સામે તપાસના આદેશ આપ્યા છે.

  9/10
 • મિશેલને ન મળ્યા જામીન અગસ્તા વેસ્ટેલેન્ડ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે. મિશેલની 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ vvip હેલિકોપ્ટર સોદામાં કથિત ગોટાળાના મામલામાં CBIએ ધરપકડ કરી હતી. ખાસ ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે CBI અને ED દ્વારા દાખલ કરવામાં આવેલા મામલાઓમાં મિશેલની જામીન અરજી ફગાવી દીધી છે.

  મિશેલને ન મળ્યા જામીન

  અગસ્તા વેસ્ટેલેન્ડ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે. મિશેલની 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ vvip હેલિકોપ્ટર સોદામાં કથિત ગોટાળાના મામલામાં CBIએ ધરપકડ કરી હતી. ખાસ ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે CBI અને ED દ્વારા દાખલ કરવામાં આવેલા મામલાઓમાં મિશેલની જામીન અરજી ફગાવી દીધી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

તસવીરો સાથે વાંચો આજના આખા દિવસના મહત્વના તમામ સામાચારો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK