બપોરે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Feb 07, 2019, 14:38 IST | Falguni Lakhani
 • ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે મોતનો આંકડો વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં 1037 જેટલા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. જેમાંથી 599 લોકોની સારવાર ચાલી રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ સ્વાઈન ફ્લૂના કારણે મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ મોત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સુધીમાં સ્વાઈન ફ્લૂનો કહેર થોડો ઓછો થયો હતો પરંતુ હવે તેણે ફરી માથું ઉંચક્યું છે.

  ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે મોતનો આંકડો વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં 1037 જેટલા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. જેમાંથી 599 લોકોની સારવાર ચાલી રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ સ્વાઈન ફ્લૂના કારણે મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ મોત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સુધીમાં સ્વાઈન ફ્લૂનો કહેર થોડો ઓછો થયો હતો પરંતુ હવે તેણે ફરી માથું ઉંચક્યું છે.

  1/10
 • મની લોન્ડ્રિંગના કેસમાં રોબર્ટ વાડ્રાની આજે બીજા દિવસે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. લંચ પહેલા વાડ્રાની 2 કલાક સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બની શકે છે કે આજની પૂછપરછમાં મહત્વના ખુલાસાઓ થાય.

  મની લોન્ડ્રિંગના કેસમાં રોબર્ટ વાડ્રાની આજે બીજા દિવસે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. લંચ પહેલા વાડ્રાની 2 કલાક સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બની શકે છે કે આજની પૂછપરછમાં મહત્વના ખુલાસાઓ થાય.

  2/10
 • નોએડાની મેટ્રો હૉસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે. કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. નોએડાના સેક્ટર 12માં આ હૉસ્પિટલ આવેલી છે. ઘટનાની જાણ થતા તરત જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો.(તસ્વીર સૌજન્યઃ ANI)

  નોએડાની મેટ્રો હૉસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે. કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. નોએડાના સેક્ટર 12માં આ હૉસ્પિટલ આવેલી છે. ઘટનાની જાણ થતા તરત જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો.(તસ્વીર સૌજન્યઃ ANI)

  3/10
 • રીઝર્વ બેંકે 17 મહિના બાદ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટમાં 0.25 %નો ઘટાડો કરવામાં આવતા તમામ પ્રકારની હોમલોન સસ્તી થઈ શકે છે. RBIના ગવર્નર શક્તિકાંતા દાસે આજે આ જાહેરાત કરી.

  રીઝર્વ બેંકે 17 મહિના બાદ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટમાં 0.25 %નો ઘટાડો કરવામાં આવતા તમામ પ્રકારની હોમલોન સસ્તી થઈ શકે છે. RBIના ગવર્નર શક્તિકાંતા દાસે આજે આ જાહેરાત કરી.

  4/10
 • રિલાયન્સ પશ્ચિમ બંગાળમાં રૂ.10,000 કરોડનું રોકાણ કરશે.બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટના ઉદ્ઘાટન દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું, "આજે માત્ર પશ્ચિમ બંગાળમાં જ અમારું રોકાણ રૂ.28,000 કરોડનું છે અને અમે વધુ રૂ.10,000 કરોડનું રોકાણ કરવાનો પ્લાન કર્યો છે." આમાંનું મોટાભાગનું રોકાણ રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવશે. અંબાણીએ કહ્યું કે જિયો નેટવર્ક રાજ્યની 100 ટકા વસ્તીને કવર કરી લેશે.

  રિલાયન્સ પશ્ચિમ બંગાળમાં રૂ.10,000 કરોડનું રોકાણ કરશે.બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટના ઉદ્ઘાટન દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું, "આજે માત્ર પશ્ચિમ બંગાળમાં જ અમારું રોકાણ રૂ.28,000 કરોડનું છે અને અમે વધુ રૂ.10,000 કરોડનું રોકાણ કરવાનો પ્લાન કર્યો છે." આમાંનું મોટાભાગનું રોકાણ રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવશે. અંબાણીએ કહ્યું કે જિયો નેટવર્ક રાજ્યની 100 ટકા વસ્તીને કવર કરી લેશે.

  5/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીના રોજ દેશની પહેલી એન્જિન વગરની ટ્રેન વંદે ભારત (ટ્રેન 18) એક્સપ્રેસને દિલ્હીથી લીલી ઝંડી આપશે. આ ટ્રેન છેલ્લા 30 વર્ષથી દોડતી શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. ટ્રેન 18ને દેશની સૌથી ઝડપી ટ્રેન કહેવામાં આવી છે. 2 ડિસેમ્બરના કોટા-સવાઈ માધોપુર સેક્શનમાં ટ્રાયલ દરમિયાન ટ્રેન 18એ 180 કિમી પર કલાકની ઝડપ મેળવીને રેકૉર્ડ બનાવ્યો હતો.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીના રોજ દેશની પહેલી એન્જિન વગરની ટ્રેન વંદે ભારત (ટ્રેન 18) એક્સપ્રેસને દિલ્હીથી લીલી ઝંડી આપશે. આ ટ્રેન છેલ્લા 30 વર્ષથી દોડતી શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. ટ્રેન 18ને દેશની સૌથી ઝડપી ટ્રેન કહેવામાં આવી છે. 2 ડિસેમ્બરના કોટા-સવાઈ માધોપુર સેક્શનમાં ટ્રાયલ દરમિયાન ટ્રેન 18એ 180 કિમી પર કલાકની ઝડપ મેળવીને રેકૉર્ડ બનાવ્યો હતો.

  6/10
 • કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર પર ફરી સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. એકવાર ફરી કર્ણાટકમાં રાજકીય નાટક શરૂ થઈ ગયું છે. વ્હિપ જાહેર થવા છતાં બુધવારે બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના 9 ધારાસભ્યો વિધાનસભામાં ગેરહાજર રહ્યા. આ બાજુ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી કુમારસ્વામી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.

  કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર પર ફરી સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. એકવાર ફરી કર્ણાટકમાં રાજકીય નાટક શરૂ થઈ ગયું છે. વ્હિપ જાહેર થવા છતાં બુધવારે બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના 9 ધારાસભ્યો વિધાનસભામાં ગેરહાજર રહ્યા. આ બાજુ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી કુમારસ્વામી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.

  7/10
 • છત્તીસગઢમાં બસ્તરના આદિવાસી બહુમતી વિસ્તાર બીજાપુરમાં ગુરૂવારની સવારે એક ચર્ચમાં ગામના લોકોએ હુમલો કરી દીધો. હુમલાખોરોએ ચર્ચમાં પ્રાર્થના કરી રહેલા 13 આદિવાસીઓને ક્રૂરતાથી માર્યા. ચર્ચ પર હુમલો કરનારાઓ પણ સ્થાનિક ગામના આદિવાસીઓ જ છે, જે સમુદાયના અન્ય લોકો દ્વારા ઈસાઈ ધર્મ સ્વીકાર કરવાથી નારાજ હતા.

  છત્તીસગઢમાં બસ્તરના આદિવાસી બહુમતી વિસ્તાર બીજાપુરમાં ગુરૂવારની સવારે એક ચર્ચમાં ગામના લોકોએ હુમલો કરી દીધો. હુમલાખોરોએ ચર્ચમાં પ્રાર્થના કરી રહેલા 13 આદિવાસીઓને ક્રૂરતાથી માર્યા. ચર્ચ પર હુમલો કરનારાઓ પણ સ્થાનિક ગામના આદિવાસીઓ જ છે, જે સમુદાયના અન્ય લોકો દ્વારા ઈસાઈ ધર્મ સ્વીકાર કરવાથી નારાજ હતા.

  8/10
 • મુંબઈ એરપોર્ટ પર 30 માર્ચ સુધી એક રન વે બંધ રહેશે. જેના કારણે પાંચ હજાર ફ્લાઈટ્સને અસર થશે. સમારકામને કારણે આજથી (7 ફેબ્રુઆરીથી) 30 માર્ચ સુધી એટલે કે 52 દિવસો સુધી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક રનવે બંધ રહેશે. તેનાથી આશરે 5000 ફ્લાઇટ્સ પ્રભાવિત થવાની સંભાવના છે. તેમાંથી મોટાભાગની ફ્લાઇટ્સ કેન્સલ પણ થઈ શકે છે. પરિણામે અહીંયાથી હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડશે.

  મુંબઈ એરપોર્ટ પર 30 માર્ચ સુધી એક રન વે બંધ રહેશે. જેના કારણે પાંચ હજાર ફ્લાઈટ્સને અસર થશે. સમારકામને કારણે આજથી (7 ફેબ્રુઆરીથી) 30 માર્ચ સુધી એટલે કે 52 દિવસો સુધી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક રનવે બંધ રહેશે. તેનાથી આશરે 5000 ફ્લાઇટ્સ પ્રભાવિત થવાની સંભાવના છે. તેમાંથી મોટાભાગની ફ્લાઇટ્સ કેન્સલ પણ થઈ શકે છે. પરિણામે અહીંયાથી હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડશે.

  9/10
 • સૌરાષ્ટ્ર ફરી એકવાર રણજી ટ્રોફીથી વંચિત રહ્યું છે રણજીત ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટક્કર વિદર્ભ સાથે હતી. જેમાં વિદર્ભે સૌરાષ્ટ્ર સામે 78 રનથી વિજય મેળવ્યો છે. વિદર્ભની જીતનો હીરો રહ્યો આદિત્ય સારવતે. જેણે બીજી ઈનિંગમાં છ વિકેટ લઈને સૌરાષ્ટ્રની બેટિંગ લાઈનને ધ્વસ્ત કરી નાખી. આદિત્યએ મેચમાં કુલ 11 વિકેટ લીધી. સૌરાષ્ટ્ર રણજીનું પહેલું ટાઈટલ જીતવાથી માત્ર 206 રન દૂર હતું. પરંતુ વિદર્ભની ચુસ્ત બોલિંગના કારણે સૌરાષ્ટ્રનું સપનું અધુરું રહ્યું છે.(તસવીર સૌજન્યઃ PTI)

  સૌરાષ્ટ્ર ફરી એકવાર રણજી ટ્રોફીથી વંચિત રહ્યું છે રણજીત ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટક્કર વિદર્ભ સાથે હતી. જેમાં વિદર્ભે સૌરાષ્ટ્ર સામે 78 રનથી વિજય મેળવ્યો છે. વિદર્ભની જીતનો હીરો રહ્યો આદિત્ય સારવતે. જેણે બીજી ઈનિંગમાં છ વિકેટ લઈને સૌરાષ્ટ્રની બેટિંગ લાઈનને ધ્વસ્ત કરી નાખી. આદિત્યએ મેચમાં કુલ 11 વિકેટ લીધી. સૌરાષ્ટ્ર રણજીનું પહેલું ટાઈટલ જીતવાથી માત્ર 206 રન દૂર હતું. પરંતુ વિદર્ભની ચુસ્ત બોલિંગના કારણે સૌરાષ્ટ્રનું સપનું અધુરું રહ્યું છે.(તસવીર સૌજન્યઃ PTI)

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK