બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Apr 15, 2019, 14:42 IST | Falguni Lakhani
 • 'ચોકીદાર જ ચોર છે', નિવેદન આપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફસાયા છે. સુપ્રીમ કોર્ટે સાત દિવસમાં રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો છે. SCએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષને આ નોટિસ રાફેલ મામલે ખોટા નિવેદનો આપવાને લઈને દાખલ કરવામાં આવી અહેવાલનાની અરજીની સુનાવણીના સંબંધમાં નોટિસ આપી છે. સોમવારે બપોરે કોર્ટે નોટિસ આપી સ્પષ્ટતા કરવા કહ્યું છે.

  'ચોકીદાર જ ચોર છે', નિવેદન આપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફસાયા છે. સુપ્રીમ કોર્ટે સાત દિવસમાં રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો છે. SCએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષને આ નોટિસ રાફેલ મામલે ખોટા નિવેદનો આપવાને લઈને દાખલ કરવામાં આવી અહેવાલનાની અરજીની સુનાવણીના સંબંધમાં નોટિસ આપી છે. સોમવારે બપોરે કોર્ટે નોટિસ આપી સ્પષ્ટતા કરવા કહ્યું છે.

  1/11
 • નવાબોની નગરી રામપુરમાં લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણીનો માહોલ દરમિયાન માહોલ ગરમાઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મંચ પર હાજરી હતી ત્યારે જ આઝમ ખાને જયા પ્રદાની સામે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વચ્ચે આઝમ ખાનની ટિપ્પણીથી પરેશાન જયા પ્રદાએ તો ત્યાં સુધી કહી દીધું કે આઝમ ખાન સાહેબ, શું હું મારી જઉં તો તમે ખુશ રહેશો? સાથે તેમણે એમ પણ ક્હ્યું કે આઝમ ખાનને ચૂંટણી ન લડવા દેવી જોઈએ. આઝમ ખાન સામે આ મામલે ફરિયાદ પણ દાખલ થઈ છે.

  નવાબોની નગરી રામપુરમાં લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણીનો માહોલ દરમિયાન માહોલ ગરમાઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મંચ પર હાજરી હતી ત્યારે જ આઝમ ખાને જયા પ્રદાની સામે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વચ્ચે આઝમ ખાનની ટિપ્પણીથી પરેશાન જયા પ્રદાએ તો ત્યાં સુધી કહી દીધું કે આઝમ ખાન સાહેબ, શું હું મારી જઉં તો તમે ખુશ રહેશો? સાથે તેમણે એમ પણ ક્હ્યું કે આઝમ ખાનને ચૂંટણી ન લડવા દેવી જોઈએ. આઝમ ખાન સામે આ મામલે ફરિયાદ પણ દાખલ થઈ છે.

  2/11
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગીર સોમનાથના કોડીનારમાં સભાને સંબોધન કર્યું. અમિત શાહે કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ ભારતનો હિસ્સો જ ન હોત.સભામાં તેમણે આઝમ ખાને જયાપ્રદા પર કરેલી ટિપ્પણી મામલે આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આ મામલે રાહુલ ગાંધી, માયાવતી અને અખિલેશ યાદવે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. સપા, બસપા અને આઝમ ખાને તરત જ માફી માંગવી જોઈએ.

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગીર સોમનાથના કોડીનારમાં સભાને સંબોધન કર્યું. અમિત શાહે કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ ભારતનો હિસ્સો જ ન હોત.સભામાં તેમણે આઝમ ખાને જયાપ્રદા પર કરેલી ટિપ્પણી મામલે આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આ મામલે રાહુલ ગાંધી, માયાવતી અને અખિલેશ યાદવે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. સપા, બસપા અને આઝમ ખાને તરત જ માફી માંગવી જોઈએ.

  3/11
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા હાલ અમિત શાહ ગુજરાતમાં છે. તે પોતાના મતવિસ્તારમાં રોડ શો કરીને મતદારો સાથે મુલાકાત કરી રહ્યા છે. આવો જ એક રોડ શો ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે સાંજે કલોલ ખાતે કર્યો હતો. જો કે આ રોડ શો બાદ યોજાયેલા ભાજપના સંમેલનમાં ખુદ અમિત શાહે જ હાજરી નહોતી આપી. જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા હાલ અમિત શાહ ગુજરાતમાં છે. તે પોતાના મતવિસ્તારમાં રોડ શો કરીને મતદારો સાથે મુલાકાત કરી રહ્યા છે. આવો જ એક રોડ શો ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે સાંજે કલોલ ખાતે કર્યો હતો. જો કે આ રોડ શો બાદ યોજાયેલા ભાજપના સંમેલનમાં ખુદ અમિત શાહે જ હાજરી નહોતી આપી. જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  4/11
 • વડાપ્રધાન મોદીની બાયોપિક મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફિલ્મ જોઈને નિર્ણય લેવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મના નિર્માતાઓની અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચને કહ્યું કે તેઓ ફિલ્મ જોઈને કહે કે ફિલ્મ રિલીઝ થવા લાયક છે કે નહીં. કોર્ટે ચૂંટણી પંચને 22 એપ્રિલ સુધીમાં સીલબંધ કરવામાં પોતાના વિચારો રજૂ કરવાનું કહ્યું છે.

  વડાપ્રધાન મોદીની બાયોપિક મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફિલ્મ જોઈને નિર્ણય લેવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મના નિર્માતાઓની અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચને કહ્યું કે તેઓ ફિલ્મ જોઈને કહે કે ફિલ્મ રિલીઝ થવા લાયક છે કે નહીં. કોર્ટે ચૂંટણી પંચને 22 એપ્રિલ સુધીમાં સીલબંધ કરવામાં પોતાના વિચારો રજૂ કરવાનું કહ્યું છે.

  5/11
 • ટિકટોકના વીડિયો બનાવવાની લ્હાયમાં દિલ્હીના એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. ટિકટોક માટે વીડિયો બનાવતા સમયે ભૂલથી ગોળી ચાલી જતા આ દુર્ઘટના બની.ઘટના દિલ્હીની છે જ્યાં શનિવારે સલમાન નામનો યુવક તેના મિત્રો સોહેલ અને આમિર સાથે ઈન્ડિયા ગેટ ગયો હતો. ત્યાંથી પાછા ફરતા સમયે સોહેલ સલમાનની બાજુમાં બેઠો હતો અને સલમાન કાર ચલાવી રહ્યો છે. સોહેલ પાસે દેશી બનાવટની પિસ્તોલ હતી. વીડિયો બનાવવા માટે તેણે આ પિસ્તોલ સલમાન પર તાકી અને વીડિયો બનાવતા સમયે તેમાંથી ગોળી ચાલી ગઈ.

  ટિકટોકના વીડિયો બનાવવાની લ્હાયમાં દિલ્હીના એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. ટિકટોક માટે વીડિયો બનાવતા સમયે ભૂલથી ગોળી ચાલી જતા આ દુર્ઘટના બની.ઘટના દિલ્હીની છે જ્યાં શનિવારે સલમાન નામનો યુવક તેના મિત્રો સોહેલ અને આમિર સાથે ઈન્ડિયા ગેટ ગયો હતો. ત્યાંથી પાછા ફરતા સમયે સોહેલ સલમાનની બાજુમાં બેઠો હતો અને સલમાન કાર ચલાવી રહ્યો છે. સોહેલ પાસે દેશી બનાવટની પિસ્તોલ હતી. વીડિયો બનાવવા માટે તેણે આ પિસ્તોલ સલમાન પર તાકી અને વીડિયો બનાવતા સમયે તેમાંથી ગોળી ચાલી ગઈ.

  6/11
 • ગુજરાત અને મહારાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો. મોરબી, જામનગરમાં વાદળછાયું વાતાવરણ છે. પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.છેલ્લા બે દિવસના સખત ઉકળાટ બાદ ભરઉનાળે મુંબઈ અને એના પરાં વિસ્તારોમાં ગઈ કાલે સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો. મુંબઈ અને MMR (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન)માં ગઈ કાલે સાંજ બાદ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

  ગુજરાત અને મહારાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો. મોરબી, જામનગરમાં વાદળછાયું વાતાવરણ છે. પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.છેલ્લા બે દિવસના સખત ઉકળાટ બાદ ભરઉનાળે મુંબઈ અને એના પરાં વિસ્તારોમાં ગઈ કાલે સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો. મુંબઈ અને MMR (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન)માં ગઈ કાલે સાંજ બાદ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

  7/11
 • મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ઓછી કરવા માટે રેલવે રાજકોટ થઈને જતી ગાડી નંબર 18402 ઓખા-પુરી અને 18401 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના ત્રણ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને વેકેશનમાં યાત્રિકોને ધસારો વધારે રહે છે. જેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ઓછી કરવા માટે રેલવે રાજકોટ થઈને જતી ગાડી નંબર 18402 ઓખા-પુરી અને 18401 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના ત્રણ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને વેકેશનમાં યાત્રિકોને ધસારો વધારે રહે છે. જેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  8/11
 • સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. સાથે જ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ની પણ દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. ત્યારે સલમાન ખાને પોતાની ફિલ્મ 'ભારત'નો એક લૂક રિવીલ કર્યો છે. સલમાન ખાને શૅર કરેલો આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં સલમાન ખાન સિનિયર સિટીઝનના ગેટ અપમાં દેખાઈ રહ્યા છે. સલમાને આ ફોટોની સાથે કેપ્શન પણ લખ્યો છે. સલમાન ખાનની આ પોસ્ટ પર ફેન્સના રિએક્શન પણ આવી રહ્યા છે. આ ફોટો જોઈને લાગી રહ્યું છે કે સલમાન ખાનનો આ લૂક 'ભારત'ના એક લૂકની ઝલક છે.

  સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. સાથે જ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ની પણ દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. ત્યારે સલમાન ખાને પોતાની ફિલ્મ 'ભારત'નો એક લૂક રિવીલ કર્યો છે. સલમાન ખાને શૅર કરેલો આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં સલમાન ખાન સિનિયર સિટીઝનના ગેટ અપમાં દેખાઈ રહ્યા છે. સલમાને આ ફોટોની સાથે કેપ્શન પણ લખ્યો છે. સલમાન ખાનની આ પોસ્ટ પર ફેન્સના રિએક્શન પણ આવી રહ્યા છે. આ ફોટો જોઈને લાગી રહ્યું છે કે સલમાન ખાનનો આ લૂક 'ભારત'ના એક લૂકની ઝલક છે.

  9/11
 • ઈંગ્લેન્ડમાં રમાવા જઈ રહેલી ભારતીય ટીમ સોમવારે જાહેર થવા જઈ રહી છે. અનુભવી ખેલાડીઓ પોતાની ભારતીય ટીમ જાહેર કરી રહ્યા છે ત્યારે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે પણ તેમના અનુસારની ભારતીય ટીમ જાહેર કરી હતી. કપિલ દેવ એક ઈન્ટરવ્યૂમાં તેમની ટીમ જાહેર કરી હતી મહત્વનું એ છે કે કપિલ દેવે ભારતીય ટીમના નવા પ્લેયર શુભમન ગીલને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. આ જ રીતે ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. આ યાદીમાં સહેવાગ પણ પોતાની ટીમ જાહેર કરીને ઉમેરાયા છે.

  ઈંગ્લેન્ડમાં રમાવા જઈ રહેલી ભારતીય ટીમ સોમવારે જાહેર થવા જઈ રહી છે. અનુભવી ખેલાડીઓ પોતાની ભારતીય ટીમ જાહેર કરી રહ્યા છે ત્યારે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે પણ તેમના અનુસારની ભારતીય ટીમ જાહેર કરી હતી. કપિલ દેવ એક ઈન્ટરવ્યૂમાં તેમની ટીમ જાહેર કરી હતી મહત્વનું એ છે કે કપિલ દેવે ભારતીય ટીમના નવા પ્લેયર શુભમન ગીલને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. આ જ રીતે ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. આ યાદીમાં સહેવાગ પણ પોતાની ટીમ જાહેર કરીને ઉમેરાયા છે.

  10/11
 • IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. પંજાબ સામે પહેલી જીત મેળવાનાર બેંગ્લોરની ટીમ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. બેંગ્લોર માટે એક-એક મેચ મહત્વની છે કારણ કે તેણે પ્લે ઑફમાં પહોંચવા માટે દરેક મેચ જીતવી પડે એમ છે. જેથી રોહિત શર્માની કપ્તાની વાળી મુંબઈની ટીમને મુશ્કેલી પડી શકે છે.

  IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. પંજાબ સામે પહેલી જીત મેળવાનાર બેંગ્લોરની ટીમ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. બેંગ્લોર માટે એક-એક મેચ મહત્વની છે કારણ કે તેણે પ્લે ઑફમાં પહોંચવા માટે દરેક મેચ જીતવી પડે એમ છે. જેથી રોહિત શર્માની કપ્તાની વાળી મુંબઈની ટીમને મુશ્કેલી પડી શકે છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસના બપોરના ત્રણ વાગ્યા સુધીના મહત્વના સમાચાર. અત્યાર સુધીની તમામ હલચલ, જે જાણવા જરૂરી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK