બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: Apr 17, 2019, 14:57 IST | Sheetal Patel
 • વડાપ્રધાન મોદી આજે વતન ગુજરાતમાં છે. આજે મોદી એવી બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે જ્યાં ભાજપ માટે કપરાં ચડાણ છે. 23 એપ્રિલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજથી બે દિવસ માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે. બે દિવસમાં તેઓ સુરેન્દ્રનગર, આણંદ, હિંમતનગર અને અમરેલીમાં જનસભા કરશે. વડાપ્રધાન મોદી બુધવારે સાબરકાંઠાથી ઉમેદવાર દીપસિંહ રાઠોડ માટે હિંમતનગરમાં સભાને સંબોધન કરશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જાહેર સભાને સંબોધન કરશે. સાંજે પાંચ વાગ્યે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેષ પટેલ માટે વલ્લભ વિદ્યાનગરમાં સભા કરશે.

  વડાપ્રધાન મોદી આજે વતન ગુજરાતમાં છે. આજે મોદી એવી બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે જ્યાં ભાજપ માટે કપરાં ચડાણ છે. 23 એપ્રિલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજથી બે દિવસ માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે. બે દિવસમાં તેઓ સુરેન્દ્રનગર, આણંદ, હિંમતનગર અને અમરેલીમાં જનસભા કરશે. વડાપ્રધાન મોદી બુધવારે સાબરકાંઠાથી ઉમેદવાર દીપસિંહ રાઠોડ માટે હિંમતનગરમાં સભાને સંબોધન કરશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જાહેર સભાને સંબોધન કરશે. સાંજે પાંચ વાગ્યે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેષ પટેલ માટે વલ્લભ વિદ્યાનગરમાં સભા કરશે.

  1/10
 • રાજકોટ પૂર્વથી ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાની જાતને જ સાંકળથી મારી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. વીડિયો રાજકોટના ગ્રામ્ય વિસ્તારનો છે. જ્યાં રાજકોટથી સાંસદ અને ભાજપના લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે અરવિંદ રૈયાણી પ્રચાર માટે પહોંચ્યા હતા. રૈયાણી અહીં માતાજીના માંડવામાં લોકો સાથે બેઠા અને પોતાની જાતને સાંકળથી કોરડા મારવા મંડ્યા. રૈયાણીનું આ વર્તન અંધશ્રદ્ધાના કારણે ચર્ચાનો વિષય બન્યું છે.

  રાજકોટ પૂર્વથી ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાની જાતને જ સાંકળથી મારી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. વીડિયો રાજકોટના ગ્રામ્ય વિસ્તારનો છે. જ્યાં રાજકોટથી સાંસદ અને ભાજપના લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે અરવિંદ રૈયાણી પ્રચાર માટે પહોંચ્યા હતા. રૈયાણી અહીં માતાજીના માંડવામાં લોકો સાથે બેઠા અને પોતાની જાતને સાંકળથી કોરડા મારવા મંડ્યા. રૈયાણીનું આ વર્તન અંધશ્રદ્ધાના કારણે ચર્ચાનો વિષય બન્યું છે.

  2/10
 • ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં રહેલા પાકને નુકસાન થયું છે. આ સમસ્યા લાંબા સમયથી સામે આવી રહી છે. જો કે આજ સુધી તેનો ઉકેલ નથી આવ્યો. અચાનક માવઠું આવ્યું અને સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલો પાક પલળી ગયો. વરસાદના કારણે પાક પલળી જતા પાકની ગુણવત્તા પર અસર પડી છે. વરસાદના કારણે ચણા, ઘઉં, મગફળી, એરંડા અને ધાણાનો પાક જે વેપારીઓએ ખરીદ્યો હતો તેના પર અસર પડી છે.

  ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં રહેલા પાકને નુકસાન થયું છે. આ સમસ્યા લાંબા સમયથી સામે આવી રહી છે. જો કે આજ સુધી તેનો ઉકેલ નથી આવ્યો. અચાનક માવઠું આવ્યું અને સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલો પાક પલળી ગયો. વરસાદના કારણે પાક પલળી જતા પાકની ગુણવત્તા પર અસર પડી છે. વરસાદના કારણે ચણા, ઘઉં, મગફળી, એરંડા અને ધાણાનો પાક જે વેપારીઓએ ખરીદ્યો હતો તેના પર અસર પડી છે.

  3/10
 • રાજકોટમાંથી ફરી એકવાર મોરફીન નામના માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત 22 લાખથી વધુની છે. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે રાજકોટમાંથી લાખોની કિંમતનો મોરફીનનો જથ્થો ઝડપાયો છે. આ પહેલી વાર નથી કે રાજકોટમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં માતા-પુત્રની  ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી છે. આરોપીના નામ રફીક બેલીમ અને જુબેદાબેન સલીમ છે. જેમની પાસેથી હેરોઈનના સક્રીય ઘટક મોરફીનનો 223. 370 ગ્રામ જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત 22 લાખ 33 હજાર 700 રૂપિયા જેવી થવા જાય છે.

  રાજકોટમાંથી ફરી એકવાર મોરફીન નામના માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત 22 લાખથી વધુની છે. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે રાજકોટમાંથી લાખોની કિંમતનો મોરફીનનો જથ્થો ઝડપાયો છે. આ પહેલી વાર નથી કે રાજકોટમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં માતા-પુત્રની  ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી છે. આરોપીના નામ રફીક બેલીમ અને જુબેદાબેન સલીમ છે. જેમની પાસેથી હેરોઈનના સક્રીય ઘટક મોરફીનનો 223. 370 ગ્રામ જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત 22 લાખ 33 હજાર 700 રૂપિયા જેવી થવા જાય છે.

  4/10
 • કમોસમી વરસાદ અને આંધી તોફાને દેશના અનેક શહેરોમાં કહેર વરસાવ્યો છે. આજે પણ હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં આંધી-તોફાનનું અલર્ટ આપ્યું છે. મંગળવારે ગુજરાતમાં વાતાવરણે પલટો લીધો હતો અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. આજે પણ હવામાન વિભાગે આંધી અને તોફાન સાથે વરસાદની ચેતવણી આપી છે. 

  કમોસમી વરસાદ અને આંધી તોફાને દેશના અનેક શહેરોમાં કહેર વરસાવ્યો છે. આજે પણ હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં આંધી-તોફાનનું અલર્ટ આપ્યું છે. મંગળવારે ગુજરાતમાં વાતાવરણે પલટો લીધો હતો અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. આજે પણ હવામાન વિભાગે આંધી અને તોફાન સાથે વરસાદની ચેતવણી આપી છે. 

  5/10
 • વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરી તેમને સહાયની જાહેરાત કરી. જેના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટ કર્યું છે. મોસમે ભર ઉનાળે અચાનક એવી કરવટ બદલી કે દેશના અનેક રાજ્યોમાં તબાહીનો માહોલ નજર આવ્યો. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આંધી અને વીજળી પડવાથી અનેક લોકોના જીવ ચાલ્યા ગયા. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારજનોને શાંત્વના આપી. વડાપ્રધાન હોવાના નાતે તેમની પાસેથી આ જ આશા હતી, પરંતુ તેમના ટ્વીટમાં ગુજરાત શબ્દ હતો. જેને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મુદ્દો બનાવી દીધો.

  વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરી તેમને સહાયની જાહેરાત કરી. જેના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટ કર્યું છે. મોસમે ભર ઉનાળે અચાનક એવી કરવટ બદલી કે દેશના અનેક રાજ્યોમાં તબાહીનો માહોલ નજર આવ્યો. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આંધી અને વીજળી પડવાથી અનેક લોકોના જીવ ચાલ્યા ગયા. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારજનોને શાંત્વના આપી. વડાપ્રધાન હોવાના નાતે તેમની પાસેથી આ જ આશા હતી, પરંતુ તેમના ટ્વીટમાં ગુજરાત શબ્દ હતો. જેને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મુદ્દો બનાવી દીધો.

  6/10
 • સલમાન ખાન અને કેટરિના કૈફ આ સમયે પોતાની ફિલ્મ ભારત માટે ચર્ચામાં છે. સલમાન ખાન છેલ્લા બે દિવસમાં ભારતના બે પોસ્ટર રિલીઝ થઈ ગયા છે અને હમણા થોડા સમય પહેલા કેટરિનાએ પણ સોશિયમ મીડિયા પર ભારતનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. 

  સલમાન ખાન અને કેટરિના કૈફ આ સમયે પોતાની ફિલ્મ ભારત માટે ચર્ચામાં છે. સલમાન ખાન છેલ્લા બે દિવસમાં ભારતના બે પોસ્ટર રિલીઝ થઈ ગયા છે અને હમણા થોડા સમય પહેલા કેટરિનાએ પણ સોશિયમ મીડિયા પર ભારતનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. 

  7/10
 • મણિકર્ણિકા બાદ કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ છે મેન્ટલ હૈ ક્યા. ફિલ્મમાં કંગના રનૌતની સાથે ટેલન્ટેડ એક્ટર રાજકુમાર રાવ છે. રાજકુમાર રાવ અને કંગના સ્ટારર આ ફિલ્મનું પોસ્ટર રિવીલ થઈ ચક્યુ છે. ફિલ્મ 21 જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

  મણિકર્ણિકા બાદ કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ છે મેન્ટલ હૈ ક્યા. ફિલ્મમાં કંગના રનૌતની સાથે ટેલન્ટેડ એક્ટર રાજકુમાર રાવ છે. રાજકુમાર રાવ અને કંગના સ્ટારર આ ફિલ્મનું પોસ્ટર રિવીલ થઈ ચક્યુ છે. ફિલ્મ 21 જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

  8/10
 • અનુષ્કા શર્માએ રબ ને બના દી જોડીથી લઈને ઝીરો સુધી પ્રત્યેક સમયે પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે. અનુષ્કાએ વિરાટ કોહલીથી લગ્ન બાદ ફિલ્મ ઓછી કરી દીધી છે. તે હવે કોઈપણ ફિલ્મની પાર્ટી અથવા ઈવેન્ટમાં નજર નથી આતી અને હાલ એની પાસે કોઈ ફિલ્મ નથી. અનુષ્કાના પ્રોડક્શનથી છેલ્લા દિવસમાં ફિલ્મ બનાવવાની ખબર આવી હતી પરંતુ અત્યાર સુધી શૂટિંગ શરૂ થઈ નથી.

  અનુષ્કા શર્માએ રબ ને બના દી જોડીથી લઈને ઝીરો સુધી પ્રત્યેક સમયે પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે. અનુષ્કાએ વિરાટ કોહલીથી લગ્ન બાદ ફિલ્મ ઓછી કરી દીધી છે. તે હવે કોઈપણ ફિલ્મની પાર્ટી અથવા ઈવેન્ટમાં નજર નથી આતી અને હાલ એની પાસે કોઈ ફિલ્મ નથી. અનુષ્કાના પ્રોડક્શનથી છેલ્લા દિવસમાં ફિલ્મ બનાવવાની ખબર આવી હતી પરંતુ અત્યાર સુધી શૂટિંગ શરૂ થઈ નથી.

  9/10
 • આજે આઇપીએલમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાન પર ઉતરશે. ધોનીની ટીમ જો આજે મેચ જીતી લેશે તો આઇપીએલના પ્લે ઓફમાં જગ્યા બનાવી લેશે. ચેન્નઈની ટીમ 8 મેચોમાં 14 પોઈન્ટ લઈને ટોપ પર છે. જ્યારે સતત 3 મેચ હારી ચુકેલી સનરાઇઝર્સનો આત્મવિશ્વાસ તળીએ છે. તેને ગત મેચમાં દિલ્હીએ માત આપ્યો હતો. ચેન્નઈ ટીમની તાકાત તેની પાસે ટીમ સંયોજનમાં વિવિધતા છે. સ્થિતિને અનુરૂપ પ્લાન એ, બી કે સી છે પરંતુ સનરાઇઝર્સ ઓપનિંગ બેટ્સમેન જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર નિષ્ફળ જવાથી ટીમ દબાવમાં આવી જાઈ છે.

  આજે આઇપીએલમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાન પર ઉતરશે. ધોનીની ટીમ જો આજે મેચ જીતી લેશે તો આઇપીએલના પ્લે ઓફમાં જગ્યા બનાવી લેશે. ચેન્નઈની ટીમ 8 મેચોમાં 14 પોઈન્ટ લઈને ટોપ પર છે. જ્યારે સતત 3 મેચ હારી ચુકેલી સનરાઇઝર્સનો આત્મવિશ્વાસ તળીએ છે. તેને ગત મેચમાં દિલ્હીએ માત આપ્યો હતો. ચેન્નઈ ટીમની તાકાત તેની પાસે ટીમ સંયોજનમાં વિવિધતા છે. સ્થિતિને અનુરૂપ પ્લાન એ, બી કે સી છે પરંતુ સનરાઇઝર્સ ઓપનિંગ બેટ્સમેન જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર નિષ્ફળ જવાથી ટીમ દબાવમાં આવી જાઈ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસના બપોરના ત્રણ વાગ્યા સુધીના મહત્વના સમાચાર. અત્યાર સુધીની તમામ હલચલ, જે જાણવા જરૂરી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK