બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: Apr 16, 2019, 15:05 IST | Sheetal Patel
 • કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે ટ્વિટ કરીને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીથારમનને થેન્ક યુ કહ્યું છે. નિર્મલા સીથારમને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શશિ થરૂર સાથે મુલાકાત કરીને તેમના હાલચાલ જાણ્યા હતા. જે બાદ શશિ થરૂરે ટ્વિટ કરી આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે શશિ થરૂર એક મંદિરમાં પૂજા કરવા દરમિયાન પડી ગયા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

  કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે ટ્વિટ કરીને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીથારમનને થેન્ક યુ કહ્યું છે. નિર્મલા સીથારમને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શશિ થરૂર સાથે મુલાકાત કરીને તેમના હાલચાલ જાણ્યા હતા. જે બાદ શશિ થરૂરે ટ્વિટ કરી આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે શશિ થરૂર એક મંદિરમાં પૂજા કરવા દરમિયાન પડી ગયા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

  1/10
 • વડાપ્રધાન મોદી આજે ઓરિસ્સામાં છે. જ્યાં તેમણે રેલી દરમિયાન કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા. ઓરિસ્સાના સંબલપુરમાં એક જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઓરિસ્સા અને દિલ્હી બંને જગ્યાએ ભાજપની સરકાર બનશે. તમારા લોકોનો મૂડ જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે ડબલ એન્જિન વાળી સરકાર બનવાની છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને બીજૂ જનતા દળ બંને પાર્ટીઓ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે આપણા દેશમાં પ્રાકૃતિક સંસાધનની કોઈ કમી નથી, જરૂર છે તો તેને સારા ઢંગથી કાર્ય કરવાની.

  વડાપ્રધાન મોદી આજે ઓરિસ્સામાં છે. જ્યાં તેમણે રેલી દરમિયાન કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા. ઓરિસ્સાના સંબલપુરમાં એક જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઓરિસ્સા અને દિલ્હી બંને જગ્યાએ ભાજપની સરકાર બનશે. તમારા લોકોનો મૂડ જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે ડબલ એન્જિન વાળી સરકાર બનવાની છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને બીજૂ જનતા દળ બંને પાર્ટીઓ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે આપણા દેશમાં પ્રાકૃતિક સંસાધનની કોઈ કમી નથી, જરૂર છે તો તેને સારા ઢંગથી કાર્ય કરવાની.

  2/10
 • અરવલ્લીમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસા-હિંમતનગર રોડ પર થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, તો 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામનાર 3 વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મોડાસા તાલુકાના રસુલપુર પાસે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ જતા દૂધના ટેન્કરે ઈકો કારને ટક્કર મારી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે ઈકો કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા. તો અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મૃતકો મુલોજ ગામના વતની હોવાનું માલૂમ પડ્યું છે.

  અરવલ્લીમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસા-હિંમતનગર રોડ પર થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, તો 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામનાર 3 વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મોડાસા તાલુકાના રસુલપુર પાસે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ જતા દૂધના ટેન્કરે ઈકો કારને ટક્કર મારી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે ઈકો કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા. તો અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મૃતકો મુલોજ ગામના વતની હોવાનું માલૂમ પડ્યું છે.

  3/10
 • સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારમાં હથિયાર વપરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસની કોઈપણ બીક ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારોનો ઉપયોગ કરીને એક યુવાન પર અજાણ્યા વ્યક્તિએ 3થી 4 વાર ફાયરિંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડાયો હતો. ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા. 

  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારમાં હથિયાર વપરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસની કોઈપણ બીક ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારોનો ઉપયોગ કરીને એક યુવાન પર અજાણ્યા વ્યક્તિએ 3થી 4 વાર ફાયરિંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડાયો હતો. ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા. 

  4/10
 • રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડી અને ભર ઉનાળે વાદળા જોવા મળી રહ્યા છે. જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં સહિતના પાકમાં નુકસાન થઈ રહ્યું છે. રાજકોટના પડધરી તાલુકામાં વાતાવરણ બદલાવાની સાથે કરા પડ્યા છે. ખામટા ગામમાં કરા પડ્યા. વરસાદના લીધે ગરમીના ઉકળાટથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

  રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડી અને ભર ઉનાળે વાદળા જોવા મળી રહ્યા છે. જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં સહિતના પાકમાં નુકસાન થઈ રહ્યું છે. રાજકોટના પડધરી તાલુકામાં વાતાવરણ બદલાવાની સાથે કરા પડ્યા છે. ખામટા ગામમાં કરા પડ્યા. વરસાદના લીધે ગરમીના ઉકળાટથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

  5/10
 • પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો થયો છે. સ્થાનિકોએ પાકિસ્તાની કબૂતર પકડીને પોલીસને સોંપી દીધું છે. પકડાયેલા કબૂતર પર ઉર્દુમાં લખાણ છે અને 1 નંબર લખેલો છે. સ્થાનિકોએ અરનિયાના દેવીગઢ વિસ્તારમાં સૈન્યના શિબિર પાસેથી આ કબૂતરને પકડી પાડ્યું છે.

  પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો થયો છે. સ્થાનિકોએ પાકિસ્તાની કબૂતર પકડીને પોલીસને સોંપી દીધું છે. પકડાયેલા કબૂતર પર ઉર્દુમાં લખાણ છે અને 1 નંબર લખેલો છે. સ્થાનિકોએ અરનિયાના દેવીગઢ વિસ્તારમાં સૈન્યના શિબિર પાસેથી આ કબૂતરને પકડી પાડ્યું છે.

  6/10
 • બૉલીવુડમાં રિમેક ફિલ્મો બનતી આવી છે અને સુપરહિટ પણ રહી છે. એવામાં હજી એક રિમેક ફિલ્મના સમાચાર આવી રહ્યા છે. ફારાહ ખાનને રોહિત શેટ્ટીએ 1982માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ સત્તે પે સત્તાનું રિમેક બનાવવાની જવાબદાર સોંપી છે. માહિતી અનુસાર આ ફિલ્મ અક્ષય કુમારને ઑફર કરવામાં આવી છે અને તે અમિતાભ બચ્ચનવાળા પાત્રમાં જોવા મળશે. જ્યાં હેમા માલિનીના રોલમાં દીપિકા પાદુકોણનું જોવા મળશે. 

  બૉલીવુડમાં રિમેક ફિલ્મો બનતી આવી છે અને સુપરહિટ પણ રહી છે. એવામાં હજી એક રિમેક ફિલ્મના સમાચાર આવી રહ્યા છે. ફારાહ ખાનને રોહિત શેટ્ટીએ 1982માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ સત્તે પે સત્તાનું રિમેક બનાવવાની જવાબદાર સોંપી છે. માહિતી અનુસાર આ ફિલ્મ અક્ષય કુમારને ઑફર કરવામાં આવી છે અને તે અમિતાભ બચ્ચનવાળા પાત્રમાં જોવા મળશે. જ્યાં હેમા માલિનીના રોલમાં દીપિકા પાદુકોણનું જોવા મળશે. 

  7/10
 • દુનિયાની સૌથી બુઢી મહિલા શાર્પશૂટર્સ પર બની રહેલી ફિલ્મ સાંડ કી આંખનું નવું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં તાપસી અને ભૂમિ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં તાપસી અને ભૂમિ ચંદ્રો તોમર અને તેની ભાભી પ્રકાશી તોમરની ભૂમિકામાં જોવા મળશે. વૃદ્ધાના રોલમાં જોવા મળી રહેલા તાપસી અને ભૂમિના આ અંદાજને લોકો પસંદ કરી રહ્યા છે. ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ બંનેએ પોતાના ટ્વિટ્ટર હેંડલ પરથી આ પોસ્ટર શેર કર્યું છે.

  દુનિયાની સૌથી બુઢી મહિલા શાર્પશૂટર્સ પર બની રહેલી ફિલ્મ સાંડ કી આંખનું નવું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં તાપસી અને ભૂમિ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં તાપસી અને ભૂમિ ચંદ્રો તોમર અને તેની ભાભી પ્રકાશી તોમરની ભૂમિકામાં જોવા મળશે. વૃદ્ધાના રોલમાં જોવા મળી રહેલા તાપસી અને ભૂમિના આ અંદાજને લોકો પસંદ કરી રહ્યા છે. ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ બંનેએ પોતાના ટ્વિટ્ટર હેંડલ પરથી આ પોસ્ટર શેર કર્યું છે.

  8/10
 • TikTokના યૂઝર્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના ઇલેક્ટોનિક્સ એન્ડ ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી દ્વારા Google અને Appleને પોતાની એપ સ્ટોરથી ચીનની વીડિયો એપ્લિકેશન TikTokને હટાવવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ સંબંધમાં 3 એપ્રિલે આપેલા મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર TikTokની પિટિશનને ફગાવી દીધી હતી, જેથી એપના ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાવી શકાય છે.

  TikTokના યૂઝર્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના ઇલેક્ટોનિક્સ એન્ડ ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી દ્વારા Google અને Appleને પોતાની એપ સ્ટોરથી ચીનની વીડિયો એપ્લિકેશન TikTokને હટાવવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ સંબંધમાં 3 એપ્રિલે આપેલા મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર TikTokની પિટિશનને ફગાવી દીધી હતી, જેથી એપના ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાવી શકાય છે.

  9/10
 • આઇપીએલમાં મંગળવારે મોહાલીના સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આમને સામનો થશે. પરંતુ આ મેચમાં રાજસ્થાન મેચ જીતવા નહી પણ પોતાનો બદલો લેવા માટે મેદાન પર ઉતરશે. મહત્વની વાત એ છે કે પંજાબ પર પણ આજની મેચમાં દબાળ હશે. કારણ કે પંજાબ છેલ્લી બંને મેચ હાર્યું છે. રાજસ્થાને ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત પંજાબ સામે કરી હતી અને તે મેચમાં પંજાબે 14 રને માત આપી હતી. ત્યારે આજે રાજસ્થાન તેનો બદલો લેવાના ઇરાદા સાથે ઉતરશે.

  આઇપીએલમાં મંગળવારે મોહાલીના સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આમને સામનો થશે. પરંતુ આ મેચમાં રાજસ્થાન મેચ જીતવા નહી પણ પોતાનો બદલો લેવા માટે મેદાન પર ઉતરશે. મહત્વની વાત એ છે કે પંજાબ પર પણ આજની મેચમાં દબાળ હશે. કારણ કે પંજાબ છેલ્લી બંને મેચ હાર્યું છે. રાજસ્થાને ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત પંજાબ સામે કરી હતી અને તે મેચમાં પંજાબે 14 રને માત આપી હતી. ત્યારે આજે રાજસ્થાન તેનો બદલો લેવાના ઇરાદા સાથે ઉતરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસના બપોરના ત્રણ વાગ્યા સુધીના મહત્વના સમાચાર. અત્યાર સુધીની તમામ હલચલ, જે જાણવા જરૂરી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK