8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 17, 2019, 20:03 IST | Dhruva Jetly
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહાર અને ઝારખંડની મુલાકાતે છે. બિહારના બરૌનીમાં પટના મેટ્રોનો શિલાન્યાસ કર્યો અને બિહારની જનતાને 33 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓની ભેટ આપી. ત્યારબાદ મોદી ઝારખંડના હજારીબાગ પહોંચ્યા છે. અહીંયા તેમણે 3 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ 800 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. હજારીબાગમાં મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભદાયીઓને તેમના ઘરની ચાવી પોતાના હાથે આપી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહાર અને ઝારખંડની મુલાકાતે છે. બિહારના બરૌનીમાં પટના મેટ્રોનો શિલાન્યાસ કર્યો અને બિહારની જનતાને 33 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓની ભેટ આપી. ત્યારબાદ મોદી ઝારખંડના હજારીબાગ પહોંચ્યા છે. અહીંયા તેમણે 3 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ 800 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. હજારીબાગમાં મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભદાયીઓને તેમના ઘરની ચાવી પોતાના હાથે આપી.

  1/9
 • 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા. દેશ હજુ આ આતંકી હુમલાના આઘાતમાં છે. આ ઘટનાને લઇને એક તરફ પાકિસ્તાનની નિંદા થઇ રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્ણાણ સેના (મનસે)ની ફિલ્મ વિંગે મ્યૂઝિક લેબલ કંપનીઓને પાકિસ્તાની સિંગર્સ સાથે કામ ન કરવા માટે ધમકી આપી છે. મનસેની ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે જણાવ્યું છે કે, અમે ટી-સીરીઝ, સોની મ્યૂઝિક, વિનસ, ટિપ્સ મ્યૂઝિક જેવી ભારતીય મ્યૂઝિક કંપનીઓને પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાની ના પાડી છે.

  14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા. દેશ હજુ આ આતંકી હુમલાના આઘાતમાં છે. આ ઘટનાને લઇને એક તરફ પાકિસ્તાનની નિંદા થઇ રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્ણાણ સેના (મનસે)ની ફિલ્મ વિંગે મ્યૂઝિક લેબલ કંપનીઓને પાકિસ્તાની સિંગર્સ સાથે કામ ન કરવા માટે ધમકી આપી છે. મનસેની ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે જણાવ્યું છે કે, અમે ટી-સીરીઝ, સોની મ્યૂઝિક, વિનસ, ટિપ્સ મ્યૂઝિક જેવી ભારતીય મ્યૂઝિક કંપનીઓને પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાની ના પાડી છે.

  2/9
 • બિહારના બરૌનીમાં 33 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૈથિલીમાં અભિવાદનની સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. તેમણે તાજેતરમાં પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલામાં દેશ માટે બલિદાન આપનારા પટનાના સંજયકુમાર તેમજ ભાગલપુરના રતનકુમાર ઠાકુરને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ જોઈ રહ્યા છે કે ઘટનાના કારણે લોકોના દિલોમાં આગ છે. આ આગ બુઝાવી ન જોઈએ. તેમણે કહ્યું, 'જે આગ લોકોના દિલમાં પણ છે. બિહારના બંને શહીદ સપૂતોને મારા નમન.'

  બિહારના બરૌનીમાં 33 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૈથિલીમાં અભિવાદનની સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. તેમણે તાજેતરમાં પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલામાં દેશ માટે બલિદાન આપનારા પટનાના સંજયકુમાર તેમજ ભાગલપુરના રતનકુમાર ઠાકુરને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ જોઈ રહ્યા છે કે ઘટનાના કારણે લોકોના દિલોમાં આગ છે. આ આગ બુઝાવી ન જોઈએ. તેમણે કહ્યું, 'જે આગ લોકોના દિલમાં પણ છે. બિહારના બંને શહીદ સપૂતોને મારા નમન.'

  3/9
 • જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ અનેક સેલેબ્રિટીઝ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહી છે. આ લિસ્ટમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું પણ નામ જોડાયું છે. સાનિયાએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માને છે કે દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તી તરીકે અમારે દેશમાં થયેલા હુમલાઓને લઇને નિંદા કરતી પોસ્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર કરવી જરૂરી છે.

  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ અનેક સેલેબ્રિટીઝ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહી છે. આ લિસ્ટમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું પણ નામ જોડાયું છે. સાનિયાએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માને છે કે દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તી તરીકે અમારે દેશમાં થયેલા હુમલાઓને લઇને નિંદા કરતી પોસ્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર કરવી જરૂરી છે.

  4/9
 • પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ પર રામમંદિર શિલાન્યાસ અને અયોધ્યા કૂચના કાર્યક્રમને સ્થગિત કરી દીધો. શંકરાચાર્યએ કહ્યું કે પુલવામા હુમલા પછી દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ બની રહી છે અને આ સમય આતંક વિરુદ્ધ લડવાનો છે. 

  પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ પર રામમંદિર શિલાન્યાસ અને અયોધ્યા કૂચના કાર્યક્રમને સ્થગિત કરી દીધો. શંકરાચાર્યએ કહ્યું કે પુલવામા હુમલા પછી દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ બની રહી છે અને આ સમય આતંક વિરુદ્ધ લડવાનો છે. 

  5/9
 • ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં CID ક્રાઈમ અને ATSની મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનારા બે શાર્પ શૂટર્સની ડાંગ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. બંન્ને શાર્પશૂટરોની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઇ શકે છે. નોંધનીય છે કે જયંતી ભાનુશાળી હત્યા મામલે કોર્ટે મુખ્ય આરોપી છબિલ પટેલને ભાગેડુ જાહેર કર્યા છે. તાજેતરમાં જ છબિલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં તે કહી રહ્યા હતા કે હું નિર્દોષ છું અને હું કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. હાલમાં હું બિઝનેસ માટે વિદેશમાં છું અને ભારતમાં આવીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇશ અને તપાસમાં સહયોગ કરીશ.

  ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં CID ક્રાઈમ અને ATSની મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનારા બે શાર્પ શૂટર્સની ડાંગ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. બંન્ને શાર્પશૂટરોની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઇ શકે છે. નોંધનીય છે કે જયંતી ભાનુશાળી હત્યા મામલે કોર્ટે મુખ્ય આરોપી છબિલ પટેલને ભાગેડુ જાહેર કર્યા છે. તાજેતરમાં જ છબિલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં તે કહી રહ્યા હતા કે હું નિર્દોષ છું અને હું કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. હાલમાં હું બિઝનેસ માટે વિદેશમાં છું અને ભારતમાં આવીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇશ અને તપાસમાં સહયોગ કરીશ.

  6/9
 • છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. તો હાલમાં જ કોંગ્રસેની એક બેઠકમાં પણ અલ્પેશ ઠાકોરની ગેરહાજરી લોકોને આંખે ઉડીને વળગી હતી. ત્યારે ફરી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાના કેન્દ્રમાં છે. કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હાલ તેના જ સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ઠાકોર સમાજ અને ઠાકોર સેના સામસામે આવી હતી અને હોબાળો થયો હતો.

  છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. તો હાલમાં જ કોંગ્રસેની એક બેઠકમાં પણ અલ્પેશ ઠાકોરની ગેરહાજરી લોકોને આંખે ઉડીને વળગી હતી. ત્યારે ફરી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાના કેન્દ્રમાં છે. કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હાલ તેના જ સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ઠાકોર સમાજ અને ઠાકોર સેના સામસામે આવી હતી અને હોબાળો થયો હતો.

  7/9
 • જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનોનો શોક દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. એવામાં શહીદ જવાનોના પરિવારોની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ મોટી પહેલ કરી છે. બીસીસીઆઇના પ્રેસિડેન્ડ સીકે ખન્નાએ સીઓએ ચીફ વિનોદ રાયને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની અપીલ કરી છે.

  જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનોનો શોક દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. એવામાં શહીદ જવાનોના પરિવારોની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ મોટી પહેલ કરી છે. બીસીસીઆઇના પ્રેસિડેન્ડ સીકે ખન્નાએ સીઓએ ચીફ વિનોદ રાયને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની અપીલ કરી છે.

  8/9
 • જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થઈ ગયા. આતંકવાદીઓના શરમજનક કૃત્યના પગલે દેશભરમાં રોષ ફેલાયો છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેરઠેર રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજાઇ રહી છે. આ અંતર્ગત મુંબઈમાં શનિવારે રાત્રે પૂજ્ય પાદ ગોસ્વામી108 શ્રી દ્વારકેશલાલજી મહારારજશ્રી તથા પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી અનુગ્રહકુમારજી મહોદયની અધ્યક્ષતામાં કાંદિવલીમાં મૌન રેલી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થઈ ગયા. આતંકવાદીઓના શરમજનક કૃત્યના પગલે દેશભરમાં રોષ ફેલાયો છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેરઠેર રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજાઇ રહી છે. આ અંતર્ગત મુંબઈમાં શનિવારે રાત્રે પૂજ્ય પાદ ગોસ્વામી108 શ્રી દ્વારકેશલાલજી મહારારજશ્રી તથા પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી અનુગ્રહકુમારજી મહોદયની અધ્યક્ષતામાં કાંદિવલીમાં મૌન રેલી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

તસવીરો સાથે વાંચો આજના આખા દિવસના મહત્વના તમામ સામાચારો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK