રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જાણો એક જ ક્લિકમાં

Published: May 13, 2019, 19:38 IST | Falguni Lakhani
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1984ના સિખ વિરોધી રમખાણોને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે પિત્રોડાને શરમ આવવી જોઈએ. સાથે તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી પિત્રોડાને ખિજાવાનો દેખાવ કરો છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1984ના સિખ વિરોધી રમખાણોને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે પિત્રોડાને શરમ આવવી જોઈએ. સાથે તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી પિત્રોડાને ખિજાવાનો દેખાવ કરો છે.

  1/10
 • મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચેલા પ્રિયંકા ગાંધીએ ઈંદૌરમાં રોડ શો કર્યો. પ્રિયંકાએ પ્રચારની શરૂઆત ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા કરીને કરી. જે બાદ તેમણે રતલામમાં એક રેલીને સંબોધન કર્યું અને ઈંદૌરમાં રોડ શો કર્યો. જે દરમિયાન તેમણે દાદી ઈન્દિરા ગાંધીને પણ યાદ કર્યા.

  મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચેલા પ્રિયંકા ગાંધીએ ઈંદૌરમાં રોડ શો કર્યો. પ્રિયંકાએ પ્રચારની શરૂઆત ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા કરીને કરી. જે બાદ તેમણે રતલામમાં એક રેલીને સંબોધન કર્યું અને ઈંદૌરમાં રોડ શો કર્યો. જે દરમિયાન તેમણે દાદી ઈન્દિરા ગાંધીને પણ યાદ કર્યા.

  2/10
 • ગુજરાતમાં GSFC તરફથી વેચવામાં આવેલા ખાતરમાં વજન ઓછો આવતું હોવાનો વિવાદ વધી રહ્યો છે. વારંવાર મળતી ફરિયાદો બાદ મુખ્યમંત્રી રૂપાણીએ બેઠક બોલાવી છે. વિપક્ષ આ મામલે સતત શાસક પક્ષ પર હુમલો કરી રહ્યું છે.

  ગુજરાતમાં GSFC તરફથી વેચવામાં આવેલા ખાતરમાં વજન ઓછો આવતું હોવાનો વિવાદ વધી રહ્યો છે. વારંવાર મળતી ફરિયાદો બાદ મુખ્યમંત્રી રૂપાણીએ બેઠક બોલાવી છે. વિપક્ષ આ મામલે સતત શાસક પક્ષ પર હુમલો કરી રહ્યું છે.

  3/10
 • દિલ્હી હાઇકોર્ટે નવા ચીફ જસ્ટિસની નિમણુક કરી છે. આ નવા ચીફ જસ્ટિસ તરીકે ઝારખંડના હાઇકોર્ટના જસ્ટિસ ડી.એન. પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન આવતા જૂન મહિનમાં રિટાયર્ડ થવા જઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટેની કોલેજિયમ દ્વારા જસ્ટિસ ધીરૂભાઈ નારણભાઈ પટેલના નામની ભલામણ દિલ્હી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે કેદ્ર સરકારને કરવામાં આવી છે. કેદ્રના નિર્ણય બાદ રાષ્ટ્રપતિના આદેશથી તેમની નિમણૂંક કરવામાં આવશે.

  દિલ્હી હાઇકોર્ટે નવા ચીફ જસ્ટિસની નિમણુક કરી છે. આ નવા ચીફ જસ્ટિસ તરીકે ઝારખંડના હાઇકોર્ટના જસ્ટિસ ડી.એન. પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન આવતા જૂન મહિનમાં રિટાયર્ડ થવા જઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટેની કોલેજિયમ દ્વારા જસ્ટિસ ધીરૂભાઈ નારણભાઈ પટેલના નામની ભલામણ દિલ્હી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે કેદ્ર સરકારને કરવામાં આવી છે. કેદ્રના નિર્ણય બાદ રાષ્ટ્રપતિના આદેશથી તેમની નિમણૂંક કરવામાં આવશે.

  4/10
 • અમદાવાદની એપલ મલ્ટિ સ્પેશિયાલિટી બાળકોની હૉસ્પિટલના ચોથા માળે  ભીષણ આગ લાગી. જેના પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી લઈ. આગની ખબર મળતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો અને રાહતની કામગીરી હાથ ધરી.

  અમદાવાદની એપલ મલ્ટિ સ્પેશિયાલિટી બાળકોની હૉસ્પિટલના ચોથા માળે  ભીષણ આગ લાગી. જેના પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી લઈ. આગની ખબર મળતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો અને રાહતની કામગીરી હાથ ધરી.

  5/10
 • સુરતના સરદાર બ્રિજ પર એક કારમાં આજે આગ લાગી ગઈ. જેને બાદમાં બુઝાવવામાં આવી. જો કે અકસ્માતમાં કોઈ ઘાયલ થયું હોવાના અહેવાલ નથી.

  સુરતના સરદાર બ્રિજ પર એક કારમાં આજે આગ લાગી ગઈ. જેને બાદમાં બુઝાવવામાં આવી. જો કે અકસ્માતમાં કોઈ ઘાયલ થયું હોવાના અહેવાલ નથી.

  6/10
 • શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં શાહિદ એક જનૂની આશિકના કિરદારમાં જોવા મળી રહ્યા છે. શાહિદની આ ફિલ્મ 2017માં આવેલી તેલુગૂ બ્લૉકબસ્ટર ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની ઑફિશિયલ રીમેક છે. ફિલ્મમાં શાહિદની સામે કિયારા અડવાણી છે. આ ફિલ્મને સંદીપ વાંગાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમારે કર્યું છે. ટ્રેલર રીલિઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેને જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ચાહકોએ તેને શાહિદ કપૂરની બ્લૉકબસ્ટર ફિલ્મ બતાવી દીધું છે.

  શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં શાહિદ એક જનૂની આશિકના કિરદારમાં જોવા મળી રહ્યા છે. શાહિદની આ ફિલ્મ 2017માં આવેલી તેલુગૂ બ્લૉકબસ્ટર ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની ઑફિશિયલ રીમેક છે. ફિલ્મમાં શાહિદની સામે કિયારા અડવાણી છે. આ ફિલ્મને સંદીપ વાંગાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમારે કર્યું છે. ટ્રેલર રીલિઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેને જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ચાહકોએ તેને શાહિદ કપૂરની બ્લૉકબસ્ટર ફિલ્મ બતાવી દીધું છે.

  7/10
 • સિંઘમ, સિંઘમ-2 અને સિમ્બા પછી રોહિત શેટ્ટી સૂર્યવંશી લઈને આવી રહ્યા છે. આ વખતે રોહિત શેટ્ટી અક્ષય કુમારને લઈને ફિલ્મમાં કામ કરી રહ્યા છે. લીડ એક્ટર પછી ફિલ્મમાં વિલેનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રામલીલા, ગુલાલ જેવી ફિલ્મોમાં વિલનના રોલથી પ્રભાવિત કરતા અભિમન્યૂ સિંહની પસંદગી કરવામાં આવી હતી.

  સિંઘમ, સિંઘમ-2 અને સિમ્બા પછી રોહિત શેટ્ટી સૂર્યવંશી લઈને આવી રહ્યા છે. આ વખતે રોહિત શેટ્ટી અક્ષય કુમારને લઈને ફિલ્મમાં કામ કરી રહ્યા છે. લીડ એક્ટર પછી ફિલ્મમાં વિલેનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રામલીલા, ગુલાલ જેવી ફિલ્મોમાં વિલનના રોલથી પ્રભાવિત કરતા અભિમન્યૂ સિંહની પસંદગી કરવામાં આવી હતી.

  8/10
 • બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસથી તેની નાગરિકતાને લઈને ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાલમાં અક્ષયે ઈન્ટરવ્યૂ કર્યો હતો. ત્યાર બાદ ચૂંટણી દરમિયાન મત ન આપતા તેમની નાગરિકતા સામે પ્રશ્નો ઉઠ્યા હતા. અક્ષય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે દેશભક્તિ વાળી ફિલ્મો કરે છે. મોદીનો ઈન્ટરવ્યૂ કરે છે. પરંતુ તેમની પાસે જ ભારતની નાગરિકતા નથી. જો કે અક્ષય કુમારને આ મામલે રોહિત શેટ્ટીનો સપોર્ટ મળ્યો છે.    

  બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસથી તેની નાગરિકતાને લઈને ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાલમાં અક્ષયે ઈન્ટરવ્યૂ કર્યો હતો. ત્યાર બાદ ચૂંટણી દરમિયાન મત ન આપતા તેમની નાગરિકતા સામે પ્રશ્નો ઉઠ્યા હતા. અક્ષય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે દેશભક્તિ વાળી ફિલ્મો કરે છે. મોદીનો ઈન્ટરવ્યૂ કરે છે. પરંતુ તેમની પાસે જ ભારતની નાગરિકતા નથી. જો કે અક્ષય કુમારને આ મામલે રોહિત શેટ્ટીનો સપોર્ટ મળ્યો છે.

   

   

  9/10
 • Xiaomiના સ્માર્ટફઓન માટે હવે ઑનલાઈન સેલની રાહ નહીં જોવી પડે. કંપની જલ્દી જ Mi Express Kiosk વેન્ડિંગ મશીન ભારતમાં ઈન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે. આ કિયોસ્કના માધ્યમથી Xiaomiના સ્માર્ટફોન્સ ખરીદી શકશે.

  Xiaomiના સ્માર્ટફઓન માટે હવે ઑનલાઈન સેલની રાહ નહીં જોવી પડે. કંપની જલ્દી જ Mi Express Kiosk વેન્ડિંગ મશીન ભારતમાં ઈન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે. આ કિયોસ્કના માધ્યમથી Xiaomiના સ્માર્ટફોન્સ ખરીદી શકશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? જાણો એક જ ક્લિકમાં..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK