જાણો આજના દિવસના મહત્વના સમાચાર, એક ક્લિકમાં

Published: Apr 21, 2019, 19:47 IST | Falguni Lakhani
 • મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે રવિવારે પ્રચાર પડઘમ શાંત થયા છે. આચારસંહિતા પ્રમાણે હવે કોઈ ઉમેદવાર પ્રચાર ન કરી શકે. આ મામલે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ પણ કરી અને ચૂંટણીની તૈયારીઓની માહિતી આપી.

  મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે રવિવારે પ્રચાર પડઘમ શાંત થયા છે. આચારસંહિતા પ્રમાણે હવે કોઈ ઉમેદવાર પ્રચાર ન કરી શકે. આ મામલે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ પણ કરી અને ચૂંટણીની તૈયારીઓની માહિતી આપી.

  1/10
 • પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે તમામ પક્ષોએ જોરદાર પ્રયાસો કર્યા. ખુદ વડાપ્રધાન મોદીએ સભા કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સાણંદમાં રોડ શો કર્યો. તો કોંગ્રેસ પણ પ્રચારમાં કચાશ ન છોડી. વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલે પ્રચાર કર્યો અને તેમની વડોદરાથી જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

  પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે તમામ પક્ષોએ જોરદાર પ્રયાસો કર્યા. ખુદ વડાપ્રધાન મોદીએ સભા કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સાણંદમાં રોડ શો કર્યો. તો કોંગ્રેસ પણ પ્રચારમાં કચાશ ન છોડી. વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલે પ્રચાર કર્યો અને તેમની વડોદરાથી જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

  2/10
 • વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસના અધ્યક્ષ કહેશે તો હું વારાણસીથી ચૂંટણી લડીશ.

  વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસના અધ્યક્ષ કહેશે તો હું વારાણસીથી ચૂંટણી લડીશ.

  3/10
 • ઈસ્ટર સન્ડેના દિવસે શ્રીલંકામાં થયેલા 8 શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાં 35 વિદેશી નાગરિકો સહિત 207 લોકોનાં મોત થયા છે. આ મામલે સાત શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર શ્રીલંકામં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. સાથે સોશિયલ મીડિયા પર પાબંદી મુકવામાં આવી છે.

  ઈસ્ટર સન્ડેના દિવસે શ્રીલંકામાં થયેલા 8 શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાં 35 વિદેશી નાગરિકો સહિત 207 લોકોનાં મોત થયા છે. આ મામલે સાત શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર શ્રીલંકામં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. સાથે સોશિયલ મીડિયા પર પાબંદી મુકવામાં આવી છે.

  4/10
 • શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટથી આખું ફિલ્મ જગત આઘાતમાં છે. અને સૌથી વધુ આઘાત લાગ્યો છે મૂળ શ્રીલંકન અભિનેત્રી જેક્લીન ફર્નાંડિસને. જેકલીને કહ્યું કે, "શ્રીલંકામાં બૉમ્બ વિસ્ફોટની ખબરથી હું બેહદ દુઃખી છું. આ દુર્ભાગ્યની વાત છે કે એ કોઈ નથી જોતું કે હિંસા ચેઈન રીએક્શન છે."

  શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટથી આખું ફિલ્મ જગત આઘાતમાં છે. અને સૌથી વધુ આઘાત લાગ્યો છે મૂળ શ્રીલંકન અભિનેત્રી જેક્લીન ફર્નાંડિસને. જેકલીને કહ્યું કે, "શ્રીલંકામાં બૉમ્બ વિસ્ફોટની ખબરથી હું બેહદ દુઃખી છું. આ દુર્ભાગ્યની વાત છે કે એ કોઈ નથી જોતું કે હિંસા ચેઈન રીએક્શન છે."

  5/10
 • અનેક ભૂમિકાઓ ભજવતી અને ખાસ તો નકારાત્મક પાત્ર ભજવતી ગ્લેમરસ લૂક્સ ધરાવતી અભિનેત્રી તરીકે લોકપ્રિય થયેલી આશકા ગોરડિયા બે વર્ષ પછી ટેલિવિઝન પર કમબૅક કરી રહી છે. આ અભિનેત્રી તેની આગામી સિરીયલ હોરર-મિસ્ટરી ડાયનમાં ટીના દત્તા અને મોહિત મલ્હોત્રા સાથે જોડાશે.

  અનેક ભૂમિકાઓ ભજવતી અને ખાસ તો નકારાત્મક પાત્ર ભજવતી ગ્લેમરસ લૂક્સ ધરાવતી અભિનેત્રી તરીકે લોકપ્રિય થયેલી આશકા ગોરડિયા બે વર્ષ પછી ટેલિવિઝન પર કમબૅક કરી રહી છે. આ અભિનેત્રી તેની આગામી સિરીયલ હોરર-મિસ્ટરી ડાયનમાં ટીના દત્તા અને મોહિત મલ્હોત્રા સાથે જોડાશે.

  6/10
 • એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેટ એરવેઝમાં હિસ્સો ખરીદી શકે છે. માત્ર જેટ જ નહીં પરંતુ અંબાણી એર ઈન્ડિયામાં પણ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અંબાણીએ જેટમાં એક હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી છે.

  એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેટ એરવેઝમાં હિસ્સો ખરીદી શકે છે. માત્ર જેટ જ નહીં પરંતુ અંબાણી એર ઈન્ડિયામાં પણ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અંબાણીએ જેટમાં એક હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી છે.

  7/10
 • IPLમાં આજે પહેલી મેચ હૈદરાબાદ અને કોલકાતાની હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સને સતત પાંચમી હાર મળી છે. કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટે 159 રન કર્યા હતા. જે લક્ષ્યને હૈદરાબાદને આસાનીથી મેળવી લીધું અને કોલકાતાને વધુ એક હારનો સ્વાદ ચાખવો પડ્યો.

  IPLમાં આજે પહેલી મેચ હૈદરાબાદ અને કોલકાતાની હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સને સતત પાંચમી હાર મળી છે. કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટે 159 રન કર્યા હતા. જે લક્ષ્યને હૈદરાબાદને આસાનીથી મેળવી લીધું અને કોલકાતાને વધુ એક હારનો સ્વાદ ચાખવો પડ્યો.

  8/10
 • IPLમાં હાલ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ ચાલી રહી છે. CSKના કેપ્ટન ધોનીએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. IPLના હાઈ પ્રોફાઈલ મુકાબલામાંથી આજનો મુકાબલો એક છે. જેમાં એક તરફ ધોની છે જ્યારે બીજી તરફ કેપ્ટન કોહલી છે.

  IPLમાં હાલ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ ચાલી રહી છે. CSKના કેપ્ટન ધોનીએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. IPLના હાઈ પ્રોફાઈલ મુકાબલામાંથી આજનો મુકાબલો એક છે. જેમાં એક તરફ ધોની છે જ્યારે બીજી તરફ કેપ્ટન કોહલી છે.

  9/10
 • ભારતની સ્ટાર એથલિટ દુતી ચંદે એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા પહેલા જ દિવસે મહિલાઓની 400 મીટર દોડમાં પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે હિમા દાસ કમરની ઈજાને કારણે 400 મીટર દોડમાંથી બહાર થઈ ગઈ હતી. 23 વર્ષની દુતીએ 11.28 સેકન્ડનો લમય લઈને મહિલાઓની 100 મીટર દોડમાં ચોથી હીટ જીતી હતી. આ સાથે તેણે 11.29 સેકન્ડનો પોતાનો નેશનલ રેકોર્ડ તોડી દીધો. દુતી ચંદે પોતાનો આ રેકોર્ડ ગત વર્ષે ગુવાહાટીમાં બનાવ્યો હતો. જો કે તે વિશ્વ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન માર્ક 11.24 સેકન્ડથી દૂર રહી હતી. (તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર)

  ભારતની સ્ટાર એથલિટ દુતી ચંદે એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા પહેલા જ દિવસે મહિલાઓની 400 મીટર દોડમાં પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે હિમા દાસ કમરની ઈજાને કારણે 400 મીટર દોડમાંથી બહાર થઈ ગઈ હતી. 23 વર્ષની દુતીએ 11.28 સેકન્ડનો લમય લઈને મહિલાઓની 100 મીટર દોડમાં ચોથી હીટ જીતી હતી. આ સાથે તેણે 11.29 સેકન્ડનો પોતાનો નેશનલ રેકોર્ડ તોડી દીધો. દુતી ચંદે પોતાનો આ રેકોર્ડ ગત વર્ષે ગુવાહાટીમાં બનાવ્યો હતો. જો કે તે વિશ્વ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન માર્ક 11.24 સેકન્ડથી દૂર રહી હતી.
  (તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર)

  10/10
 • loading...

ફોટોઝ વિશે

શું બન્યું આજના આખા દિવસમાં? કઈ રહી મહત્વની ઘટના? જુઓ તમામ સમાચારો એક જ ક્લિકમાં..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK