સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: 17th April, 2019 19:19 IST | Falguni Lakhani
 • જેટ એરવેઝની આખરી ફ્લાઈટ બુધવારે રાત્રે સાડા દસ વાગ્યાની છે. કારણ કે જેટ એરવેઝ બંધ થઈ રહ્યું છે. બેંકોના કંશોર્સિયમ પાસેથી પૈસા ન મળતા કંપનીના બોર્ડે આ નિર્ણય લીધો છે. કંપનીના પાંચ વિમાન જ હાલ ચાલી રહ્યા હતા. સોમવારે કંપનીએ બેંકો સાથે મીટિંગ કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવ્યો. જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે પોતાને બોલીમાંથી બહાર કર્યા છે, કારણ કે ઈતિહાદ અને ટીપીજી પાર્ટનર્સે જો તેઓ બોલી લગાવે તો પોતાને બોલીમાંથી અલગ કરવાની ધમકી આપી હતી.

  જેટ એરવેઝની આખરી ફ્લાઈટ બુધવારે રાત્રે સાડા દસ વાગ્યાની છે. કારણ કે જેટ એરવેઝ બંધ થઈ રહ્યું છે. બેંકોના કંશોર્સિયમ પાસેથી પૈસા ન મળતા કંપનીના બોર્ડે આ નિર્ણય લીધો છે. કંપનીના પાંચ વિમાન જ હાલ ચાલી રહ્યા હતા. સોમવારે કંપનીએ બેંકો સાથે મીટિંગ કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવ્યો. જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે પોતાને બોલીમાંથી બહાર કર્યા છે, કારણ કે ઈતિહાદ અને ટીપીજી પાર્ટનર્સે જો તેઓ બોલી લગાવે તો પોતાને બોલીમાંથી અલગ કરવાની ધમકી આપી હતી.

  1/10
 • રિલાયંસ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. NCLTએ અનિલ અંબાણીએ HSBC ડેઝીના શેરધારકોએ દાખલ કરેલી અવમાનના અરજી પર 10 દિવસમાં જવાબ માંગ્યો છે.રિલાયંસ ગ્રુપની આર-ઈન્ફ્રાટેલ દ્વારા કથિત રીતે 230 કરોડ રૂપિયાની ચુકવણીમાં થયેલી ભૂલને લઈને HSBC ડેઝીએ અપીલીય ન્યાયાધિકરણમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી આજે થઈ. જેમાં NCLTના ચેરમેન ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાયની આગેવની વાળી બેંચે કહ્યું કે, "અમે HSBC ડેઝી ઈન્વેસ્ટમેંટ્સ અને કંપનીના કેટલાક અલ્પાંશ શેરધારકોએ દાખલ કરેલી અવમાનની અરજી પર અંબાણીનો જવાબ સાંભળવા માંગીએ છે.

  રિલાયંસ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. NCLTએ અનિલ અંબાણીએ HSBC ડેઝીના શેરધારકોએ દાખલ કરેલી અવમાનના અરજી પર 10 દિવસમાં જવાબ માંગ્યો છે.રિલાયંસ ગ્રુપની આર-ઈન્ફ્રાટેલ દ્વારા કથિત રીતે 230 કરોડ રૂપિયાની ચુકવણીમાં થયેલી ભૂલને લઈને HSBC ડેઝીએ અપીલીય ન્યાયાધિકરણમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી આજે થઈ. જેમાં NCLTના ચેરમેન ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાયની આગેવની વાળી બેંચે કહ્યું કે, "અમે HSBC ડેઝી ઈન્વેસ્ટમેંટ્સ અને કંપનીના કેટલાક અલ્પાંશ શેરધારકોએ દાખલ કરેલી અવમાનની અરજી પર અંબાણીનો જવાબ સાંભળવા માંગીએ છે.

  2/10
 • આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. જ્યાં હિંમતનગરમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે 23મી તારીખે ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા પીએમએ કહ્યું કે મને તમે ગુજરાતમાંથી દિલ્હીમાં મોકલ્યો તો ગાંધી પરિવાર રોડ પર આવી ગયો, હવે બીજી વાર મોકલશો તો પરિવાર જેલમાં હશે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે મને હરાવવા માટે આખો પરિવાર મેદાનમાં આવી ગયો છે.

  આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. જ્યાં હિંમતનગરમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે 23મી તારીખે ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા પીએમએ કહ્યું કે મને તમે ગુજરાતમાંથી દિલ્હીમાં મોકલ્યો તો ગાંધી પરિવાર રોડ પર આવી ગયો, હવે બીજી વાર મોકલશો તો પરિવાર જેલમાં હશે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે મને હરાવવા માટે આખો પરિવાર મેદાનમાં આવી ગયો છે.

  3/10
 • સાધ્વી પ્રજ્ઞા આજે ભાજપમાં સામેલ થયા અને સામેલ થતાની સાથે જ તેમને ભોપાલ બેઠકથી ટિકિટ આપવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞાને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સામે ટિકિટ આપવામાં આવી છે.

  સાધ્વી પ્રજ્ઞા આજે ભાજપમાં સામેલ થયા અને સામેલ થતાની સાથે જ તેમને ભોપાલ બેઠકથી ટિકિટ આપવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞાને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સામે ટિકિટ આપવામાં આવી છે.

  4/10
 • ચૂંટણી પંચ વડાપ્રધાન મોદીની બાયોપિક આજે જોઈ છે. જેના પર હવે તેમના આખરી નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. સ્ક્રીનિંગમાં ચૂંટણી પંચના કુલ સાત અધિકારીઓ હાજર છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચને નિર્દેશો આપ્યા હતા કે પહેલા તેઓ ફિલ્મ જોઈને કહે કે તેના પર રોક લાગવી જોઈએ કે નહીં.

  ચૂંટણી પંચ વડાપ્રધાન મોદીની બાયોપિક આજે જોઈ છે. જેના પર હવે તેમના આખરી નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. સ્ક્રીનિંગમાં ચૂંટણી પંચના કુલ સાત અધિકારીઓ હાજર છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચને નિર્દેશો આપ્યા હતા કે પહેલા તેઓ ફિલ્મ જોઈને કહે કે તેના પર રોક લાગવી જોઈએ કે નહીં.

  5/10
 • સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ યોજાતી ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટમાં રાજ્યના બે શહેરોની પસંદગી થઈ છે. ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2019માં ગુજરાતના રાજકોટ અને વડોદરા શહેરની પસંદગી થઈ છે. કુલ 100 શહેરમાંથી દેશભરના 33 શહેર આ કોન્ટેસ્ટમાં ક્વોલિફાય થયા છે, જેમાં રાજકોટ અને વડોદરાનો પણ સમાવેશ થયા છે. સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત આ કોન્ટેસ્ટ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર આયોજિત કરે છે. તસવીર સૌજન્યઃ WWF India

  સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ યોજાતી ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટમાં રાજ્યના બે શહેરોની પસંદગી થઈ છે. ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2019માં ગુજરાતના રાજકોટ અને વડોદરા શહેરની પસંદગી થઈ છે. કુલ 100 શહેરમાંથી દેશભરના 33 શહેર આ કોન્ટેસ્ટમાં ક્વોલિફાય થયા છે, જેમાં રાજકોટ અને વડોદરાનો પણ સમાવેશ થયા છે. સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત આ કોન્ટેસ્ટ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર આયોજિત કરે છે.

  તસવીર સૌજન્યઃ WWF India

  6/10
 • કરણ જોહરની મોસ્ટ અવેઈડેટ ફિલ્મ કલંક આખરે મોટા પડદા પર આવી ગઈ છે. જો કે આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મ ક્રિટિક્સને પણ આ ફિલ્મ ખાસ પસંદ નથી આવી રહી. આ ફિલ્મ યશ જોહરની ડ્રીમ ફિલ્મ હતી. જેમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, આદિત્ય રૉય કપૂર જેવા કલાકારો છે.

  કરણ જોહરની મોસ્ટ અવેઈડેટ ફિલ્મ કલંક આખરે મોટા પડદા પર આવી ગઈ છે. જો કે આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મ ક્રિટિક્સને પણ આ ફિલ્મ ખાસ પસંદ નથી આવી રહી. આ ફિલ્મ યશ જોહરની ડ્રીમ ફિલ્મ હતી. જેમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, આદિત્ય રૉય કપૂર જેવા કલાકારો છે.

  7/10
 • કંગના રનૌત અને આલિયા ભટ્ટ વચ્ચે કોલ્ડ વૉર અટકી નથી રહ્યું. કેટલાક દિવસો પહેલા કંગના રનૌતે ગલી બોયમાં આલિયા ભટ્ટની એક્ટિંગને એવરેજ ગણાવી હતી. બાદમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે હવે તે વધુ મહેનત કરશે, જેથી કંગના તેના વખાણ કરે. હવે આ બંનેની વર્ડ વૉરમાં રણદીપ હૂડ્ડા પણ કદ્યા છે, જો કે કંગનાની બહેન રંગોલી ચંદેલે રણદીપની બેન્ડ બજાવી દીધી.

  કંગના રનૌત અને આલિયા ભટ્ટ વચ્ચે કોલ્ડ વૉર અટકી નથી રહ્યું. કેટલાક દિવસો પહેલા કંગના રનૌતે ગલી બોયમાં આલિયા ભટ્ટની એક્ટિંગને એવરેજ ગણાવી હતી. બાદમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે હવે તે વધુ મહેનત કરશે, જેથી કંગના તેના વખાણ કરે. હવે આ બંનેની વર્ડ વૉરમાં રણદીપ હૂડ્ડા પણ કદ્યા છે, જો કે કંગનાની બહેન રંગોલી ચંદેલે રણદીપની બેન્ડ બજાવી દીધી.

  8/10
 • સેમસંગે પોતાની A સિરીઝમાં લેટેસ્ટ એડિશન ફોન Galaxy A70 લોન્ચ કરી દીધો છે. સત્તાવાર રીતે સેમસંગે બેંગકોકમાં Galaxyની ઈવેન્ટમાં ફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં 6.7 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 675 ચિપસેટ અને 4500 MaH બેટરી છે.

  સેમસંગે પોતાની A સિરીઝમાં લેટેસ્ટ એડિશન ફોન Galaxy A70 લોન્ચ કરી દીધો છે. સત્તાવાર રીતે સેમસંગે બેંગકોકમાં Galaxyની ઈવેન્ટમાં ફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં 6.7 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 675 ચિપસેટ અને 4500 MaH બેટરી છે.

  9/10
 • IPLમાં સન રાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર છે. સિઝન 12નો 33મો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ચેન્નઈ પ્લે ઑફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. જ્યારે સળંગ 3 હાર સહન કરી ચુકેલા હૈદરાબાદનો પ્રયાસ ફરીથી જીત મેળવવાનો હશે.

  IPLમાં સન રાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર છે. સિઝન 12નો 33મો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ચેન્નઈ પ્લે ઑફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. જ્યારે સળંગ 3 હાર સહન કરી ચુકેલા હૈદરાબાદનો પ્રયાસ ફરીથી જીત મેળવવાનો હશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસ દરમિયાન કઈ મહત્વની ઘટનાઓ બની, એક જ ક્લિકમાં

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK