જાણો બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Updated: May 24, 2019, 14:30 IST | Sheetal Patel
 • લોકસભા ચૂંઠણી 2019ના પરિણામ ઘોષિત થઈ ગયા છે. પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે પણ દેશમાં મોદી મેજિક અકબંધ છે. આ સમયે મોદી લહેર નહીં સુનામી લહેર ચાલ, જેમાં વિપક્ષ તણાઈ ગયા. ભાજપે પોતાના દમ પર બહુમત આંકડા પાર કરી લીધા. ભાજપાને 542માંતી 302 સીટથી જીતી ગયા અને 1 પર આગળ ચાલી રહી છે. આ રીતે એકલા ભાજપના ખાતામાં 303 સીટ આવી રહી છે. ત્યાં કૉંગ્રેસે 52 સીટ નોંધવામાં આવી હતી.

  લોકસભા ચૂંઠણી 2019ના પરિણામ ઘોષિત થઈ ગયા છે. પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે પણ દેશમાં મોદી મેજિક અકબંધ છે. આ સમયે મોદી લહેર નહીં સુનામી લહેર ચાલ, જેમાં વિપક્ષ તણાઈ ગયા. ભાજપે પોતાના દમ પર બહુમત આંકડા પાર કરી લીધા. ભાજપાને 542માંતી 302 સીટથી જીતી ગયા અને 1 પર આગળ ચાલી રહી છે. આ રીતે એકલા ભાજપના ખાતામાં 303 સીટ આવી રહી છે. ત્યાં કૉંગ્રેસે 52 સીટ નોંધવામાં આવી હતી.

  1/10
 • લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ જીત બાદ આજે વડા પ્રધાન મોદી અને અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા અને તેમના આર્શીવાદ લીધા. અડવાણી બાદ તેઓ મુરલી મનોહરનો જોશીને પણ મળ્યા. તસવીર સૌજન્ય (ANI)

  લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ જીત બાદ આજે વડા પ્રધાન મોદી અને અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા અને તેમના આર્શીવાદ લીધા. અડવાણી બાદ તેઓ મુરલી મનોહરનો જોશીને પણ મળ્યા. તસવીર સૌજન્ય (ANI)

  2/10
 • સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર પરિણામો બાદ હવે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી 30 મેના દિવસે શપથ ગ્રહણ કરીશકે છે. આ શપથ ગ્રહણ ગયા વખતની જેમ સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે જ થશે. આ પહેલા વડાપ્રધાન મોદી 28મે એ કાશી જવાના છે. જ્યાં કાશી વિશ્વનાથના દર્શન કરી ધન્યવાદ સભાને સંબોધન કરી શકે છે. સાથે જે તેઓ ગુજરાત આવી માતાને પણ મળી શકે છે.

  સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર પરિણામો બાદ હવે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી 30 મેના દિવસે શપથ ગ્રહણ કરીશકે છે. આ શપથ ગ્રહણ ગયા વખતની જેમ સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે જ થશે. આ પહેલા વડાપ્રધાન મોદી 28મે એ કાશી જવાના છે. જ્યાં કાશી વિશ્વનાથના દર્શન કરી ધન્યવાદ સભાને સંબોધન કરી શકે છે. સાથે જે તેઓ ગુજરાત આવી માતાને પણ મળી શકે છે.

  3/10
 • મોદી લહેર નહીં મોદીનો સુનામી આવ્યો અને કોંગ્રેસ તેમાં તણાઈ ગયું. કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ આ સુનામી સામે ઝીંક ન ઝીલી શક્યા. જેમાં શીલા દીક્ષિત, ભુપેન્દ્ર હુડ્ડા, અશોક ચૌહાણ, હરીશ રાવતનો સમાવેશ થાય છે.

  મોદી લહેર નહીં મોદીનો સુનામી આવ્યો અને કોંગ્રેસ તેમાં તણાઈ ગયું. કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ આ સુનામી સામે ઝીંક ન ઝીલી શક્યા. જેમાં શીલા દીક્ષિત, ભુપેન્દ્ર હુડ્ડા, અશોક ચૌહાણ, હરીશ રાવતનો સમાવેશ થાય છે.

  4/10
 • જમ્મૂ કશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આતંકી ઝાકીર મૂસાને ઠાર મારવામાં આવ્યો છે. અંસાર ગજવતા ઉલ હિન્દના પ્રમુખ ઝાકિર મૂસાને સુરક્ષા દળોએ ઠાર માર્યો છે. 2017માં હિઝબુલ મુજાહિદીનથી અલગ થયેલો મૂસો હિજબુલ કમાન્ડર બુરહાન વાણીનો નજીકનો વ્યકિત હતો. મૂસા ત્રાલમાં સુરક્ષાદળો સાથેની મુઠભેડમાં માર્યો હતો. અધિકારીઓએ તેના મોતની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ જાણકારી આપી કે મૂસાના મૃતદેહને કબજે કરવામાં આવ્યો છે. જ્યાં અથડામણ થઈ હતી ત્યાંથી એક એકે 47 અને રૉકેટ લૉન્ચર મળી આવ્યું છે.

  જમ્મૂ કશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આતંકી ઝાકીર મૂસાને ઠાર મારવામાં આવ્યો છે. અંસાર ગજવતા ઉલ હિન્દના પ્રમુખ ઝાકિર મૂસાને સુરક્ષા દળોએ ઠાર માર્યો છે. 2017માં હિઝબુલ મુજાહિદીનથી અલગ થયેલો મૂસો હિજબુલ કમાન્ડર બુરહાન વાણીનો નજીકનો વ્યકિત હતો. મૂસા ત્રાલમાં સુરક્ષાદળો સાથેની મુઠભેડમાં માર્યો હતો. અધિકારીઓએ તેના મોતની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ જાણકારી આપી કે મૂસાના મૃતદેહને કબજે કરવામાં આવ્યો છે. જ્યાં અથડામણ થઈ હતી ત્યાંથી એક એકે 47 અને રૉકેટ લૉન્ચર મળી આવ્યું છે.

  5/10
 • ભીડને નિયંત્રણમાં લાવવા માટે અને તાત્કાલિત મદદ પહોંચાડવા માટે અમદાવાદ રેલવે પોલીસને ખાસ સેગવૅ સ્કૂટર્સ આપવામાં આવ્યા છે. સેગવૅ બે પૈડા વાળા બેટરીથી સંચાલિત સ્કૂટર્સ છે. જેનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઈ શકાય છે. અમદાવાદ રેલવે સ્ટેશન ખૂબ જ મોટું છે. જ્યાં ભીડ પણ ખૂબ જ હોય છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જતા સમય લાગે છે. જેથી પેટ્રોલિંગને આસાન કરવા અને સમય બચાવવા માટે ખાસ આ પ્રકારના સ્કૂટર્સ ફાળવવામાં આવ્યા છે.

  ભીડને નિયંત્રણમાં લાવવા માટે અને તાત્કાલિત મદદ પહોંચાડવા માટે અમદાવાદ રેલવે પોલીસને ખાસ સેગવૅ સ્કૂટર્સ આપવામાં આવ્યા છે. સેગવૅ બે પૈડા વાળા બેટરીથી સંચાલિત સ્કૂટર્સ છે. જેનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઈ શકાય છે. અમદાવાદ રેલવે સ્ટેશન ખૂબ જ મોટું છે. જ્યાં ભીડ પણ ખૂબ જ હોય છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જતા સમય લાગે છે. જેથી પેટ્રોલિંગને આસાન કરવા અને સમય બચાવવા માટે ખાસ આ પ્રકારના સ્કૂટર્સ ફાળવવામાં આવ્યા છે.

  6/10
 • તો શું નવજોત સિંહ સિદ્ધૂ હવે રાજનીતિ છોડી દેશે? આ સવાલ એટલા માટે આવ્યો કારણ કે સિદ્ધૂએ વચન આપ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી હારી જશે તો તેઓ રાજનીતિ છોડી દેશે. સિદ્ધૂએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, જો અમેઠીથી રાહુલ ગાંધી ચૂંટણી હારે છે તો તેઓ રાજનીતિ મુકી દેશે. અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા છે.

  તો શું નવજોત સિંહ સિદ્ધૂ હવે રાજનીતિ છોડી દેશે? આ સવાલ એટલા માટે આવ્યો કારણ કે સિદ્ધૂએ વચન આપ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી હારી જશે તો તેઓ રાજનીતિ છોડી દેશે. સિદ્ધૂએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, જો અમેઠીથી રાહુલ ગાંધી ચૂંટણી હારે છે તો તેઓ રાજનીતિ મુકી દેશે. અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને
  હરાવ્યા છે.

  7/10
 • દેશમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે વિવેક ઓબરૉની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આજે એટલે 24 મે એ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પહેલા 12 એપ્રિલે રિલીઝ થવાની હતી. ફિલ્મ 2 કલાક 10 મિનિટની છે. ફિલ્મ બનાવવામાં 25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને અનુમાન છે કે પહેલા દિવસે 4 થી 6 કરોડ રૂપિયાનું કલેક્શન થઈ શકે છે.

  દેશમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે વિવેક ઓબરૉની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આજે એટલે 24 મે એ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પહેલા 12 એપ્રિલે રિલીઝ થવાની હતી. ફિલ્મ 2 કલાક 10 મિનિટની છે. ફિલ્મ બનાવવામાં 25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને અનુમાન છે કે પહેલા દિવસે 4 થી 6 કરોડ રૂપિયાનું કલેક્શન થઈ શકે છે.

  8/10
 • રાજકુમાર ગુપ્તાની 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' ફિલ્મ આજે શુક્રવારે એટલે 24 મે 2019ના રોજ રિલીઝ થઈ ગઈ છે. લગભગ 2 કલાક 2 મિનિટની આ ફિલ્મને સેન્સર બોર્ડે યૂ/એ સર્ટિફિક્ટની સાથે પાસ કરી છે. ફિલ્મને દેશમાં 1500થી અધિક સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી છે. પ્રચારના ખર્ચ સહિત લગભગ 30 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મનું પહેલા દિવસે 3થી 5 કરોડ રૂપિયાની વચ્ચેની કમાણી થવાનું અનુમાન છે.

  રાજકુમાર ગુપ્તાની 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' ફિલ્મ આજે શુક્રવારે એટલે 24 મે 2019ના રોજ રિલીઝ થઈ ગઈ છે. લગભગ 2 કલાક 2 મિનિટની આ ફિલ્મને સેન્સર બોર્ડે યૂ/એ સર્ટિફિક્ટની સાથે પાસ કરી છે. ફિલ્મને દેશમાં 1500થી અધિક સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી છે. પ્રચારના ખર્ચ સહિત લગભગ 30 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મનું પહેલા દિવસે 3થી 5 કરોડ રૂપિયાની વચ્ચેની કમાણી થવાનું અનુમાન છે.

  9/10
 • બીજેપીની ખુશી ઉજવતી કંગના રનોટની બહેન રંગોલીએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં કંગના રનોટ પકોડા બનાવતી નજર આવી રહી છે. ઘણા સ્ટાર્સે પીએમ મોદીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. કંગના રનોટ પણ તે સ્ટાર્સમાં શામેલ છે જેઓ પીએમ નરેન્દ્ર મોદીની જીતથી ખુશ છે અને તેણે સોશિયલ મીડિયા પર PM મોદીની જીતનાં વધામણા પાઠવ્યા છે તેમજ આ ખુશીનાં પ્રસંગે તેણે ચા અને પકોડા બનાવીને ઉજવણી કરી હતી અને બધાએ સાથે મળીને આ ઉજવણી સેલિબ્રેટ કરી હતી.

  બીજેપીની ખુશી ઉજવતી કંગના રનોટની બહેન રંગોલીએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં કંગના રનોટ પકોડા બનાવતી નજર આવી રહી છે. ઘણા સ્ટાર્સે પીએમ મોદીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. કંગના રનોટ પણ તે સ્ટાર્સમાં શામેલ છે જેઓ પીએમ નરેન્દ્ર મોદીની જીતથી ખુશ છે અને તેણે સોશિયલ મીડિયા પર PM મોદીની જીતનાં વધામણા પાઠવ્યા છે તેમજ આ ખુશીનાં પ્રસંગે તેણે ચા અને પકોડા બનાવીને ઉજવણી કરી હતી અને બધાએ સાથે મળીને આ ઉજવણી સેલિબ્રેટ કરી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ચૂંટણીની શું છે અપડેટ ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK