જાણો બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Updated: 22nd May, 2019 15:01 IST | Sheetal Patel
 • મલ્હાર ઠાકરના ફેન્સ ખુશખુશાલ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે. મલ્હાર ઠાકરે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. છ મહિનાના બ્રેક બાદ મલ્હારે પોતાની નવી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ આરંભી દીધું છે. આ ફિલ્મને નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા મલ્હાર ઠાકર અને નીરજ જોશી કૅશ ઓન ડિલીવરી અને શરતો લાગુમાં સાથે કામ કરી ચૂક્યા છે. નીરજ જોશીની શરતો લાગુ હિટ સાબિત થઈ હતી.

  મલ્હાર ઠાકરના ફેન્સ ખુશખુશાલ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે. મલ્હાર ઠાકરે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. છ મહિનાના બ્રેક બાદ મલ્હારે પોતાની નવી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ આરંભી દીધું છે. આ ફિલ્મને નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા મલ્હાર ઠાકર અને નીરજ જોશી કૅશ ઓન ડિલીવરી અને શરતો લાગુમાં સાથે કામ કરી ચૂક્યા છે. નીરજ જોશીની શરતો લાગુ હિટ સાબિત થઈ હતી.

  1/11
 • આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા જ ભાજપે જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીત મળ્યા બાદ ઉજવણી કરવા માટે ગુજરાત ભાજપ સજ્જ થઈ ચૂક્યુ છે. મળતી માહિતી પ્રમાણે ભાજપે મીઠાઈથી લઈ ફૂલ અને હાર સહિત ફટાકડાના ઓર્ડર આપી દીધા છે. જો કે કોંગ્રેસ તરફથી આવી કોઈ તૈયારીઓ નથી દેખાઈ રહી. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી શરૂ કરીને જિલ્લા, તાલુકાના ભાજપની ઓફિસો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપે સૂચના આપી દીધી છે. ભાજપના ધારાસભ્ય અને આગેવાનોને પણ દરેક બેઠક પર ઉજવણી માટે હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે.

  આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા જ ભાજપે જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીત મળ્યા બાદ ઉજવણી કરવા માટે ગુજરાત ભાજપ સજ્જ થઈ ચૂક્યુ છે. મળતી માહિતી પ્રમાણે ભાજપે મીઠાઈથી લઈ ફૂલ અને હાર સહિત ફટાકડાના ઓર્ડર આપી દીધા છે. જો કે કોંગ્રેસ તરફથી આવી કોઈ તૈયારીઓ નથી દેખાઈ રહી. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી શરૂ કરીને જિલ્લા, તાલુકાના ભાજપની ઓફિસો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપે સૂચના આપી દીધી છે. ભાજપના ધારાસભ્ય અને આગેવાનોને પણ દરેક બેઠક પર ઉજવણી માટે હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે.

  2/11
 • જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળો શોધી શોધીને આતંકવાદીઓને શોધીને તેમનો સફાયો કરી રહ્યા છે. દક્ષિણ કશ્મીરમાં કુલગામમાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. આ મુઠભેડ દરમિયાન સેનાના જવાનોએ 2 આતંકીઓ ઠાર માર્યા. કુલગામના ગોપોલપોર વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલી હતી અને બન્ને તરફ ફાયરિંગ થયું હતું.

  જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળો શોધી શોધીને આતંકવાદીઓને શોધીને તેમનો સફાયો કરી રહ્યા છે. દક્ષિણ કશ્મીરમાં કુલગામમાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. આ મુઠભેડ દરમિયાન સેનાના જવાનોએ 2 આતંકીઓ ઠાર માર્યા. કુલગામના ગોપોલપોર વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલી હતી અને બન્ને તરફ ફાયરિંગ થયું હતું.

  3/11
 • પીએસએલવી-સી46એ એનું 48મા મિશન પર સવારે સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટોના સતીશ ધવન આંતરિક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવ્યું. PSLVC-46એ RISAT-2Bને લૉ અર્થ ઑર્બિટમાં સફળતાપૂર્વક સ્થપાવામાં આવી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દ્વારા રડાર ઈમેજિંગ અર્થ સેટેલાઈટ (રિસેટ-2બી)ને બુધવારે સફળતાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટ સીમાઓની દેખરેખ કરશે અને ધૂસણખોરી અટકાવવામાં મદદ કરશે.

  પીએસએલવી-સી46એ એનું 48મા મિશન પર સવારે સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટોના સતીશ ધવન આંતરિક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવ્યું. PSLVC-46એ RISAT-2Bને લૉ અર્થ ઑર્બિટમાં સફળતાપૂર્વક સ્થપાવામાં આવી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દ્વારા રડાર ઈમેજિંગ અર્થ સેટેલાઈટ (રિસેટ-2બી)ને બુધવારે સફળતાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટ સીમાઓની દેખરેખ કરશે અને ધૂસણખોરી અટકાવવામાં મદદ કરશે.

  4/11
 • 23 મે 2019નો દિવસ ભારતના ઈતિહાસમાં ઐતિહાસિક સાબિત થવાનો છે. ગુરુવારે લોકસભાની ચૂંટણીના પરિણામ આવશે આ સાથે જ આગામી 5 વર્ષ સુધી કોનું શાસન રહેશે, કોણ વડાપ્રધાન બનશે, આવી અનેક ચર્ચાઓનો અંત આવશે. છેલ્લા ચરણના મતદાન બાદ એક્ઝિટ પોલ આવી ચૂક્યા છે. અને ધારણાથી વિપરિત મોટાભાગના એક્ઝિટ પોલ એકલા ભાજપને સ્પષ્ટ બહુમતી આપી રહ્યા છે. ત્યારે હવે સામાન્ય જનતા પણ એક જ ચર્ચા કરી રહી છે કે કોણ આવશે. ?

  23 મે 2019નો દિવસ ભારતના ઈતિહાસમાં ઐતિહાસિક સાબિત થવાનો છે. ગુરુવારે લોકસભાની ચૂંટણીના પરિણામ આવશે આ સાથે જ આગામી 5 વર્ષ સુધી કોનું શાસન રહેશે, કોણ વડાપ્રધાન બનશે, આવી અનેક ચર્ચાઓનો અંત આવશે. છેલ્લા ચરણના મતદાન બાદ એક્ઝિટ પોલ આવી ચૂક્યા છે. અને ધારણાથી વિપરિત મોટાભાગના એક્ઝિટ પોલ એકલા ભાજપને સ્પષ્ટ બહુમતી આપી રહ્યા છે. ત્યારે હવે સામાન્ય જનતા પણ એક જ ચર્ચા કરી રહી છે કે કોણ આવશે. ?

  5/11
 • જસદણ તાલુકાના સોમપીપળીયા ગામની સીમમાં સરકારી ડેપોમાં વેચાતા ખાતરની થેલીઓમાં હલકી ગુણવત્તાનું ખાતર ભરી ઓછી ગુણવત્તાનો માલ વધુ પૈસા લઈને વેચવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા આખાયે કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં 843 થેલી ડુપ્લિકેટ ખાતર સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

  જસદણ તાલુકાના સોમપીપળીયા ગામની સીમમાં સરકારી ડેપોમાં વેચાતા ખાતરની થેલીઓમાં હલકી ગુણવત્તાનું ખાતર ભરી ઓછી ગુણવત્તાનો માલ વધુ પૈસા લઈને વેચવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા આખાયે કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં 843 થેલી ડુપ્લિકેટ ખાતર સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

  6/11
 • પુલવામા તહેનાત થયેલા જવાનની દીકરીએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં તેણે સારા ગુણ મેળવ્યા છે. દસમા ધોરણની બોર્ડની પરીક્ષાના 3 અઠવાડિયા પહેલા જ વસ્ત્રાલમાં રહેતી યશ્વિ સોનારા, કે જે CRPF જવાનની પુત્રી છે, તે ભણી રહી હતી. એ સમયે સમાચાર આવ્યા હતા કે પુલવામામાં CRPFના કાફલા પર હુમલો થયો છે. એ સમયે તો તેને એ પણ નહોતી ખબર કે તેના પિતા સલામત છે કે નહીં.

  પુલવામા તહેનાત થયેલા જવાનની દીકરીએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં તેણે સારા ગુણ મેળવ્યા છે. દસમા ધોરણની બોર્ડની પરીક્ષાના 3 અઠવાડિયા પહેલા જ વસ્ત્રાલમાં રહેતી યશ્વિ સોનારા, કે જે CRPF જવાનની પુત્રી છે, તે ભણી રહી હતી. એ સમયે સમાચાર આવ્યા હતા કે પુલવામામાં CRPFના કાફલા પર હુમલો થયો છે. એ સમયે તો તેને એ પણ નહોતી ખબર કે તેના પિતા સલામત છે કે નહીં.

  7/11
 • અમદાવાદની હદ વિસ્તરી શકે છે. શહેરમાં વધુ 65 ગામડાંઓ ઉમેરાઈ શકે છે. ગયા વર્ષે અમદાવાદનું વહીવટી સરળતા માટે ન્યૂ વેસ્ટ ઝોનને નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. આ ઝોનમાં શહેરનો ત્રીજા ભાગનો વિસ્તાર આવે છે. નવા ઝોનના કારણે વસ્તી પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

  અમદાવાદની હદ વિસ્તરી શકે છે. શહેરમાં વધુ 65 ગામડાંઓ ઉમેરાઈ શકે છે. ગયા વર્ષે અમદાવાદનું વહીવટી સરળતા માટે ન્યૂ વેસ્ટ ઝોનને નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. આ ઝોનમાં શહેરનો ત્રીજા ભાગનો વિસ્તાર આવે છે. નવા ઝોનના કારણે વસ્તી પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

  8/11
 • વડાપ્રધાન મોદીને જીતનો વિશ્વાસ છે. સૂત્રો પ્રમાણે બુધવારે સાંજે NDAના નેતાઓ સાથે ડીનર પહેલા ભાજપના મુખ્યાલયમાં મંત્રી સાથે બેઠક કરી. જેમાં વડાપ્રધાન મોદી વિશ્વાસથી ભરપૂર જણાયા. તેમણે કહ્યું કે લોકોના અપાર સમર્થનથી હવે આપણી જવાબદારી વધી ગઈ છે.

  વડાપ્રધાન મોદીને જીતનો વિશ્વાસ છે. સૂત્રો પ્રમાણે બુધવારે સાંજે NDAના નેતાઓ સાથે ડીનર પહેલા ભાજપના મુખ્યાલયમાં મંત્રી સાથે બેઠક કરી. જેમાં વડાપ્રધાન મોદી વિશ્વાસથી ભરપૂર જણાયા. તેમણે કહ્યું કે લોકોના અપાર સમર્થનથી હવે આપણી જવાબદારી વધી ગઈ છે.

  9/11
 • રાફેલ ડીલ પર આપવામાં આવેલ નિવેદન બદલ કોંગ્રેસ અધ્યક્ષ સામે અનિલ અંબાણીએ 5,000 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અનિલ અંબાણીએ માનહાનિનો આ કેસ પાછો ખેચવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સના એડવોકેટ રાજેશ પરીખે કહ્યું હતું કે, સિટી સિવિલ અને સેશન જજ પીજે તમાકુવાલાએ આ મામલે સુનાવણી કરી હતી. બચાવ પક્ષને અમે આ વિશે માહિતી આપી દીધી છે કે અમે આ મામલો પાછો ખેચી રહ્યા છે.'

  રાફેલ ડીલ પર આપવામાં આવેલ નિવેદન બદલ કોંગ્રેસ અધ્યક્ષ સામે અનિલ અંબાણીએ 5,000 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અનિલ અંબાણીએ માનહાનિનો આ કેસ પાછો ખેચવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સના એડવોકેટ રાજેશ પરીખે કહ્યું હતું કે, સિટી સિવિલ અને સેશન જજ પીજે તમાકુવાલાએ આ મામલે સુનાવણી કરી હતી. બચાવ પક્ષને અમે આ વિશે માહિતી આપી દીધી છે કે અમે આ મામલો પાછો ખેચી રહ્યા છે.'

  10/11
 • ભારતમાં બનેલી પાયલટલેસ ટ્રેન 'ટ્રેન-18' હવે એક્સપોર્ટ કરવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા ટ્રેન-18ને વિદેશમાં વેચવા માટે પરીયોજના આપવામાં આવી છે. હવે ભારતમાં ટ્રેન-18ના ડબ્બાઓની ડિમાન્ડ પૂરી થઈ જશે. ત્યારબાદ ટ્રેન 18ના ડબ્બાઓને વિદેશમાં પણ વેચવામાં આવશે. રેલવે બોર્ડના અધિકારીએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે, ટ્રેન-18ને દક્ષિણ અમેરિકી અને દક્ષિણ એશિયાઈ દેશોમાં વેચવાની યોજના બનાવવામાં આવી રહી છે.

  ભારતમાં બનેલી પાયલટલેસ ટ્રેન 'ટ્રેન-18' હવે એક્સપોર્ટ કરવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા ટ્રેન-18ને વિદેશમાં વેચવા માટે પરીયોજના આપવામાં આવી છે. હવે ભારતમાં ટ્રેન-18ના ડબ્બાઓની ડિમાન્ડ પૂરી થઈ જશે. ત્યારબાદ ટ્રેન 18ના ડબ્બાઓને વિદેશમાં પણ વેચવામાં આવશે. રેલવે બોર્ડના અધિકારીએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે, ટ્રેન-18ને દક્ષિણ અમેરિકી અને દક્ષિણ એશિયાઈ દેશોમાં વેચવાની યોજના બનાવવામાં આવી રહી છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસના બપોરના 3 વાગ્યા સુધીના તમામ મોટા સમાચારો. તમામ મહત્વની અપડેટ્સ એકસાથે

First Published: 22nd May, 2019 14:56 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK