જાણો બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Published: May 16, 2019, 14:40 IST | Falguni Lakhani
 • TATની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતી માધ્યમનું  62.32 ટકા પરિણામ આવ્યું છે.27 જાન્યુઆરી 2019ના દિવસે આ પરીક્ષા લેવામાં આવી હતી.

  TATની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતી માધ્યમનું  62.32 ટકા પરિણામ આવ્યું છે.27 જાન્યુઆરી 2019ના દિવસે આ પરીક્ષા લેવામાં આવી હતી.

  1/10
 • અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કઠવાડાના યુવક પાસેથી ચિરાગનો મોબાઈલ જપ્ત કર્યો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

  અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કઠવાડાના યુવક પાસેથી ચિરાગનો મોબાઈલ જપ્ત કર્યો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

  2/10
 • સુરતમાં હીરા ઉદ્યોગના કપરા દિવસો આવ્યા છે. કાચા હીરાની કિંમત વધતા નાના ઉદ્યોગકારો બેહાલ થઈ ગયા છે. હવે કારખાનામાં એકના બદલે બે દિવસ રજા આપવામાં આવી રહી છે.

  સુરતમાં હીરા ઉદ્યોગના કપરા દિવસો આવ્યા છે. કાચા હીરાની કિંમત વધતા નાના ઉદ્યોગકારો બેહાલ થઈ ગયા છે. હવે કારખાનામાં એકના બદલે બે દિવસ રજા આપવામાં આવી રહી છે.

  3/10
 • લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ પડાવમાં છે. સાતમાં ચરણના મતદાનને લઈને વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં છે. વડાપ્રધાને કહ્યું કે તેમનાથી મોટો પક્ષ છે અને પક્ષથી મોટો દેશ છે.

  લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ પડાવમાં છે. સાતમાં ચરણના મતદાનને લઈને વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં છે. વડાપ્રધાને કહ્યું કે તેમનાથી મોટો પક્ષ છે અને પક્ષથી મોટો દેશ છે.

  4/10
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અંગ્રેજી ડિક્ષનરીમાં Modilie નામનો નવો શબ્દ જોડાયો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે,'અંગ્રેજી ડિક્શનરીમાં નવો શબ્દ સામેલ થયો છે. આ અંગેને સ્નેપશોટ પણ શૅર કરી રહ્યો છું.'

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અંગ્રેજી ડિક્ષનરીમાં Modilie નામનો નવો શબ્દ જોડાયો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે,'અંગ્રેજી ડિક્શનરીમાં નવો શબ્દ સામેલ થયો છે. આ અંગેને સ્નેપશોટ પણ શૅર કરી રહ્યો છું.'

  5/10
 • ફિલ્મોથી રાજનીતિમાં એન્ટ્રી કરનારા મક્કલ નીધિ મય્યમના અધ્યક્ષ કમલ હાસન પર એક ચૂંટણીની રેલી દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું. આ મામલે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  ફિલ્મોથી રાજનીતિમાં એન્ટ્રી કરનારા મક્કલ નીધિ મય્યમના અધ્યક્ષ કમલ હાસન પર એક ચૂંટણીની રેલી દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું. આ મામલે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  6/10
 • સીબીઆઈએ દિલ્હીની અદાલતમાં બોફોર્સ મામલાની તપાસ માટે આપેલું પોતાનું આવેદન પાછું લઈ લીધું છે. CBIએ રાજનૈતિક રૂપથી સંવેદનશીલ 64 કરોડ રૂપિયાના બોફોર્સ કાંડ મામલે આગળ તપાસની અનુમતિ માંગી છે.

  સીબીઆઈએ દિલ્હીની અદાલતમાં બોફોર્સ મામલાની તપાસ માટે આપેલું પોતાનું આવેદન પાછું લઈ લીધું છે. CBIએ રાજનૈતિક રૂપથી સંવેદનશીલ 64 કરોડ રૂપિયાના બોફોર્સ કાંડ મામલે આગળ તપાસની અનુમતિ માંગી છે.

  7/10
 • જેટને સંકટમાંથી ઉગારવા માટે અનેક કંપનીઓ આગળ આવી રહી છે. ડાર્વિન ગ્રુપે જેટને ખરીદવા માટે 14 હજાર કરોડ રૂપિયાની બોલી જમા કરાવી છે. જેના પર ચર્ચા કરવા માટે ટોચના અધિકારીઓએ SBI કેપિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી. ગ્રુપના સીઈઓ રાહુલ ગનપુલે કહ્યું કે તેમના સમૂહે સંકટમાં ફસાયેલી વિમાન કંપનીને ખરીદવા માટે આઠ મેએ બોલી જમા કરાવી છે.

  જેટને સંકટમાંથી ઉગારવા માટે અનેક કંપનીઓ આગળ આવી રહી છે. ડાર્વિન ગ્રુપે જેટને ખરીદવા માટે 14 હજાર કરોડ રૂપિયાની બોલી જમા કરાવી છે. જેના પર ચર્ચા કરવા માટે ટોચના અધિકારીઓએ SBI કેપિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી. ગ્રુપના સીઈઓ રાહુલ ગનપુલે કહ્યું કે તેમના સમૂહે સંકટમાં ફસાયેલી વિમાન કંપનીને ખરીદવા માટે આઠ મેએ બોલી જમા કરાવી છે.

  8/10
 • શાહિદ કપૂરના ચાહકો માટે સારા સમાચાર છે. શાહિદનું પહેલું વેક્સ સ્ટેચ્યુ Madame Tussauds મ્યુઝિયમમાં લગાવવામાં આવ્યું છે જેનું અનાવરણ ખુદ શાહિદ કપૂરે કર્યું. સિંગાપોરના વેક્સ મ્યુઝિયમમાં લાગેલું આ સ્ટેચ્યુ શાહિદનું પહેલું વેક્સ સ્ટેચ્યુ છે. શાહિદ કપૂર સાથે આ મોકા પર પત્ની મીરા રાજપૂત પણ હાજર રહી.

  શાહિદ કપૂરના ચાહકો માટે સારા સમાચાર છે. શાહિદનું પહેલું વેક્સ સ્ટેચ્યુ Madame Tussauds મ્યુઝિયમમાં લગાવવામાં આવ્યું છે જેનું અનાવરણ ખુદ શાહિદ કપૂરે કર્યું. સિંગાપોરના વેક્સ મ્યુઝિયમમાં લાગેલું આ સ્ટેચ્યુ શાહિદનું પહેલું વેક્સ સ્ટેચ્યુ છે. શાહિદ કપૂર સાથે આ મોકા પર પત્ની મીરા રાજપૂત પણ હાજર રહી.

  9/10
 • હિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યુ. હિનાએ આ ઘટનાને 'ભગવાનની દેન' ગણાવ્યું. હિના ખાન લાંબા સમયથી આ ઈવેન્ટ માટે તૈયારી કરી રહી હતી. અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી.

  હિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યુ. હિનાએ આ ઘટનાને 'ભગવાનની દેન' ગણાવ્યું. હિના ખાન લાંબા સમયથી આ ઈવેન્ટ માટે તૈયારી કરી રહી હતી. અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસના બપોરના 3 વાગ્યા સુધીના તમામ મોટા સમાચારો. તમામ મહત્વની અપડેટ્સ એકસાથે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK