વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Apr 21, 2019, 14:49 IST | Falguni Lakhani
 • ઈસ્ટરના દિવસે થયેલા સાત વિસ્ફોટોથી શ્રીલંકા દહેશતમાં છે. સવારે પોણા નવ વાગ્યે 3 ચર્ચ અને 3 ફાઈવ સ્ટાર હોટેલમાં વિસ્ફોટ થયા. જે બાદ બપોરે વધુ એક વિસ્ફોટ થયો. ઘટનામાં કુલ મૃત્યુઆંક 160થી વધુ પર પહોંચ્યો છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ભારતીય હાઈ કમિશન આ બ્લાસ્ટના નિશાને હોવાનો દાવો થઈ રહ્યો છે.

  ઈસ્ટરના દિવસે થયેલા સાત વિસ્ફોટોથી શ્રીલંકા દહેશતમાં છે. સવારે પોણા નવ વાગ્યે 3 ચર્ચ અને 3 ફાઈવ સ્ટાર હોટેલમાં વિસ્ફોટ થયા. જે બાદ બપોરે વધુ એક વિસ્ફોટ થયો. ઘટનામાં કુલ મૃત્યુઆંક 160થી વધુ પર પહોંચ્યો છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ભારતીય હાઈ કમિશન આ બ્લાસ્ટના નિશાને હોવાનો દાવો થઈ રહ્યો છે.

  1/10
 • લોકસભા 2019 માટે ત્રીજા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતમાં આજ સાંજથી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે વડાપ્રધાન મોદી આજે પાટણમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા. જ્યાં તેમણે કહ્યું કે, આ વખતના ચૂંટણીના પરિણામોમાં ગુજરાતની એકપણ બેઠક ઓછી થઈ તો દેશભરમાં ચર્ચા થશે. તસવીર સૌજન્યઃ ANI

  લોકસભા 2019 માટે ત્રીજા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતમાં આજ સાંજથી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે વડાપ્રધાન મોદી આજે પાટણમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા. જ્યાં તેમણે કહ્યું કે, આ વખતના ચૂંટણીના પરિણામોમાં ગુજરાતની એકપણ બેઠક ઓછી થઈ તો દેશભરમાં ચર્ચા થશે.

  તસવીર સૌજન્યઃ ANI

  2/10
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સાણંદમાં રોડ શો કર્યો. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રીઓ પણ જોડાયા. ગાંધીનગરથી ઉમેદવાર અમિત શાહને સાત લાખથી વધુની લીડ સાથે જીતાડવાના સંકલ્પ સાથે રોડ શો સંપન્ન થયો.

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સાણંદમાં રોડ શો કર્યો. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રીઓ પણ જોડાયા. ગાંધીનગરથી ઉમેદવાર અમિત શાહને સાત લાખથી વધુની લીડ સાથે જીતાડવાના સંકલ્પ સાથે રોડ શો સંપન્ન થયો.

  3/10
 • હાર્દિક પટેલ છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરેન્દ્રનગરમાં સભામાં અજાણ્યા શખ્શે લાફો માર્યા બાદ અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં હાર્દિકની સભામાં હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પાસના નેતા નિખીલ સવાણીએ ભાજપ પર વળતો હુમલો કર્યો હતો. તેણે કહ્યું હતું કે હાર્દિક પટેલની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. 2017ના ત્રિપલ મર્ડર કેસના આરોપી ઉત્સવ ડોંડાના હાથે હાર્દિકની હત્યા કરાવવામાં આવી શકે છે. મહત્વનું છે કે હાર્દિક પટેલે જામનગરમાં યોજાનારા રોડ શો દરમિયાન પોલીસ સુરક્ષા માગી છે.

  હાર્દિક પટેલ છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરેન્દ્રનગરમાં સભામાં અજાણ્યા શખ્શે લાફો માર્યા બાદ અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં હાર્દિકની સભામાં હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પાસના નેતા નિખીલ સવાણીએ ભાજપ પર વળતો હુમલો કર્યો હતો. તેણે કહ્યું હતું કે હાર્દિક પટેલની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. 2017ના ત્રિપલ મર્ડર કેસના આરોપી ઉત્સવ ડોંડાના હાથે હાર્દિકની હત્યા કરાવવામાં આવી શકે છે. મહત્વનું છે કે હાર્દિક પટેલે જામનગરમાં યોજાનારા રોડ શો દરમિયાન પોલીસ સુરક્ષા માગી છે.

  4/10
 • હાલ ચુંટણીને લઇને પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે તસ્કરો ચોરી કરવામાં મસ્ત છે. તેનો લાભ લેવા માટે તસ્કરો, બુટલેગરો ફાયદો ઉઠાવી રહ્યા છે. હાલમાં જ વડોદરામાં બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો હતો. અથાણાના બેરલમાં ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા હતા. જેની બાતમી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળતા તેમણે અથાણા ભરેલા બેરલમાં ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં 31 નંગ દારૂની બોટલ, 5 મોબાઇલ સહીત 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બલજીત હરેશભાઇ રાવલ, વિજય મહેશભાઇ પરમાર અને સમીર અશોકભાઇ ઠાકોરને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર પ્રમોદ ઉર્ફે પમ્મુ બીસ્ટનાનીની શોધખોળ હાથ ધરી છે.

  હાલ ચુંટણીને લઇને પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે તસ્કરો ચોરી કરવામાં મસ્ત છે. તેનો લાભ લેવા માટે તસ્કરો, બુટલેગરો ફાયદો ઉઠાવી રહ્યા છે. હાલમાં જ વડોદરામાં બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો હતો. અથાણાના બેરલમાં ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા હતા. જેની બાતમી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળતા તેમણે અથાણા ભરેલા બેરલમાં ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં 31 નંગ દારૂની બોટલ, 5 મોબાઇલ સહીત 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બલજીત હરેશભાઇ રાવલ, વિજય મહેશભાઇ પરમાર અને સમીર અશોકભાઇ ઠાકોરને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર પ્રમોદ ઉર્ફે પમ્મુ બીસ્ટનાનીની શોધખોળ હાથ ધરી છે.

  5/10
 • સુરતના પાંડેસરામાં આવેલા દક્ષેશ્વર મંદિરની પાસેના થર્મોકોલના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી આપસાસમાં આવેલા કારખાનાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આજે રવિવારની રજા હોવાના કારણે કારખાનામાં ઓછા વર્કરો હતા. જેમાં એક યુવકને સામાન્ય ઈજા થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ફાયર વિભાગે કારખાનાની રોડની સામેની સાઈડ પર પેટ્રોલ પંપ હોવાની સાવચેતીના રૂપે બે ફાયર ફાઈટર તૈનાત કરી દીધા હતા.

  સુરતના પાંડેસરામાં આવેલા દક્ષેશ્વર મંદિરની પાસેના થર્મોકોલના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી આપસાસમાં આવેલા કારખાનાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આજે રવિવારની રજા હોવાના કારણે કારખાનામાં ઓછા વર્કરો હતા. જેમાં એક યુવકને સામાન્ય ઈજા થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ફાયર વિભાગે કારખાનાની રોડની સામેની સાઈડ પર પેટ્રોલ પંપ હોવાની સાવચેતીના રૂપે બે ફાયર ફાઈટર તૈનાત કરી દીધા હતા.

  6/10
 • ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના બોલ ફરી બગડ્યા છે. સાધ્વીએ કહ્યું છે કે અયોધ્યામાં વિવાદિત ઢાંચો મે તોડ્યો હતો, હવે હું જ તેના નિર્માણમાં મદદ કરીશે. જે બાદ તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

  ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના બોલ ફરી બગડ્યા છે. સાધ્વીએ કહ્યું છે કે અયોધ્યામાં વિવાદિત ઢાંચો મે તોડ્યો હતો, હવે હું જ તેના નિર્માણમાં મદદ કરીશે. જે બાદ તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

  7/10
 • બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. અહેવાલો પ્રમાણે તેઓ જલ્દી જ શૂટિંગ શરૂ કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ઋષિ કપૂર અમેરિકામાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. પરંતુ તેમની બિમારીને લઈને ખુલાસો નથી કરવામાં આવ્યો.

  બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. અહેવાલો પ્રમાણે તેઓ જલ્દી જ શૂટિંગ શરૂ કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ઋષિ કપૂર અમેરિકામાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. પરંતુ તેમની બિમારીને લઈને ખુલાસો નથી કરવામાં આવ્યો.

  8/10
 • આઇપીએલમાં આજે રવીવારે પહેલી મેચ બે વખતની ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. કોલકત્તાએ ગત મેચમાં કોહલીની બેંગ્લોરની ટીમ સામે 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકત્તા હાલ 9 મેચમાંથી 4 જીત અને 5 હાર સાથે 8 પોઇન્ટ ધરાવે છે અને પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. તો બીજી તરફ હૈદરાબાદની ટીમ પોતાના ઘરમાં ગત મેચમાં ચેન્નઈ ટીમને સામે 6 વિકેટે હરાવીને જીતના પાટા પર પરત ફરી છે અને હવે તેનો પ્રયત્ન કોલકત્તા સામેની મેચમાં પણ જીતની લય જાળવી રાખવા પર હશે. હૈદરાબાદની ટીમ હાલ 8 મેચોમાં 4 જીત સાથે 5માં સ્થાને છે.

  આઇપીએલમાં આજે રવીવારે પહેલી મેચ બે વખતની ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. કોલકત્તાએ ગત મેચમાં કોહલીની બેંગ્લોરની ટીમ સામે 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકત્તા હાલ 9 મેચમાંથી 4 જીત અને 5 હાર સાથે 8 પોઇન્ટ ધરાવે છે અને પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. તો બીજી તરફ હૈદરાબાદની ટીમ પોતાના ઘરમાં ગત મેચમાં ચેન્નઈ ટીમને સામે 6 વિકેટે હરાવીને જીતના પાટા પર પરત ફરી છે અને હવે તેનો પ્રયત્ન કોલકત્તા સામેની મેચમાં પણ જીતની લય જાળવી રાખવા પર હશે. હૈદરાબાદની ટીમ હાલ 8 મેચોમાં 4 જીત સાથે 5માં સ્થાને છે.

  9/10
 • આઇપીએલમાં આજે બીજી મેચ કે જેની તમામ ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે ધોનીની ચેન્નઇ અને વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમ વચ્ચે ટક્કર થશે. ધોનીની નજર ગત મેચમાં મળેલી હારને ભૂલીને પ્લે ઓફમાં સ્થાન પાક્કુ કરવા પર હશે. ચેન્નઇ ટીમની આ ટુર્નામેન્ટમાં બીજી હાર હતી. બેંગલોર સામે જો ટીમ જીત મેળવે તો તેના 16 પોઈન્ટ થઈ જશે જે અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે પૂરતા છે.

  આઇપીએલમાં આજે બીજી મેચ કે જેની તમામ ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે ધોનીની ચેન્નઇ અને વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમ વચ્ચે ટક્કર થશે. ધોનીની નજર ગત મેચમાં મળેલી હારને ભૂલીને પ્લે ઓફમાં સ્થાન પાક્કુ કરવા પર હશે. ચેન્નઇ ટીમની આ ટુર્નામેન્ટમાં બીજી હાર હતી. બેંગલોર સામે જો ટીમ જીત મેળવે તો તેના 16 પોઈન્ટ થઈ જશે જે અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે પૂરતા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK