વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: Apr 22, 2019, 15:00 IST | Sheetal Patel
 • લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. તમામ રાજનૈતિક પાર્ટીઓ જોર શોરથી પ્રચારમાં જોડાયેલી છે. એવામાં તમામ પાર્ટીઓ મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. ભાજપની તરફથી વડાપ્રધાન મોદીએ પ્રચારની જવાબદારી ઉઠાવી છે. આજે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના ડિંડોરી જિલ્લામાં ચૂંટણીની રેલીને સંબોધન કરી રહ્યા છે.

  લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. તમામ રાજનૈતિક પાર્ટીઓ જોર શોરથી પ્રચારમાં જોડાયેલી છે. એવામાં તમામ પાર્ટીઓ મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. ભાજપની તરફથી વડાપ્રધાન મોદીએ પ્રચારની જવાબદારી ઉઠાવી છે. આજે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના ડિંડોરી જિલ્લામાં ચૂંટણીની રેલીને સંબોધન કરી રહ્યા છે.

  1/11
 • ગુજરાતી ફિલ્મ રેવાને ચોથી વખત બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી દર્શકોઓ વખાણેલી અને ક્રિટક્સને પણ ગમેલી ફિલ્મ રેવા એકબાદ એક એવોર્ડ પોતાના નામે કરી રહી છે. હવે ફિલ્મ રેવાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની હાજરી નોંધાવી છે.

  ગુજરાતી ફિલ્મ રેવાને ચોથી વખત બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી દર્શકોઓ વખાણેલી અને ક્રિટક્સને પણ ગમેલી ફિલ્મ રેવા એકબાદ એક એવોર્ડ પોતાના નામે કરી રહી છે. હવે ફિલ્મ રેવાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની હાજરી નોંધાવી છે.

  2/11
 • અમદાવાદમાં અકસ્માતની એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં બાઈકમાં સાડી ફસાઈ જવાના ચાર મહિનાની બાળકીએ માતા ગુમાવી છે. દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનાર જો પોતાની સુરક્ષાનું ધ્યાન ન રાખે તો તેનું પરિણામ કેવું આવે તેનો આંખ ઉઘાડનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. એક નાની સરખી ભૂલ થઈ અને ચાર મહિનાની બાળકીના માથા પરથી માતાનો હાથ ઉઠી ગયો. કરૂણતા એ છે કે આ ઘટના ત્યારે બની જ્યારે માતા-પિતા નવજાત બાળકીને પહેલી વાર બહાર લઈ જઈ રહ્યા હતા અને તે પણ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે.

  અમદાવાદમાં અકસ્માતની એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં બાઈકમાં સાડી ફસાઈ જવાના ચાર મહિનાની બાળકીએ માતા ગુમાવી છે. દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનાર જો પોતાની સુરક્ષાનું ધ્યાન ન રાખે તો તેનું પરિણામ કેવું આવે તેનો આંખ ઉઘાડનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. એક નાની સરખી ભૂલ થઈ અને ચાર મહિનાની બાળકીના માથા પરથી માતાનો હાથ ઉઠી ગયો. કરૂણતા એ છે કે આ ઘટના ત્યારે બની જ્યારે માતા-પિતા નવજાત બાળકીને પહેલી વાર બહાર લઈ જઈ રહ્યા હતા અને તે પણ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે.

  3/11
 • મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ મતદાન યોજાશે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મત આપવા આવશે. નક્કી કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે જ અમદાવાદ આવશે. પીએમ મોદી ગાંધીનગરના રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

  મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ મતદાન યોજાશે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મત આપવા આવશે. નક્કી કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે જ અમદાવાદ આવશે. પીએમ મોદી ગાંધીનગરના રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

  4/11
 • અમદાવાદના મણીનગરમાં આવેલા સ્વિમિંગ પૂલમાં કોચીંગ આપી રહેલા કોચનુ રહસ્યમય રીતે મોત થતા શહેરમાં ચકચાર મચી હતી. દર્શિત શાહ મણીનગર મ્યુનિસિપાલ સ્વમિંગ પૂલમાં કોચ તરીકે ફરજ બનાવી રહ્યા હતા. રવિવારે તેમનો ટ્રેનિંગ સેશન પૂરા થયા પછી સ્વિમિંગ પૂલની બહાર આવી રહ્યા હતા ત્યારે અચાનક તે ઢળી પડ્યા હતા અને મોત નિવડ્યુ હતું.

  અમદાવાદના મણીનગરમાં આવેલા સ્વિમિંગ પૂલમાં કોચીંગ આપી રહેલા કોચનુ રહસ્યમય રીતે મોત થતા શહેરમાં ચકચાર મચી હતી. દર્શિત શાહ મણીનગર મ્યુનિસિપાલ સ્વમિંગ પૂલમાં કોચ તરીકે ફરજ બનાવી રહ્યા હતા. રવિવારે તેમનો ટ્રેનિંગ સેશન પૂરા થયા પછી સ્વિમિંગ પૂલની બહાર આવી રહ્યા હતા ત્યારે અચાનક તે ઢળી પડ્યા હતા અને મોત નિવડ્યુ હતું.

  5/11
 • દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો પડ્યો છે. તેમના ચુંટણીના ફોર્મમાં ભુલ હોવાની થયેલી રીટ પર ગુજરાત હાઇકોર્ટે તેમની 2017ની વિધાન સભાની ચુંટણી રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. તેને પબુધાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનવણી હવે સપ્ટેમ્બરમાં કરવાનો આદેશ આપ્યો છે.

  દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો પડ્યો છે. તેમના ચુંટણીના ફોર્મમાં ભુલ હોવાની થયેલી રીટ પર ગુજરાત હાઇકોર્ટે તેમની 2017ની વિધાન સભાની ચુંટણી રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. તેને પબુધાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનવણી હવે સપ્ટેમ્બરમાં કરવાનો આદેશ આપ્યો છે.

  6/11
 • શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટ પછી માહોલ સામાન્ય થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે સતત 8 બોમ્બ વિષ્ફોટ સાથે શ્રીલંકાના કોલંબોમાં ફરી બોમ્બ મળ્યા હોવાના સમાચાર મળ્યા હતા જેના કારણે ભારે અફરાતફરી જોવા મળી રહી છે. આ બોમ્બ કોલમ્બો એરપોર્ટ નજીક મળી આવ્યો હતો. સૂચના મળતા પોલીસ સ્થળે પહોચી હતી અને સમય રહેતા બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો. રવિવારે થયેલા સિરિયલ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 290 જેટલી થઈ છે.

  શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટ પછી માહોલ સામાન્ય થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે સતત 8 બોમ્બ વિષ્ફોટ સાથે શ્રીલંકાના કોલંબોમાં ફરી બોમ્બ મળ્યા હોવાના સમાચાર મળ્યા હતા જેના કારણે ભારે અફરાતફરી જોવા મળી રહી છે. આ બોમ્બ કોલમ્બો એરપોર્ટ નજીક મળી આવ્યો હતો. સૂચના મળતા પોલીસ સ્થળે પહોચી હતી અને સમય રહેતા બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો. રવિવારે થયેલા સિરિયલ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 290 જેટલી થઈ છે.

  7/11
 • રાફેલ મામલા પર સુપ્રીમ કોર્ટમાં 23 એપ્રિલે સુનાવણી છે. સુનાવણીથી એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ સોમવારે જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના આદેશને ખોટી રીતે રાખવા માટે પોતાના નિવેદન પર અફસોસ વ્યક્ત કર્યો છે. રાહુલે રાફેલ મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહીં દીધુ છે કે ચોકીદાર ચોર છે. 

  રાફેલ મામલા પર સુપ્રીમ કોર્ટમાં 23 એપ્રિલે સુનાવણી છે. સુનાવણીથી એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ સોમવારે જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના આદેશને ખોટી રીતે રાખવા માટે પોતાના નિવેદન પર અફસોસ વ્યક્ત કર્યો છે. રાહુલે રાફેલ મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહીં દીધુ છે કે ચોકીદાર ચોર છે. 

  8/11
 • આખરે સૂર્યવંશીમાં હવે હિરોઈનની એન્ટ્રી થઈ ગઈ છે. કેટરિના કૈફ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે હશે કે નહીં તેની લાંબી ચર્ચા બાદ ફિલ્મમાં કેટની એન્ટ્રી કન્ફર્મ થઈ છે. મિડ ડે સાથે વાતચીત દરમિયાન ડિરેક્ટર રોહિત શેટ્ટીની ટીમે કેટરીના કૈફ ફિલ્મમાં હોવાની વાત સ્વીકારી છે. અક્ષય કુમાર સાથે સિંગ ઈઝ કિંગ અને નમસ્તે લંડ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કેટરીના કૈફ સૂર્યવંશીમાં પણ હશે તેવી ચર્ચા બોલીવુડમાં ચાલી રહી હતી.

  આખરે સૂર્યવંશીમાં હવે હિરોઈનની એન્ટ્રી થઈ ગઈ છે. કેટરિના કૈફ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે હશે કે નહીં તેની લાંબી ચર્ચા બાદ ફિલ્મમાં કેટની એન્ટ્રી કન્ફર્મ થઈ છે. મિડ ડે સાથે વાતચીત દરમિયાન ડિરેક્ટર રોહિત શેટ્ટીની ટીમે કેટરીના કૈફ ફિલ્મમાં હોવાની વાત સ્વીકારી છે. અક્ષય કુમાર સાથે સિંગ ઈઝ કિંગ અને નમસ્તે લંડ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કેટરીના કૈફ સૂર્યવંશીમાં પણ હશે તેવી ચર્ચા બોલીવુડમાં ચાલી રહી હતી.

  9/11
 • મલ્ટી સ્ટારર ફિલ્મ કલંકને 2019નું સૌથી મોટુ ઓપનિંગ મળ્યું છે. જો કે ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાને જાળવી રાખવામાં ખાસ્સી મુશ્કેલી પડી રહી છે. સંજય દત્ત, માધુરી દિક્ષીત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર જેવી સ્ટારકાસ્ટ હોવા છતાંય ફિલ્મ ચાર દિવસના લાંબા વીક એન્ડ બાદ પણ માત્ર 50 કરોડની જ કમાણી કરી શકી છે.

  મલ્ટી સ્ટારર ફિલ્મ કલંકને 2019નું સૌથી મોટુ ઓપનિંગ મળ્યું છે. જો કે ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાને જાળવી રાખવામાં ખાસ્સી મુશ્કેલી પડી રહી છે. સંજય દત્ત, માધુરી દિક્ષીત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર જેવી સ્ટારકાસ્ટ હોવા છતાંય ફિલ્મ ચાર દિવસના લાંબા વીક એન્ડ બાદ પણ માત્ર 50 કરોડની જ કમાણી કરી શકી છે.

  10/11
 • આઇપીએલમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી દિલ્હી કેપિટલ્સ માટે આજની મેચ મહત્વની ગણવામાં આવે છે. કારણ કે જો આજે તે મેચ જીતશે તો પોઇન્ટ પ્રમાણે બીજા સ્થાને પહોંચી જશે અને રાજસ્થાનને ટોપ ચારમાં પહોંચવાની આશા પર લગભગ પાણી ફરી વળશે. દિલ્હીએ પોતાના ઘર આંગણે શાનદાર પ્રદર્શન કર્યું છે. તો બીજી તરફ રાજસ્થાન ટીમે મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમને હરાવી છે. સ્ટીવ સ્મિથની સુકાની ઈનિંગ રમીને મોરચાની આગેવાની કરી હતી. બંન્ને ટીમોએ પોતાના છેલ્લા મેચમાં વિજય મેળવ્યો છે. તેમ છતાં રાજસ્થાન માટે આજથી ટુર્નામેન્ટમાં કપરા ચડાણ રહેશે. ટોપ ચારમાં પહોંચવા માટે રાજસ્થાને કમર કસવી પડશે.

  આઇપીએલમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી દિલ્હી કેપિટલ્સ માટે આજની મેચ મહત્વની ગણવામાં આવે છે. કારણ કે જો આજે તે મેચ જીતશે તો પોઇન્ટ પ્રમાણે બીજા સ્થાને પહોંચી જશે અને રાજસ્થાનને ટોપ ચારમાં પહોંચવાની આશા પર લગભગ પાણી ફરી વળશે. દિલ્હીએ પોતાના ઘર આંગણે શાનદાર પ્રદર્શન કર્યું છે. તો બીજી તરફ રાજસ્થાન ટીમે મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમને હરાવી છે. સ્ટીવ સ્મિથની સુકાની ઈનિંગ રમીને મોરચાની આગેવાની કરી હતી. બંન્ને ટીમોએ પોતાના છેલ્લા મેચમાં વિજય મેળવ્યો છે. તેમ છતાં રાજસ્થાન માટે આજથી ટુર્નામેન્ટમાં કપરા ચડાણ રહેશે. ટોપ ચારમાં પહોંચવા માટે રાજસ્થાને કમર કસવી પડશે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK