બૉમ્બે હાઇકૉર્ટે મંગળવારે બોલીવુડ એક્ટ્રેસ કંગના રણોત અને બહેન રંગોલી ચંદેલની અરજી પર સુનાવણી કરતા તેમને 8 જાન્યુઆરીના રોજ મુંબઇ પોલીસ સામે રજૂ થવાનો આદેશ આપ્યો છે. સાથે જ કૉર્ટે ત્યાં સુધી મુંબઇ પોલીસને નિર્દેશ આપ્યા છે કે કંગના રણોત અને બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરે. કૉર્ટમાં ફરિયાદકર્તાના વકીલ રિઝવાન મર્ચન્ટે દલીલ કરીને તેમણે આશા વ્યક્ત કરી કે કંગનાને કોઇપણ પ્રકારના ભડકાઉ ટ્વીટ કરવાથી બચવું જોઇએ.