કમલા મિલ આગનું 1 વર્ષ, મુંબઈકર્સ ક્યારેય નહીં ભૂલે એ ભીષણ રાત

Dec 28, 2018, 14:29 IST
 • મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી ભીષણ આગમાં એક યુવતી સહિત 14 લોકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા, જ્યારે અન્ય 55 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક બિલ્ડીમાં લાગેલી આગ બહુ ઝડપથી તે જ વિસ્તારમાં આવેલા બીજા એક પબ અને રેસ્ટોરન્ટમાં ફેલાઈ હતી, જેમાં પરિસરમાં હાજર 200 લોકો સપડાયા હતા. 

  મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી ભીષણ આગમાં એક યુવતી સહિત 14 લોકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા, જ્યારે અન્ય 55 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક બિલ્ડીમાં લાગેલી આગ બહુ ઝડપથી તે જ વિસ્તારમાં આવેલા બીજા એક પબ અને રેસ્ટોરન્ટમાં ફેલાઈ હતી, જેમાં પરિસરમાં હાજર 200 લોકો સપડાયા હતા. 

  1/12
 • કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગને કાબૂમાં કરવા માટે 6 ફાયર ટેન્ડર્સ, 4 વોટર ટેંક્સ અને એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ ત્યાં ખડકાઈ ગયા હતા. ઘાયલ થયેલા લોકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમના સગાંવહાલાને ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

  કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગને કાબૂમાં કરવા માટે 6 ફાયર ટેન્ડર્સ, 4 વોટર ટેંક્સ અને એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ ત્યાં ખડકાઈ ગયા હતા. ઘાયલ થયેલા લોકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમના સગાંવહાલાને ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

  2/12
 • ઉપર આવેલી રૂફ-ટોપ રેસ્ટોરન્ટ '1અબોવ' સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. જે બચ્યું તે ભૂતકાળના એક પબના અવશેષ માત્ર હતા. 

  ઉપર આવેલી રૂફ-ટોપ રેસ્ટોરન્ટ '1અબોવ' સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. જે બચ્યું તે ભૂતકાળના એક પબના અવશેષ માત્ર હતા. 

  3/12
 • જે રેસ્ટોરન્ટમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી તેના વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. બદઇરાદાથી હત્યાની ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 304 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. 

  જે રેસ્ટોરન્ટમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી તેના વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. બદઇરાદાથી હત્યાની ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 304 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. 

  4/12
 • કમલા મિલ ફાયરમાં મૃત્યુ પામેલા લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાત બહાર આવી હતી કે લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયાં હતાં. મૃત્યુના આ કારણ વિશે કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM)ના ડૉ. રાજેશ દેરેએ માહિતી આપી હતી. 

  કમલા મિલ ફાયરમાં મૃત્યુ પામેલા લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાત બહાર આવી હતી કે લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયાં હતાં. મૃત્યુના આ કારણ વિશે કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM)ના ડૉ. રાજેશ દેરેએ માહિતી આપી હતી. 

  5/12
 • આ આગને લીધે લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને સેંકડોની સંખ્યામાં લોકોએ પીઆઇએલ (જનહિતની અરજીઓ) ફાઇલ કરી હતી. આમાં એક અરજી ભૂતપૂર્વ પોલીસ ઓફિસર અને સામાજિક કાર્યકર્તા જુલિયો એફ. રિબેરિયોની પણ હતી. ત્યારબાદ મુંબઈ તેમજ થાણે અને નવી મુંબઈમાં પણબિનસત્તાવાર રીતે ખોલવામાં આવેલી હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સ વિરુદ્ધ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટું અભિયાન શરૂ કર્યું હતું. 

  આ આગને લીધે લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને સેંકડોની સંખ્યામાં લોકોએ પીઆઇએલ (જનહિતની અરજીઓ) ફાઇલ કરી હતી. આમાં એક અરજી ભૂતપૂર્વ પોલીસ ઓફિસર અને સામાજિક કાર્યકર્તા જુલિયો એફ. રિબેરિયોની પણ હતી. ત્યારબાદ મુંબઈ તેમજ થાણે અને નવી મુંબઈમાં પણબિનસત્તાવાર રીતે ખોલવામાં આવેલી હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સ વિરુદ્ધ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટું અભિયાન શરૂ કર્યું હતું. 

  6/12
 • કમલા મિલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને પોતાના સગાંઓની હાલતના સમાચાર જાણવા માટે હોસ્પિટલની બહાર ખૂબ રાહ જોવી પડી હતી.

  કમલા મિલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને પોતાના સગાંઓની હાલતના સમાચાર જાણવા માટે હોસ્પિટલની બહાર ખૂબ રાહ જોવી પડી હતી.

  7/12
 • 14 લોકોના મૃત્યુથી આઘાતમાં આવેલા ઘણા મુંબઈકર્સે કહ્યું કે તેઓએ પોતાના ન્યુ યર સેલિબ્રેશનના પ્લાન્સ કેન્સલ કર્યા હતા. આ સાથે જ સોશિયલ મીડિયા પર #MumbaiMourning ના હેશટેગ સાથે એક કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું અને લોકોને ન્યુ યર સેલિબ્રેશન બોયકોટ કરવાની અપીલ કરવામાં આવી હતી.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવાંકે ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકોના અસંખ્ય મેસેજીસ આવ્યા હતા જેમાં તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઓથોરિટીઝ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. 

  14 લોકોના મૃત્યુથી આઘાતમાં આવેલા ઘણા મુંબઈકર્સે કહ્યું કે તેઓએ પોતાના ન્યુ યર સેલિબ્રેશનના પ્લાન્સ કેન્સલ કર્યા હતા. આ સાથે જ સોશિયલ મીડિયા પર #MumbaiMourning ના હેશટેગ સાથે એક કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું અને લોકોને ન્યુ યર સેલિબ્રેશન બોયકોટ કરવાની અપીલ કરવામાં આવી હતી.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવાંકે ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકોના અસંખ્ય મેસેજીસ આવ્યા હતા જેમાં તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઓથોરિટીઝ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. 

  8/12
 • મુંબઈની અને ખાસ કરીને લોઅર પરેલની ઘણી બધી રેસ્ટોરન્ટ્સ, રિસોર્ટ્સ, હોટલ્સ અને અન્ય સ્થળોએ ન્યુ યર ઇવનિંગ પાર્ટીઓ માટેના બુકિંગ્સ કેન્સલ કરવામાં આવ્યા હતા. 

  મુંબઈની અને ખાસ કરીને લોઅર પરેલની ઘણી બધી રેસ્ટોરન્ટ્સ, રિસોર્ટ્સ, હોટલ્સ અને અન્ય સ્થળોએ ન્યુ યર ઇવનિંગ પાર્ટીઓ માટેના બુકિંગ્સ કેન્સલ કરવામાં આવ્યા હતા. 

  9/12
 • 31 ડિસેમ્બર, 2017ની સવારે પોલીસે ફરાર થઈ ગયેલા રાકેશ સંઘવી અને આદિત્ય સંઘવીની ધરપકડ કરી હતી જેમણે 1અબોવ પબના સહમાલિકો ક્રિપેશ સંઘવી અને જિંગર સંઘવીને આશરો આપ્યો હતો.

  31 ડિસેમ્બર, 2017ની સવારે પોલીસે ફરાર થઈ ગયેલા રાકેશ સંઘવી અને આદિત્ય સંઘવીની ધરપકડ કરી હતી જેમણે 1અબોવ પબના સહમાલિકો ક્રિપેશ સંઘવી અને જિંગર સંઘવીને આશરો આપ્યો હતો.

  10/12
 • 1અબોવ પબના મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર પર આરોપ છે કે તે બંને આગની ઘટનાના પીડિતોને એ જણાવવામાં નિષ્ફળ રહ્યા હતા કે ઇમરજન્સી એક્ઝિટ બ્લોક થઈ ગઈ છે. કમલા મિલ આગમાં ફસાયેલા સેંકડો ગ્રાહકોને તેમના હાલ પર છોડીને ભાગી જવા માટે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 

  1અબોવ પબના મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર પર આરોપ છે કે તે બંને આગની ઘટનાના પીડિતોને એ જણાવવામાં નિષ્ફળ રહ્યા હતા કે ઇમરજન્સી એક્ઝિટ બ્લોક થઈ ગઈ છે. કમલા મિલ આગમાં ફસાયેલા સેંકડો ગ્રાહકોને તેમના હાલ પર છોડીને ભાગી જવા માટે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 

  11/12
 • ઘટનાસ્થળની નજીક આવેલા ET નાવ, મિરર નાવ, ઝૂમ અને ટીવી 9 મરાઠી જેવી ટીવી ચેનલ્સના ટ્રાન્સમિશનને પણ આ આગના લીધે નુકસાન થયું હતું. 

  ઘટનાસ્થળની નજીક આવેલા ET નાવ, મિરર નાવ, ઝૂમ અને ટીવી 9 મરાઠી જેવી ટીવી ચેનલ્સના ટ્રાન્સમિશનને પણ આ આગના લીધે નુકસાન થયું હતું. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ગયા વર્ષે આજના દિવસે એટલે કે 28 ડિસેમ્બર, 2018ના રોજ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલી કમલા મિલ્સના કમ્પાઉન્ડમાં આવેલા બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં આશરે 15 લોકોના મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. સેનાપતિ બાપટ માર્ગ પર આવેલા ચાર માળના બિલ્ડીંગમાં ત્રીજા માળે મધરાતે આગ લાગી હતી. આજે આ ઘટનાને એક વર્ષ થયું છે ત્યારે અમે તમને બતાવી રહ્યા છે આ ખતકરનાક ઘટના અને તે પછી સર્જાયેલી ઘટનાઓની હારમાળાની તસવીરો.  

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK