હાસને શનિવારે પોતાના ટ્વીટમાં લખ્યું, "કોરોનાવાયરસને કારણે જ્યારે દેશની અડધી આબાદી ભૂખી છે, લોકો આજીવિકા ગુમાવી રહ્યા છે, 1000 કરોડ રૂપિયાની નવી સંસદ કેમ? જ્યારે ચીનની મહાન દીવાલ (Great Wall of China)નું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું તો હજારો લોકોના નિધન થયા હતા, તે સમય શાસકોએ કહ્યું કે લોકોની રક્ષા માટે છે. કોની રક્ષા માટે 1,000 કરોડ રૂપિયાની સંસદનું નિર્માણ કરી રહ્યા છો? મારા માનનીય નિર્વાચિત વડાપ્રધાન જવાબ આપે."