રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પાઘડી સિવાય કેવા લાગતા ? જુઓ તસવીરો

Updated: Aug 28, 2019, 09:31 IST | Falguni Lakhani
 • ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ એટલે ચોટીલા.  પોતાના જન્મસ્થાન વિશે મેઘાણી લખે છે,'મારું જન્મસ્થાન છે -- કંકુવરણી પાંચાલ ભોમનું કલેજું ચોટીલા, ચામુંડી માતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં, એજન્સી-પોલીસના એ વેળાના અઘોરવાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો.' તસવીરમાં:જુવાનીમાં કંઈક આવા દેખાતા હતા મેઘાણી

  ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ એટલે ચોટીલા.  પોતાના જન્મસ્થાન વિશે મેઘાણી લખે છે,'મારું જન્મસ્થાન છે -- કંકુવરણી પાંચાલ ભોમનું કલેજું ચોટીલા, ચામુંડી માતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં, એજન્સી-પોલીસના એ વેળાના અઘોરવાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો.'
  તસવીરમાં:જુવાનીમાં કંઈક આવા દેખાતા હતા મેઘાણી

  1/19
 • તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું તસવીરમાં:લાંબા ઓડિયામાં પોઝ આપી રહેલા ઝવેરચંદ મેઘાણી,  મેઘાણી ક્યારેક પોતાના વાળ આવા પણ રાખતા હતા.

  તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું
  તસવીરમાં:લાંબા ઓડિયામાં પોઝ આપી રહેલા ઝવેરચંદ મેઘાણી,  મેઘાણી ક્યારેક પોતાના વાળ આવા પણ રાખતા હતા.

  2/19
 • ઝવેરચંદ મેઘાણીના પાઘડી વગરના ખૂબ જ ઓછા ફોટો છે. મેઘાણીની હેરસ્ટાઈલ કંઈક આવી હતી. તસવીરમાં:વૈચારિક ક્ષણોમાં ઝવેરચંદ મેઘાણી

  ઝવેરચંદ મેઘાણીના પાઘડી વગરના ખૂબ જ ઓછા ફોટો છે. મેઘાણીની હેરસ્ટાઈલ કંઈક આવી હતી.

  તસવીરમાં:વૈચારિક ક્ષણોમાં ઝવેરચંદ મેઘાણી

  3/19
 • ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું તસવીરમાં:પોતાની લાક્ષણિક મુદ્રામાં સ્પીચ આપી રહેલા ઝવેરચંદ મેઘાણી

  ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું
  તસવીરમાં:પોતાની લાક્ષણિક મુદ્રામાં સ્પીચ આપી રહેલા ઝવેરચંદ મેઘાણી

  4/19
 • નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. તસવીરમાં:તેમના લખાણો જેટલા જબરજસ્ત હતા, તેમના ભાષણો પણ તેવા જ તીખાં રહેતા.

  નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી.
  તસવીરમાં:તેમના લખાણો જેટલા જબરજસ્ત હતા, તેમના ભાષણો પણ તેવા જ તીખાં રહેતા.

  5/19
 • કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું તસવીરમાં:પુત્રી ઈન્દુ સાથે મેઘાણી

  કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું
  તસવીરમાં:પુત્રી ઈન્દુ સાથે મેઘાણી

  6/19
 • ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા તસવીરમાં:પાઘડી, મૂછ અને કોટીમાં પોઝ આપતા મેઘાણી

  ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા
  તસવીરમાં:પાઘડી, મૂછ અને કોટીમાં પોઝ આપતા મેઘાણી

  7/19
 • વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. તસવીરમાં:પહેલા પત્ની દમયંતીબહેન સાથે ઝવેરચંદ મેઘાણી

  વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા.
  તસવીરમાં:પહેલા પત્ની દમયંતીબહેન સાથે ઝવેરચંદ મેઘાણી

  8/19
 •  જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી તસવીરમાં:પુત્ર મહેન્દ્ર, પુત્રી પદ્માલા, પત્ની ચિત્રાદેવી, પુત્ર જયંત, પુત્રી ઈન્દુ, પુત્ર મસ્તાન, વિનોદ અને નાનક સાથે

   જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી
  તસવીરમાં:પુત્ર મહેન્દ્ર, પુત્રી પદ્માલા, પત્ની ચિત્રાદેવી, પુત્ર જયંત, પુત્રી ઈન્દુ, પુત્ર મસ્તાન, વિનોદ અને નાનક સાથે

  9/19
 • છે ને મજાનો મેઘાણી પરિવાર. આને કહેવાય ફેમિલી ફોટો તસવીરમાં:આખાય પરિવાર સાથે મેઘાણી

  છે ને મજાનો મેઘાણી પરિવાર. આને કહેવાય ફેમિલી ફોટો
  તસવીરમાં:આખાય પરિવાર સાથે મેઘાણી

  10/19
 • ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તસવીરમાં:બીજા પત્ની ચિત્રાદેવી સાથે

  ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા.
  તસવીરમાં:બીજા પત્ની ચિત્રાદેવી સાથે

  11/19
 • ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. તસવીરમાં:એક સાથે મેઘાણી પરિવારની 3 પેઢી, પુત્ર મહેન્દ્ર અને પૌત્ર અબુલ સાથે મેઘાણી

  ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી.
  તસવીરમાં:એક સાથે મેઘાણી પરિવારની 3 પેઢી, પુત્ર મહેન્દ્ર અને પૌત્ર અબુલ સાથે મેઘાણી

  12/19
 • આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તસવીરમાં:ટેબલ લઈને કંઈક લખી રહ્યા છે મેઘાણી

  આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
  તસવીરમાં:ટેબલ લઈને કંઈક લખી રહ્યા છે મેઘાણી

  13/19
 • છે ને મજાનો મેઘાણી પરિવાર. આને કહેવાય ફેમિલી ફોટો તસવીરમાં:આખાય પરિવાર સાથે મેઘાણી

  છે ને મજાનો મેઘાણી પરિવાર. આને કહેવાય ફેમિલી ફોટો
  તસવીરમાં:આખાય પરિવાર સાથે મેઘાણી

  14/19
 • તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. તસવીરમાં:મેઘાણીના પિતા કાળિદાસ દેવચંદ મેઘાણી

  તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું.
  તસવીરમાં:મેઘાણીના પિતા કાળિદાસ દેવચંદ મેઘાણી

  15/19
 • તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તસવીરમાં:મેઘાણીના માતા ધોળીબા

  તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં.
  તસવીરમાં:મેઘાણીના માતા ધોળીબા

  16/19
 • મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તસવીરમાં:ગાંધી ટોપીમાં રાષ્ટ્રીય શાયર

  મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી.
  તસવીરમાં:ગાંધી ટોપીમાં રાષ્ટ્રીય શાયર

  17/19
 • મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

  મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

  18/19
 • ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું. તસવીરમાં:પુત્ર જયંત અને અશોક, પુત્રી પદ્માલા, પત્ની ચિત્રાદેવી, પુત્રી મુરલી અને પુત્ર વિનોદ સાથે મેઘાણી

  ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
  તસવીરમાં:પુત્ર જયંત અને અશોક, પુત્રી પદ્માલા, પત્ની ચિત્રાદેવી, પુત્રી મુરલી અને પુત્ર વિનોદ સાથે મેઘાણી

  19/19
 • loading...

ફોટોઝ વિશે

કસુંબીનો રંગ, ચારણકન્યા જેવી કવિતાઓ અને માણસાઈના દીવા જેવા પુસ્તકો આપનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે જન્મજયંતી છે. તમે મોટા ભાગે ઝવેરચંદ મેઘાણીના ફોટા પાઘડીવાળા અને મૂછમાં જ જોયા હશે. ત્યારે જુઓ ઝવેરચંદ મેઘાણીને રૅર ફોટોઝ, જુઓ જુવાનીમાં કેવા લાગતા હતા મેઘાણી. (તસવીર સૌજન્ય:jhaverchandmeghani.com)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK