Jet Airways બે વર્ષ પછી 2021 ઉનાળામાં કરશે ફ્લાઇટ શરૂ, નવો પ્લાન જાહેર
Updated: 8th December, 2020 15:14 IST | Shilpa Bhanushali
એપ્રિલ 2019થી સંપૂર્ણ રીતે બંધ જેટ ઍરવેઝ આવતા વર્ષે ઉનાળાની શરૂઆતથી ફરી પોતાની હવાઇ સેવા શરૂ કરવા જઇ રહ્યું છે. દુબઇના ઉદ્યમી મુરારી લાલ જાલાન અને લંડન સ્થિત કલારોક કૅપિટલના નેતૃત્વ વાળા એક કંસોર્ટિયમે આની જાહેરાત કરી છે. આ કન્સોર્ટિયમ જેટ ઍરવેઝનું નવું મેનેજમેન્ટ છે. નવા મેનેજમેન્ટે સોમવારે બે વર્ષ બંધ રહેલી ઍરલાઇન્સના રિવાઇવલનો પ્લાન જાહેર કર્યો. જણાવવાનું કે ઋણ બાદ જેટ ઍરલાઇન્સમાં સેલરીનું સંકટ વધી ગયું હતું, તેના પછી એપ્રિલ 2019માં પરિચાલન ઠપ્પ થઈ ગયું.
1/5
કંસોર્ટિયમે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, "જેટ 2.0નું ઉદ્દેશ્ય જેટ ઍરવેઝના બધા માર્ગો પર અધિક દક્ષતા અને ઉત્પાદકતા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે ઉપયુક્ત પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ દ્વારા જૂના ગૌરવને પુનર્જીવિત કરવાનો છે." સમૂહે કહ્યું કે જો બધું યોજના પ્રમાણે થયું અને કંસોર્ટિયમને સમયસર એનસીએલટી અને નિયામક મંજૂરી મળી જાય છે, તો જેટ ઍરવેઝ 2021ના ઉનાળા સુધી આકાશમાં જોવા મળશે.
2/5
ન્યૂ મેનેજમેન્ટ પ્રમાણે, "પહેલની જેમ દિલ્હી, મુંબઇ અને બેન્ગલુરુ જેટ 2.0ના પ્રમુખ કેન્દ્ર (હબ) રહેશે." ઍરલાઇન ટિયર 2 અને ટિયર 3 શહેરોનો એક ઉપહબ બનાવીને ત્યાં પણ ફ્લાઇટ્સ સંચાલિત કરશે જેતી આ શહેરોમાં અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળી શકે.
3/5
ઍરલાઇનના નવા પ્રબંધના બૉર્ડ સભ્ય મનોજ નરેન્દ્ર મદનાનીએ કહ્યું, "જેટ ઍરવેઝ 25 વર્ષથી વધારે સમયથી શાનદાર ઇતિહાસની સાથે એક બ્રાન્ડ રહ્યું છે. કંસોર્ટિયમની નજર અને યોજના હવે જેટ ઍરવેઝને ટૂંક સમયમાં ઍરલાઇનમાં ઉતારવાની છે. અમે આ બ્રાન્ડને મોટી અને વધારે બહેતર બનાવવા સંપૂર્ણ જીવંતતાથી ફરી સક્રિય કરવાનો લક્ષ્ય રાખ્યો છે."
4/5
જેટ ઍરવેઝનો રિવાઇવલ પ્લાન પણ આ માટે જ મહત્વનો છે કારણકે કોરોના વાયરસ સંકટને કારણે માલ આવાજાહીની સેવાઓની માગ વધી છે. આ મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને એક રેકૉર્ડ સ્તરે મંદીમાં ધકેલી દીધો છે. આ કારણસર હજારો લોકોને નોકરીઓ ગુમાવવી પડી છે.
5/5
ફોટોઝ વિશે
કંસોર્ટિયમે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, "જેટ 2.0નો ઉદ્દેશ્ય જેટ એરવેઝના બધા માર્ગો પર અધિક દક્ષતા અને ઉત્પાદકતા નક્કી કરવાની સાથે-સાથે ઉપયુક્ત પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ દ્વારા જૂના ગૌરવને પુનર્જીવિત કરવાનો છે."
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK