જનતા કરફ્યુ : આજે શું પ્લાન છે મુંબઈની આ ગુજરાતી ફૅમિલીઝનો?

Updated: Mar 23, 2020, 15:10 IST | Shilpa Bhanushali
 • નવકારના જાપ કરીશું રવિવારનો દિવસ એટલે આરામનો દિવસ કહેવાય. સવારે અમે આખો પરિવાર આરામથી ઊઠીશું. હળવી કસરત કર્યા પછી સ્નાન કરીને અમે બધા નવકારનો જાપ કરવા બેસી જઈશું. નવકાર મંત્ર દ્વારા આખા દેશને કોરોનાથી મુક્ત કરવા અને તમામ ભારતીય સલામત રહે એવી પ્રાર્થના કરીશું. ત્યાર બાદ ભાઈ-બહેન અને મિત્રોને ફોન કરીને જનતા કરફ્યુનું પાલન કરવા માટે જણાવીશું. થોડા સમય માટે ગેમ રમીશું. સાંજના સમયે મોદીજીએ કહ્યું છે એમ થાળીનો ઘંટનાદ કરીશું. પરિવારને જ નહીં, પણ સોસાયટીના સભ્યોને પણ આવું કરવાની મેં સલાહ આપી છે. - પ્રફુલ્લ ફુરિયા સાથે તેમનાં પત્ની રેણુકા, દીકરાઓ જિતેન અને નિશાંત, ચિંચપોકલી-ઈસ્ટમાં આવેલા સ્વામીવાત્સલ્ય બિલ્ડિંગના ચૅરમૅન

  નવકારના જાપ કરીશું
  રવિવારનો દિવસ એટલે આરામનો દિવસ કહેવાય. સવારે અમે આખો પરિવાર આરામથી ઊઠીશું. હળવી કસરત કર્યા પછી સ્નાન કરીને અમે બધા નવકારનો જાપ કરવા બેસી જઈશું. નવકાર મંત્ર દ્વારા આખા દેશને કોરોનાથી મુક્ત કરવા અને તમામ ભારતીય સલામત રહે એવી પ્રાર્થના કરીશું. ત્યાર બાદ ભાઈ-બહેન અને મિત્રોને ફોન કરીને જનતા કરફ્યુનું પાલન કરવા માટે જણાવીશું. થોડા સમય માટે ગેમ રમીશું. સાંજના સમયે મોદીજીએ કહ્યું છે એમ થાળીનો ઘંટનાદ કરીશું. પરિવારને જ નહીં, પણ સોસાયટીના સભ્યોને પણ આવું કરવાની મેં સલાહ આપી છે.
  - પ્રફુલ્લ ફુરિયા સાથે તેમનાં પત્ની રેણુકા, દીકરાઓ જિતેન અને નિશાંત, ચિંચપોકલી-ઈસ્ટમાં આવેલા સ્વામીવાત્સલ્ય બિલ્ડિંગના ચૅરમૅન

  1/8
 • પૂજાપાઠમાં સમય વિતાવીશું સવારે ઊઠીને નિયમિત રીતે યોગ કરીશું. ફ્રેશ થઈને ચા-નાસ્તો કર્યા બાદ ૧૦-૧૫ મિનિટ અખબારો વાંચીશું. સ્નાન કર્યા બાદ પૂજાપાઠ કરીશું. સામાન્ય રીતે એકથી દોઢ કલાક પૂજાપાઠ કરીએ છીએ, પણ આજે લોકોની સલામતી માટે અમે અમારી પૂજા કરીશું. ત્યાર બાદ ટીવી જોઈશું અને ત્યાર બાદ પરિવાર અને મિત્રવર્તુળને ફોન કરીને જાગ્રત કરવાનું કામ કરીશું. આખા દિવસ દરમ્યાન હળદર-મીઠાવાળું ગરમ પાણી પીવાનું તેમ જ એના કોગળા કરીશું. સાંજે મોદીજીએ તાળી કે પછી થાળી વગાડીને ઘંટનાદ કરવાની અપીલ કરી છે એનું પાલન કરીશું. સાંજના ચોવિહાર કરીશું અને બાદમાં ટીવી જોઈને જાણકારી મેળવીશું. - ધીરેન ઘાટલિયા અને પત્ની પાયલ ઘાટલિયા, ન્યુ ઑડિયન પ્રિમાઇસિસ કો-ઑપ. સોસાયટીના સેક્રેટરી

  પૂજાપાઠમાં સમય વિતાવીશું
  સવારે ઊઠીને નિયમિત રીતે યોગ કરીશું. ફ્રેશ થઈને ચા-નાસ્તો કર્યા બાદ ૧૦-૧૫ મિનિટ અખબારો વાંચીશું. સ્નાન કર્યા બાદ પૂજાપાઠ કરીશું. સામાન્ય રીતે એકથી દોઢ કલાક પૂજાપાઠ કરીએ છીએ, પણ આજે લોકોની સલામતી માટે અમે અમારી પૂજા કરીશું. ત્યાર બાદ ટીવી જોઈશું અને ત્યાર બાદ પરિવાર અને મિત્રવર્તુળને ફોન કરીને જાગ્રત કરવાનું કામ કરીશું. આખા દિવસ દરમ્યાન હળદર-મીઠાવાળું ગરમ પાણી પીવાનું તેમ જ એના કોગળા કરીશું. સાંજે મોદીજીએ તાળી કે પછી થાળી વગાડીને ઘંટનાદ કરવાની અપીલ કરી છે એનું પાલન કરીશું. સાંજના ચોવિહાર કરીશું અને બાદમાં ટીવી જોઈને જાણકારી મેળવીશું.
  - ધીરેન ઘાટલિયા અને પત્ની પાયલ ઘાટલિયા, ન્યુ ઑડિયન પ્રિમાઇસિસ કો-ઑપ. સોસાયટીના સેક્રેટરી

  2/8
 • પુરુષો કરશે રસોઈ અને મહિલાઓ કરશે આરામ મોદીજીએ આદરેલું અભિયાન અમે સફળ બનાવીશું. રવિવારે સવારે વહેલા ઊઠીને બધા ઘરવાળા માટે અમે બધા ઘરના જેન્ટ્સ મળીને ચા- નાસ્તો બનાવીશું. સાથે જરૂરી લાગતી ચીજો પણ લઈને મૂકી દીધી છે એટલે કાલે ઘરનો દરવાજો ખોલીશું જ નહીં જેથી લોકોને પહેલેથી જ કહી દીધું છે કે બેલ મારીને ડિસ્ટર્બ ન કરવું.  - ગુલાબચંદ બીદ, મુલુંડ આજે તો અમે આરામ કરીશું અને પતિએ બનાવેલી રસોઈનો આનંદ લઈશું.  - સવિતા બીદ આજે તો છોકરાઓ સાથે ઘરે બેસીને કૅરમ રમીશ આખો દિવસ - વિશાલ બીદ આખો દિવસ આરામ કરીશ અને પતિના હાથનું જમીશ - શિલ્પા બીદ

  પુરુષો કરશે રસોઈ અને મહિલાઓ કરશે આરામ
  મોદીજીએ આદરેલું અભિયાન અમે સફળ બનાવીશું. રવિવારે સવારે વહેલા ઊઠીને બધા ઘરવાળા માટે અમે બધા ઘરના જેન્ટ્સ મળીને ચા- નાસ્તો બનાવીશું. સાથે જરૂરી લાગતી ચીજો પણ લઈને મૂકી દીધી છે એટલે કાલે ઘરનો દરવાજો ખોલીશું જ નહીં જેથી લોકોને પહેલેથી જ કહી દીધું છે કે બેલ મારીને ડિસ્ટર્બ ન કરવું. 
  - ગુલાબચંદ બીદ, મુલુંડ

  આજે તો અમે આરામ કરીશું અને પતિએ બનાવેલી રસોઈનો આનંદ લઈશું. 
  - સવિતા બીદ
  આજે તો છોકરાઓ સાથે ઘરે બેસીને કૅરમ રમીશ આખો દિવસ
  - વિશાલ બીદ
  આખો દિવસ આરામ કરીશ અને પતિના હાથનું જમીશ
  - શિલ્પા બીદ

  3/8
 • ૧૫ મિનિટ જાપ કરીશું સવારે અમે આખો પરિવાર રૂટીન પ્રમાણે ઊઠીને ચા-નાસ્તો કર્યા બાદ સ્નાન કરીને કોરોના વાઇરસ સમૂળગો નીકળી જાય અને લોકોમાં ભયનું વાતાવરણ ઓછું થાય એ માટે આખો પરિવાર ૧૫ મિનિટ સુધી જાપ કરીશું. સામાન્ય દિવસોમાં પેપરવર્ક કરવાનું કામ ન થતું હોવાથી પેપરવર્કનું કામ કરીશું. ત્યાર બાદ થોડો રેસ્ટ કરીશું અને બાદમાં પરિવારના સભ્યો ઇન્ડોર ગેમ રમીશું. સાંજે પાંચ વાગ્યે થાળીનો ઘંટનાદ કરવાની મોદીજીએ અપીલ કરી છે એટલે એનું પાલન કરીશું. સાંજના જમ્યા પછી ઘરમાં ટીવીમાં મૂવી કે પછી મનોરંજનનો કોઈ કાર્યક્રમ જોઈશું. - હિતેન સાવલા, પત્ની-અલ્પા, દીકરી-દેવાંશી, દીકરો-પાર્થ, પપ્પા-જાધવજી, મમ્મી-પુષ્પાબેન, શીતલ ધામ સોસાયટી, ગારોડિયાનગર, ઘાટકોપર-ઈસ્ટ

  ૧૫ મિનિટ જાપ કરીશું
  સવારે અમે આખો પરિવાર રૂટીન પ્રમાણે ઊઠીને ચા-નાસ્તો કર્યા બાદ સ્નાન કરીને કોરોના વાઇરસ સમૂળગો નીકળી જાય અને લોકોમાં ભયનું વાતાવરણ ઓછું થાય એ માટે આખો પરિવાર ૧૫ મિનિટ સુધી જાપ કરીશું. સામાન્ય દિવસોમાં પેપરવર્ક કરવાનું કામ ન થતું હોવાથી પેપરવર્કનું કામ કરીશું. ત્યાર બાદ થોડો રેસ્ટ કરીશું અને બાદમાં પરિવારના સભ્યો ઇન્ડોર ગેમ રમીશું. સાંજે પાંચ વાગ્યે થાળીનો ઘંટનાદ કરવાની મોદીજીએ અપીલ કરી છે એટલે એનું પાલન કરીશું. સાંજના જમ્યા પછી ઘરમાં ટીવીમાં મૂવી કે પછી મનોરંજનનો કોઈ કાર્યક્રમ જોઈશું.
  - હિતેન સાવલા, પત્ની-અલ્પા, દીકરી-દેવાંશી, દીકરો-પાર્થ, પપ્પા-જાધવજી, મમ્મી-પુષ્પાબેન, શીતલ ધામ સોસાયટી, ગારોડિયાનગર, ઘાટકોપર-ઈસ્ટ

  4/8
 • યજ્ઞ કરીને કોરોનાનો સામનો કરીશું મીરા રોડમાં આવેલા શાંતિનગરમાં ભાવના પારેખ, પતિ કમલેશભાઈ, પુત્ર શુભમ અને પુત્રી જીલ સાથે રહે છે. કરફ્યુને લીધે પહેલી વખત ચારેય આખો દિવસ સાથે રહેશે. મુંબઈની ભાગદોડભરી જિંદગીમાં આવો મોકો પહેલી વાર મળ્યો હોવાથી તેઓ કોરોના વાઇરસને માત આપવા આંબાની ડાળખીઓ, લવિંગ, કપૂર અને ગાયના ઘીથી ઘરમાં યજ્ઞ કરશે. આપણી પૌરાણિક સંસ્કૃતિમાં સવાર-સાંજ યજ્ઞ કરવાની સિસ્ટમ હતી જેથી હવા શુદ્ધ થતી હતી. આથી આજના આ કપરા સમયમાં દરેક પરિવાર ઘરમાં નાનકડો યજ્ઞ કરશે તો એનાં પરિણામ સારાં આવી શકશે. – ભાવના પારેખ નિત્યક્રમ પતાવીને એકદમ નિરાંતે બેસીને આજની પરિસ્થિતિને પહોંચી વળવા સહિતની હેલ્ધી ચર્ચા કરીશું. - પતિ કમલેશભાઈ કોરોનાથી ગભરાવાને બદલે શક્ય હોય એટલા લોકોને જાગ્રત કરીશ. - પુત્ર શુભમ સાંજે પાંચ વાગ્યે શંખનાદ કરીને જે લોકો આપણને મદદ કરી રહ્યા છે તેમનો આભાર માનીશું. - પુત્રી જીલ

  યજ્ઞ કરીને કોરોનાનો સામનો કરીશું
  મીરા રોડમાં આવેલા શાંતિનગરમાં ભાવના પારેખ, પતિ કમલેશભાઈ, પુત્ર શુભમ અને પુત્રી જીલ સાથે રહે છે. કરફ્યુને લીધે પહેલી વખત ચારેય આખો દિવસ સાથે રહેશે. મુંબઈની ભાગદોડભરી જિંદગીમાં આવો મોકો પહેલી વાર મળ્યો હોવાથી તેઓ કોરોના વાઇરસને માત આપવા આંબાની ડાળખીઓ, લવિંગ, કપૂર અને ગાયના ઘીથી ઘરમાં યજ્ઞ કરશે.
  આપણી પૌરાણિક સંસ્કૃતિમાં સવાર-સાંજ યજ્ઞ કરવાની સિસ્ટમ હતી જેથી હવા શુદ્ધ થતી હતી. આથી આજના આ કપરા સમયમાં દરેક પરિવાર ઘરમાં નાનકડો યજ્ઞ કરશે તો એનાં પરિણામ સારાં આવી શકશે.
  – ભાવના પારેખ
  નિત્યક્રમ પતાવીને એકદમ નિરાંતે બેસીને આજની પરિસ્થિતિને પહોંચી વળવા સહિતની હેલ્ધી ચર્ચા કરીશું.
  - પતિ કમલેશભાઈ
  કોરોનાથી ગભરાવાને બદલે શક્ય હોય એટલા લોકોને જાગ્રત કરીશ.
  - પુત્ર શુભમ
  સાંજે પાંચ વાગ્યે શંખનાદ કરીને જે લોકો આપણને મદદ કરી રહ્યા છે તેમનો આભાર માનીશું.
  - પુત્રી જીલ

  5/8
 • વિશ્વશાંતિ માટે નવકાર મંત્રના જાપ કરીશું... ભાઈંદરમાં ૬૦ ફુટ રોડ પર રાકેશ શાહ પત્ની દીપ્તિ અને પુત્રી દૃષ્ટિ સાથે રહે છે. કોરોના વાઇરસની મહાબીમારીનો સામનો કરવા માટે તેમણે સવારે નિત્યક્રમ પતાવીને જૈન ધર્મનો મહામંત્ર નવકારના જાપનું આયોજન કર્યું છે. ત્રણેય પરિવારજનો ધાર્મિક હોવાથી ૧૪ કલાકના સમયમાં શક્ય હોય એટલાં સામાયિક કરવાનો પણ પ્રયાસ કરશે. પોતાની સાથે સોસાયટીના રહેવાસીઓ વિશ્વશાંતિ માટે નવકાર મંત્રનો જાપ કરી શકે એ માટે સામૂહિક જાપનું આયોજન કરાયું છે, પરંતુ દરેક પોતપોતાના ઘરે રહીને આ જાપ કરશે. - રાકેશ શાહ સોશ્યલ મીડિયામાં કોરોના વાઇરસથી બચવા માટે અવેરનેસ કરીશ. - પત્ની દીપ્તિ સાંજે પાંચ વાગ્યે જેઓ પણ આ વિકટ સમયમાં મદદ કરી રહ્યા છે તેમનો ગૅલરીમાં ઊભા રહીને થાળી અને તાળી વગાડીને અભિવાદન કરીશ. - પુત્રી દૃષ્ટિ

  વિશ્વશાંતિ માટે નવકાર મંત્રના જાપ કરીશું...
  ભાઈંદરમાં ૬૦ ફુટ રોડ પર રાકેશ શાહ પત્ની દીપ્તિ અને પુત્રી દૃષ્ટિ સાથે રહે છે. કોરોના વાઇરસની મહાબીમારીનો સામનો કરવા માટે તેમણે સવારે નિત્યક્રમ પતાવીને જૈન ધર્મનો મહામંત્ર નવકારના જાપનું આયોજન કર્યું છે. ત્રણેય પરિવારજનો ધાર્મિક હોવાથી ૧૪ કલાકના સમયમાં શક્ય હોય એટલાં સામાયિક કરવાનો પણ પ્રયાસ કરશે. પોતાની સાથે સોસાયટીના રહેવાસીઓ વિશ્વશાંતિ માટે નવકાર મંત્રનો જાપ કરી શકે એ માટે સામૂહિક જાપનું આયોજન કરાયું છે, પરંતુ દરેક પોતપોતાના ઘરે રહીને આ જાપ કરશે.
  - રાકેશ શાહ
  સોશ્યલ મીડિયામાં કોરોના વાઇરસથી બચવા માટે અવેરનેસ કરીશ.
  - પત્ની દીપ્તિ
  સાંજે પાંચ વાગ્યે જેઓ પણ આ વિકટ સમયમાં મદદ કરી રહ્યા છે તેમનો ગૅલરીમાં ઊભા રહીને થાળી અને તાળી વગાડીને અભિવાદન કરીશ.
  - પુત્રી દૃષ્ટિ

  6/8
 • પેન્ડિંગ કામ પૂરાં કરીશ વડા પ્રધાન મોદીના આ અભિયાનને અમારો ફુલ સપોર્ટ છે. સાંજે પાંચ વાગ્યે અમે થાળી અને વેલણ વગાડીને જે પણ લોકોએ કોરોના ભગાવવામાં મદદ કરી છે તેમનો આભાર માનીશું. બાકી ઘરનો બિઝનેસ હોવાથી પપ્પા જનકભાઈ સાથે ઘરમાં જ રહીને પેન્ડિંગ કામ પતાવવાનાં છે. આજે રાતે જ સોસાયટીના યુવાન મિત્રો કોરોના સામે લડવાના-કાળજી રાખવાનાં હોર્ડિંગ બનાવવાનાં છે જે રાતે જ લિફ્ટમાં, ગાર્ડનમાં અને અન્ય પ્રોમિનન્ટ જગ્યાએ લગાડીશું. - કુંજ મહેતા, બોરીવલી દીકરી જીલ સાથે મળીને ઘરની સાફસફાઈ કરવાનું નક્કી કર્યું છે. દીકરા અને વહુએ પણ સફાઈમાં મદદ કરવાની હામી ભરી છે. - મમ્મી આશા

  પેન્ડિંગ કામ પૂરાં કરીશ
  વડા પ્રધાન મોદીના આ અભિયાનને અમારો ફુલ સપોર્ટ છે. સાંજે પાંચ વાગ્યે અમે થાળી અને વેલણ વગાડીને જે પણ લોકોએ કોરોના ભગાવવામાં મદદ કરી છે તેમનો આભાર માનીશું. બાકી ઘરનો બિઝનેસ હોવાથી પપ્પા જનકભાઈ સાથે ઘરમાં જ રહીને પેન્ડિંગ કામ પતાવવાનાં છે. આજે રાતે જ સોસાયટીના યુવાન મિત્રો કોરોના સામે લડવાના-કાળજી રાખવાનાં હોર્ડિંગ બનાવવાનાં છે જે રાતે જ લિફ્ટમાં, ગાર્ડનમાં અને અન્ય પ્રોમિનન્ટ જગ્યાએ લગાડીશું. - કુંજ મહેતા, બોરીવલી
  દીકરી જીલ સાથે મળીને ઘરની સાફસફાઈ કરવાનું નક્કી કર્યું છે. દીકરા અને વહુએ પણ સફાઈમાં મદદ કરવાની હામી ભરી છે. - મમ્મી આશા

  7/8
 • વૉટ્સઍપ પર રમીશું અંતાક્ષરી... મોદીજીના આ અભિયાનને સફળ બનાવવું જ જોઈએ. રવિવારે તો પહેલાં ૧૦ વાગ્યા સુધી લાંબા થઈને સૂવાનું. દૂધ પણ પહેલાં જ લઈ લેવાનું અને કચરાનો ડબો પણ રાતે જ બહાર મૂકી દેવાનો. તેઓને બેલ મારી ડિસ્ટર્બ ન કરવાનું પહેલેથી જ કહી દીધું છે. - અજય મોદી, ચેમ્બુર આમ પણ ઘરે બધા સાથે રહીશું અને એન્જૉય પણ કરીશું. - પત્ની સાધના મોબાઇલ અને લૅપટૉપ પર ફ્રેન્ડ્સ સાથે ઑનલાઇન ફુટબૉલ રમીશ. - દીકરો કરણ વર્ક ફ્રૉમ હોમ ચાલે છે, પણ રવિવારે રમીશ અંતાક્ષરી અને ડમ શેરાડ્સ - દીકરી કેજલ

  વૉટ્સઍપ પર રમીશું અંતાક્ષરી...
  મોદીજીના આ અભિયાનને સફળ બનાવવું જ જોઈએ. રવિવારે તો પહેલાં ૧૦ વાગ્યા સુધી લાંબા થઈને સૂવાનું. દૂધ પણ પહેલાં જ લઈ લેવાનું અને કચરાનો ડબો પણ રાતે જ બહાર મૂકી દેવાનો. તેઓને બેલ મારી ડિસ્ટર્બ ન કરવાનું પહેલેથી જ કહી દીધું છે.
  - અજય મોદી, ચેમ્બુર
  આમ પણ ઘરે બધા સાથે રહીશું અને એન્જૉય પણ કરીશું.
  - પત્ની સાધના
  મોબાઇલ અને લૅપટૉપ પર ફ્રેન્ડ્સ સાથે ઑનલાઇન ફુટબૉલ રમીશ.
  - દીકરો કરણ
  વર્ક ફ્રૉમ હોમ ચાલે છે, પણ રવિવારે રમીશ અંતાક્ષરી અને ડમ શેરાડ્સ
  - દીકરી કેજલ

  8/8
 • loading...

ફોટોઝ વિશે

દેશમાં કોરોનાના પ્રકોોપને અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. આજે 22 માર્ચ 2020ના રોજ સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી લોકોને ઘરમાં રહેવાનું આહ્વાન હતું એવામાં જાણીએ મુંબઇમાં વસતાં આ ગુજરાતી પરિવારો ઘરમાં રહીને કેવી રીતે જનતા કર્ફ્યૂનો પાલન કરશે...

રિપોર્ટર્સ : પ્રકાશ બાંભરોલિયા, જયદીપ ગણાત્રા, બકુલેશ ત્રિવેદી, મેહુલ જેઠવા 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK