મીઠાઇના ડબ્બા પર હવે મેન્યુફેક્ચરિંગ અને એક્સપાઇરી ડેટ લખવી ફરજિયાત

Published: 13th November, 2020 20:15 IST | Shilpa Bhanushali
 • દિવાળીના અવસરે બનતી મીઠાઇ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ પર હવે તેની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાઇરી ડેટ લખવી ફરજિયાત હશે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ મિનિસ્ટર ડૉ. રાજેન્દ્ર શિંગણેએ આ આદેશ જાહેર કર્યો છે. જનતાને તહેવારોની આ સીઝનમાં સારી અને શુદ્ધ મીઠાઇઓ મળે તેનું ધ્યાન રાખવા માટે સરકારે સંબંધિત વિભાગને આદેશ આપ્યા છે.

  દિવાળીના અવસરે બનતી મીઠાઇ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ પર હવે તેની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાઇરી ડેટ લખવી ફરજિયાત હશે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ મિનિસ્ટર ડૉ. રાજેન્દ્ર શિંગણેએ આ આદેશ જાહેર કર્યો છે. જનતાને તહેવારોની આ સીઝનમાં સારી અને શુદ્ધ મીઠાઇઓ મળે તેનું ધ્યાન રાખવા માટે સરકારે સંબંધિત વિભાગને આદેશ આપ્યા છે.

  1/5
 • તહેવારોમાં થાય છે મિક્સિંગ મોટાભાગે તહેવારોની સીઝનમાં આ જોવા મળે છે કે રિયલ અને ડુપ્લિકેટ મીઠાઇઓ માર્કેટમાં બેધડક વેચવામાં આવે છે. દરવર્ષે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં મિઠાઇઓની દુકાનમાં દરોડા પાડે છે અને આ દરમિયાન કેટલાય લોકો પર કાર્યવાહી પણ થાય છે. આ ઘટનાઓમાંથી સબક લેતા મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

  તહેવારોમાં થાય છે મિક્સિંગ
  મોટાભાગે તહેવારોની સીઝનમાં આ જોવા મળે છે કે રિયલ અને ડુપ્લિકેટ મીઠાઇઓ માર્કેટમાં બેધડક વેચવામાં આવે છે. દરવર્ષે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં મિઠાઇઓની દુકાનમાં દરોડા પાડે છે અને આ દરમિયાન કેટલાય લોકો પર કાર્યવાહી પણ થાય છે. આ ઘટનાઓમાંથી સબક લેતા મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

  2/5
 • તહેવારોમાં જ હોય છે મીઠાઇની અધિક માગ મીઠાઇની માગ દિવાળી, હોળી જેવા અનેક મોટા તહેવારોમાં ખૂબ જ વધી જાય છે. આ દરમિયાન ગ્રાહક દુકાનમાં મૂકવામાં આવેલી મીઠાઇઓની કોઇપણ તપાસ કર્યા વગર, વિશ્વાસ મૂકીને ખરીદી લે છે.

  તહેવારોમાં જ હોય છે મીઠાઇની અધિક માગ
  મીઠાઇની માગ દિવાળી, હોળી જેવા અનેક મોટા તહેવારોમાં ખૂબ જ વધી જાય છે. આ દરમિયાન ગ્રાહક દુકાનમાં મૂકવામાં આવેલી મીઠાઇઓની કોઇપણ તપાસ કર્યા વગર, વિશ્વાસ મૂકીને ખરીદી લે છે.

  3/5
 • આ તકનો ફાયદો ઉઠાવી કેટલાક દુકાનદાર અમુક પૈસાની લાલચમાં ગ્રાહકોનો જીવ જોખમમાં મૂકી દે છે અને તેમની ભેળસેળ કરેલી મીઠાઇઓનું સેવન કરવું પડે છે.

  આ તકનો ફાયદો ઉઠાવી કેટલાક દુકાનદાર અમુક પૈસાની લાલચમાં ગ્રાહકોનો જીવ જોખમમાં મૂકી દે છે અને તેમની ભેળસેળ કરેલી મીઠાઇઓનું સેવન કરવું પડે છે.

  4/5
 • કોરોનામાં સાવચેતી સાથે ઉજવો દિવાળી રાજેન્દ્ર શિંગણેએ બધાં નાગરિકોને દિવાળીમાં ફટાકડાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી અને માર્ચ મહિનાથી સતત આપણે આ સંકટ સામે લડી રહ્યા છીએ. એવામાં પોતાનું જીવન સુરક્ષિત રહે એ ધ્યાન રાખવું પણ આપણી જ જવાબદારી છે. માટે કોરોનાથી બચવાના બધા જ નિયમોનું ગંભીરતાથી પાલન કરવું.

  કોરોનામાં સાવચેતી સાથે ઉજવો દિવાળી
  રાજેન્દ્ર શિંગણેએ બધાં નાગરિકોને દિવાળીમાં ફટાકડાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી અને માર્ચ મહિનાથી સતત આપણે આ સંકટ સામે લડી રહ્યા છીએ. એવામાં પોતાનું જીવન સુરક્ષિત રહે એ ધ્યાન રાખવું પણ આપણી જ જવાબદારી છે. માટે કોરોનાથી બચવાના બધા જ નિયમોનું ગંભીરતાથી પાલન કરવું.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

મહારાષ્ટ્રમાં ભેળસેળ કરનારાઓને પકડી પાડવા હવે સરકારે બધી મીઠાઇની દુકાનોમાં મીઠાઇના ડબ્બા પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાઇરી ડેટ લખવી ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK