મનોહર પાર્રિકરથી સંજય ગાંધી સુધીઃભારતના આ નેતાઓનું કરિયર મૃત્યુએ સમાપ્ત કર્યું

Updated: Mar 19, 2019, 18:08 IST | Bhavin
 • મનોહર પાર્રિકર 63 વર્ષના મનોહર પાર્રિકર ચાર વખત ગોવાના મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા. તેમને અગ્નાશયનું કેન્સર હતું. કેન્સરને કારણે જ 17 માર્ચના રોજ તેમનું નિધન થયું. પાર્રિકર મોદી સરકારમાં સંરક્ષણ પ્રધાનની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. સાદગી પ્રિય નેતા તરીકે તેઓ લોકપ્રિય હતા. પરંતુ કેન્સર તેમને ભરખી ગયું.
  મનોહર પાર્રિકર 63 વર્ષના મનોહર પાર્રિકર ચાર વખત ગોવાના મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા. તેમને અગ્નાશયનું કેન્સર હતું. કેન્સરને કારણે જ 17 માર્ચના રોજ તેમનું નિધન થયું. પાર્રિકર મોદી સરકારમાં સંરક્ષણ પ્રધાનની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. સાદગી પ્રિય નેતા તરીકે તેઓ લોકપ્રિય હતા. પરંતુ કેન્સર તેમને ભરખી ગયું.
  1/11
 • પ્રમોદ મહાજન 2006માં પ્રમોદ મહાજનનું કરુણ હાલતમાં નિધન થયું હતું. પ્રમોદ મહાજનની તેમના જ ભાઈએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 13 દિવસ સુધી પ્રમોદ મહાજન સારવાર હેઠળ હતા પરંતુ ડોક્ટર્સ તેમને ન બચાવી શક્યા. પ્રમોદ મહાજન 1996 અને 1998માં એમ બે વખત લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. 2004માં ભાજપના ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન પાછળ પણ તેમનો મોટો રોલ હતો.
  પ્રમોદ મહાજન 2006માં પ્રમોદ મહાજનનું કરુણ હાલતમાં નિધન થયું હતું. પ્રમોદ મહાજનની તેમના જ ભાઈએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 13 દિવસ સુધી પ્રમોદ મહાજન સારવાર હેઠળ હતા પરંતુ ડોક્ટર્સ તેમને ન બચાવી શક્યા. પ્રમોદ મહાજન 1996 અને 1998માં એમ બે વખત લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. 2004માં ભાજપના ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન પાછળ પણ તેમનો મોટો રોલ હતો.
  2/11
 • વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના નેતા વિલાસરાવ દેશમુખનું નામ પણ આ યાદીમાં સામેલ છે. વિલાસરાવ દેશમુખ યુપીએ ટુ સરકારમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું ખાતું સંભાળતા હતા. તેઓ બે વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. માત્ર 67 વર્ષની ઉંમરે જ લિવરને લગતી બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
  વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના નેતા વિલાસરાવ દેશમુખનું નામ પણ આ યાદીમાં સામેલ છે. વિલાસરાવ દેશમુખ યુપીએ ટુ સરકારમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું ખાતું સંભાળતા હતા. તેઓ બે વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. માત્ર 67 વર્ષની ઉંમરે જ લિવરને લગતી બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
  3/11
 • સંજય ગાંધી ઈન્દિરા ગાંધીના આ પુત્રનું માત્ર 33 વર્ષની વયે જ અવસાન થયું હતું. 1980માં પ્લેન ક્રેશમાં સંજય ગાંધી મૃત્યુ પામ્યા હતા. નવી દિલ્હીના સફદરજંગ એરપોર્ટ નજીક તેમનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના દરમિયાન સંજય ગાંધી જાતે જ પ્લેન ઉડાવી રહ્યા હતા, તેમણે કંટ્રોલ ખોયો અને મૃત્યુ પામ્યા. ઈન્દિરા ગાંધીની જબરજસ્ત રાજકીય સફળતા પાછળ સંજય ગાંધીની રણનીતિ પણ હોવાનું ચર્ચાતું હતું.
  સંજય ગાંધી ઈન્દિરા ગાંધીના આ પુત્રનું માત્ર 33 વર્ષની વયે જ અવસાન થયું હતું. 1980માં પ્લેન ક્રેશમાં સંજય ગાંધી મૃત્યુ પામ્યા હતા. નવી દિલ્હીના સફદરજંગ એરપોર્ટ નજીક તેમનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના દરમિયાન સંજય ગાંધી જાતે જ પ્લેન ઉડાવી રહ્યા હતા, તેમણે કંટ્રોલ ખોયો અને મૃત્યુ પામ્યા. ઈન્દિરા ગાંધીની જબરજસ્ત રાજકીય સફળતા પાછળ સંજય ગાંધીની રણનીતિ પણ હોવાનું ચર્ચાતું હતું.
  4/11
 • ગોપીનાથ મુંડે 2014માં મોદી સરકાર બન્યા બાદ ગોપીનાથ મુંડેને ગ્રામીણ વિકાસ ખાતું સોંપાયું હતું. પરંતુ શપથ વિધિના માત્ર 2 દિવસ બાદ જ એક રોડ એક્સિડન્ટમાં તેમનું નિધન થયું હતું. મહારાષ્ટ્રના આ નેતા પણ રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા હતા.
  ગોપીનાથ મુંડે 2014માં મોદી સરકાર બન્યા બાદ ગોપીનાથ મુંડેને ગ્રામીણ વિકાસ ખાતું સોંપાયું હતું. પરંતુ શપથ વિધિના માત્ર 2 દિવસ બાદ જ એક રોડ એક્સિડન્ટમાં તેમનું નિધન થયું હતું. મહારાષ્ટ્રના આ નેતા પણ રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા હતા.
  5/11
 • રાજેશ પાયલટ કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું પણ માર્ગ અકસ્માતમાં માત્ર 55 વર્ષની વયે નિધન થયું હતું. 2000ના વર્ષમાં રાજેશ પાયલટ મૃત્યુ પામ્યા હતા. ઈન્ડિયન એરફોર્સના પાઈલટમાંથી નેતા બનેલા રાજેશ પાયલટ પોતાના મત વિસ્તાર દૌસાની મુલાકાતે હતા ત્યારે જ તેમની જીપ રોડ ટ્રાન્સપોર્ટની બસ સાથે અથડાઈ હતી, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
  રાજેશ પાયલટ કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું પણ માર્ગ અકસ્માતમાં માત્ર 55 વર્ષની વયે નિધન થયું હતું. 2000ના વર્ષમાં રાજેશ પાયલટ મૃત્યુ પામ્યા હતા. ઈન્ડિયન એરફોર્સના પાઈલટમાંથી નેતા બનેલા રાજેશ પાયલટ પોતાના મત વિસ્તાર દૌસાની મુલાકાતે હતા ત્યારે જ તેમની જીપ રોડ ટ્રાન્સપોર્ટની બસ સાથે અથડાઈ હતી, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
  6/11
 • માધવરાવ સિંધિયા કોંગ્રેસના વધુ એક મોટા નેતા માધવરાવ સિંધિયાનું પણ એર ક્રેશમાં 2011માં અવસાન થયું હતું. યુપીના મૈનપુરી વિસ્તારમાં સિંધિયાનું પ્લેન ક્રેશ થતા તેઓ મૃત્યુ પામ્યા હતા. સિંધિયાએ રાજીવ ગાંધી સરકારમાં રેલવે પ્રધાનની જવાબદારી સંભાળી હતી. તો પી. વી. નરસિમ્હા રાવની સરકારમાં તેઓ સિવિલ એવિએશન, એચઆરડી મિનિસ્ટરની જવાબદારી પણ સંભાળી ચૂક્યા હતા.
  માધવરાવ સિંધિયા કોંગ્રેસના વધુ એક મોટા નેતા માધવરાવ સિંધિયાનું પણ એર ક્રેશમાં 2011માં અવસાન થયું હતું. યુપીના મૈનપુરી વિસ્તારમાં સિંધિયાનું પ્લેન ક્રેશ થતા તેઓ મૃત્યુ પામ્યા હતા. સિંધિયાએ રાજીવ ગાંધી સરકારમાં રેલવે પ્રધાનની જવાબદારી સંભાળી હતી. તો પી. વી. નરસિમ્હા રાવની સરકારમાં તેઓ સિવિલ એવિએશન, એચઆરડી મિનિસ્ટરની જવાબદારી પણ સંભાળી ચૂક્યા હતા.
  7/11
 • જીએમસી બાલાયોગી ટીડીપીના આ નેતાનું 2002મા 50 વર્ષની ઉંમરે અકાલે અવસાન થયું હતું. 2002માં આંધ્રપ્રદેશના કૈકાલુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના દરમિયાન બાલાયોગી મૃત્યુ પામ્યા હતા. બાલાયોગી 12મી અને 13મી લોકસભાના સ્પીકર તરીકે લોકપ્રિય હતા.
  જીએમસી બાલાયોગી ટીડીપીના આ નેતાનું 2002મા 50 વર્ષની ઉંમરે અકાલે અવસાન થયું હતું. 2002માં આંધ્રપ્રદેશના કૈકાલુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના દરમિયાન બાલાયોગી મૃત્યુ પામ્યા હતા. બાલાયોગી 12મી અને 13મી લોકસભાના સ્પીકર તરીકે લોકપ્રિય હતા.
  8/11
 • ડૉ. વાય. એસ. આર. રેડ્ડી ડૉ. વાય. એસ. રાજશેખરા રેડ્ડી 2009માં આંધ્રપ્રદેશના સીએમ હતા ત્યારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. નિધન સમયે તેઓ 60 વર્ષના હતા. રેડ્ડીનું બેલ 430 હેલિકોપ્ટર રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગયું હતું. આખરે દિવસો બાદ રુદ્રાકોન્ડા ટેકરીઓ પરથી તેનો કાટમાળ મળી આવ્યો હતો.
  ડૉ. વાય. એસ. આર. રેડ્ડી ડૉ. વાય. એસ. રાજશેખરા રેડ્ડી 2009માં આંધ્રપ્રદેશના સીએમ હતા ત્યારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. નિધન સમયે તેઓ 60 વર્ષના હતા. રેડ્ડીનું બેલ 430 હેલિકોપ્ટર રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગયું હતું. આખરે દિવસો બાદ રુદ્રાકોન્ડા ટેકરીઓ પરથી તેનો કાટમાળ મળી આવ્યો હતો.
  9/11
 • સાહિબ સિંઘ વર્મા દિલ્હીના પૂર્વ સીએમ સાહિબ સિંઘ વર્માનું કાર અકસ્માતમાં મોત થયું હતું. જયપુર દિલ્હી હાઈવે પર 2007માં થયેલા અકસ્માતમાં સાહિબસિંઘ વર્મા મૃત્યુ પા્યા હતા. 64 વર્ષના આ નેતા ભાજપના ઉપપ્રમુખ પણ હતા.
  સાહિબ સિંઘ વર્મા દિલ્હીના પૂર્વ સીએમ સાહિબ સિંઘ વર્માનું કાર અકસ્માતમાં મોત થયું હતું. જયપુર દિલ્હી હાઈવે પર 2007માં થયેલા અકસ્માતમાં સાહિબસિંઘ વર્મા મૃત્યુ પા્યા હતા. 64 વર્ષના આ નેતા ભાજપના ઉપપ્રમુખ પણ હતા.
  10/11
 • મહેન્દ્ર કર્મા 2013માં છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓના કાફલા પર માઓવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 30 લોકોના મોત થયા હતા. આ કાફલામાં મહેન્દ્ર કર્મા પણ સામેલ હતા. તે સમયે મહેન્દ્ર કર્મા છત્તીસગઢ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.
  મહેન્દ્ર કર્મા 2013માં છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓના કાફલા પર માઓવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 30 લોકોના મોત થયા હતા. આ કાફલામાં મહેન્દ્ર કર્મા પણ સામેલ હતા. તે સમયે મહેન્દ્ર કર્મા છત્તીસગઢ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.
  11/11
 • loading...

ફોટોઝ વિશે

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. પાર્રિકરને અગ્નાશયનું કેન્સર હતું, જેના કારણે તેમનું નિધન થયું. ચાર વખત ગોવાના સીએમ અને પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર મનોહર પાર્રિકરને કેન્સર ભરખી ગયું. પાર્રિકરની જેમ જ ભારતના અન્ય કેટલાક રાજકીય નેતાઓનું કરિયર મૃત્યુએ સામપ્ત કરી નાખ્યું. જુઓ ફોટોઝ 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK