વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Updated: Apr 26, 2019, 15:08 IST | Vikas Kalal
 • વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભર્યું છે. પાંચ રાજ્યોની સીએમની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના કાળભૈરવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા.

  વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભર્યું છે. પાંચ રાજ્યોની સીએમની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના કાળભૈરવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા.

  1/10
 • રાહુલ ગાંધીની બિહાર અને આગળની રેલી આજે મોડી થશે. રાહુલ ગાંધી જ્યારે રેલી માટે પટના જવા નિકળ્યા ત્યારે વિમાન બગડતા અધવચ્ચેથી દિલ્હી પરત ફર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી.

  રાહુલ ગાંધીની બિહાર અને આગળની રેલી આજે મોડી થશે. રાહુલ ગાંધી જ્યારે રેલી માટે પટના જવા નિકળ્યા ત્યારે વિમાન બગડતા અધવચ્ચેથી દિલ્હી પરત ફર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી.

  2/10
 • ક્રિકેટર ગૌતમ ગંભીર અને અભિનેતા સની દેઓલ બાદ હવે વધુ એક સેલિબ્રિટીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પંજાબી સિંગર દલેર મહેંદી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જાણીતા પંજાબ ગાયક દલેર મહેંદીએ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા. દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી, કેન્દ્રય પ્રધાન ડૉ હર્ષવર્ધન અને હંસરાજ હંસની હાજરીમાં દલેર મહેંદી ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપ પંજાબી સિંગર હંસરાજ હંસને દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પર ટિકિટ આપી ચૂક્યુ છે.

  ક્રિકેટર ગૌતમ ગંભીર અને અભિનેતા સની દેઓલ બાદ હવે વધુ એક સેલિબ્રિટીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પંજાબી સિંગર દલેર મહેંદી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જાણીતા પંજાબ ગાયક દલેર મહેંદીએ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા. દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી, કેન્દ્રય પ્રધાન ડૉ હર્ષવર્ધન અને હંસરાજ હંસની હાજરીમાં દલેર મહેંદી ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપ પંજાબી સિંગર હંસરાજ હંસને દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પર ટિકિટ આપી ચૂક્યુ છે.

  3/10
 • નારાયણ સાંઈ સામે 2013માં થયેલી દુષ્કર્મની ફરિયાદ સામે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2013માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે છેલ્લા 6 વર્ષથી સુનાવણી ચાલુ હતી આજે ચુકાદો આવવાની શક્યતાએ નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં. નારાયણ સાંઈને 30 એપ્રિલે સજા ફટકારવામાં આવશે.

  નારાયણ સાંઈ સામે 2013માં થયેલી દુષ્કર્મની ફરિયાદ સામે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2013માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે છેલ્લા 6 વર્ષથી સુનાવણી ચાલુ હતી આજે ચુકાદો આવવાની શક્યતાએ નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં. નારાયણ સાંઈને 30 એપ્રિલે સજા ફટકારવામાં આવશે.

  4/10
 •  ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લા સહિત ગુજરાતના અન્ય વિસ્તારો અને ગામોમાં પીવાના પાણી માટે વલખાં મારવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ગુજરાતના મોટા ભાગનાં જળાશયો તળિયાઝાટક થઈ ચૂક્યાં છે.

   ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લા સહિત ગુજરાતના અન્ય વિસ્તારો અને ગામોમાં પીવાના પાણી માટે વલખાં મારવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ગુજરાતના મોટા ભાગનાં જળાશયો તળિયાઝાટક થઈ ચૂક્યાં છે.

  5/10
 • દક્ષિણ ગુજરાતના શહેરોમા જીએસટી નહી ભરનારા સામે સરકારે ટેલિકોલિંગનો સહારો લેવામાં આવ્યો છે. જીએસટી નંબર લીધા પછી જીએસટી ન ભરનારા ડિફોલ્ટરોને ફોન કરીને રિટર્ન ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ કવાયત હાલ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના શહેરોમાં લાગુ પડશે ત્યારબાદ સંપૂર્ણ ગુજરાતમાં લાગુ કરી શકાશે.

  દક્ષિણ ગુજરાતના શહેરોમા જીએસટી નહી ભરનારા સામે સરકારે ટેલિકોલિંગનો સહારો લેવામાં આવ્યો છે. જીએસટી નંબર લીધા પછી જીએસટી ન ભરનારા ડિફોલ્ટરોને ફોન કરીને રિટર્ન ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ કવાયત હાલ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના શહેરોમાં લાગુ પડશે ત્યારબાદ સંપૂર્ણ ગુજરાતમાં લાગુ કરી શકાશે.

  6/10
 • ઈ-કોમર્સ કંપની એમેઝોનને જાન્યુઆરી માર્ચમાં 25,200 કરોડ રૂપિયા નફો થયો છે. આ એમેઝોનનો અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો છે. આ ગત વર્ષના માર્ચ ત્રિમાસિકની સરખામણીમાં બેગણા કરતા પણ વધુ છે. તે સમયે 1.63 અબજ ડોલર(11,410 કરોડ રૂપિયા)નો પ્રોફિટ થયો હતો. એમેઝોનના ત્રિમાસિક નફાનો અગાઉનો રેકોર્ડ 3 અબજ ડોલર છે. જે ઓક્ટોબર-ડિસેમ્બર 2018નો છે.

  ઈ-કોમર્સ કંપની એમેઝોનને જાન્યુઆરી માર્ચમાં 25,200 કરોડ રૂપિયા નફો થયો છે. આ એમેઝોનનો અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો છે. આ ગત વર્ષના માર્ચ ત્રિમાસિકની સરખામણીમાં બેગણા કરતા પણ વધુ છે. તે સમયે 1.63 અબજ ડોલર(11,410 કરોડ રૂપિયા)નો પ્રોફિટ થયો હતો. એમેઝોનના ત્રિમાસિક નફાનો અગાઉનો રેકોર્ડ 3 અબજ ડોલર છે. જે ઓક્ટોબર-ડિસેમ્બર 2018નો છે.

  7/10
 • વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી સુધી રિલીઝ થશે નહી. ચૂંટણી પંચ દ્વારા બૅન મુક્યા પછી ફિલ્મમેકર્સે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા જેની સુનાવણી આજે થઈ હતી જેમા સુપ્રીમ કોર્ટે નિર્ણય ચૂંટણી પંચ પર છોડ્યો હતો. આચાર સહિંતાના કારણે પીએમ મોદી પર ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના પતે ત્યા સુધી બૅન મુકવામાં આવ્યું હતું.

  વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી સુધી રિલીઝ થશે નહી. ચૂંટણી પંચ દ્વારા બૅન મુક્યા પછી ફિલ્મમેકર્સે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા જેની સુનાવણી આજે થઈ હતી જેમા સુપ્રીમ કોર્ટે નિર્ણય ચૂંટણી પંચ પર છોડ્યો હતો. આચાર સહિંતાના કારણે પીએમ મોદી પર ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના પતે ત્યા સુધી બૅન મુકવામાં આવ્યું હતું.

  8/10
 • બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જુનો સબંધ છે અને આ બંને ઇન્ડસ્ટ્રીના લોકો ભેગા થાય છે ત્યારે કઇક અલગ જ થાય છે. તેવામાં હાલમાં જ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને ક્રિકેટર શિખર ધવન મુંબઇમાં એક સ્ટુડીયોમાં ભેગા થઇ ગયા હતા અને ત્યાર બાદ બંનેએ ખલીબલી મચાવી દીધી હતી. બંનેની આ ખલીબલી સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહી છે.

  બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જુનો સબંધ છે અને આ બંને ઇન્ડસ્ટ્રીના લોકો ભેગા થાય છે ત્યારે કઇક અલગ જ થાય છે. તેવામાં હાલમાં જ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને ક્રિકેટર શિખર ધવન મુંબઇમાં એક સ્ટુડીયોમાં ભેગા થઇ ગયા હતા અને ત્યાર બાદ બંનેએ ખલીબલી મચાવી દીધી હતી. બંનેની આ ખલીબલી સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહી છે.

  9/10
 • આજે ipl 2019માં આજે વધુ એક રોમાંચક મુકાબલો જોવા મળશે. આજે iplમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. ચેન્નાઈ 16 પોઈન્ટ સાથે સુપર 4માં ક્વોલિફાય થઈ ગયું છે જ્યારે મુંબઈ માટે આ મેચ વધારે મહત્વની રહેશે. સુપર 4માં સ્થાન પાક્કુ કરવા માટે  મુંબઈ માટે આ મેચ મહત્વની રહેશે.

  આજે ipl 2019માં આજે વધુ એક રોમાંચક મુકાબલો જોવા મળશે. આજે iplમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. ચેન્નાઈ 16 પોઈન્ટ સાથે સુપર 4માં ક્વોલિફાય થઈ ગયું છે જ્યારે મુંબઈ માટે આ મેચ વધારે મહત્વની રહેશે. સુપર 4માં સ્થાન પાક્કુ કરવા માટે  મુંબઈ માટે આ મેચ મહત્વની રહેશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? વાંચો માત્ર એક જ ક્લિકમાં આજના દિવસના તમામ મુખ્ય સમાચારો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK