નવ રાજ્યોની 71 લોકસભા બેઠકો પર ચોથા ચરણનું મતદાન સોમવારે થઈ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓરિસ્સાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશન 6, પશ્ચિમ બંગાળની 8, ઉત્તર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 અને અનંતનાગ લોકસભાના એક ભાગનો સમાવેશ થાય છે. આ ચરણમાં અનેક દિગ્ગજોના ભવિષ્યનો નિર્ણય થશે. મુંબઈમાં અમિતાભ સહિતના બધા જ સ્ટાર્સે મત આપ્યો હતો.