3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: 9th February, 2019 14:59 IST | Sheetal Patel
 • રાજસ્થાનનો ગુર્જરો અનામતનો રાગ આલાપી રહ્યા છે. અનામતની માગ સાથે ગુર્જરો ફરી રસ્તા પર ઉતર્યા છે, સાથે જ રાજ્યમાં માહોલ તંગ બન્યો છે. શુક્રવાર સાંજથી જ રેલવે ટ્રેક જામ કરાઈ રહ્યા છે. સવાઈ માધોપુર નજીક મલાર સ્ટેશન અને નિમોદા સ્ટેશન વચ્ચે ગુર્જરોએ ટ્રેન રોકી. જેને કારણે દિલ્હી-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે.

  રાજસ્થાનનો ગુર્જરો અનામતનો રાગ આલાપી રહ્યા છે. અનામતની માગ સાથે ગુર્જરો ફરી રસ્તા પર ઉતર્યા છે, સાથે જ રાજ્યમાં માહોલ તંગ બન્યો છે. શુક્રવાર સાંજથી જ રેલવે ટ્રેક જામ કરાઈ રહ્યા છે. સવાઈ માધોપુર નજીક મલાર સ્ટેશન અને નિમોદા સ્ટેશન વચ્ચે ગુર્જરોએ ટ્રેન રોકી. જેને કારણે દિલ્હી-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે.

  1/10
 • ગુજરાત કોંગ્રેસે કેટલી બેઠકો માટે સંભવિત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભરતસિંહ સોલંકી, હિમાંશુ પટેલ, કનુ કલસરિયા જેવા નામો સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવામાં લાગ્યા છે. ભાજપનો ગઢ ગણાતા રાજ્ય ગુજરાતમાં ગાબડું પાડવાની કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે કેટલીક બેઠકો પરથી સંભવિત ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. અને તેમને પોતાના વિસ્તારોમાં પ્રચાર તેજ કરવાનું કહ્યું છે.

  ગુજરાત કોંગ્રેસે કેટલી બેઠકો માટે સંભવિત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભરતસિંહ સોલંકી, હિમાંશુ પટેલ, કનુ કલસરિયા જેવા નામો સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવામાં લાગ્યા છે. ભાજપનો ગઢ ગણાતા રાજ્ય ગુજરાતમાં ગાબડું પાડવાની કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે કેટલીક બેઠકો પરથી સંભવિત ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. અને તેમને પોતાના વિસ્તારોમાં પ્રચાર તેજ કરવાનું કહ્યું છે.

  2/10
 • અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં શહેરીજનો મેટ્રોમાં મુસાફરી કરી શક્શે. ત્યારે હજીય લોકોના મનમાં મેટ્રો અંગે કેટલાક સવાલો છે. આ સવાલોના જવાબ મિડ ડે તમારા માટે લઈને આવ્યું છે.

  અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં શહેરીજનો મેટ્રોમાં મુસાફરી કરી શક્શે. ત્યારે હજીય લોકોના મનમાં મેટ્રો અંગે કેટલાક સવાલો છે. આ સવાલોના જવાબ મિડ ડે તમારા માટે લઈને આવ્યું છે.

  3/10
 • અમેરિકાની સાંસદમાં ગ્રીન કાર્ડના કાયદાને લઈને બે બીલ રજૂ કરવામાં આવ્યાં છે. સેનેટના સાંસદો અને પ્રતિનિધિ સભા દ્રારા આ બીલ પસાર કરવામાં આવ્યું છે અને જો આ બીલ પાસ થશે તો ભારતીય નાગરિકો જે વર્ષોથી અમેરિકામાં રહી રહ્યાં છે તેમને ફાયદો થશે.

  અમેરિકાની સાંસદમાં ગ્રીન કાર્ડના કાયદાને લઈને બે બીલ રજૂ કરવામાં આવ્યાં છે. સેનેટના સાંસદો અને પ્રતિનિધિ સભા દ્રારા આ બીલ પસાર કરવામાં આવ્યું છે અને જો આ બીલ પાસ થશે તો ભારતીય નાગરિકો જે વર્ષોથી અમેરિકામાં રહી રહ્યાં છે તેમને ફાયદો થશે.

  4/10
 • લોકસભાથી 8 જાન્યુઆરીએ નાગરિકતા (સુધારો) બિલ પસાર કર્યા પછી મોદી પહેલીવાર આસામ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી શનિવારે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરવા અરૂણાચલ પ્રદેશ રવાના થશે. અરૂણાચલના ઈટાનગરમાં એક રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે અરૂણાચલ પ્રદેશમાં 4 હજાર કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેક્ટ્સનો શિલાયન્સ અને લોકાર્પણ કરવાની તક મળી. કનેક્ટિવિટી તો સુધરશે જ અને રાજ્યના પાવર સેક્ટરને પણ મજબૂતી મળશે. હેલ્થકેર આરોગ્ય વધુ સારું રહેશે અને અરૂણાચલની સંસ્કૃતિને પણ વધારો મળશે. અરૂણાચલ પ્રદેશ ઉગતા સૂરજની ભૂમિ છે. આ દેશની શ્રદ્ધા છે.

  લોકસભાથી 8 જાન્યુઆરીએ નાગરિકતા (સુધારો) બિલ પસાર કર્યા પછી મોદી પહેલીવાર આસામ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી શનિવારે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરવા અરૂણાચલ પ્રદેશ રવાના થશે. અરૂણાચલના ઈટાનગરમાં એક રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે અરૂણાચલ પ્રદેશમાં 4 હજાર કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેક્ટ્સનો શિલાયન્સ અને લોકાર્પણ કરવાની તક મળી. કનેક્ટિવિટી તો સુધરશે જ અને રાજ્યના પાવર સેક્ટરને પણ મજબૂતી મળશે. હેલ્થકેર આરોગ્ય વધુ સારું રહેશે અને અરૂણાચલની સંસ્કૃતિને પણ વધારો મળશે. અરૂણાચલ પ્રદેશ ઉગતા સૂરજની ભૂમિ છે. આ દેશની શ્રદ્ધા છે.

  5/10
 • પાકિસ્તાની આતંકવાદીઓએ આંતક મચાવી રાખ્યો છે. કાશ્મીરી યુવાનોને આતંકવાદમાં સામેલ થવા માટે જાત-જાતના મૂળભૂત પ્રયાસ કરી રહ્યાં છે. ઉત્તર કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટેનન્ટ રણબીર સિંહે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાની સેના જમ્મુ કાશ્મીરના યુવાનોને આતંકવાદ તરફ લાલચ આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદને ઉછેરતા શિબિરો અને અન્ય ગતિવિધિઓ હજુ પણ યથાવત છે.

  પાકિસ્તાની આતંકવાદીઓએ આંતક મચાવી રાખ્યો છે. કાશ્મીરી યુવાનોને આતંકવાદમાં સામેલ થવા માટે જાત-જાતના મૂળભૂત પ્રયાસ કરી રહ્યાં છે. ઉત્તર કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટેનન્ટ રણબીર સિંહે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાની સેના જમ્મુ કાશ્મીરના યુવાનોને આતંકવાદ તરફ લાલચ આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદને ઉછેરતા શિબિરો અને અન્ય ગતિવિધિઓ હજુ પણ યથાવત છે.

  6/10
 • એક પોલીસ કમિશનરનો પક્ષ લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા. કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર મમતા બેનર્જીના ખાસ વ્યક્તિ ગણાય છે. પરંતુ કેટલાક વર્ષો પાછળ જઈએ તો આ રાજીવકુમાર એક સમયે મમતા બેનર્જીના વિરોધી ગણાતા હતા.

  એક પોલીસ કમિશનરનો પક્ષ લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા. કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર મમતા બેનર્જીના ખાસ વ્યક્તિ ગણાય છે. પરંતુ કેટલાક વર્ષો પાછળ જઈએ તો આ રાજીવકુમાર એક સમયે મમતા બેનર્જીના વિરોધી ગણાતા હતા.

  7/10
 • સમગ્ર રાજ્યમાં ઠંડી અટકવાનું નામ નથી લઈ રહી. એકાદ દિવસની રાહત બાદ આખા રાજ્યમાં લઘુત્તમ તાપમાન ફરી નીચું ગયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં પણ અસર પડી રહી છે. ઠંડા સૂસવાટા મારતા પવનને કારણે રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે.

  સમગ્ર રાજ્યમાં ઠંડી અટકવાનું નામ નથી લઈ રહી. એકાદ દિવસની રાહત બાદ આખા રાજ્યમાં લઘુત્તમ તાપમાન ફરી નીચું ગયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં પણ અસર પડી રહી છે. ઠંડા સૂસવાટા મારતા પવનને કારણે રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે.

  8/10
 • PM મોદીનો શુક્રવારે સાંજે ગુવાહાટીમાં વિરોધ થયો. સિટિશનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને વડાપ્રધાનનો વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધમાં સિવિલ સોસાયટી ગ્રુપની સાથે ઑલ અસમ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રદર્શનકારીઓ પણ સામેલ હતા. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને અરૂઆચલ પ્રદેશ, અસમ અને ત્રિપુરામાં ભાજપની સામે પ્રદર્શન થઈ રહ્યા છે.

  PM મોદીનો શુક્રવારે સાંજે ગુવાહાટીમાં વિરોધ થયો. સિટિશનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને વડાપ્રધાનનો વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધમાં સિવિલ સોસાયટી ગ્રુપની સાથે ઑલ અસમ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રદર્શનકારીઓ પણ સામેલ હતા. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને અરૂઆચલ પ્રદેશ, અસમ અને ત્રિપુરામાં ભાજપની સામે પ્રદર્શન થઈ રહ્યા છે.

  9/10
 • યૂપીના સહારનપુરમાં ઝેરી શરાબે હાહાકાર મચાવ્યો છે. દેશી ઝેરી શરાબના કારણે અહીંના એક ડઝન ગામમાં 24 કલાકમાં 44 લોકોનાં મોત થયા છે. ઉત્તરપ્રદેશના ગામડાઓમાં ધમધમી રહેલી દેશી શરાબની ભઠ્ઠીઓએ પોતાનો રંગ બતાવ્યો છે. ઝેરી શરાબના કારણે મોતનો સિલસિલો ચાલુ જ છે. સવારે 11 વાગ્યા સુધીમાં મૃતકોની સંખ્યા 52 સુધી પહોંચી ગઈ છે. અનેકની હાલત હજુ પણ ગંભીર છે.

  યૂપીના સહારનપુરમાં ઝેરી શરાબે હાહાકાર મચાવ્યો છે. દેશી ઝેરી શરાબના કારણે અહીંના એક ડઝન ગામમાં 24 કલાકમાં 44 લોકોનાં મોત થયા છે. ઉત્તરપ્રદેશના ગામડાઓમાં ધમધમી રહેલી દેશી શરાબની ભઠ્ઠીઓએ પોતાનો રંગ બતાવ્યો છે. ઝેરી શરાબના કારણે મોતનો સિલસિલો ચાલુ જ છે. સવારે 11 વાગ્યા સુધીમાં મૃતકોની સંખ્યા 52 સુધી પહોંચી ગઈ છે. અનેકની હાલત હજુ પણ ગંભીર છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK