વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

Updated: 6th February, 2019 15:01 IST | Sheetal Patel
 • બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની એન્ટ્રી હવે સોશિયલ મીડિયા પર થઈ ગઈ છે. પાર્ટીની તરફથી આ સંબંધે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે અને ટ્વિટર હેન્ડલ પણ જણાવવામાં આવ્યું છે. આ ટ્વિટર અકાઉન્ટ 'સુશ્રી માયાવતી'ના નામથી ખોલવામાં આવ્યું છે. અકાઉન્ટ પ્રોફાઇલમાં લખનઉ 9, મોલ એવેન્યુનું એડ્રેસ આપવામાં આવ્યું છે. અહીંયા તેમનું નિવાસસ્થાન છે, સાથે જ બીએસપીની સેન્ટ્રલ કેમ્પ ઓફિસ પણ અહીંથી ચલાવવામાં આવે છે.

  બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની એન્ટ્રી હવે સોશિયલ મીડિયા પર થઈ ગઈ છે. પાર્ટીની તરફથી આ સંબંધે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે અને ટ્વિટર હેન્ડલ પણ જણાવવામાં આવ્યું છે. આ ટ્વિટર અકાઉન્ટ 'સુશ્રી માયાવતી'ના નામથી ખોલવામાં આવ્યું છે. અકાઉન્ટ પ્રોફાઇલમાં લખનઉ 9, મોલ એવેન્યુનું એડ્રેસ આપવામાં આવ્યું છે. અહીંયા તેમનું નિવાસસ્થાન છે, સાથે જ બીએસપીની સેન્ટ્રલ કેમ્પ ઓફિસ પણ અહીંથી ચલાવવામાં આવે છે.

  1/10
 • એપલનો શેર મંગળવારે 1.71% ફાયદામાં રહ્યો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તેમાં તેજી બનેલી હતી. મંગળવારે એપલે માઇક્રોસોફ્ટને પાછળ છોડી દીધી. એપલ એકવાર ફરી દુનિયાની સૌથી વધુ માર્કેટ કેપવાળી કંપની બની ગઈ છે. મંગળવારે એપલે માઇક્રોસોફ્ટને પાછળ છોડી દીધી. એપલનું વેલ્યુએશન 58.29 લાખ કરોડ રૂપિયા (82,100 કરોડ ડોલર) થઈ ગયું. માઇક્રોસોફ્ટની માર્કેટકેપ 58.14 લાખ કરોડ રૂપિયા (81,900 કરોડ ડોલર) છે. 57.93 લાખ કરોડ રૂપિયા (81,600 કરોડ ડોલર) સાથે એમેઝોન ત્રીજા નંબર પર છે.

  એપલનો શેર મંગળવારે 1.71% ફાયદામાં રહ્યો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તેમાં તેજી બનેલી હતી. મંગળવારે એપલે માઇક્રોસોફ્ટને પાછળ છોડી દીધી. એપલ એકવાર ફરી દુનિયાની સૌથી વધુ માર્કેટ કેપવાળી કંપની બની ગઈ છે. મંગળવારે એપલે માઇક્રોસોફ્ટને પાછળ છોડી દીધી. એપલનું વેલ્યુએશન 58.29 લાખ કરોડ રૂપિયા (82,100 કરોડ ડોલર) થઈ ગયું. માઇક્રોસોફ્ટની માર્કેટકેપ 58.14 લાખ કરોડ રૂપિયા (81,900 કરોડ ડોલર) છે. 57.93 લાખ કરોડ રૂપિયા (81,600 કરોડ ડોલર) સાથે એમેઝોન ત્રીજા નંબર પર છે.

  2/10
 • જૂના પેન્શન બહાલી(પુનઃસ્થાપના)ને લઈને યૂપીમાં રાજ્યકર્મચારી સંગઠનની મહાહડતાળ આજથી શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા એસ્મા લગાવ્યા બાદ આ હડતાળમાં 20 લાખ કર્મચારી સામેલ થવાનો દાવો કરવામાં આવ્યો છે. એની પહેલા મંગળવારના રાજ્ય કર્મચારીઓ અથવા શિક્ષકોએ બધા જિલ્લોમાં બાઈક રેલી નીકાળીને સરકારને પડકાર આપ્યો હતો. કર્મચારીઓએ રાજ્યમાં લાગૂ કરવામાં આવેલી યૂપી એસ્માથી ન ડરવાનો ભય પણ ભર્યો.

  જૂના પેન્શન બહાલી(પુનઃસ્થાપના)ને લઈને યૂપીમાં રાજ્યકર્મચારી સંગઠનની મહાહડતાળ આજથી શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા એસ્મા લગાવ્યા બાદ આ હડતાળમાં 20 લાખ કર્મચારી સામેલ થવાનો દાવો કરવામાં આવ્યો છે. એની પહેલા મંગળવારના રાજ્ય કર્મચારીઓ અથવા શિક્ષકોએ બધા જિલ્લોમાં બાઈક રેલી નીકાળીને સરકારને પડકાર આપ્યો હતો. કર્મચારીઓએ રાજ્યમાં લાગૂ કરવામાં આવેલી યૂપી એસ્માથી ન ડરવાનો ભય પણ ભર્યો.

  3/10
 • કેનેડાની ક્વાડ્રિગા નામની ડિજિટલ કરન્સીમાં ડીલ કરતી કંપનીના CEOનું મોત થતા રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે. કારણ કે તેમના લેપટોપનો પાસવર્ડ કોઈ પાસે નથી. જરા વિચારો, તમારી તિજોરીમાં કરોડો રૂપિયા છે. લગભગ 974 કરોડ રૂપિયા પણ તેની ચાવી જ નથી તો શું થાય? આવું જ કાંઈક થયું છે કેનેડાની ક્રિપ્ટોકરન્સીની કંપની ક્વાડ્રિગા ડિજિટલ એક્સચેન્જ સાથે. ઑનલાઈન સ્ટાર્ટઅપ કંપનીએ કરોડોનું રોકાણ બિટકોઈન, લિટકોઈન, ઈથર જેવા ડિજિટલ ટોકનમાં કર્યું હતું. અને આ વૉલેટનું એક્સેસ એક એવા વ્યક્તિ પાસે જેનું મોત થઈ ગયું છે. અને પાસવર્ડ બીજા કોઈ પાસે જ નથી. 

  કેનેડાની ક્વાડ્રિગા નામની ડિજિટલ કરન્સીમાં ડીલ કરતી કંપનીના CEOનું મોત થતા રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે. કારણ કે તેમના લેપટોપનો પાસવર્ડ કોઈ પાસે નથી. જરા વિચારો, તમારી તિજોરીમાં કરોડો રૂપિયા છે. લગભગ 974 કરોડ રૂપિયા પણ તેની ચાવી જ નથી તો શું થાય? આવું જ કાંઈક થયું છે કેનેડાની ક્રિપ્ટોકરન્સીની કંપની ક્વાડ્રિગા ડિજિટલ એક્સચેન્જ સાથે. ઑનલાઈન સ્ટાર્ટઅપ કંપનીએ કરોડોનું રોકાણ બિટકોઈન, લિટકોઈન, ઈથર જેવા ડિજિટલ ટોકનમાં કર્યું હતું. અને આ વૉલેટનું એક્સેસ એક એવા વ્યક્તિ પાસે જેનું મોત થઈ ગયું છે. અને પાસવર્ડ બીજા કોઈ પાસે જ નથી. 

  4/10
 • અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અનોખી ડ્રાઈવ શરૂ કરી છે. હેલમેટ ન પહેરવા માટે જે મેમો મળશે તેને બતાવવાથી હેલમેટ પર ડિસ્કાઉન્ટ મળશે. અમદાવાદીઓને અકસ્માતથી બચાવવા અને સુરક્ષિત કરવા માટે અમદાવાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ પ્રયાસ કરી રહી છે. જેના માટે ટ્રાફિક પોલીસના જવાનોએ તેમના બેન્ડ સાથે સરઘસ પણ કાઢ્યું અને લોકોને સંદેશો આપ્યો.

  અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અનોખી ડ્રાઈવ શરૂ કરી છે. હેલમેટ ન પહેરવા માટે જે મેમો મળશે તેને બતાવવાથી હેલમેટ પર ડિસ્કાઉન્ટ મળશે. અમદાવાદીઓને અકસ્માતથી બચાવવા અને સુરક્ષિત કરવા માટે અમદાવાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ પ્રયાસ કરી રહી છે. જેના માટે ટ્રાફિક પોલીસના જવાનોએ તેમના બેન્ડ સાથે સરઘસ પણ કાઢ્યું અને લોકોને સંદેશો આપ્યો.

  5/10
 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2019-20નું બજેટ રજૂ થઈ ગયું છે. જેમાં જનતાને રાહત આપતા પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. સાથે જ સરકારી હૉસ્પિટલમાં સારવાર સસ્તી કરવાની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી.

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2019-20નું બજેટ રજૂ થઈ ગયું છે. જેમાં જનતાને રાહત આપતા પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. સાથે જ સરકારી હૉસ્પિટલમાં સારવાર સસ્તી કરવાની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી.

  6/10
 • બેંગલુરૂમાં થયેલા મિરાજ પ્લેન ક્રેશમાં શહીદ સ્ક્વૉડ્રન લીડર સમીર અબરોલની પત્ની ગરિમા અબરોલના નામથી એક સંદેશો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું, 'અમે અમારા યોદ્ધાઓને લડવા માટે જૂની મશીનો આપીએ છીએ, છતાંપણ તેઓ પૂરી તાકાત અને કૌશલ્ય સાથે લડે છે.' તેમાં લખ્યું છે કે સમીરે જ એકદમ સાચી છલાંગ લગાવી હતી પરંતુ પેરાશૂટમાં આગ લઈ ગઈ હતી.

  બેંગલુરૂમાં થયેલા મિરાજ પ્લેન ક્રેશમાં શહીદ સ્ક્વૉડ્રન લીડર સમીર અબરોલની પત્ની ગરિમા અબરોલના નામથી એક સંદેશો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું, 'અમે અમારા યોદ્ધાઓને લડવા માટે જૂની મશીનો આપીએ છીએ, છતાંપણ તેઓ પૂરી તાકાત અને કૌશલ્ય સાથે લડે છે.' તેમાં લખ્યું છે કે સમીરે જ એકદમ સાચી છલાંગ લગાવી હતી પરંતુ પેરાશૂટમાં આગ લઈ ગઈ હતી.

  7/10
 • મણિકર્ણિકાનું 12 દિવસનું કલેક્શન 80.95 કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે 100 કરોડ રૂપિયા સુધી પહોંચવા માટે ફિલ્મને હમણાં 19.05 કરોડ રૂપિયા જોઈએ છે. કંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી' હાલમા સિનેમાઘરોમાં ચાલી રહી છે. ફિલ્મ ધીરે-ધીરે 100 કરોડ રૂપિયા સુધી વધી રહી છે અને આવનારા કેટલાક દિવસમાં આ પડાવ પાર કરી લેશે, પણ અણે હાલમાં તમને મણિકર્ણિકાના બૉક્સ ઑફિસ કલેક્શન સાથે એક એવી જાણકારી આપવા જઈ રહ્યા છે, જે જાણીને તમે કંગનાની ક્ષમતાને દાદ આપતા થઈ જશો.

  મણિકર્ણિકાનું 12 દિવસનું કલેક્શન 80.95 કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે 100 કરોડ રૂપિયા સુધી પહોંચવા માટે ફિલ્મને હમણાં 19.05 કરોડ રૂપિયા જોઈએ છે. કંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી' હાલમા સિનેમાઘરોમાં ચાલી રહી છે. ફિલ્મ ધીરે-ધીરે 100 કરોડ રૂપિયા સુધી વધી રહી છે અને આવનારા કેટલાક દિવસમાં આ પડાવ પાર કરી લેશે, પણ અણે હાલમાં તમને મણિકર્ણિકાના બૉક્સ ઑફિસ કલેક્શન સાથે એક એવી જાણકારી આપવા જઈ રહ્યા છે, જે જાણીને તમે કંગનાની ક્ષમતાને દાદ આપતા થઈ જશો.

  8/10
 • એર ઇન્ડિયા પાયલટ સ્ટાફે કંપનીને પત્ર લખીને કહ્યું છે કે તેમના ઉડ્ડયન ભથ્થાની ચૂકવણી 10 ફેબ્રુઆરી સુધી જો નહીં કરવામાં આવે તો તેઓ ડ્યૂટી રોસ્ટરમાં કોઈ ફેરફારનો સ્વીકાર નહીં કરે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી માટે રોસ્ટર પહેલા જ જાહેર થઈ ચૂક્યું છે. પાયલટ્સને ઉડ્ડયન ભથ્થાની ચૂકવણી મહિનામાં ઉડ્ડયનના કલાકોની સંખ્યાના આધારે કરવામાં આવે છે.

  એર ઇન્ડિયા પાયલટ સ્ટાફે કંપનીને પત્ર લખીને કહ્યું છે કે તેમના ઉડ્ડયન ભથ્થાની ચૂકવણી 10 ફેબ્રુઆરી સુધી જો નહીં કરવામાં આવે તો તેઓ ડ્યૂટી રોસ્ટરમાં કોઈ ફેરફારનો સ્વીકાર નહીં કરે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી માટે રોસ્ટર પહેલા જ જાહેર થઈ ચૂક્યું છે. પાયલટ્સને ઉડ્ડયન ભથ્થાની ચૂકવણી મહિનામાં ઉડ્ડયનના કલાકોની સંખ્યાના આધારે કરવામાં આવે છે.

  9/10
 • વેલિંગ્ટન ખાતે રમાઈ રહેલી પ્રથમ T-20માં ભારતને જીતવા 220 રનનો ટાર્ગેટ મળ્યો છે. 220 રનનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા અને શિખર ધવન પવેલિયન પરત ફર્યા છે. ટોસ જીતીને ભારતીય ટીમે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે પહેલા બોલિંગ કરવાના નિર્ણયને ન્યુઝીલેન્ડની ઓપનિંગ જોડીએ ખોટી સાબિત કરી હતી. ન્યુઝીલેન્ડ બેટ્સમેનોએ ભારતીય બોલિગનો સામનો કરતા 6 વિકેટના નુકશાને 219 રન ફટકાર્યા હતાં.

  વેલિંગ્ટન ખાતે રમાઈ રહેલી પ્રથમ T-20માં ભારતને જીતવા 220 રનનો ટાર્ગેટ મળ્યો છે. 220 રનનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા અને શિખર ધવન પવેલિયન પરત ફર્યા છે. ટોસ જીતીને ભારતીય ટીમે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે પહેલા બોલિંગ કરવાના નિર્ણયને ન્યુઝીલેન્ડની ઓપનિંગ જોડીએ ખોટી સાબિત કરી હતી. ન્યુઝીલેન્ડ બેટ્સમેનોએ ભારતીય બોલિગનો સામનો કરતા 6 વિકેટના નુકશાને 219 રન ફટકાર્યા હતાં.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 6th February, 2019 14:56 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK