3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: 5th February, 2019 15:03 IST | Sheetal Patel
 • કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ મંગળવારે સત્તાવાર રીતે કૉંગ્રેસના મહામંત્રીનો હવાલો સંભાળ્યો છે. મંગળવારે જ કૉંગ્રેસ મુખ્યાલયમાં એમના નામની પ્લેટ લાગી ગઈ છે, જેના પર 'પ્રિયંકા ગાંધી વાડ્રા, જનરલ સેક્રેટરી' લખ્યું છે. સોમવારે જ અમેરિકાથી પાછી ફરી છે અને આજે પહેલી વાર કોઈ રાજનીતિ મીટિંગમાં ભાગ લેશે.

  કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ મંગળવારે સત્તાવાર રીતે કૉંગ્રેસના મહામંત્રીનો હવાલો સંભાળ્યો છે. મંગળવારે જ કૉંગ્રેસ મુખ્યાલયમાં એમના નામની પ્લેટ લાગી ગઈ છે, જેના પર 'પ્રિયંકા ગાંધી વાડ્રા, જનરલ સેક્રેટરી' લખ્યું છે. સોમવારે જ અમેરિકાથી પાછી ફરી છે અને આજે પહેલી વાર કોઈ રાજનીતિ મીટિંગમાં ભાગ લેશે.

  1/10
 • શારદા ચિટફંડ કૌભાંડ મામલામાં બંગાળ પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સામે હાજર રહેવુ પડશે. સીબીઆઈની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો કે રાજીવ કુમારને સીબીઆઇ સમક્ષ રજૂ થવું પડશે. જોકે કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે હાલમાં એમની ધરપકડ નહીં થાય. 

  શારદા ચિટફંડ કૌભાંડ મામલામાં બંગાળ પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સામે હાજર રહેવુ પડશે. સીબીઆઈની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો કે રાજીવ કુમારને સીબીઆઇ સમક્ષ રજૂ થવું પડશે. જોકે કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે હાલમાં એમની ધરપકડ નહીં થાય. 

  2/10
 • પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ પર ચાલી રહેલા ઘમાસાણે હવે સંપૂર્ણ રીતે રાજકીય રૂપ લઈ લીધું છે. સુપ્રીમ કોર્ટ પણ તેને લઈને સક્રિય અને ગંભીર તો થઈ છે પરંતુ સોમવારે મામલાની સુનાવણી દરમિયાન પણ કંઇ ખાસ સામે ન આવ્યું. હાલ મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે સીબીઆઇ પોલીસ કમિશ્નરની ધરપકડ ન કરી શકે. સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી અને પોલીસ કમિશ્નરને નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ પણ જાહેર કર્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્ર આ મામલે મૌન ન રહી શકે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મામલે ન તો પીછેહઠ કરશે અને ન તો તે કોઈ સમાધાન કરશે.

  પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ પર ચાલી રહેલા ઘમાસાણે હવે સંપૂર્ણ રીતે રાજકીય રૂપ લઈ લીધું છે. સુપ્રીમ કોર્ટ પણ તેને લઈને સક્રિય અને ગંભીર તો થઈ છે પરંતુ સોમવારે મામલાની સુનાવણી દરમિયાન પણ કંઇ ખાસ સામે ન આવ્યું. હાલ મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે સીબીઆઇ પોલીસ કમિશ્નરની ધરપકડ ન કરી શકે. સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી અને પોલીસ કમિશ્નરને નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ પણ જાહેર કર્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્ર આ મામલે મૌન ન રહી શકે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મામલે ન તો પીછેહઠ કરશે અને ન તો તે કોઈ સમાધાન કરશે.

  3/10
 • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હાલના નિવેદનોના બહાને કોંગ્રેસ અધ્યક્ષે તેમને ભાજપમાં થોડી હિંમત ધરાવતા નેતા કહ્યા. કોંગ્રેસ અધ્યક્ષે તેમની પાસે રાફેલ સોદો, રોજગાર સંકટ, ખેડૂતોની દુર્દશા અને સંસ્થાઓની બરબાદી પર જવાબ માંગ્યો હતો.

  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હાલના નિવેદનોના બહાને કોંગ્રેસ અધ્યક્ષે તેમને ભાજપમાં થોડી હિંમત ધરાવતા નેતા કહ્યા. કોંગ્રેસ અધ્યક્ષે તેમની પાસે રાફેલ સોદો, રોજગાર સંકટ, ખેડૂતોની દુર્દશા અને સંસ્થાઓની બરબાદી પર જવાબ માંગ્યો હતો.

  4/10
 • ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના માળખામાં ફેરફાર થયો છે. હવે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા માટે 33 ગુણ લાવવાના રહેશે. વર્ષ 2019-2020થી ગુજરાત બોર્ડની પરીક્ષાના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતા વર્ષથી બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે હવે 33 ગુણ જ લાવવાના રહશે. હાલ પરીક્ષામાં પાસ થવા માટે 35 ગુણ લાવવા ફરજિયાત છે.

  ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના માળખામાં ફેરફાર થયો છે. હવે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા માટે 33 ગુણ લાવવાના રહેશે. વર્ષ 2019-2020થી ગુજરાત બોર્ડની પરીક્ષાના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતા વર્ષથી બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે હવે 33 ગુણ જ લાવવાના રહશે. હાલ પરીક્ષામાં પાસ થવા માટે 35 ગુણ લાવવા ફરજિયાત છે.

  5/10
 • કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સામે સુરતના ધારાસભ્યએ માનહાનિનો દાવો કર્યો છે. લિંબાયતના ધારાસભ્યએ પાંચ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. ધારાસભ્ય સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. જેમાં ગેરીરિતી કરી હોવાના આક્ષેપો થયા હતા. જો કે તપાસમાં સંગીતા પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સાબિત થતા સંગીતા પાટીલે ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું. જેને લઈને મોઢવાડિયાએ 2 જૂને ટ્વીટ કર્યું હતું કે  ‘FAKE IS USP OF BJP...’.

  કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સામે સુરતના ધારાસભ્યએ માનહાનિનો દાવો કર્યો છે. લિંબાયતના ધારાસભ્યએ પાંચ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. ધારાસભ્ય સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. જેમાં ગેરીરિતી કરી હોવાના આક્ષેપો થયા હતા. જો કે તપાસમાં સંગીતા પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સાબિત થતા સંગીતા પાટીલે ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું. જેને લઈને મોઢવાડિયાએ 2 જૂને ટ્વીટ કર્યું હતું કે  ‘FAKE IS USP OF BJP...’.

  6/10
 • ઉત્તર પ્રદેશ વિધાનમંડળના બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલના ભાષણ ગરમિયાન સમાજવાદી પાર્ટી અથવા બહુજન સમાજવાદી પાર્ટીના વિધાયકોએ જોરદાર હંગામો કર્યો. વિધાયકોએ રાજ્યપાલની ઉપર કાગળના ગોળા ફેંક્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સદનમાં SP-BSPના આવા કૃત્યની નિંદા કરી છે. પશ્ચિમ બંગાળ રવાના થવા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સદનને સંબોધિત કર્યું છે. 

  ઉત્તર પ્રદેશ વિધાનમંડળના બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલના ભાષણ ગરમિયાન સમાજવાદી પાર્ટી અથવા બહુજન સમાજવાદી પાર્ટીના વિધાયકોએ જોરદાર હંગામો કર્યો. વિધાયકોએ રાજ્યપાલની ઉપર કાગળના ગોળા ફેંક્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સદનમાં SP-BSPના આવા કૃત્યની નિંદા કરી છે. પશ્ચિમ બંગાળ રવાના થવા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સદનને સંબોધિત કર્યું છે. 

  7/10
 • વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ બૉક્સ-ઑફિસ પર એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને હજી પણ એ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મે ૨૩મા અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ચોથા અઠવાડિયાના શુક્રવારે ૩.૪૩ કરોડ, શનિવારે ૬.૫૩ કરોડ અને રવિવારે ૮.૭૧ કરોડ સાથે ટોટલ ૧૮૯.૭૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી બસો કરોડની ક્લબમાં દાખલ થશે એવી ચર્ચા છે.

  વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ બૉક્સ-ઑફિસ પર એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને હજી પણ એ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મે ૨૩મા અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ચોથા અઠવાડિયાના શુક્રવારે ૩.૪૩ કરોડ, શનિવારે ૬.૫૩ કરોડ અને રવિવારે ૮.૭૧ કરોડ સાથે ટોટલ ૧૮૯.૭૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી બસો કરોડની ક્લબમાં દાખલ થશે એવી ચર્ચા છે.

  8/10
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અન્ના હઝારેનો ઉપયોગ કરી લીધો છે એવી જોરદાર ટીકા કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે રાળેગણ સિદ્ધિમાં કહ્યું હતું કે ‘આ ર્નિલજ્જ સરકાર છે. અહીં માણસોને વાપરીને ફેંકી દેવામાં આવે છે. અત્યારે અન્ના મરવા પડ્યા છે, પરંતુ બન્નેમાંથી એકેય તેમને જોવા પણ આવ્યા નથી. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે લોકપાલની નિયુક્તિ થવી જ જોઈએ એવી માગણી કરનારા લોકો અત્યારે કેમ લોકપાલ નિયુક્ત કરતા નથી?’

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અન્ના હઝારેનો ઉપયોગ કરી લીધો છે એવી જોરદાર ટીકા કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે રાળેગણ સિદ્ધિમાં કહ્યું હતું કે ‘આ ર્નિલજ્જ સરકાર છે. અહીં માણસોને વાપરીને ફેંકી દેવામાં આવે છે. અત્યારે અન્ના મરવા પડ્યા છે, પરંતુ બન્નેમાંથી એકેય તેમને જોવા પણ આવ્યા નથી. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે લોકપાલની નિયુક્તિ થવી જ જોઈએ એવી માગણી કરનારા લોકો અત્યારે કેમ લોકપાલ નિયુક્ત કરતા નથી?’

  9/10
 • રણજી ટ્રોફી 2018-19 : રણજી ટ્રોફીની ફાઇનલ મેચ હાલ સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રમાઇ રહી છે. જેમાં મેચના ત્રીજા દિવસે ટી બ્રેક સુધી સૌરાષ્ટ્રની ટીમ 307 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પહેલા વિદર્ભ ટીમે અક્ષય કરનેવારના 73* અને અક્ષય વાડકરના 45 રનની મદદથી 312 રન કર્યા હતા. સૌરાષ્ટ્રના સુકાની જયદેવે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં સૌરાષ્ટ્ર ટીમના સ્નેલ પટેલના 102 અને સુકાની જયદેવના 46 રનની મદદથી 307 રન કરી શક્યું હતું. સૌરાષ્ટ્રની એક સમયે 247 રને 9 વિકટે પડી ગઇ હતી. સોર્સ- PC ટ્વિટર

  રણજી ટ્રોફી 2018-19 : રણજી ટ્રોફીની ફાઇનલ મેચ હાલ સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રમાઇ રહી છે. જેમાં મેચના ત્રીજા દિવસે ટી બ્રેક સુધી સૌરાષ્ટ્રની ટીમ 307 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પહેલા વિદર્ભ ટીમે અક્ષય કરનેવારના 73* અને અક્ષય વાડકરના 45 રનની મદદથી 312 રન કર્યા હતા. સૌરાષ્ટ્રના સુકાની જયદેવે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં સૌરાષ્ટ્ર ટીમના સ્નેલ પટેલના 102 અને સુકાની જયદેવના 46 રનની મદદથી 307 રન કરી શક્યું હતું. સૌરાષ્ટ્રની એક સમયે 247 રને 9 વિકટે પડી ગઇ હતી.

  સોર્સ- PC ટ્વિટર

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 5th February, 2019 14:55 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK