સુપ્રીમ કોર્ટમાં આ મામલમાં સુનવણી મંગળવારે થશે. CBIને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો લાગ્યા છે. સુપ્રીમ કોર્ટે કોલકાતામાં ચાલી રહેલા રાજકીય ડ્રામા પર તરત સુનાવણીથી ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવુ છે કે જો કોલકાતાના પોલીસ કમિશનર વિરૂદ્ધ મજબૂત પુરાવા છે તો આ કાર્યવાહી કરવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને કહ્યું કે તેઓ પહેલા પુરાવા રજૂ કરે, જો કમિશનર વિરૂદ્ધ સબૂત છે અને તેઓ દોષી છે તો એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલાની સુનાવણી મંગળવારે કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રવિવારે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દિવસે સંન્યાસ લેશે, તે દિવસે તે પણ રાજનીતિને અલવિદા કહી દેશે. જોકે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મોદી હવે ઘણા વર્ષોથી રાજકારણમાં રહેશે. એમણે 'વર્ડ્સ કાઉન્ટ મહોત્સવ'માં એક ચર્ચા દરમિયાન કહ્યું કે જ્યારે એક શ્રોતાએ એમને પૂછ્યું કે તે ક્યારે પ્રધાન સેવક બનશે. વાસ્તવમાં, મોદી આ શબ્દનો ઉપયોગ મોદી પોતાના માટે કરે છે. કેન્દ્રીય મંત્રીએ એના પર જવાબ આપ્યો, 'ક્યારે નહીં. હું રાજકારણમાં સારા નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું અને આ મામલામાં હું બહુ જ સૌભાગ્યશાળી છું કે મે અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજ નેતાના નેતૃત્વ હેઠળ કામ કર્યું અને હવે મોદીજી સાથે કામ કરી રહી છું.' એમણે કહ્યું કે જે દિવસે પ્રધાન સેવક નરેન્દ્ર મોદી રાજનીતિથી સંન્યાસ લઈ લેશે, હું પણ ભારતીય રાજનીતિને અલવિદા કહીશ.
પશ્ચિમ બંગાળમાં કોલકાતા પોલીસ અને સીબીઆઇ વચ્ચે ચાલી રહેલા વિવાદની ગૂંજ રાજકીય ગલીઓ સુધી પહોંચતી જોવા મળી છે. હવે આ મુદ્દાને લઈને સંસદમાં પણ હોબાળો ચાલી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસે પણ રાજ્યસભાના પોતાના તમામ સભ્યોને વ્હિપ જાહેર કરી દીધું છે. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામ પ્રભારી હરીશ રાવતે રવિવારે સ્પષ્ટ કરી દીધું હતું કે પાર્ટી સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) બિલ- 2016નો રાજ્યસભામાં વિરોધ કરશે.
પશ્ચિમ બંગાળના ભાજપના નેતા રુપા ગાંગુલીએ સવાલ ઉઠાવ્યા છે કે, મમતા બેનર્જી કેમ આ બાબતે જવાબ આપવા નથી માંગતા કે રાજીવ કુમારને બચાવવાનો પ્રયત્ન કેમ કરી રહ્યા છે? રાજીવ કુમાર એ જ અધિકારી છે, જેમણે શારદા કૌંભાડની પ્રાથમિક તપાસ કરી હતી અને તેમના હાથમાં જ પુરાવા છે અને તેમણે આ પુરાવાઓને નષ્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ બહાને મમતા બેનર્જી તપાસને રોકી શકે નહી.
શારદા ચિટફંડ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને સીબીઆઇ સામસામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચેલી સીબીઆઇ ઓફિસર્સની ટીમને કોલકાતા પોલીસે અટકાવી હતી અને તમામ ઓફિસર્સની અટકાયત પણ કરી હતી. ત્યારબાદ આ ઓફિસર્સને છોડી પણ મૂકવામાં આવ્યા હતા. જોકે આ બધા ડ્રામા દરમિયાન મમતા બેનર્જી પણ રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા. તેમણે રાજીવ કુમાર માટે થઈને ભાજપ વિરુદ્ધ ધરણા કર્યા હતા. જાણો કોણ છે આ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર અને મમતા બેનર્જી કેમ કરી રહ્યા છે તેમની તરફેણ.
કોલકાતામાં ગઈકાલ રાતથી હોબાળો ચાલી રહ્યો છે. શારદા ચીટફંડ મામલે સીબીઆઈ પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા પહોંચી અને મામલો ગરમાયો. જો કે આ આખીય ઘટના પાછળ શારદા ચીટફંડ કેસ જવાબદાર છે. રાજીવ કુમાર પર શારદા ચીટફંડ કેસના પુરાવા છુપાવાનો આરોપ છે.
સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેના ઉપવાસના પાંચમા દિવસે એક તરફ તેમની તબિયત કથળી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારે આ ઉપવાસ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવ્યું છે. ગઈ કાલે રાજ્યના જળસિંચન ખાતાના પ્રધાન ગિરીશ મહાજન અન્નાને મળવા ગયા હતા, પરંતુ આ ચર્ચાનો કોઈ સકારાત્મક ઉકેલ નીકળ્યો ન હોવાથી અન્ના હઝારેએ ગઈ કાલે કેન્દ્ર અને રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપતાં કહ્યું છે કે જો ૮ ફેબ્રુઆરી સુધીમાં તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મભૂષણ અવૉર્ડને પાછો આપી દેશે.
પ્રિયંકા ગાંધી સોમવારે પૂર્વ ઉત્તરપ્રદેશની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી તરીકેનો ચાર્જ લેશે. આ માટેની ગ્રાન્ડ ઇવેન્ટ લખનઉમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરીના રોજ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પાર્ટીમાં પોસ્ટ આપીને રાજકારણમાં તેમના પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી હતી. કોંગ્રેસના આ પગલાંને આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના એક ટ્રમ્પ કાર્ડ તરીકે જોવામાં આવે છે. આ જાહેરાત થયા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ તેમને ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા.
સુરતના ડીંડોલીમાં અપહ્યત 13 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ બાળકનો મૃતદેહ હત્યા કર્યા હોવાની હાલતમાં મળી આવી છે.પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી પ્રમાણે કબૂતર ચોરીનો આરોપ મૂકી બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે મૃતક બાળક રવિવાર સવારથી ગુમ હતો. 13 વર્ષના માસૂમ બાળક રાજના માતા પિતા બંને કામ પરથી પાછા આવ્યા અને રાજ ન મળતા શોધખોળ હાથ ધરી હતી. જોકે રાજનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથકમાં રાજની અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
મેક્સિકો સરકારે કહ્યું કે મધ્ય મેક્સિકોમાં ગત માસે એક પાઈપલાઈનમાં ભીષણ વિસ્ફોટ થવાથી મરનારાની સંખ્યા વધીને 125 સુધી પહોંચી ગઈ છે. 22 લોકો હોસ્પિટલમાં ગંભીર અવસ્થામાં છે. હજી વધુ 22 લોકો હોસ્પિટલમાં છે, જેમાંથી કેટલાય લોકોનું શરીર 80 ટકાથી વધુ દાઝી ગયું છે. આ અકસ્માતમાં મરણાંક સવાસો સુધી પહોંચ્યો છે.
જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.