3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Jan 30, 2019, 14:52 IST | Sheetal Patel
 • વડાપ્રધાન મોદીએ સુરતમાં એરપોર્ટના એક્ટેંશન ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું. જ્યાં જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ નોટબંધી પર સવાલ કરનારાઓને જવાબ આપ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક લોકો સવાલ પૂછે છે કે નોટબંધીથી શું ફાયદો થયો? તેમણે આ સવાલ એ યુવાનોને પુછવો જોઈએ જેમને નોટબંધી બાદ ઓછી થયેલી કિંમતમાં ઘર મળ્યું છે. એ ગરીબ અને મધ્યમ વર્ગને પુછવો જોઈએ, જેમનું  ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.

  વડાપ્રધાન મોદીએ સુરતમાં એરપોર્ટના એક્ટેંશન ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું. જ્યાં જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ નોટબંધી પર સવાલ કરનારાઓને જવાબ આપ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક લોકો સવાલ પૂછે છે કે નોટબંધીથી શું ફાયદો થયો? તેમણે આ સવાલ એ યુવાનોને પુછવો જોઈએ જેમને નોટબંધી બાદ ઓછી થયેલી કિંમતમાં ઘર મળ્યું છે. એ ગરીબ અને મધ્યમ વર્ગને પુછવો જોઈએ, જેમનું  ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.

  1/10
 • સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) સુધારા અધિનિયમ, 2018 પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી હવે 19 ફેબ્રુઆરીએ થશે.

  સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) સુધારા અધિનિયમ, 2018 પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી હવે 19 ફેબ્રુઆરીએ થશે.

  2/10
 • ફરી એકવાર અન્ના હજારે ઉપવાસ પર ઉતર્યા છે. કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિ અને ખેડૂતોની માંગણીઓ પર તરત નિર્ણય લેવામાં આવે તેવી અન્નાની માંગ છે. અન્નાએ આ ઉપવાસને જન આન્દોલન સત્યાગ્રહ નામ આપ્યું છે. 

  ફરી એકવાર અન્ના હજારે ઉપવાસ પર ઉતર્યા છે. કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિ અને ખેડૂતોની માંગણીઓ પર તરત નિર્ણય લેવામાં આવે તેવી અન્નાની માંગ છે. અન્નાએ આ ઉપવાસને જન આન્દોલન સત્યાગ્રહ નામ આપ્યું છે. 

  3/10
 • મોદી સરકારના શાસન દરમિયાન દેશમાં ભ્રષ્ટાચાર ઘટ્યો છે. વિશ્વના સૌથી ભ્રષ્ટદેશોનીયાદીમાં ભારતે ચાર સ્થાનનો કૂદકો લગાવ્યો છે. 2017માં આ લિસ્ટમાં ભારત 81મા નંબરે હતું અને હવે ભારત આ 78મા સ્થાને પહોંચ્યું છે. તો બીજી તરફ વિશ્વના ટોપ 20 સારા દેશોની યાદીમાંથી અમેરિકા બહાર નીકળી ચૂક્યુ છે.

  મોદી સરકારના શાસન દરમિયાન દેશમાં ભ્રષ્ટાચાર ઘટ્યો છે. વિશ્વના સૌથી ભ્રષ્ટદેશોનીયાદીમાં ભારતે ચાર સ્થાનનો કૂદકો લગાવ્યો છે. 2017માં આ લિસ્ટમાં ભારત 81મા નંબરે હતું અને હવે ભારત આ 78મા સ્થાને પહોંચ્યું છે. તો બીજી તરફ વિશ્વના ટોપ 20 સારા દેશોની યાદીમાંથી અમેરિકા બહાર નીકળી ચૂક્યુ છે.

  4/10
 • લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં કોમી રમખાણો અને આતંકી હુમલા થવાની શક્યતા છે. અમેરિકન ગુપ્તચર વિભાગે આ ચેતવણી ઉચ્ચારી છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથો ભારત અને અમેરિકામાં હુમલા કરશે. અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના ડિરેક્ટર ડૈન કોટ્સે એમ પણ કહ્યું છે કે આતંકવાદને ડામવા પાકિસ્તાનનું વલણ યોગ્ય નથી. પાકિસ્તાન એ જ આતંકી જૂથ સામે પગલા લે છે જેનાથી તેમને ખતરો છે. પાકિસ્તાન આતંકવાદને હથિયાર તરીકે વાપરી રહ્યો છે.

  લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં કોમી રમખાણો અને આતંકી હુમલા થવાની શક્યતા છે. અમેરિકન ગુપ્તચર વિભાગે આ ચેતવણી ઉચ્ચારી છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથો ભારત અને અમેરિકામાં હુમલા કરશે. અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના ડિરેક્ટર ડૈન કોટ્સે એમ પણ કહ્યું છે કે આતંકવાદને ડામવા પાકિસ્તાનનું વલણ યોગ્ય નથી. પાકિસ્તાન એ જ આતંકી જૂથ સામે પગલા લે છે જેનાથી તેમને ખતરો છે. પાકિસ્તાન આતંકવાદને હથિયાર તરીકે વાપરી રહ્યો છે.

  5/10
 • જેમ જેમ લોકસભા ચૂંટણી નજીત આવી રહી છે તેમ તેમ ટિકિટની ફાળવણીને લઈને વિવાદ પણ વધી રહ્યો છે. અમદાવાદ માટે ઉમેદવાર નક્કી કરવા મામલે અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલ, ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેનો ઉકેલ લાવવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મોડી રાત્રે 3 વાગ્યા સુધી બેઠક લીધી હતી. અહેવાલો છે કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને લઈને આગેવાનો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે.

  જેમ જેમ લોકસભા ચૂંટણી નજીત આવી રહી છે તેમ તેમ ટિકિટની ફાળવણીને લઈને વિવાદ પણ વધી રહ્યો છે. અમદાવાદ માટે ઉમેદવાર નક્કી કરવા મામલે અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલ, ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેનો ઉકેલ લાવવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મોડી રાત્રે 3 વાગ્યા સુધી બેઠક લીધી હતી. અહેવાલો છે કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને લઈને આગેવાનો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે.

  6/10
 • જાણીતા પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને ફોરેઈન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન અંતર્ગત આ નોટિસ આપવામાં આવી છે. વિદેશી ચલણની દાણચોરીના મામલે EDએ ગાયક પાસે જવાબ માંગ્યો છે. મળતી માહિતી પ્રમાણે, રાહત ફતેહ અલી ખાને ગેરકાયદે 3, 40, 000 અમેરિકન ડૉલર કમાયા. જેમાંથી 2, 25, 000 ડૉલરની દાણચોરી કરવાનો આરોપ છે. મળતી માહિતી પ્રમાણે જો તપાસ એજન્સી રાહત ફતેહ અલી ખાનના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો તેમણે દાણચોરીની આ રકમ પર 300 ટકા દંડ ભરવો પડશે. જો તે દંડ નહીં ભરે તો, તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે. અને સાથે જ તેમના ભારતમાં તેમના શો પર પ્રતિબંધ લાગી શકે છે.

  જાણીતા પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને ફોરેઈન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન અંતર્ગત આ નોટિસ આપવામાં આવી છે. વિદેશી ચલણની દાણચોરીના મામલે EDએ ગાયક પાસે જવાબ માંગ્યો છે. મળતી માહિતી પ્રમાણે, રાહત ફતેહ અલી ખાને ગેરકાયદે 3, 40, 000 અમેરિકન ડૉલર કમાયા. જેમાંથી 2, 25, 000 ડૉલરની દાણચોરી કરવાનો આરોપ છે. મળતી માહિતી પ્રમાણે જો તપાસ એજન્સી રાહત ફતેહ અલી ખાનના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો તેમણે દાણચોરીની આ રકમ પર 300 ટકા દંડ ભરવો પડશે. જો તે દંડ નહીં ભરે તો, તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે. અને સાથે જ તેમના ભારતમાં તેમના શો પર પ્રતિબંધ લાગી શકે છે.

  7/10
 • એપલે મંગળવારે ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. 2018માં ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એપલને 1.41 લાખ કરોડ રૂપિયા (1997 કરોડ ડોલર)નો નફો થયો. આ 2017ના ડિસેમ્બર ક્વાર્ટર કરતા 1% ઓછો છે. રેવેન્યુમાં 4.5%નો ઘટાડો થયો છે. રેવેન્યુ 5.98 લાખ કરોડ રૂપિયા (8431 કરોડ ડોલર) રહી છે. ચીનમાં બિઝનેસ નબળો થતા અને આઇફોનના વેચાણમાં ઘટાડો થવાને કારણે આવું થયું છે. 2017ના ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીએ 2018ના ડિસેમ્બર ક્વાર્ટરમાં એપલ 15% ઓછા આઇફોન વેચી શકી છે. એપલની 60% રેવેન્યુ આઇફોનના વેચાણમાંથી જ આવે છે.

  એપલે મંગળવારે ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. 2018માં ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એપલને 1.41 લાખ કરોડ રૂપિયા (1997 કરોડ ડોલર)નો નફો થયો. આ 2017ના ડિસેમ્બર ક્વાર્ટર કરતા 1% ઓછો છે. રેવેન્યુમાં 4.5%નો ઘટાડો થયો છે. રેવેન્યુ 5.98 લાખ કરોડ રૂપિયા (8431 કરોડ ડોલર) રહી છે. ચીનમાં બિઝનેસ નબળો થતા અને આઇફોનના વેચાણમાં ઘટાડો થવાને કારણે આવું થયું છે. 2017ના ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીએ 2018ના ડિસેમ્બર ક્વાર્ટરમાં એપલ 15% ઓછા આઇફોન વેચી શકી છે. એપલની 60% રેવેન્યુ આઇફોનના વેચાણમાંથી જ આવે છે.

  8/10
 • અમેરિકન કંપની વોલમાર્ટની ઓનરશિપવાળી ફ્લિપકાર્ટે ઇ-કોમર્સના નવા નિયમોને લાગુ કરવાને લઈને વધુ સમયની માંગ કરી છે. ન્યુઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા પ્રમાણે, કંપનીએ ચેતવણી આપતા કહ્યું છે કે જો નવા નિયમોને 6 મહિના સુધી ટાળવામાં ન આવ્યા, તો ગ્રાહક સંખ્યાના મામલે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

  અમેરિકન કંપની વોલમાર્ટની ઓનરશિપવાળી ફ્લિપકાર્ટે ઇ-કોમર્સના નવા નિયમોને લાગુ કરવાને લઈને વધુ સમયની માંગ કરી છે. ન્યુઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા પ્રમાણે, કંપનીએ ચેતવણી આપતા કહ્યું છે કે જો નવા નિયમોને 6 મહિના સુધી ટાળવામાં ન આવ્યા, તો ગ્રાહક સંખ્યાના મામલે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

  9/10
 • નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન (NSSO) તરફથી રોજગાર અને બેકારી પર તૈયાર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટ (2017-18) તૈયાર થયાના બે મહિના બાદ પણ સરકાર તરફથી તેને જાહેર નથી કરવામાં આવ્યો. તેના વિરોધમાં નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના બે સભ્યો પી. સી. મોહનન અને જે. વી. મીનાક્ષીએ રાજીનામુ આપ્યું છે.

  નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન (NSSO) તરફથી રોજગાર અને બેકારી પર તૈયાર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટ (2017-18) તૈયાર થયાના બે મહિના બાદ પણ સરકાર તરફથી તેને જાહેર નથી કરવામાં આવ્યો. તેના વિરોધમાં નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના બે સભ્યો પી. સી. મોહનન અને જે. વી. મીનાક્ષીએ રાજીનામુ આપ્યું છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK