વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના

Updated: 31st January, 2019 15:17 IST | Sheetal Patel
 • સંસદના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થયું. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધન દરમિયાન મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું. મારી સરકારના પ્રયત્નોમાં શોષણના રાજકારણ વિરુદ્ધ રામમનોહર લોહિયાની નીતિઓની સમાનતા પર આધારિત હોવાનું દેખાય છે. તેમણે કહ્યું કે 2014 પહેલા દેશ અનિશ્ચિતિતામાંથી પસાર થઈ રહ્યો હતો. ચૂંટણી બાદ મારી સરકારે નવું ભારત બનાવવાનો સંકલ્પ લીધો. એક એવું ભારત જેમાં વ્યવસ્થાઓ પૂર્ણ હોય.

  સંસદના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થયું. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધન દરમિયાન મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું. મારી સરકારના પ્રયત્નોમાં શોષણના રાજકારણ વિરુદ્ધ રામમનોહર લોહિયાની નીતિઓની સમાનતા પર આધારિત હોવાનું દેખાય છે. તેમણે કહ્યું કે 2014 પહેલા દેશ અનિશ્ચિતિતામાંથી પસાર થઈ રહ્યો હતો. ચૂંટણી બાદ મારી સરકારે નવું ભારત બનાવવાનો સંકલ્પ લીધો. એક એવું ભારત જેમાં વ્યવસ્થાઓ પૂર્ણ હોય.

  1/10
 • રાજસ્થાનની રામગઢ અને હરિયાણાની જીંદ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. સામેલ છે. મહત્વનું છે કે આ બંને બેઠકો પર 28 જાન્યુઆરીએ મતદાન થયું હતું અને આજે પરિણામો આવવાના છે. રામગઢ અને જીંદમાં ત્રિકોણીય જંગ હતો. જો કે રામગઢ કોંગ્રેસે જીતી લીધી છે. જ્યારે જીંદમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જિંદ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સૂરજેવાલા ચૂંટણી લડ્યા હતા

  રાજસ્થાનની રામગઢ અને હરિયાણાની જીંદ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. સામેલ છે. મહત્વનું છે કે આ બંને બેઠકો પર 28 જાન્યુઆરીએ મતદાન થયું હતું અને આજે પરિણામો આવવાના છે. રામગઢ અને જીંદમાં ત્રિકોણીય જંગ હતો. જો કે રામગઢ કોંગ્રેસે જીતી લીધી છે. જ્યારે જીંદમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જિંદ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સૂરજેવાલા ચૂંટણી લડ્યા હતા

  2/10
 • કુંભમેળામાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો દુર્ગા અવતાર જોવા મળ્યો છે. કોંગ્રેસના ઉત્સાહી કાર્યકર્તાઓએ લગાવેલા આ પોસ્ટરની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. તેમનું આ પોસ્ટર કુંભ મેળાના ક્ષેત્રમાં આવતા બંધવામાં આવેલા સુતેલા હનુમાન મંદિર પાસે લગાવવામાં આવ્યું છે. જેમાં પ્રિયંકા ગાંધી મહિષાસુર મર્દિની માં દુર્ગાના રૂપમાં નજર આવી રહ્યા છે.

  કુંભમેળામાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો દુર્ગા અવતાર જોવા મળ્યો છે. કોંગ્રેસના ઉત્સાહી કાર્યકર્તાઓએ લગાવેલા આ પોસ્ટરની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. તેમનું આ પોસ્ટર કુંભ મેળાના ક્ષેત્રમાં આવતા બંધવામાં આવેલા સુતેલા હનુમાન મંદિર પાસે લગાવવામાં આવ્યું છે. જેમાં પ્રિયંકા ગાંધી મહિષાસુર મર્દિની માં દુર્ગાના રૂપમાં નજર આવી રહ્યા છે.

  3/10
 • રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલ કદાવર નેતા જયંતી ભાનુશાલીની હત્યાકાંડમાં આરોપી અને વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ હાલ તો પોલીસ પકડથી દૂર છે, પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાનો પુરાવો મળ્યો છે. છબીલ પટેલનું વોટ્સએપ પર એક ફેન ક્લબ છે, જેના દ્વારા તે અનેક લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. 

  રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલ કદાવર નેતા જયંતી ભાનુશાલીની હત્યાકાંડમાં આરોપી અને વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ હાલ તો પોલીસ પકડથી દૂર છે, પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાનો પુરાવો મળ્યો છે. છબીલ પટેલનું વોટ્સએપ પર એક ફેન ક્લબ છે, જેના દ્વારા તે અનેક લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. 

  4/10
 • કોંગ્રેસમાં પ્રમુખ પદનેને લઈને ચાલી રહેલો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના બળવો કરી શકે તેવા 17 સભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. આવતીકાલે તમામ બળવાખોર સભ્યો મોવડીમંડળને મળવા જશે. બળવાખોર સભ્યો કોંગ્રેસના પ્રમુખને બદલવા મક્કમ છે. આ સભ્યોએ વિવિધ સમિતિઓને પણ બહિષ્કાર કરવાની શરૂઆત કરી દીધી છે.

  કોંગ્રેસમાં પ્રમુખ પદનેને લઈને ચાલી રહેલો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના બળવો કરી શકે તેવા 17 સભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. આવતીકાલે તમામ બળવાખોર સભ્યો મોવડીમંડળને મળવા જશે. બળવાખોર સભ્યો કોંગ્રેસના પ્રમુખને બદલવા મક્કમ છે. આ સભ્યોએ વિવિધ સમિતિઓને પણ બહિષ્કાર કરવાની શરૂઆત કરી દીધી છે.

  5/10
 • રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે. અલ્પેશ ઠાકોરની સીએમ સાથેની મુલાકાત બાદ ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળોએ ફરી વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી. આ મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી હતી.

  રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે. અલ્પેશ ઠાકોરની સીએમ સાથેની મુલાકાત બાદ ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળોએ ફરી વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી. આ મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી હતી.

  6/10
 • અમેરિકામાં હેટ ક્રાઇમની ઘટના એકવાર ફરી સામે આવી છે. કેન્ટુકી રાજ્યમાં અજાણ્યા બદમાશોએ એક હિંદુ મંદિર તોડી નાખ્યું. મૂર્તિઓ પર બદમાશોએ કાળો રંગ નાખી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા લોકોએ મંદિરમાં રાખેલા સામાનને નુકસાન પહોંચાડ્યું. આ ઘટના રવિવારે રાતે અને મંગળવારે સવાર વચ્ચેના સમય દરમિયાન ઘટી. લુઈવિલે શહેરના સ્વામિનારાયણ મંદિરમાં થઈ. તોડફોડ પછી અમેરિકામાં રહેતા હિંદુ સમુદાયમાં નારાજગી છે.

  અમેરિકામાં હેટ ક્રાઇમની ઘટના એકવાર ફરી સામે આવી છે. કેન્ટુકી રાજ્યમાં અજાણ્યા બદમાશોએ એક હિંદુ મંદિર તોડી નાખ્યું. મૂર્તિઓ પર બદમાશોએ કાળો રંગ નાખી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા લોકોએ મંદિરમાં રાખેલા સામાનને નુકસાન પહોંચાડ્યું. આ ઘટના રવિવારે રાતે અને મંગળવારે સવાર વચ્ચેના સમય દરમિયાન ઘટી. લુઈવિલે શહેરના સ્વામિનારાયણ મંદિરમાં થઈ. તોડફોડ પછી અમેરિકામાં રહેતા હિંદુ સમુદાયમાં નારાજગી છે.

  7/10
 • અમદાવાદના શાસ્ત્રીનગરમાં એક મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શાસ્ત્રીનગરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 12મા માળેથી ઝંપલાવીને એક મહિલાએ જીવન ટૂંકાવ્યું. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી માહિતી પ્રમાણે મૃતક મહિલાની ઉંમર 37 વર્ષની છે. મહિલાનું નામ સુમિતા ડુમાણિયા છે. આ મહિલા નજીકમાં આવેલા અમી એપાર્ટમેન્ટમાં રહેતી હતી. સવારે ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ આ મહિલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચી હતી અને ટેરેસ પરથી કૂદીને આપધાત કર્યો.

  અમદાવાદના શાસ્ત્રીનગરમાં એક મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શાસ્ત્રીનગરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 12મા માળેથી ઝંપલાવીને એક મહિલાએ જીવન ટૂંકાવ્યું. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી માહિતી પ્રમાણે મૃતક મહિલાની ઉંમર 37 વર્ષની છે. મહિલાનું નામ સુમિતા ડુમાણિયા છે. આ મહિલા નજીકમાં આવેલા અમી એપાર્ટમેન્ટમાં રહેતી હતી. સવારે ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ આ મહિલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચી હતી અને ટેરેસ પરથી કૂદીને આપધાત કર્યો.

  8/10
 • પાંચ વન ડેની સિરીઝની ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ચોથી વન ડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટે પરાજય આપ્યો. 93 રનના ટાર્ગેટનો પીછ કરવા ઉતરેલા કિવિઝે આ માત્ર 14.4 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો. રોસ ટેલર 37 અને હેન્રી નિકોલસ 30 રને અણનમ હતા.

  પાંચ વન ડેની સિરીઝની ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ચોથી વન ડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટે પરાજય આપ્યો. 93 રનના ટાર્ગેટનો પીછ કરવા ઉતરેલા કિવિઝે આ માત્ર 14.4 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો. રોસ ટેલર 37 અને હેન્રી નિકોલસ 30 રને અણનમ હતા.

  9/10
 • એક્તા કપૂરના ઘરે હાલ ખુશીનો માહોલ છે. ટીવી ક્વીન એક્તા કપૂરના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. સરોગસી દ્વારા એક્તા કપૂર માં બન્યા છે અને તેમણે પુત્રને જન્મ આપ્યો છે. આ પ્રસંગે આખું બોલીવુડ તેમને અભિનંદન પાઠવી રહ્યું છે. તુષાર કપૂરની જેમ જ એક્તાએ પણ સરોગસી દ્વારા માં બનવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ળતી માહિતી મુજબ 27 જાન્યુઆરીએ તેમના ઘરે પુત્ર જન્મ થયો છે. એક્તા કપૂરનો બાળક સંપૂર્ણ રીતે સ્વ્થ છે અને એક્તા ટૂંક સમયમાં તેને પોતાના ઘરે લઈ જશે.

  એક્તા કપૂરના ઘરે હાલ ખુશીનો માહોલ છે. ટીવી ક્વીન એક્તા કપૂરના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. સરોગસી દ્વારા એક્તા કપૂર માં બન્યા છે અને તેમણે પુત્રને જન્મ આપ્યો છે. આ પ્રસંગે આખું બોલીવુડ તેમને અભિનંદન પાઠવી રહ્યું છે. તુષાર કપૂરની જેમ જ એક્તાએ પણ સરોગસી દ્વારા માં બનવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ળતી માહિતી મુજબ 27 જાન્યુઆરીએ તેમના ઘરે પુત્ર જન્મ થયો છે. એક્તા કપૂરનો બાળક સંપૂર્ણ રીતે સ્વ્થ છે અને એક્તા ટૂંક સમયમાં તેને પોતાના ઘરે લઈ જશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 31st January, 2019 15:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK