3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Jan 25, 2019, 14:59 IST | Sheetal Patel
 • રાહુલ ગાંધી: BJP અને RSSના અપશબ્દ મારા માટે ભેટ સમાન - રાહુલ ગાંધીએ ભુવનેશ્વર સ્થિત તમાંડો મિની સ્ટેડિયમમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા આરએસએસ અને મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલે કહ્યું કે ભાજપ અને આરએસએસે અત્યાર સુધી જે અપશબ્ધ કહ્યા છે તે મારા માટે ભેટ સમાન છે. રાહુલે કહ્યું કે હું નરેન્દ્ર મોદીથી નફરત નથી કરતો, પરંતુ એમની અને મારી વિચારધારણા અલગ છે, હું તેમની સાથે લડતો રહીશ. તમે મારાથી ગંમે તેટલી નફરત કરો, પરંતુ હું તમારી સાથે પ્રેમથી વાત કરીશ.

  રાહુલ ગાંધી: BJP અને RSSના અપશબ્દ મારા માટે ભેટ સમાન -

  રાહુલ ગાંધીએ ભુવનેશ્વર સ્થિત તમાંડો મિની સ્ટેડિયમમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા આરએસએસ અને મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલે કહ્યું કે ભાજપ અને આરએસએસે અત્યાર સુધી જે અપશબ્ધ કહ્યા છે તે મારા માટે ભેટ સમાન છે. રાહુલે કહ્યું કે હું નરેન્દ્ર મોદીથી નફરત નથી કરતો, પરંતુ એમની અને મારી વિચારધારણા અલગ છે, હું તેમની સાથે લડતો રહીશ. તમે મારાથી ગંમે તેટલી નફરત કરો, પરંતુ હું તમારી સાથે પ્રેમથી વાત કરીશ.

  1/10
 • સુપ્રીમની સરકારને નોટિસ - સામાન્ય વર્ગ માટે આર્થિક આધાર પર 10 ટકા અનામતને રદ કરવાની જનહિતની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી છે. કોર્ટે તેના પર તાત્કાલિક રોક લગાવવાની ના પાડી દીધી છે અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. વધુ વાંચો

  સુપ્રીમની સરકારને નોટિસ -

  સામાન્ય વર્ગ માટે આર્થિક આધાર પર 10 ટકા અનામતને રદ કરવાની જનહિતની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી છે. કોર્ટે તેના પર તાત્કાલિક રોક લગાવવાની ના પાડી દીધી છે અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. વધુ વાંચો

  2/10
 • આતંકીઓનો ખુલાસો -  'પાકિસ્તાનથી મળેલો સંદેશ, દિલ્હી કરો બરબાદ'- આતંકીઓનો ખુલાસો : અબ્દુલ લતીફ અને હિલાલ અહમદ ગયા વર્ષે નવેમ્બરમાં એક વર્કશૉપમાં હિસ્સો લેવા માટે જમ્મૂ-કાશ્મીરથી દિલ્હી આવ્યા હતા. એ દરમિયાન એમણે દિલ્હીના વીવીઆઈપી સહિત અન્ય વિસ્તારોની રેકી કરી હતી.  વધુ વાંચો 

  આતંકીઓનો ખુલાસો - 

  'પાકિસ્તાનથી મળેલો સંદેશ, દિલ્હી કરો બરબાદ'- આતંકીઓનો ખુલાસો : અબ્દુલ લતીફ અને હિલાલ અહમદ ગયા વર્ષે નવેમ્બરમાં એક વર્કશૉપમાં હિસ્સો લેવા માટે જમ્મૂ-કાશ્મીરથી દિલ્હી આવ્યા હતા. એ દરમિયાન એમણે દિલ્હીના વીવીઆઈપી સહિત અન્ય વિસ્તારોની રેકી કરી હતી.  વધુ વાંચો 

  3/10
 • ઈસરોએ લૉન્ચ કર્યો કલામસેટ- ઈસરોએ સેટેલાઈટ PSLV C44નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે PSLV-C44 રોકેટથી બે સેટલાઈટ પ્રક્ષેપિત કરાયા જેમાં DRDOએ બનાવેલો માઈક્રોસેટ આર અને વિદ્યાર્થીઓએ બનાવેલો સેટેલાઈટ kalamsat સામેલ છે. વધુ વાંચો

  ઈસરોએ લૉન્ચ કર્યો કલામસેટ-

  ઈસરોએ સેટેલાઈટ PSLV C44નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે PSLV-C44 રોકેટથી બે સેટલાઈટ પ્રક્ષેપિત કરાયા જેમાં DRDOએ બનાવેલો માઈક્રોસેટ આર અને વિદ્યાર્થીઓએ બનાવેલો સેટેલાઈટ kalamsat સામેલ છે. વધુ વાંચો

  4/10
 • મોતની સેલ્ફી - વારંવાર સેલ્ફી લેવા જતા મોત થઈ હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોવા છતાં પણ લોકો જોખમી જગ્યા હોય ત્યાંય સેલ્ફી લેવાનું ચૂકતા નથી. ગાંધીનગર પાસે આવેલી જાસપુર કેનાલમાં ગઈકાલે મોડી રાતે સેલ્ફીના લીધે મોતની ઘટના સામે આવી છે. કલોલ તાલુકાના જાસપુર કેનાલમાં કર્ણાવતી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે. આ યુવાનો મોરબીના હતા. એનડીઆરએફની ટીમે ગઈકાલે મોડી રાતે તપાસ શરૂ કરી હતી. વધુ વાંચો

  મોતની સેલ્ફી -

  વારંવાર સેલ્ફી લેવા જતા મોત થઈ હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોવા છતાં પણ લોકો જોખમી જગ્યા હોય ત્યાંય સેલ્ફી લેવાનું ચૂકતા નથી. ગાંધીનગર પાસે આવેલી જાસપુર કેનાલમાં ગઈકાલે મોડી રાતે સેલ્ફીના લીધે મોતની ઘટના સામે આવી છે. કલોલ તાલુકાના જાસપુર કેનાલમાં કર્ણાવતી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે. આ યુવાનો મોરબીના હતા. એનડીઆરએફની ટીમે ગઈકાલે મોડી રાતે તપાસ શરૂ કરી હતી. વધુ વાંચો

  5/10
 • હિમાચલમાં ફરી બરફવર્ષા, કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં 2000 વાહનો ફસાયા - શિયાળાની કડકડતી ઠંડીથી ફરી ઉત્તર ભારત ઠુંઠવાઇ ગયું છે.ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો ખાસ કરીને મનાલી અને શિમલામાં જોરદાર બરફવર્ષા થઇ છે. અનેક જગ્યાએ સફેદ બરફના થરો જામી ગયા છે. બીજી તરફ કાશ્મીર ખીણના વિસ્તારમાં પણ સમયાંતરે હિમપ્રપાત થઇ રહ્યો છે. જમ્મૂ-શ્રીનગરનો નેશનલ હાઇવે બંધ થવાને લીધે ઉધમપુર પાસે 2000 જેટલા વાહનો ફસાઇ ગયા છે. તાજેતરની બરફવર્ષા અને વરસાદને લીધે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં શીત લહેરથી જનજીવન ઠુંઠવાઇ ગયું છે.

  હિમાચલમાં ફરી બરફવર્ષા, કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં 2000 વાહનો ફસાયા -

  શિયાળાની કડકડતી ઠંડીથી ફરી ઉત્તર ભારત ઠુંઠવાઇ ગયું છે.ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો ખાસ કરીને મનાલી અને શિમલામાં જોરદાર બરફવર્ષા થઇ છે. અનેક જગ્યાએ સફેદ બરફના થરો જામી ગયા છે. બીજી તરફ કાશ્મીર ખીણના વિસ્તારમાં પણ સમયાંતરે હિમપ્રપાત થઇ રહ્યો છે. જમ્મૂ-શ્રીનગરનો નેશનલ હાઇવે બંધ થવાને લીધે ઉધમપુર પાસે 2000 જેટલા વાહનો ફસાઇ ગયા છે. તાજેતરની બરફવર્ષા અને વરસાદને લીધે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં શીત લહેરથી જનજીવન ઠુંઠવાઇ ગયું છે.

  6/10
 • અકસ્માતમાં બેનાં મોત - જામનગરમાં ધ્રોલ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. જામનગરનો એક પરિવાર કોઇ કામથી વર્ના કાર લઇને સુરેન્દ્રનગર જઇ રહ્યો હતો તે દરમિયાન ધ્રોલ નજીક ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદીને બીજી સાઇડ જઇ સ્વિફટ કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં સ્વિફટ કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. ત્યારે વર્ના કાર પલ્ટી મારી ગઇ હતી.

  અકસ્માતમાં બેનાં મોત -

  જામનગરમાં ધ્રોલ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. જામનગરનો એક પરિવાર કોઇ કામથી વર્ના કાર લઇને સુરેન્દ્રનગર જઇ રહ્યો હતો તે દરમિયાન ધ્રોલ નજીક ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદીને બીજી સાઇડ જઇ સ્વિફટ કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં સ્વિફટ કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. ત્યારે વર્ના કાર પલ્ટી મારી ગઇ હતી.

  7/10
 • સોને મઢાશે મંડપ - અંબાજી મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ મંદિરના મુખ્ય મંડપને સોને મઢવાની જાહેરાત કરી છે. : અંબાજી બસ સ્ટેન્ડ સહિત વિવિધ સાત જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતાં કહ્યું હતું કે, અંબાજી મંદિરનું શિખર સુવર્ણમય બન્યું છે હવે મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢાશે.

  સોને મઢાશે મંડપ -

  અંબાજી મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ મંદિરના મુખ્ય મંડપને સોને મઢવાની જાહેરાત કરી છે. : અંબાજી બસ સ્ટેન્ડ સહિત વિવિધ સાત જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતાં કહ્યું હતું કે, અંબાજી મંદિરનું શિખર સુવર્ણમય બન્યું છે હવે મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢાશે.

  8/10
 • વિદર્ભ પહોંચ્યું ફાઈનલમાં -  રણજી ટ્રોફીમાં વિદર્ભની ટીમે ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વિદર્ભે સતત બીજી વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. સેમીફાઈનલમાં કેરળને કચડીને વિદર્ભે ફાઈનલની ટિકિટ પાક્કી કરી લીધી છે. ઉમેશ યાદવની જબરજસ્ત બોલિંગને કારણે વિદર્ભે આસાનીથી કેરળને પરાજય આપ્યો હતો. વધુ વાંચો

  વિદર્ભ પહોંચ્યું ફાઈનલમાં - 

  રણજી ટ્રોફીમાં વિદર્ભની ટીમે ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વિદર્ભે સતત બીજી વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. સેમીફાઈનલમાં કેરળને કચડીને વિદર્ભે ફાઈનલની ટિકિટ પાક્કી કરી લીધી છે. ઉમેશ યાદવની જબરજસ્ત બોલિંગને કારણે વિદર્ભે આસાનીથી કેરળને પરાજય આપ્યો હતો. વધુ વાંચો

  9/10
 • સમાંથા સ્ટોસુરે ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત્યું વુમન્સ ડબલ્સ ટાઈટલ  - ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઓસ્ટ્રેલિયાની સમાંથા સ્ટોસુર અને ચીનની ઝાંગ શૂઆઈની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વુમન્સ ડબલ્સ ટાઈટલ જીત્યું છે. સ્ટોસુર અને ઝાંગએ હંગરીની ટિમિયા બાબોસ અને ફ્રાન્સની ક્રિસ્ટિના મ્લાડેનોવિચની જોડીને 6-3, 6-4 થી હરાવી હતી. આ મેચ એક કલાક અને 36 મિનિટ ચાલી હતી. આ પહેલા 2005માં સ્ટોસુરે તેના જ દેશની સ્કૉટ ડ્રૈપર સાથે મળીને મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

  સમાંથા સ્ટોસુરે ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત્યું વુમન્સ ડબલ્સ ટાઈટલ  -

  ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઓસ્ટ્રેલિયાની સમાંથા સ્ટોસુર અને ચીનની ઝાંગ શૂઆઈની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વુમન્સ ડબલ્સ ટાઈટલ જીત્યું છે. સ્ટોસુર અને ઝાંગએ હંગરીની ટિમિયા બાબોસ અને ફ્રાન્સની ક્રિસ્ટિના મ્લાડેનોવિચની જોડીને 6-3, 6-4 થી હરાવી હતી. આ મેચ એક કલાક અને 36 મિનિટ ચાલી હતી. આ પહેલા 2005માં સ્ટોસુરે તેના જ દેશની સ્કૉટ ડ્રૈપર સાથે મળીને મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK