8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Jan 24, 2019, 19:50 IST
 • જયંતી ભાનુશાળી કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનો હાથ હોવાનો ખુલાસો થયો છે. સીઆઈડી ક્રાઈમે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. પોલીસે નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ છબીલ પટેલના અંગત હોવાનું તપાસમાં ખુલ્યું છે. 


  જયંતી ભાનુશાળી કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનો હાથ હોવાનો ખુલાસો થયો છે. સીઆઈડી ક્રાઈમે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. પોલીસે નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ છબીલ પટેલના અંગત હોવાનું તપાસમાં ખુલ્યું છે. 

  1/10
 • પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રી બાદ રોજ નવા નિવેદનો સામે આવી રહ્યા છે. હવે બિહારના મંત્રીએ પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. નીતિશ સરકારમાં સામેલ મંત્રી વિનોદ નારાયણ ઝાએ નિવેદન આપ્યું છે કે સુંદર ચહેરો વોટ નથી અપાવી શક્તો. આ નિવેદન બાદ વિનોદ નારાયણ સામે સવાલો ઉઠી રહ્યા છે. 


  પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રી બાદ રોજ નવા નિવેદનો સામે આવી રહ્યા છે. હવે બિહારના મંત્રીએ પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. નીતિશ સરકારમાં સામેલ મંત્રી વિનોદ નારાયણ ઝાએ નિવેદન આપ્યું છે કે સુંદર ચહેરો વોટ નથી અપાવી શક્તો. આ નિવેદન બાદ વિનોદ નારાયણ સામે સવાલો ઉઠી રહ્યા છે. 

  2/10
 • SC/ST એક્ટ અંતર્ગત હવે આગોતરા જામીન નહીં મળે. સુપ્રીમ કોર્ટે કાયદાના સંશોધન પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે આ પ્રકારના મામલા પર સ્ટે ન આપી શકાય. ઉલ્લેખનીય છે કે અરજી કરનાર વ્યક્તિએ આ કાયદા પર વચગાળાનો સ્ટે આપવાની રજૂઆત કરી હતી.


  SC/ST એક્ટ અંતર્ગત હવે આગોતરા જામીન નહીં મળે. સુપ્રીમ કોર્ટે કાયદાના સંશોધન પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે આ પ્રકારના મામલા પર સ્ટે ન આપી શકાય. ઉલ્લેખનીય છે કે અરજી કરનાર વ્યક્તિએ આ કાયદા પર વચગાળાનો સ્ટે આપવાની રજૂઆત કરી હતી.

  3/10
 • જમ્મુ કાશ્મીરના બારામુલ્લા આતંકી રહિત જિલ્લો જાહેર કર્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે બારામુલ્લામાં કોઈ આતંકી બચ્યો નથી. ઓપરેશન ઓલઆઉટ પછી પહેલો એવો જિલ્લો છે જેને આતંકીરહિત જાહેર કરવામાં આવ્યો હોય.


  જમ્મુ કાશ્મીરના બારામુલ્લા આતંકી રહિત જિલ્લો જાહેર કર્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે બારામુલ્લામાં કોઈ આતંકી બચ્યો નથી. ઓપરેશન ઓલઆઉટ પછી પહેલો એવો જિલ્લો છે જેને આતંકીરહિત જાહેર કરવામાં આવ્યો હોય.

  4/10
 • ભારે વાદ વિવાદ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન લોકેશ રાહુલનું સસ્પેન્શન રદ કરી દેવાયું . હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ ટૂર દરમિયાન જ ટીમ ઈન્ડિયા સાથે જોડાય તેવી શક્યતા છે. બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓનું સસ્પેશન રદ કરી દીધું છે. ટેલિવિશન ચેટ શૉ કોફી વીથ કરણમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ભારે હોહા મચી હતી. 


  ભારે વાદ વિવાદ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન લોકેશ રાહુલનું સસ્પેન્શન રદ કરી દેવાયું . હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ ટૂર દરમિયાન જ ટીમ ઈન્ડિયા સાથે જોડાય તેવી શક્યતા છે. બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓનું સસ્પેશન રદ કરી દીધું છે. ટેલિવિશન ચેટ શૉ કોફી વીથ કરણમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ભારે હોહા મચી હતી. 

  5/10
 • લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તેવી ટ્રેન 18ના સંચાલનને મંજૂરી મળી ચૂકી છે. આજથી ટ્રેન 18નને ચલાવવાની સમય મર્યાદા નક્કી કરી દેવાઈ છે. દિલ્હી અને વારાણસી વચ્ચે ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી દેવાશે.


  લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તેવી ટ્રેન 18ના સંચાલનને મંજૂરી મળી ચૂકી છે. આજથી ટ્રેન 18નને ચલાવવાની સમય મર્યાદા નક્કી કરી દેવાઈ છે. દિલ્હી અને વારાણસી વચ્ચે ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી દેવાશે.

  6/10
 • શિવાનંદ ઝા સીબીઆઈના નવા બને તેવી શક્યતતા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના પૂર્વ વડા આલોક વર્માની હકાલપટ્ટી બાદ સરકાર નવા વડા શોધી રહી છે. જેના માટે 12 નામ શોર્ટલિસ્ટ કરાયા છે. આ લિસ્ટમાં ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝાનું નામ સામેલ છે. સાથે NIAના મહાનિર્દેશક વાય. સી મોદી પણ રેસમાં છે.


  શિવાનંદ ઝા સીબીઆઈના નવા બને તેવી શક્યતતા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના પૂર્વ વડા આલોક વર્માની હકાલપટ્ટી બાદ સરકાર નવા વડા શોધી રહી છે. જેના માટે 12 નામ શોર્ટલિસ્ટ કરાયા છે. આ લિસ્ટમાં ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝાનું નામ સામેલ છે. સાથે NIAના મહાનિર્દેશક વાય. સી મોદી પણ રેસમાં છે.

  7/10
 • ઓસ્ટ્રેલિયામાં આકરી ગરમીને કારણે હાહાકાર મચ્યો છે. સખત તડકો અને લૂ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. જેને પગલે 90 જેટલા જંગલી ઘોડાના મોત નીપજ્યા છે. તો લોકો પણ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે.


  ઓસ્ટ્રેલિયામાં આકરી ગરમીને કારણે હાહાકાર મચ્યો છે. સખત તડકો અને લૂ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. જેને પગલે 90 જેટલા જંગલી ઘોડાના મોત નીપજ્યા છે. તો લોકો પણ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે.

  8/10
 • બોલીવુડમાં વધુ એક સેલેબ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. રણવીર-દીપિકા, પ્રિયંકા-નિક બાદ હવે રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરે પ્રભુતામાં પગલા પાડ્યા છે. મહારાષ્ટ્રીય સ્ટાઈલમાં પ્રતીક બબ્બરે સાન્યા લગ્નના બંધનમાં બંધાયા. પ્રતીક અને સાન્યા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 


  બોલીવુડમાં વધુ એક સેલેબ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. રણવીર-દીપિકા, પ્રિયંકા-નિક બાદ હવે રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરે પ્રભુતામાં પગલા પાડ્યા છે. મહારાષ્ટ્રીય સ્ટાઈલમાં પ્રતીક બબ્બરે સાન્યા લગ્નના બંધનમાં બંધાયા. પ્રતીક અને સાન્યા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 

  9/10
 •   ગુજરાતી ફિલ્મો આજકાલ ધમાલ મચાવી રહી છે. ત્યારે બોલીવુડના કલાકારો પણ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાઈ રહ્યા છે. અરિજીત સિંહ, વિશાલ દદલાણી બાદ હવે આ લિસ્ટમાં સિંગર સોનું નિગમનું નામ પણ જોડાઈ ચૂક્યુ છે. ફિલ્મના સોંગ પા પા પગલીમાં પણ સચિન જીગરનું મ્યુઝિક છે, તો ગીતના શબ્દો નિરેન ભટ્ટે લખ્યા છે.   

   


  ગુજરાતી ફિલ્મો આજકાલ ધમાલ મચાવી રહી છે. ત્યારે બોલીવુડના કલાકારો પણ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાઈ રહ્યા છે. અરિજીત સિંહ, વિશાલ દદલાણી બાદ હવે આ લિસ્ટમાં સિંગર સોનું નિગમનું નામ પણ જોડાઈ ચૂક્યુ છે. ફિલ્મના સોંગ પા પા પગલીમાં પણ સચિન જીગરનું મ્યુઝિક છે, તો ગીતના શબ્દો નિરેન ભટ્ટે લખ્યા છે. 

   

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK